Posted by: rajprajapati | 07/10/2010

નવલી નવરાત્રી

નવલી નવરાત્રી

સૃષ્ટિના જીવજગતનું સંચાલન પોષણ, સંચય, પ્રજનન અને નિર્વાણ પ્રક્રિયાઓ ચાલે છે આ નૈમિતિક કર્મોથી પ્રકૃતિ અને સૃષ્ટિનું પરીવર્તન અને પોષણ થતું રહે છે જેના માટે જનન અને નિર્વાણની પ્રક્રિયાઓ પણ સાથે સાથે થતા રહે છે આ સંચલન માટે બે બંધબેસતી ઋણ અને ધન ઉર્જાઓ સુયોગ થઇને સંયોજનથી ત્રીજુ સર્જન કરે છે તેવી રીતે સર્વે પ્રાણી જગતનું ચયન, પરીવર્તન પણ થતું રહે છે તેના માટે જનનશીલ ઋણશક્તિઓ અને બીજદાતા ધનશક્તિનો યોગ થાય છે અને પ્રજનન થતું રહે છે, ઘાસના સુક્ષ્મ જનનથી લઇ જગતની સર્વે જનન ક્રિયાઓ આ પ્રકારે થતી રહે છે.

પ્રાણી, પક્ષી, જંતુ, વનસ્પતિ અને માનવ જગતમાં પણ જનન કર્મથી જન્મ થાય છે તેમાં જનનીમાં પ્રકૃતિની શક્તિઓનું સંપાદન થયેલુ હોય છે પ્રત્યેક ઋણશક્તિમાં યોગ્ય સમયે પ્રકૃતિની પંચતત્વની વિવિધ શક્તિઓનું પુર્ણ સંપાદન થાય છે ત્યાર પછી પંચતત્વના ગુણો સાથેનું સર્જન કરવાનું સામર્થ્ય બને છે માણસો માટે પણ પ્રકૃતિનો આ સિધ્ધાંત હોવાથી સ્ત્રીઓમાં સ્ત્રીઓમાં શક્તિ સંપાદનનું  મહત્વનું લક્ષણ બન્યુ છે જન્મ પછી અમુક વયકાળ સુધી સ્ત્રી શરીરમાં ક્રમશઃ પ્રકૃતિની વિવિધ ચૈતન્ય શક્તિઓ ઋતુકાળ પ્રમાણે સંપાદિત થતી હોય છે આવા સમયને પુર્વાપરના તત્વજ્ઞાનીઓએ દૈવી-દૈવતાઓની શક્તિઓથી તત્વોને ઓળખાવીને જનસમુદાયને અનુસરવા માટે તહેવાર-ધર્મકાર્યોરૂપે આપ્યા છે તેવી રીતે કુમારીકાઓ(ગૌરી)ઓના પર્વને આપણે વર્તમાન ધાર્મિકતાની નવરાત્રીરૂપે ઉજવી રહ્યા છીએ.

સુદ પખવાડીયાના પ્રથમ નવ દિવસને નવરાત્રી કહેવાય છે પશ્વિમખંડના ગુજરાત જેવા પ્રદેશોમાં વર્ષાઋતુના ઉતરાર્ધમાં નવરાત્રીપર્વથી પ્રકૃતિતત્વોના પરીવર્તનની પ્રક્રિયાઓ કરવામાં આવતી હતી વર્ષાઋતુ દરમ્યાન પ્રકૃતિમાં બહોળા પ્રમાણમાં પ્રજનન થાય છે અને સુક્ષ્મ જીવ જંતુઓ, વનસ્પતિ જગતમાં જન્મ અને અલ્પજીવન મૃત્યુનું પ્રમાણ અત્યંત વધારે થાય છે પ્રકઋતિમાં થતી વિરાટ પ્રજનન પ્રક્રિયાઓના કાળમાં અનેક પ્રકારના વાયુઓ, જંતુઓના કોહવાયેલા મૃતદેહો, વિષમ જળ અને અધકચરો પ્રકાશ પ્રાણી-મનુષ્ય જગતના શરીરોમાં પ્રવેશી ગયો હોય છે જે શરીરના અંદરના અંગો. રક્તકેશીકાઓ, સ્નાયુઓમાં સુક્ષ્મ જગત બનાવે છે અનેક સુક્ષ્મ પ્રકારની વસાહતો ઉભી થાય છે તેના કારણે પ્રાણીઓ અને મનુષ્યઓના મુળ જનીન ગુણોમાં ખામીઓ ઉભી થાય છે આથી પુર્વઋતુમાંથયેલી જીવજગત અને વનસ્પતિ જગતમાં થયેલી વિરાટ ઉથલપાથલના દુર્ગમ દુઃખોથી બચવા માટે શરીરોમાંથી તે સુક્ષ્મ અનિષ્ટોને બહાર કાઢી સારી તત્વશક્તિઓ મેળવવાની હોય છે અને આ માટે આદ્ય ઋષિકાળમાં નવરાત્રીઓને બહુ મહત્વની ગણવામાં આવતી હતી, ચંદ્રની પ્રથમ કળાથી ચડતી કળાઓની સાથે સાથે શરીરમાં નવી શક્તિઓ મેળવતાની સાથે શરીરમાં રહેલી દૈત્ય શક્તિઓને બહાર કાઢવાની વિધીઓને નવરાત્રી કહેવાય છે આ પર્વ કુમારિકા(ગૌરી)ઓ માટે મહત્વપુર્ણ છે અન્ય બધાએ એની સમકક્ષતાના નિયમો અને વ્રતનું પાલન કરી સમતોલન કરવાનું હોય છે.

નવરાત્રીને નવલી કહેવાય છે બીજા કોઇ પર્વ કે તહેવારને નવલું કહેવાતુ નથી કારણ કે નવરાત્રીના સમયમાં જુનો કચરો કાઢીને નવી શક્તિઓ મેળવવાની હોય છે નવરાત્રી હોય કે બીજા કોઇપણ ધર્મ કાર્ય હોય, બધામાં તત્વજ્ઞાનનો મર્મ સમયેલો હોય છે વિજ્ઞાનીક રીતે પણ ચોક્કસ કારણો રહેલા રહેલા હોય છે શરીરને બ્રહ્માંગ કહેવાય છે બ્રહ્માંડનું અંશરૂપ પુર્ણ શરીર એટળે મનુષ્યનું શરીર અને શરીરમાં રહેલા ૩૩ કરઓડ પ્રકારના અલગ-ાલગ ગુઅણધર્મોવાળા કોષોને ધર્મની ભાષામાં ૩૩ કરોડ દેવતાઓ કહેવાયા છે તેવી રીતે શરીરમાં પ્રવેશીને અનેક પ્રકારે હાનીપીડા કરતા દૈત્યરૂપી સુક્ષ્મજીવોનું નિવારણ કરનારી, જીવનના દુર્ગમ સંકટોથી ઉગારનારી શક્તિઓને દુર્ગાશક્તિઓ કહેવાય છે નવદુર્ગા એટલે નવ પ્રકારના સુક્ષ્મ પરંતુ ખતરનાક(શુમ્ભ, નિશુમ્ભ, ધ્રુમલોચન, ચંડ, મુંડ, રક્તબીજ, કમ્બુ, કાલક, દૌર્હ્રદ)  દૈત્યોને આજે વિજ્ઞાનની ભાષામાં વાયરસ કહેવાય છે આ દૈત્યોથી ઉઅગારનારી પ્રકૃતિના તત્વોથી શરીરને રક્ષણ આપતી શક્તિઓને આપણે નવદુર્ગા કહીએ છીએ આ નવધાશક્તિઓને પ્રાપ્ત કરવાનું પર્વ એટલે નવરાત્રી.

( આપણે “શ્રી” એટલે લક્ષ્મી કે એશ્ર્વર્ય ગણીએ છીએ પણ “શ્રી” એટલે શુધ્ધ અને પવિત્ર “રક્ત” થાય છે જેના શરીરમાં શુધ્ધ અને પવિત્ર “રક્ત” હોય તેને “શ્રી”નું પ્રયોજન થાય છે કારણ કે સંસારમાં સૌથી મુલ્યવાન અને સૌથી વધુ અમુલ્ય એકમાત્ર શરીર છે અને આખા શરીરનો મુળ આધાર રક્ત છે જગતભરની સંપતિ અને સુખ હોય/ સંસારની બધી શક્તિઓ હોય પણ,  સર્વે જગતનું આધિપત્ય હોય તો પણ જો શરીર અનેક પ્રકારે પીડા ભોગવતુ હોય કે પછી કૃષકાય હોય તો તે સંપતિ-એશ્વર્ય અને શક્તિઓનુ કોઇ મહત્વ રહેતુ નથી, જેમકે વિશાળ સંપતિઓ અને સુખ સાહ્યબી હોય તો શરીર અને છુટા પડી જાય તો જગતની સર્વે સંપતિઓ અને સુખ આપણને માટે મિથ્યા અને વ્યર્થ બની જાય છે શરીરએ જીવનનું સાધન છે ધન-સંપતિથી બધુ મેળવી શકાશે પણ શરીર નહીં મેળવી શકાય. માટે શરીર માટે અતિ મહત્વપુર્ણ “રક્ત”ને “શ્રી” કહેવાય છે )

સંસારનો દરેક માણસ સમજે છે કે મુર્તિઓ અને ફોટામાં નાક-કાન જીભ કે આંખ હોતા નથી કે કોઇ પ્રકારનું ચૈતન્ય હોતુ નથી વાસ્તવમાં ફોટા-મુર્તિઓમાં ભગવાન, માતાજી, ઇશ્વર કે પરમાત્મા હોતા નથી કે તેનો રતિભાર અંશ પણ હોતો નથી,  લોકો પુષ્પો ચડાવે તે કોણ સુંઘે છે ? મંત્રો સ્તુતિઓ કોણ સાંભળે છે ? આરતી ઉતારો, દિવડા પ્રગટાવો તે પ્રકાશ કોને મળે છે ? શૃંગાર કરો તે કોણ જુવે છે ? દર્શન-શ્રવણ – ઉચ્ચાર વગેરે કાર્ય કરવાની ચેતનાઓ ફોટાઓ કે મુર્તિઓમાં હોતી નથી,  શ્રાવણ મહિનામાં શીવલીંગ ઉપર હજારો ગેલન દુધ, ગંગાજળ અને સુકામેવા ચડાવી દેવાય છે તે ગૌમુખીમાં થઇને ગટરમાં જાય છે પાંચ પચ્ચીસ હજ્જારના લીંગ કે મુર્તિ ઉપર બનેલા લાખો-કરોડોના મંદિરો-આશ્રમોમાં ગુચવાયેલા લોકોને કારણે મનુષ્યની વૃતિઓ, ભાવનાઓ, દર્શન, શ્રવણ અને કર્મની નીતિઓમાં દોષ પેદા થયા છે વધુને વધુ બગાડ થતો જાય છે માણસ તત્વથી વિખુટો પડી ગયો છે સત્વના મર્મથી છુટો પડી ગયો છે.

સ્ત્રી પ્રકૃતિનું પુર્ણ સ્વરૂપ છે અને જનીનરૂપ છે જેમ ધરતીમાં બીજનું જનન થાય તેમ સ્ત્રીઓમાં પણ જનીન શક્તિઓ છે તેથી સ્ત્રીઓમાં પણ પ્રકૃતિની સર્વે શક્તિઓનું સંપાદન હોવું જોઇએ, અમુક વર્ષે પુર્ણરૂપે પ્રકૃતિની ચૈતન્યશક્તિઓ મેળવ્યા પછી કુમારીકાને ઋતુકાળ પ્રાપ્ત થાય છે માતે કુમારીકાઓએ નવરાત્રીના વ્રતમાં પરીવર્તન,સંપાદન અને નિગ્રહના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે શરીરમાં ૨૭ ચૈતન્ય શક્તિઓ/૧૦૮ આહાર તત્વો, બાવન પ્રકારના જળ, ૧૦૦૮ પ્રકારના વાયુઓ અને નવ ગ્રહ સહિત ચંદ્ર-સૂર્યના ૧૨ પ્રકારના પ્રકાશતત્વોનું શરીરમાં સંયોજન કરવાનું હોય છે.

જીવજગતમાં નાનકડી વનસ્પતિ, જીવજંતુઓ, મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો વગેરેનું સર્જન થયેલુ છે તેવી રીતે તેના માટે પાણી ખોરાકનું યોગ્ય સર્જન થયેલુ છે નાનકડી કીડીને લાઇનસર ચાલતા શીખવાડવું પડતુ નથી કુદરતમાં સુક્ષ્મમાં સુક્ષ્મ રીતે તમામ પ્રાકૃતિક વ્યવસ્થાઓનું સર્જન થયેલુ છે. પરંતુ ક્યાંય રોટલી, પીઝા, પાણીપુરીકે દાળ-ભાત, મીઠાઇ કે રંગીન પીણાની કુદરતી વ્યવસ્થાઓનું સર્જન થયેલુ નથી કરણ કે કૃત્રીમ ખોરાક તો જીવમાત્રના શરીર માટે મૃત આહાર છે ખારા પાણીના દરીયા કાંઠે મીઠા પાણીના નાળીયેરનું સર્જન છે નાનકડા ટમેટા છે તો મોટા તરબુચ પણ છે તલ છે હળદર છે તો કારેલા પણ છે સંખ્યાબંધ ફળો અને વનસ્પતિઓનો ખોરાક પ્રાણીઓ અને મનુષ્યો માટે અને જીવ જગતના પોષણ માટે સર્જન થયેલો છે આજે માણસ જે ખાય છે તે મરેલો ખોરાક છે સત્વને, તત્વને બાળીને, તળીને બનતો ખોરાક માણસને ખાવા લાયક હોતો નથી તેથી આવો ખોરાક અને પીણાંઓ સ્ત્રીઓએ લેવા ના જોઇએ અને ખાસ તો નવરાત્રીના પર્વમાં તો કોઇ સંજોગોમાં મૃત ખોરાક ના લેવો જોઇએ કારણ કે સ્ત્રીઓ માટે અને બિજા મનુષ્યો માટે નવરાત્રી પવિત્ર શક્તિઓ પ્રાપ્ત કરવાનું પર્વ છે તેથી પ્રાકૃતિક ખોરાક યોગ્ય હોય છે.

નવરાત્રીમાં કુંવારીકા બહેનોને પ્રકૃતિની સર્વે શક્તિઓ મેળવવી હોય તો સવારે લીમડો, વડ, સેતુર, બાવળ વગેરેનું દાતણ કરવું, હળદર-ચંદનથી ન્હાવું, સુતરાઉ કપડાં પહેરવા તથા રાંધીને, તત્વઓને બાળીને બનાવેલુ ભોજન કરવું નહીં નાળીયેર કે શ્રીફળનું જળ પીવું કૃત્રીમ હોય તેવું સંગીત સાંભળવું નહીં, મૌન રહેવું, દિવસમાં ત્રણ વાર ન્હાવું, અપ્રાકૃતિક દર્શન કરવું નહી તેમજ સંધ્યા પછીના બે પ્રહર સુધી ચાર રસ્તાઓ ભેગા થતા હોય ત્યાં કે ખુલ્લું મેદાન હોય ત્યાં ચોકમાં સમવયની કુમારીકાઓએ ગરબે રમવું.

(ગરબે રમવું એટલે માથા ઉપર માટીની માટલીમાં દિવડો રાખીને ગોળાકારે રમવું શરીરને વ્યાયામ મળે તેમ રાસે રમવું જેથી પરસેવોમાં, ઉચ્છશ્વાસમાં અને મળ મુત્ર રૂપે અનેક અનિષ્ટ તત્વો બહાર નિકળી જાય છે માથા ઉપર પ્રકાશતો દિવડો હોય તો રાત્રીકાળમાં વહેતા પ્રેતરૂપ વાયુઓ શરીરમાં કે શ્વાસમાં પ્રવેશતા અટકે છે ચાર રસ્તાના ચોકમાં અને ખુલ્લા મેદાનમાં દરેક દિશાઓ તરફના વાયુઓ મળે છે ત્યાં ખુલ્લા પગે રમવાનું અને ખાસ તો પુરૂષોએ આ સ્થળે જવું યોગ્ય નથી પુરૂષોએ પણ રાસે રમવા માટે અલગ વ્યવસ્થાઓ કરવાની હોય છે કારણ કે રજવાહક સ્ત્રી અને બીજવાહક પુરૂષના શરીરમાં તફાવત હોય છે તેથી બંનેની અલગ વ્યવસ્થાઓ રહેલી છે )

આપણે પશ્વિમના પ્રદેશોમાં વરસાદની ઋતુ પુરીમાં સર્જન થયેલું જગત અને અલ્પજીવી જગત ભાદરવાના તાપ તડકાથી મૃતપાય થાય પછી તેના મારકવાયુઓ અને પતિત પદાર્થો મનુષ્ય અને પ્રાણીઓના શરીરમાં પ્રવેશી જતા હોય છે તેથી ભાદરવામાં વિવિધ રીતે શ્રાધ્ધ કરીને તેનું નિવારણ કરવામાં આવે છે ( શ્રાધ્ધ વિશે અન્ય સમયે) અને આસો મહિનાની નવરાત્રી દરમીયાન રાધ્યા વગરનો પ્રાકૃતિક આહાર કરીને સારી ઉર્જાશક્તિઓ અને બીજી શક્તિઓ પ્રાપ્ત કરાવામાં આવે છે શબ્દશક્તિઓનો સંચય કરવા માટે નવરાત્રીના નવ દિવસ મૌન પાળવું ઉતમ હોય છે નવી શક્તિઓ મેળવવા માટે ફળો-ખાદ્ય વનસ્પતિઓનું સેવન કરવું અને નાળીયેર પાણી પીવું જરૂરી છે સંધ્યા પછી રાસ-ગરબારૂપે શરીરને વ્યાયામ આપીને અનિષ્ટ તત્વોને બહાર કાઢવા.

નવરાત્રીનું વાસ્ત્વિક મહાત્મય (તત્વજ્ઞાન) સમજવાને બદલે અવળે રવાડે ચડેલી કુબુદ્ધીને કારણે માણસને ખરેખર ખબર નથી કે નવરાત્રી શું છે ? ભારત્ની ભુમી આદ્યભુમી છે બ્રહ્મતત્વનો સૌથી વધુ પ્રભાવ આપણી આ ભુમી ઉપર મળી રહે છે બ્રહ્માંડમાં રહેલા તમામે તમામ સર્જનની સુક્ષ્મતાને સમજવાની પ્રાકૃતિક શક્તિઓ ભારતની ભુમી ઉપર મળી શકે છે માણસને જન્મ અને જીવનની કિંમત રહી નથી ગાંડી થયેલી માનવશક્તિઓએ વિકૃતીઓથી પ્રકૃતિને છીન્ન ભિન્ન કરી નાખી છે નવરાત્રી હોય કે ફાગણની હોળી હોય, એકાદશી હોય કે શ્રીરામની રામનવમી હોય,  જન્માષ્ટમી હોય કે દિપાવલી હોય,  બધાય પર્વો અને તહેવારોને રંગરાગના રવાડે ચડાવીને સરવાળે મોજમસ્તી અને ખેલકુદની ધર્માંધતાઓ પણ અનહદ બની ગઇ છે…અને તે મનુષ્ય જીવનને અનેક રીતે નુકસાન કરી રહી છે.. જેનાથી જાગૃત અને સલામત રહેવું જોઇએ..

………………………………………….

નવરાત્રીના શુભારંભ સમયે આપને તથા આપના પરીવારને મારી અંતઃકરણ પુર્વકની શુભેચ્છાઓ……..

………………………………………………………………………………………………………………………………………………………………

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: