Posted by: rajprajapati | 05/10/2010

નવરાત્રીમાં “મૌન”થી શબ્દ(બ્રહ્મ)શક્તિની ઉપાસના.

નવરાત્રી એટલે નૌવધા ભક્તિથી નવ પ્રકારની શબ્દશક્તિઓ પ્રાપ્ત કરવાનું શક્તિપર્વ .

રાહુ-કેતુ ના પરસ્પર આકર્ષણ વચ્ચે ગુરૂત્વાકર્ષણનો વેધ રચાયો તેમાં પૃથ્વી અધ્ધરતાલ રહીને ભ્રમણ કરી રહી છે. આ પૃથ્વીને અન્ય સાત ગ્રહો અને તેના ચંદ્રો તથા ઉપગ્રહોના તીમીરો પ્રભાવિત કરી રહ્યા છે. આ તિમિરોના કારણે વિવિધ રીતે શબ્દના સ્વરની ગુણસુત્રતા રચાય છે અને તેથી દરેક જીવાત્માને શબ્દશક્તિ હોવી તે અત્યંત મહત્વનું છે કારણ કે શબ્દ અમૃત છે ક્યારેય મૃત થતો નથી શબ્દની ભાગ્ય અને પ્રારબ્ધમાં મહત્વની ભુમીકાઓ રહેલી છે સામાન્ય રીતે નવરાત્રીના દિવસોમાંસૌથી વધુ શબ્દશક્તિઓની પ્રાપ્તી થાય છે.

એકમથી નૌવમી સુધીના કોઇપણ મહિના પ્રથમ નવ દિવસને શક્તિ દિવસો ગણાવાયા છે વાયુ-જળ અને પ્રકાશના સતત થતા પરીવર્તનો સાથે તાલ મિલાવીને જીવાત્માઓ કાયીક-માનસીક-વાચીક શક્તિઓનો સુમેળ સાંધી શકે તે માટે ઋષિઓએ નવરાત્રીઓનું ઉત્તમ પ્રયોજન આપ્યુ છે. …

પ્રત્યેક જીવાત્માના શરીરની રચના પંચતત્વના વિવિધ સંયોજનોમાંથી થઇ છે અને પ્રત્યેક જીવાત્માના વાચીક કર્મો તેના શબ્દોથી રચાય છે મનુષ્યને પણ તેની ભુમી અને જન્મ આધારે ચોક્કસ શબ્દ શક્તિ પ્રાપ્ત થયેલી હોય છે મનુસઃય સહિત દરેક જીવને એક સમાન એક સમાન શબ્દ શક્તિ મળી હોવા છતાં માણસ શબ્દશક્તિથી કર્મ રચનાનું સ્વતંત્ર પ્રયોજન કરવા શક્તિમાન છે.

સ્વરયંત્ર અને કરોડરજ્જુના કોષોમાં સાથે એમ્પલીફાયર અને સ્પીકર જેવો સંબધ છે શ્વાસ અને પ્રકાશની શક્તિથી આ યંત્ર રચનાઓ કાર્યરત રહે છે શબ્દના જન્મ અને શક્તિ માટે ચૈતન્ય શક્તિઓ જવાબદાર છે આ ચૈતન્ય શક્તિઓનો સંચાર કરવા માટે મૌનવ્રતનું ખાસ મહત્વ છે. આધશક્તિના બાવન ભાગ થયેલા છે હિન્દુ શાસ્ત્રોમાં બાવન શક્તિપીઠોની ઉપાસના છે આ શક્તિપીઠો એટલે આપણા અક્ષરો છે જેને મુળાક્ષરો કહેવાય છે તે મુળાક્ષરોને શક્તિના બીજાક્ષરો (બીજ) કહેવાય છે.

દુનિયાની તમામ ભાષામાં ૫૧ અથવા ૫૨ મુળાક્ષરો હોય છે આ મુળાક્ષરો સાથે સ્વર અને વ્યંજનનો સંબંધ કરી ઉપાક્ષરો એટલે કે ૫૧ શક્તિબિજકો અને પ્રત્યેકના ૧૨ ઉપબિજ બને છે જે શક્તિપીઠો છે તેના બીજ એજ મુળાક્ષરોના બિજ હોય છે બિજ અક્ષરો અને શબ્દોનું પવિત્ર સંચાલન કરવાને શક્તિપીઠ ઉપાસના કહેવાય છે.

સંસ્કૃત, ગુજરાતી, હિન્દી,અંગ્રેજી એમ દરેક ભાષાના ક,ખ,ગ,ઘ અને એ,બી,સી,ડી પ્રમાણે કે સંસ્કૃતના મુળાક્ષરોના શબ્દોનો જે મનુષ્ય પ્રયોગ કરે છે આદિ-અનાદિથી અનંત સુધીના દરેક તત્વનીષ્ઠ તપસ્વીઓએ જાણવા જેવો બ્રહ્મશબ્દ એ છે કે….. સંસારના દરેક શબ્દના બીજ અક્ષર એક હોય છે પ્રત્યેકના સ્વર અને વ્યંજનથી રચાતી શબ્દશક્તિ પણ એક સમાન હોય છે  મનુષ્યના મુલાધારમાં એટલે કે બેઝીક જીનેટીક ફોમમાં સંસારની દરેક ભાષાનું વ્યાકરણ, છંદ સાથેનું જ્ઞાન હોય છે તેમજ દરેક પ્રાણી,પક્ષી અને વૃક્ષાદિક જીવોમાં પણ આ જ્ઞાન હોય છે મનુષ્ય જે ભુમી ઉપર જન્મ લે છે અથવા જે ભુમી ઉપર કર્મ જીવન જીવે છે ત્યાં પ્રયોજાતી શબ્દ ભાષામાં તે મનુષ્ય વિકાસ પામે છે તેમજ અન્ય ભાષાના જે શબ્દો સાંભળે અને વાંચે-લખે તે શબ્દોની ભાષા પણ વિકાસ પામે છે તે મનુષ્યએ પ્રજવલ્લિત કરવા હોય  કે મંત્રજાપ કરવા હોય અથવા અન્ય કોઇ દૈવી કાર્યોને સિધ્ધ-સફળ કરવા હોય તો તેવી ઇચ્છાવાળા મનુષ્યોએ ૧૨ વર્ષ સુધી અખંડીત સત્યનું આચરણ કરીને શબ્દશુધ્ધી કરવી પડે છે આહાર-વિહાર અને દર્શનને પવિત્ર રાખીને શબ્દને દઢ્ઢ કરવા માટે દરેક નવરાત્રીમાં “મૌન” પાળીને શબ્દ શક્તિનો સંગ્રહ કરવો જોઇએ.

ભારત અને વિશ્વમાં સવા લાખથી વધુ દેવી-દેવતાઓના મ&દીરો કે ધર્મ સ્થાનો રહેલા છે તેમજ સવા લાખથી વધુ શિવમંદિરોમાં લીંગનું પૂજન થાય છે પરંતુ અસત્ય બોલનાર અને સાંભળનાર મનુષ્ય જે કરે છે તે અસત્યરૂપ બને છે. સત્ય બોલતા નથી તેથી શબ્દનો પ્રયોગ અનૃત-અસત્ય બની ગયો હોય છે સામાન્ય સ્થિતિમાં જાણે-અજાણે કે બુધ્ધીપૂર્વક અસ્ત્યનું આચારણ કરનારા કે બોલનારાના બીજ નું રૂપ ખરાબ થઇ જવાથી તેના મંત્રો અને શબ્દની શક્તિઓનો વિલોપ થઇ ગયો હોય છે.

ભારતની કુલ છ ઋતુઓમાં બે કલ્પ હોય છે ઉતરાયણ અને દક્ષિણાયણ કલ્પ ના નિયમન પ્રમાણે ચૈત્ર અને આસો પ્રથમ નવ દિવસની નવરાત્રી શબ્દ શરીર અને મનૌશુધ્ધી માટેની હોય છે ચૈત્ર અને આસો નવરાત્રી વચ્ચે એક સમાન ગાળો હોય છે તેથી દરેક કલ્પ માં ચિતશુધ્ધી અને શરીરશુધ્ધીનો યોગ પ્રાપ્ત થાય છે.

ચૈત્રી અને આસો નવરાત્રીને દૈવી નવરાત્રી કહેવાય છે વ્રતાધારી ઉપાસકો આ નવ દિવસ સુધી મૌન અને જળધારી ઉપવાસ કરે છે મૌન અને નકોરડા ઉપવાસથી શરીર અને મન શુધ્ધી થાય છે આમ ચિત શુધ્ધી થયા પછી ધ્યાન મુક્તિ અને યોગ આસનની કક્ષાએ પહોંચાય છે. શરીરમાં પધરાવાતો ખોરાક અને પીણાંઓ મળરૂપે શરીરમા& ગંદકી જમાવે છે નવ દિવસ સુધી શરીરમાં કોઇ પદાર્થ ન જવાથી શરીર શુધ્ધી થાય છે અને તે સાથે મૌનનું વ્રત હોય તો સમય અવધી બાદ વચન સિધ્ધીની શક્તિ પ્રાપ્ત થાય છે.

નવરાત્રીમાં મૌન વ્રત કરનારાઓ સવાર સાંજ ગૌમુત્ર અને દિવસે ગંગાજળ અથવા ગરમ પાણી પીવે છે સાથે સાથે ચુસ્તપણે નવ દિવસ કોઇ પણ શબ્દનું ઉચ્ચારણ કર્યા વિના મૌન પાળે છે જેથી કોઇ શબ્દ પ્રગટ ના થતો હોય તો તે શક્તિનો સંગ્રહ થાય છે અને શબ્દશક્તિમાં વૃધ્ધી થાય છે આમ પણ સામાન્ય રીતે રાત્રીના મૌન રહેવું જોઇએ જ્યાં સુધી સુર્યપ્રકાશ શરીરને મળી રહે ત્યાં સુધી જ બોલવું જોઇએ રાત્રીના બોલેલું અર્થમૃત ગણાય છે.

ઘરના ચાર છેડા ભેગા કરવા ઉપરાંત વધુને વધુ સુખ-સમૃધ્ધી-સતા માટે, કિર્તી માટે સતત બોલતો માણસ એ ભુલી ગયો છે કે તે જે શબ્દ બોલે છે તે કેવી રચનાઓને આકાર આપે છે એક માત્ર બ્રહ્મ શબ્દનું શરીર બન્યુ છે આ શરીર બાવન બીજ અક્ષરોના તત્વોથી બંધાયુ છે આ જ્ઞાન અને અમુલ્ય તક મનુષ્ય શરીર મળવાથી મળી છે ધન-સંપતિ-પૈસા-કિર્તી માટે કરેલા તમામ સાચા ખોટા કર્મોના ફળ તો ક્રમશઃ જે-જે પ્રકારના શરીર મળે તેમાં જીવાત્માને ભોગવવા પડે છે.

આથી શરીરનું અને શબ્દનું આયુષ્ય વધારવા અને પવિત્ર જીવનની રચનાઓ માટે નવરાત્રી મૌનનો અમુલ્ય મહિમા છે એક-એક કરીને અનેક નવરાત્રીઓ પસાર થાય છે અને સાથે સાથે મનુષ્યના શરીરનો કિંમતી સમય પણ ઓછો થતો જાય છે ત્યારે નવરાત્રી મૌન ને સમજીને-જાણીને વ્રતથી શબ્દશક્તિનો સંચય કરવાના અને શબ્દશક્તિના વિવિધ ગુણોને પ્રાપ્ત કરવાના આ મહાપર્વને પાળવું જોઇએ..

આપણે આજે નવરાત્રીને મોજ મસ્તીભરી ઉજવણીનું સ્વરૂપ આપી દિધુ છે પણ હક્ક્તિમાં તો નવરાત્રી માત્ર ઉપાસના પર્વ છે અને તેથી સમજીને નવરાત્રીના કિંમતી દિવસોને રંગરાગમાં વેડફી નાખવા કરતાં તેનો સત્ત ઉપયોગ કરવો જોઇએ…..

આપ સર્વેને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ…….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: