Posted by: rajprajapati | 11/09/2010

શ્રીમદ શંકરાચાર્યજી ભગવાન

શ્રીમદ શંકરાચાર્યજી સરસ્વતિ ભગવાન

આજે ભારતમાં મંદિરે મંદિરે શંકરાચાર્યજીઓ બિરાજી રહ્યા છે ત્યારે ભારત વર્ષના જનસમાજે શ્રીમદ શંકરાચાર્યજીઓ વિશે પ્રાથમિક દર્શન જાણી લેવું આવશ્યક બની રહેશે…

આગળ આપણે સનાતન ધર્મના વિષયમાં સનાતન ધર્મ વિશેના થોડા સત્યોનું દર્શન કર્યુ. હવે થોડું દર્શન શ્રીમદ શંકરાચાર્યજીઓના નિત્યકર્મ અને અને પ્રમાણિત ઓળખના દર્શન કરીએ….

પ્રથમ તો શંકરાચાર્યજીઓ હંમેશા આધ્યશક્તિના ઉપાસક હોય છે એટલે કે પ્રકૃતિમાં વ્યાપ્ત સર્વેશક્તિઓના ઉપાસક હોય છે અને પ્રગટ રુદ્રનો અવતાર માનવામાં આવે છે.. સંસારની સ્ત્રીઓ એટલે કે શક્તિઓનું તે સન્માન અને પૂજન કરે છે મન-કર્મ-દર્શન અને વચનથી શંકરચાર્યજીઓ બ્રહ્મચારી અને અખંડ પુરૂષ હોય છે તેનું શરીર અસ્ખ્લિત હોય છે ….

શંકરાચાર્યજીઓ બ્રહ્મમુહર્તમાં જાગૃત થયા પછી શરીર શુધ્ધીના નિત્યક્રમ બાદ પ્રથમ તો યોગાસનોથી પોતાના શરીરનું તે દિવસ પ્રમાણે સંતુલન કરે છે શાંતી યજ્ઞ અને નવગ્રહ શાંતી યજ્ઞ કરે છે તે બાદ શક્તિઓ અને આદિત્ય તથા ચંદ્રજી ના આહવાન યજ્ઞ કરે છે.. નિત્ય યજ્ઞનો  પ્રભાતનો ઉપક્રમ પુર્ણ થયા પછી સુર્યપૂજા. ઉર્વીપૂજા અને આકાશપૂજા અને વાયુપૂજન નો નિત્યક્રમ કરે છે તેમજ પાદુકા પૂજન તથા ધર્મ દંડનુ6 પૂજન કરે છે અને વાયુ મંડળ તથા શબ્દ મંડળને અનુલક્ષીને યજ્ઞ તથા ભોજન અને વિહારને નિયત કરીને અન્નપુર્ણા ભવનમાં તેની સુચના કરે છે…તેમજ સાનિધ્યે રહેલા દંડી સ્વામિઓને ઉપદેશ કરીને પાર્ષદોને નિત્ય ઉપદેશ કરે છે..

શ્રીમદ શંકરાચાર્યજીઓનું અને દંડી સ્વામિઓનું ભોજન સિધ્ધ કરનાર બ્રહ્મચારી હોય છે ગૃહસ્થ અને સ્ત્રીઓનું બનાવેલું એટલે કે સિધ્ધ કરેલું ભોજન શ્રીમદ શંકરાચાર્યજીઓ અને મહામંડલેશ્વરો અને બીજા અખાડાના સાધકો કરતા નથી… સ્ત્રીઓ તો માતા છે તેથી તેનો અનાદર નથી કરાતો પણ શ્રીમદ શંકરાચાર્યજીઓ આધ્યશક્તિઓના ઉપાસક હોવાથી શ્રી માતાજીઓ પાસે કર્મ કરાવીને ભોજન આરોગે તો પછી માતૃઋણ નિર્માણ થતું હોય છે.અને તેનાથી તેની સેવાનું કર્તવ્ય પણ બની જાય છે. જેથી કરીને આખરે ગૃહસ્થાશ્રમને પણ નિભાવવાનો સમય આવી શકે છે..

( અહિં જનસમાજને ખાસ સમજવાનું છે કે માતા એટલે સંસારની સર્વશક્તિ છે તેનો આદેશ ક્યારેય ત્યજી શકાતો નથી.. તેથી શ્રીમદ શંકરાચાર્યજીઓ માતાઓનું સિધ્ધ થયેલું ભોજન આરોગે અને માતાજી માહવશ પુત્રરૂપે રહેલા પુરૂષને ગુહસ્થાશ્રમના હોય તેવા કોઇપણ સામાન્ય કાર્યની માંગ કરી દે તો જાણતા અજાણતા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થઇ જાય છે… માતા દર્શનનું પદ છે અને આપણે માત્ર તેના આશિર્વાદના અધિકારી છીએ.. તેથી માતાના આદેશનું પાલન કરવું આવશ્યક છે. )

વિજયમુહર્તમાં અનપુર્ણાનું પૂજન કરીને વેશ્વાનર યજ્ઞ ( ભોજન સમયે ગુપ્તતા જાળવવામાં આવે છે અને જેને બાજોઠ કહીએ છીએ તેવા મોટા પાટ ઉપર કેળના પર્ણો મુકીને તેના ઉપર સુવર્ણના કે પછી ચાંદીના પાત્રમાં ભોજન પધરાવાય છે ત્યારબાદ ચાર દિશાઓમાં દિપક પ્રગટ કરવામાં આવે છે દર્ભના આસન ઉપર બિરાજી માતા અન્નપુઅર્ણાનું આહવાન કરીને તેના આશીર્વાદ મેળવીને ભોજન આરોગવામાં આવે છે શ્રીમદ શંકરાચાર્યજીઓ અન્નપુર્ણા પ્રસાદ ગગ્રહણ કરતા હોય ત્યારે તે સમયે કોઇ ધ્વની કે બીજા સ્વરો તેને ના સંભળાય તેનો પુરો ખ્યાલ રાખવામાં આવે છે. ભોજનના પાત્રો પણ બ્રહ્મચારી સિવાય કોઇ પ્રક્ષાલન કરી શકતુ નથી ) ભોજન કાર્ય પુર્ણ કરીને ખંડ મધ્યે પ્રવર્તી રહેલા યોગો અને જન સમાજની વિગતો મેળવવામાં આવે છે અને દંડી સ્વામિ તથા બ્રહ્મણો સાથે પરામર્શ કરીને ઉતમ યોગો નિર્માણ કરવા માટેની આજ્ઞા કરવામાં આવે છે..

શ્રીમદ શંકરાચાર્યજી પોતાના કક્ષની બહાર ગમન કરે ત્યારે માત્ર તેના સિંહાસન ઉપર બિરાજે અને ઉપદેશ કે ચિંતન પ્રગટ કરે ત્યાં સુધી તેની ચારેય દિશાઓમાં પાર્ષદો રહે છે અને આસન ગ્રહણ કર્યા પછી પણ ચારેય બાજું પાર્ષદો ઉભા રહે છે શ્રીમદ શંકરાચાર્યજીની આગળ હંમેશા પાદુકા રહે છે અને તેને લઇની બ્રહ્મચારી ચાલે છે એક નિપુણ અને સર્વજ્ઞાતા હોય તેવા એક દંડી સ્વામિ પણ શ્રીમદ શંકરાચાર્યજી ભગવાનની સાથે રહે છે.. શ્રીમદ શંકરાચાર્યજીઓ સામાન્ય ગૃહસ્થો અને અન્ય લોકોથી ૨૧ હાથ એટલે કે આશરે ૩૨ ફૂટ દૂર રહે તે જરૂરી છે (કારણ કે ગૃહસ્થો કે બિજા જન સમાજની વિવિધ ઓરાઓ અને સ્વર કે શારીરીક હલન ચલન અને વિચારવાયુ તથા શબ્દ દોષો ના થાય તે માટે આટલી આમાન્યા જાળવી જરૂરી છે. ) શ્રીમદ શંકરાચાર્યજી જ્યારે પણ ચાલે ત્યારે પાર્ષદો સતત વેદ મંત્રોનો ઉચ્ચાર કરતા હોય છે એટલે કે શબ્દ અને વાયુ મંડળના દોષો ના પ્રવેશે તે માટે મંત્ર કવચ બનાવી રાખે છે.. શ્રીમદ શંકરાચાર્યજીના પાર્ષદો. સહિતનો લગભગ બધો કાફલો બ્રહ્મચારી હોય છે અને અખંડ પુરૂષો હોય છે..

(વિશેષ બાબતો અને અનેક સુક્ષ્મતાઓ તથા નિયમોનું દર્શન આપણે નજીક ના ભવિષ્યમાં કરીશું આજે આપણે અહિં વિરામ લઇશું )

કલ્યાણમ ભવતુઃ.

Advertisements

Responses

  1. diwali vishe aatli badhi khabar pehla noti je aa vanchi ne pachi padi… ne thnx to hu kehti j nathi..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: