Posted by: rajprajapati | 15/09/2010

ફક્ત એક દિવસમાં તમે કેટલા કરવેરા ભર્યા ?

ફક્ત એક દિવસમાં તમે કેટલા કરવેરા ભર્યા ?

ભારતના શિક્ષિત, બુધ્ધીશાળીઓ અને હોશીયાર નાગરીકોએ ક્યારેય પોતે રોજે રોજ કેટલા કરવેરા ભરે છે તેની ગણતરી કરી છે.. ?

સવારે ઉઠીએ ત્યારથી જેટલી ચીજ વસ્તુઓનો વપરાશ કરવામાં આવે તેની કિંમત છે જુઓ અને તેમાં કેટલા કરવેરાઓ વસુલ થયા છે તેનો અંદાજીત નોંધ કરો આમ રાતે સુતા પહેલા જેટલા ખર્ચ થાય તેમાં ટુથપેસ્ટ, સાબુ, મોબાઇલના વપરાશ, ચા-કોલ્ડ્રીકસ, ચોકલેટથી લઇને પેટ્રોલ, વિજળી જેવા નાના-મોટા તમામ ખર્ચ અને તેમાંથી વસુલ થતા ઓછામાં ઓછા ૧૮% થી ૩૨% જેટલા કરવેરા ગણીને એક દિવસમાં અંદાજીત જે કરવેરા થાય તેનો એક દિવસનો સરવાળો કરી જુઓ…….

આપે આડકતરી રીતે ભરેલા એક દિવસના કરવેરા લગભદ ૭૫ રૂપીયાથી ૫૦૦ રૂપીયા પણ હોય શકે છે ગરીબીની રેખાની નીચે છેલ્લે દબાયેલો માણસ પણ સરેરાશ એક દિવસમાં સરકારી તીજોરીમાં કોઇપણ રીતે ૪૦-૫૦ રૂપીયા કરવેરા ભરે છે ભારતમાં રસ્તા ઉપર વાહન ચલવવાના પણ કરવેરા છે આમ તો દરેક નાગરીક સીધા અને આડકતરી રીતે પોતાની આવકના ૬૩% પૈસા ફરી કરવેરા રૂપે સરકારી તીજોરીમાં ફરી ભરતો રહે છે માણસ શ્વાસ મફતમાં લઇ શકે છે તેટલું મફત છે બાકી બધી બાબતોમાં કોઇને કોઇ પ્રકારે કરવેરા વસુલ થાય છે.

આજે ભારતમાં જેટલા લોકો કરચોરી માટે ચાર્ટેડ વ્યવસ્થા રાખે છે તેટલા લોકો પૈસા પાત્ર બને છે. મધ્યમ વર્ગ સૌથી વધુ કરવેરા ભરે છે અનેક પ્રકારના કરવેરા વિશે યાદી તૈયાર કરીએ તો લગભગ ૭૦૦ થી વધુ પ્રકારના કરવેરાઓ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે  એક માણસને લોક્શાહીમાં જીવવા માટે કેટલા કરવેરા રાજકારણીઓને ભ્રષ્ટાચાર માટે ભરવા પડે છે તેનો આપ જાતે અંદાજ લગાવી લો…….

આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનું અબજો- ખર્વો રૂપીયાનું વાર્ષિક બજેટ હોય છે તે ખર્વો રૂપીયા દરેક નાગરીકના ખીસ્સામાંથી આવે છે……..

દરેક ચીજ વસ્તુઓ તેના પેકીંગ ટ્રાન્સપોર્ટેશનથી લઇને તેની બનાવટમાં વપરાતી વિજળી, મશીનો અને તેના રખરખાવ અને બાકી ચીજો ઉપર જે કરવેરાઓ સતત વસુલ થયા કરે છે તેની સામાન્ય માણસ ક્યારેય ગણતરી કરતા નથી.. અને આ બધા રૂપીયા આખરે કેવા લોકોને આપણે વાપરવા આપીએ છીએ તેનો તો ક્યારેય સપનામાં પણ વિચાર કરતા નથી..

જ્યાં સુધી ભારતનો નાગરીક પોતે રોજે રોજ કેટલા કરવેરા ભરે છે અને તેની સામે રાજકીય પક્ષોની સરકારો પ્રજાને ભ્રષ્ટાચાર સિવાય કઇ સેવા આપે છે તે વિચાર અને ચિંતન કરશે નહી ત્યાં સુધી ક્યારેય પ્રજા સરકાર એટલે શું અને અને તેને કરવેરા ભર્યાના બદલામાં શું વળતર મળે છે તે સમજાશે નહી સરેરાશ માણસ એક દિવસમાં ભરાતા કરવેરા એક મહિનામાં ભરાતા કરવેરા અને એક વર્ષમાં ભરાતા નાના મોટા કરવેરાઓનો હિસાબ કરશે નહી ત્યાં સુધી દરેક પક્ષના રાજકારણીઓ બેફામ ભ્રષ્ટાચાર કરશે અને પ્રજા પણ પોતાનો કિંમતી મત રાજકારણીઓને

ભારતના દરેક નાગરીકને શિક્ષણ અને આરોગ્યની સેવા મફત સેવા આપવાની પ્રથમ જવાબદારી સરકારની રહે છે. આજે બધા પક્ષના દરેક રાજકારણીઓ અને તેના સંગઠ્ઠનના રાજકારણીઓ શૈક્ષણીક સંસ્થાઓ ચલાવે છે અને જાતે નથી ચલાવતા તે બધાના કુટુંબના લોકો શિક્ષણ વેચવાનો ધંધો કરે છે અને રાજકારણીઓની દરેક સ્કુલ કોલેજો અને યુનીવર્સીટીઓને સરકાર ત્રણ વર્ષ પછી સરકારી ગ્રાન્ટ પણ આપે છે. આમ પ્રજાના પૈસે પ્રજાને આપવાની દરેક સેવાઓનો ધંધો આપણા દેશમાં થયો છે છતા આજે ભારતનો અને ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તામીલનાડુ દિલ્હી કેરાલા કર્ણાટક જેવા દેશના વિકાસશીલ રાજ્યોના શિક્ષિત લોકોને પણ સમજણ નથી આવી કે આ સરકાર એટલે શું છે… જેટલા શિક્ષિત છે તેટલા મોટા મુર્ખ હોય તેમ રાજકારણીઓ પેઢી દર પેઢી સતા ઉપર આવતા રહે છે. અમુક કુટુંબો તો ચાર-ચાર પેઢીથી સતા ભોગવે છે આ એક પ્રકારની રાજાશાહી છે અને લોકો મતદાન તો લોકશાહી માટે મુર્ખ બની આપે છે.

ભારતમાં લગભગ ૫૦૦થી વધારે પરીવારો એવા છે કે રાજકારણ અને રાજકીય સતા તેની જાગીર બની ગયા છે. મારા આ બ્લોગમાં લગભગ અનેક લેખો છે તે ગુજરાતના દરેક માણસે વાચવા જેવા છે જો ગુજરાતનો દરેક માણસ આ બ્લોગના લેખો સમજશે તો રાજકીય ભ્રષ્ટાચાર અને અંધશ્રધ્ધા પણ દુર થશે.

હું પોતે મારા કોઇ સ્વાર્થ માટે લખતો નથી પણ હું લખુ તે મોટા છાપાવાળાઓ પણ છાપીને લોકોને સત્યથી માહીતીગાર કરવાની હિમ્મત ધરાવતા નથી. તેથી આજે મારા માટે ઇ ન્ટરનેટ મારફત બ્લોગનું માધ્યમ બાકી રહ્યુ છે. હું ફેસબૂકના ઘણા મિત્રોને મારા બ્લોગની લીન્ક આપીને જેટલી થાય તેટલી લોકજાગૃતી લાવવા પ્રયત્ન કરૂ છુ તો જે લોકો વાંચે છે તે પાછા તેના બીજા મિત્રોને લીન્ક આપીને વધુ લોકો સુધી સત્યની વાતોનો પ્રસાર કરવામાં મદદરૂપ બની શકતા નથી તેનો વસવસો રહી જાય છે.

Advertisements

Responses

 1. Sir,

  You really writing good and valuable facts which , generally people ignore because of busy life…

  i agreer that people only see how to achieve the things, without getting challenge against the social problems. No one have time to dare against the social, and who one dare, has to suffer form he daring. No matter how it will develop the life .

  Many time, many have know that this is the social problem, lot people talk about the same , but after that , that is only a talk, now one initiate the valuable and practical steps for challenging that.

  Well, after reading your some blogs , i really appreciate about your writing skills, your understanding about the human behavior and current scenario , current facts and current problems.

  I always like to read more form you blogs and learn form you.

  Keep writing, and keep teaching. …

  thanks
  jay gadhavi

 2. Thanks Shri Jaybhai……….
  મને અંગ્રેજી નથી આવડતું એટલુ દુર્ભાગ્યપુર્ણ સદભાગ્ય છે પણ આપે જે પ્રતિભાવ આપ્યો છે તે મારા માટે મરણપથારીએ ડચકા ખાતા દર્દીને આપેલા ઓક્સીજન સમાન છે
  હું ખરે ખર જે લખુ છુ તે કદાચ સર્વોતમ હોવાનું બીજા લોકો કહે છે પણ છતાં આટલા સરસ લેખો જો કોઇ વાચનારા ના હોય તો લખનાર બહુ હતોતત્સાહ થાય છે મારે મન પૈસા કે કોઇ વળતર nothing છે. આપણે ત્યાં લોકો પૈસા ખર્ચીને ગંદા લેખો વાળા કે ઉતેજીત કરનારા લેખોવાળા સામાયીકો અને પુર્તીઓ લોકો લાવે છે પણ મફતમાં મળતા ઉતમ સત્યો લોકો વાંચવા કે સ્વીકારવા તૈયાર ના હોય તો બહું નીરાશા અનુભવાય છે. ૩૫૦૦ થી વધુ મિત્રોએ મારા બ્લોગની મુલાકાત લીધી છે પણ કદાચ બ્લોગ વિશ્વમાં સૌથી ઓછા પ્રતિભાવો આ બ્લોગમાં છે.
  કાલ્પનીક વાતો અને મનોરંજક બ્લોગને જેટલો સારો પ્રતિસાદ મળે છે તે પ્રમાણે આવા બ્લોગને વાંચકો પણ જૂજ મળે છે.. હું સમજી શકું છુ કે ઇમીટેશન ના દાગીના સસ્તા અને આકર્ષક હોય અને તેના ગ્રાહકો પણ ઘણા હોય છે… હિરા અને સોનાની ઝવેરાતના પારખુઓ પણ બહુ ઓછા હોય છે.. તેથી હું મારો માનવ સમાજ અને પ્રકૃતી પ્રત્યેનો ધર્મ નિભાવીને નિજાનંદ પામું છુ… આપના સુંદર પ્રતિભાવ બદલ આપનો આભારી છુ.
  આપનો કૃતજ્ઞઃ- રાજ…….

 3. Hello

  I m not telling that all other are bad or they are doing such professional activities..but i like to tell you that i have an interest on the subjects like psychology, human behavior , philosophy , Geography, social ..so i like your posts. And i like to focus that , there are very little group of people who like to read this subjects.

  Well , for the above subjects , i have read many books , so i can easily understand your nature of writing..may be this is also a reason , that i like your posts…also i definitely speaking that you are really writing on the exact point whatever happening. So its quite interesting and i like your knowledge on the subject and i can see in you writing that you have read many books and of-course your thinking , because without reading and thinking, no one can writing such things.

  Regards,
  jay gadhavi

 4. જયભાઇ… કોઇ ચમત્કાર ગણો કે બીજુ કાંઇ પણ હું કોઇ પુસ્તકો કે ગ્રંથો વાંચતો નથી કે મારું વાચન પણ નબળું છે અને લખવું મારો વ્યવસાય પણ નથી જે આંખ નિહાળે છે અને કાન શ્રવણ કરે છે તેના પરીણામે લખાતું જાય છે. હું લખતો હોવ ત્યારે ક્યારેય લખ્યા પછી ફરી વાંચીને કોઇ મેટેર પ્રસિધ્ધ કરતો નથી જે કોઇ અભિવ્યક્તિ હોય તે જેવી ટાઇપ થાય એટલે કોઇપણ સુધારા વધારા વિના પ્રસિધ્ધ થાય છે.
  આપની લાગણી અને પ્રત્યુતર સરસ છે અને સમજવા જેવા છે. આભાર.
  આપનો કૃતજ્ઞઃ- રાજ…….


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: