Posted by: rajprajapati | 18/09/2010

છાત્રાલયની પ્રથા કુટુંબ વિરોધી છેવિદ્યાર્થીઓ માટે છાત્રાલયની પ્રથા કુટુંબ વિરોધી છે

આજે મા-બાપ પોતાના સંતાનોને ભણાવવા માટે જમીન આસમાન એક કરતા હોય છે દરેક ગામડે કે દરેક પરગણાના નાના શહેરોમાં હાલના પ્રવાહ પ્રમાણેના શિક્ષણની વ્યવસ્થાઓ ના હોવાથી હાઇસ્કુલના શિક્ષણ પછી સંતાનો ને મોટા શહેરોમાં ફરજીયાત મોકલવા પડે છે. અને તેના કારણે સંતાનો મા-બાપ અને કુટુંબથી જુદા રહેતા થાય છે.

વિદ્યાર્થીઓ માટે આજે દરેક શહેરમાં છાત્રાલયોની સુવિધાઓ પુરી પાડવાનો આમ તો ધંધો બની ગયો છે પણ હવે પ્રતિદિન જે રીતે માત્ર ૫ થી ૭ વર્ષના બાળકો માટે જે છાત્રાલય સ્કુલો ચાલુ કરવામાં આવી છે તેમાં સંતાનોને ટીવી અને બીજા બગડી રહેલા વાતાવરણને લઇને લોકો નાની ઉમરથી બાળકોને આવા છાત્રાલયોમાં મુકવા લાગ્યા છે… શિક્ષણ મેળવવાની સાથે સાથે બાળકોને નાની ઉમરથી સમાજના નબળા વાતાવરણ અને ટી વી. તેમજ બીજા માધ્યમો દ્વારા મળતા નબળા લક્ષણોથી બચાવવાની આ બાબત એક રીતે તો સારી છે પણ હક્કિતમાં તો બહુ નાની ઉમરથી બાળક માતા-પિતા અને કુટુંબના સભ્યોથી વિમુખ થાય છે તે પણ સાચુ છે..

જે ખાનગી છાત્રાલયો ચલાવે છે તે લોકો તેમજ જે સંપ્રદાયો આવી રીતે બાળકોને સારા સંસ્કારો સાથે શિક્ષણ આપવાનું ભગીરથ અને સફળ કાર્ય કરી રહ્યા છે તે સરાહનીય છે પરંતુ ગમે તેટલા ઉતમ સંસ્કાર અને શિક્ષણ આપવામાં આવે તો તેનાથી બધુ તો મળી રહે છે પણ માતા-પિતા સાથે અને કુટુંબમાં રહેવાનો જે લહાવો અને વાત્સલ્ય છે તેનાથી બાળક આખી જીંદગી માટે વિમુખ રહે છે આજે ઘરમાં ટી વી કે બીજા લખાણો ના લાવવામાં આવે તો બાળક બગડતું નથી પણ ઘરમાં રહેતું બાળક જે બાળપણનું લાડભર્યુ અને તોફાન મસ્તીભર્યુ જીવન જીવી શકે છે તે ફરી જીવનમાં ક્યારેય મળતું નથી…

આજે શિક્ષણ વિના તો કોઇપણ રીતે ચાલે તેમ નથી લોકો ધિરાણ લઇને પણ કે પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ભણાવી રહ્યા છે ત્યારે બાળકને મળવાપાત્ર કુદરતી સિખો વિશે ખાસ કોઇ વિચારતું પણ નથી.. માતા-પિતા અને કુટુંબ વિનાના જીવનને કારણે બાળકોના જીવનમાં ગંભીર અસરો પડે છે અને તેની અસરોના પ્રત્યાઘાતો બહુ પાછળથી આવે છે.

બાળપણ હોય કે યુવાની હોય જીંદગીમાં ફરીને ક્યારેય આવતા નથી તેથી કુદરતી ન્યાય મુજબ તો બાળપણને તેના સાચા સ્થાને રહેવાનો અધિકાર છે છાત્રાલયોમાં રાત દિવસ ભરાય રહેતું બાળક સમાજનાઅને કુંટુંબના પ્રવાહોથી કાયમી છુટુ પડી જાય છે બાળ માનસ હંમેશા માટે અતિ જીજ્ઞાશું હોય છે તેની જીજ્ઞાશાઓને પુરી દેવામાં આવે તો તેનું કિલ્લોલ કરતું બાળ માનસ રૂધાય જાય છે…. બાળક અને બાળપણના તોફાન મસ્તી તેની એકમેકમાં વણાયેલા હોય છે મા કે બાપ બાળકને ઠપકો આપે કે થોડું ઘણું મારે તો પણ બાળકને તેની દુઃખની કોઇ લાગણી થતી નથી જ્યારે બીજું કોઇ ઠપકો આપે કે જરાપણ ગુસ્સો કરે તો બાળક તરત જ રડી પડે છે. પણ મા એ ગમે તેટલું માર્યુ હશે તો પણ બાળક થોડીવાર પછી એજ મા ના ખોળામાં ભરાય જાય છે આ છે વાત્સલ્ય અને મમતાના અતુટ સંબંધો…

આ વાત્સલ્ય અને મમતાના બાળકાના કુદરતી અધિકારોનું આજની શિક્ષણ વ્યવસ્થામાં ખુલ્લેઆમ શોષણ થઇ રહ્યુ છે માટે સમાજના દરેક માણસે એકવાર પોતાના મુક્ત બાળપણને વાગોળીને ફરી વિચાર્વું જોઇએ કે આજની શૈક્ષણીક વ્યવસ્થાઓમાં નાની ઉમરે જે રીતે બાળકોને છાત્રાલયોમાં બંધ કરીને સંસ્કારો અને શિક્ષણ આપવામાં આવે છે તે વ્યાજબી છે કે આ એક પ્રકારે બાળપણના કુદરતી અધિકારોનું શોષણ છે.

બાળકની ઉમર ૧૩ વર્ષની થાય ત્યાં સુધી તો તે બાળક રહે છે ૧૩ થી ૧૮-૧૯ વર્ષની ઉંમર સુધીની તરૂણાવસ્થા અને મુગ્ધાવસ્થા તેના જીવનમાં સૌથી વધુ ગંભીર હોય છે બાળક ના જન્મથી લઇને ૧૮-૧૯ વર્ષની ઉંમર સુધી શિક્ષણ કે બીજા કોઇપણ કારણ સર કુટુંબ-પરીવારથી વિમુખ ના થવા દેવું જોઇએ.

જે બાળકો નાની ઉંમરે છાત્રાલયોમાં ભરતી થાય છે તેની માનસીકતા પણ જાણે હવાય જાય છે તેની સાહસીકતા અને જીજ્ઞાશના કુદરતી ગુણો વિકાસ પામતા નથી અને જાણે કોઇ ખાસ કેદમાંથી બહાર લાવ્યા હોય તેમ થોડા સમય પછી એજ સંતાન સમાજ જીવન અને કુટુંબ જીવનથી સંદતર વિમુખ થઇ જાય છે.

હું ૧૮-૧૯ વર્ષથી વધુ ઉંમર પછી ની છાત્રાલયોની જરૂરીયાતને સ્વિકારું છુ પણ ૧૮ વર્ષથી નીચેની ઉંમરના કોઇપણ વિદ્યાર્થી માટે કોઇપણ કારણસર કુટુંબથી દૂર કે વિમુખ રહેવું યોગ્ય નથી તેની માતા-પિતા અને કુટુંબના સભ્યો સાથેની કુદરતી સગાઇ પણ સુકાય જાય છે અરસપરસ લાગણીઓમાં ઓટ આવી જાય છે..

બાળકને ૧૮ વર્ષ પહેલા કોઇપણ કારણ સર પોતાના કુટુંબથી દૂર કરવામાં આવે તો બાળકના મનમાં કાયમી ધોરણે અસલામતીની લાગણી પણ બંધાય જાય છે.. છાત્રાલૌઓમાં સાથી હોય તેવા વિદ્યાર્થી મિત્રો મળે છે પણ ત્યાં દાદા-દાદી કે માતા-પિતા અને ભાઇ-બહેન હોતા નથી બાળકના કુટુંબ જીવનનું અને બાળપણની કુદરતી બાબતોને છિનવી લેતુ આ છાત્રાલય પધ્ધ્તિનું શિક્ષણ હક્કિતમાં તો ૧૮ વર્ષથી નીચેના તમામ માટે અયોગ્ય છે.

જો ખરેખર બાળકને કુસંસ્કારો અને બીજા સામાજીક દુષણોથી બચાવીને સારું શિક્ષણ તથા સારા સંસ્કાર આપવા હોય તો એક ટાઇમ સમુહ ભોજન અને આખો દિવસની “ડેକ-સ્કુલો” ની શિક્ષણ પ્રથા ઘણી સારી ગણી શકાય તેમ છે બાળકો આખો દિવસ તેની ઉંમરનાઓ જોડે શિક્ષણાને બીજુ આનુસંગીક ભણતર ભણે અને સાંજે પાછુ પોતાના કુટુંબ-પરીવારની હુંફમાં આવી જાય છે જેના કારણે તેનું કુટુંબ જીવન અને શિક્ષણ બંને પાસાઓ સચવાય જાય છે.

આજે યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ માટે પણ અલાયદા છાત્રાલયો આવેલા છે સરકારી કરતાં ૧૦૦ ગણા વધુ ખાનગી છાત્રાલયો છે તેમાં હજારો દિકરીઓ રહે છે અને જરૂરી શિક્ષણ મેળવી શકે છે તે સારી બાબત છે પણ જે રીતે કુટુંબની સાથે રહીને દિકરીઓનો સાચો ઉછેર થાય તે છોકરીઓના જીવન મહતમ રીતે સુખમય રહે છે

મારા અનુભવે હમણા જુદા જુદા મહિલા સંબંધી કેસો વિશે નોંધ કરતા જાણવા મળ્યુ કે જે શિક્ષિત છે અને લગ્ન પછી ૪૯૮ ના કે ૧૨૫ ના કેસો કે પછી છુટાછેડાના કેસો કરતી યુવતીઓમાં ૬૦ ટકા બહેનો ભુતકાળમાં છાત્રાલયોમાં રહીને ભણેલી હોય છે. શિક્ષણ મેળવવા માટે મુગ્ધાવસ્થા પછી દિકરીની જાતને છાત્રાલયોમાં છુટી મુકી દેવામાં આવે છે  એટલે કે માતા-પિતા અને કુટુંબથી દૂર નિયમાનુસારની સ્વતંત્રતામાં મુકવામાં આવે ત્યાં તેની મુગ્ધાવસ્થામાં અનેક નવા લક્ષણો પ્રવૃત થાય છે રહેવાનું તો હોસ્ટેલમાં હોય છે પણ ભણવાનું તો બહાર હોય છે અને હવે તો મોબાઇલ અને ઇન્ટરનેટ ના સંદેશા વ્યવહારના આધુનિક સાધનો આવી ગયા પછી કુટુંબથી દૂર અને માનસીકતા રીતે સ્વતંત્ર બનીને છાત્રાલયઓમાં ભણતી દિકરીઓ શિક્ષણાને જાતીય જીવનના બીજા લક્ષણો પણ મફતમાં શીખીને તૈયાર થઇ જાય છે..

દિકરી ૧૦ ધોરણ પછી જે શારીરીક અવસ્થા ધારણ કરે છે તે પ્રમાણે તો પછી તેના માટે લગ્ન ના થાય ત્યાં સુધી કુટુંબ સિવાયની બહારની વ્યવસ્થામાં અંધ વિશ્વાસ સાથેની સ્વતંત્રતા જરાપણ યોગ્ય નથી… ભલભલા ખાનદાન અને સંસ્કારી પરીવારોની છાત્રાલયોમાં રહીને બધું ઉચ્ચ શિક્ષણ મેળવતી લાડકી દિકરીઓ કોલેજ સમયે સ્થાનીક બોયફ્રેન્ડ  સાથે બાઇક ઉપર હાઇવે રોડ ઉપર જોવા મળી આવે છે.. આવી છોકરીઓ ની સાથે ખરેખર સારી અને શરમ મર્યાદા તથા સંસ્કારો ભર્યું જીવન જીવી ને માતા-પિતાની સ્થીતી પ્રમાણે સારી રીતે રહેતી દિકરીઓ પણ હોય છે પણ ૧૮ વર્ષ પછીને દિકરીઓને છાત્રાલયોમાં મુકીને ઉચ્ચ શિક્ષણ મેળવવાની આ વ્યવસ્થા હવે તો શિક્ષણ કરતા પણ બીજી રીતે અયોગ્ય બનતી જાય છે……..

જે ચાલે છે તેમ ચાલવા દો.. મારૂ સાંભળવાની તો ક્યાં કોઇ જરૂર છે.. સૌ સૌના અંગત કારણોસરની સૌની પોતાની વ્યવસ્થાઓ હોય છે ક્યાં શું હોય છે ને ક્યાં શું ચાલે છે તે આમ તો હવે બધા જાણતા હોય છે તેથી શું સારૂ અને શું ખરાબ છે તે પણ સમજતા હોય છે જ્યારે આખી સમાજ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા એવી હોય ત્યાં નાની મોટી ખરાબ કે સારી બાબતોને ખાસ ધ્યાને લેવા જેવું હોતુ નથી પણ આ નાની નાની બાબતો દરેકના જીવનમાં મોટું અને સાચુ-ખોટું ઘડતર જરૂર કરે છે…

મારે તો આજે બધાને એટલું કહેવુ છે કે બાળપણ ના લાડકોડ અને બાળપણ ની બાળકોની તોફાન મસ્તીના કુદરતી અધિકારોનું આજની મમતા અને વાત્સલ્ય વિરોધી શિક્ષણ પધ્ધતિના કારણે જે શોષણ થાય તે તેનાથી મને ખુબ દુઃખ થાય છે… જય ભારત……….જય ગુજરાત……..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: