Posted by: rajprajapati | 11/09/2010

ભિક્ષા અને મજુરી માટે વધુ સંતાનો

ભિક્ષા માટે ભિક્ષુકો અને મજુરી માટે ગરીબો વધુ સંતાનો પેદા કરે છે…

સરકારમાં સતા મેળવવા ઇચ્છતા બદમાશ નેતાઓ ગરીબી હટાવવાના ભાષણો અને દાવાઓ કરતા હોય છે ત્યારે તેનું ભાષણ પુરૂ થાય તેટલા સમયમાં આપણા દેશમાં બીજા ૮૦૦ થી ૧૦૦૦ ગરીબોને ત્યાં બાળકોનો જન્મ થઇ ગયો હોય છે તેથી ગરીબીમાં તરત ૨-૪% નો વધારો થયો હોય છે..

જેને કંતાનના ઝુંપડામાં જીવવાનું છે તેવા ગરીબો વિશેની વાસ્તવિકતા ખરેખર તો કોઇ રાજકારણી જાણતા નથી તેથી માત્ર ભાષણોમાં ગરીબી દૂર કરીને સંતોષ માની લે છે.

વસ્તી નિયંત્રણ માટે અને પરીવારની સુખાકારીને અને સમૃધ્ધીને અનુલક્ષીને કુટુંબ નિયોજન સારી બાબત છે તે રીતે પાછુ કુટુંબ પ્રયોજન પણ હોવું જરૂરી છે મિલ્કતોનો વારસો  જાળવવા તથા કુટુંબના વડીલોની વૃધ્ધાવસ્થાની જવાબદારી અદા કરવા માટે તેમજ પરીવારની વંશીય પરંપરા અનુસાર નિયોજીત અને પ્રયોજીત સંતાન હોવા જરૂરી છે આ પ્રજોપ્તિનો એક ખાસ ઉદેશ પણ હોય છે. જેમ પરણ્યા એટલે સંતાન હોવું જોઇએ તેવી માન્યતા ઘર કરી ગઇ છે તેમ ગરીબોમાં પણ એક નહીં પન અનેક સંતાનો હોવા જોઇએ તેવી માન્યતાઓ ઘર કરી ગઇ છે…

મુસ્લીમ સમાજમાં એમ કહેવાય છે કે ઓછામાં ઓછા ત્રણ દિકરાઓ પેદા કરવા જ પડે છે. કારણ કે એક દિકરો ધર્મ રક્ષા માટે બીજો દિકરો રાષ્ટ્ર રક્ષા માટે અને ત્રીજો દિકરો માતા-પિતાના જતન માટે પેદા કરવાનો હોય છે અને તે ત્રણ દિકરા વચ્ચે જેટલી દિકરીઓ પેદા થાય તેટલી વધુ ખુદાની રહેમત થાય છે.. સરવાળે તો પાંચ-સાત સંતાનો પેદા થાય છે. હક્કિતમાં આવું કોઇ ધર્મમાં કે સંપ્રદાયમાં નથી પણ લોકમાન્યતાઓ ના કારણે લોકો વધુ પ્રજોપ્તી કરે છે.

હિન્દુ સમાજમાં જે ગરીબ છે અને જેને ઘરનું ઘર નથી અને કાયમી રોજી નથી તેવા ભારતની વસ્તીના ૩૦ ટકા ગરીબો મજુરી અને ભિક્ષાથી કુટુંબ ચલાવી રહ્યા છે તે લોકો પ્રવર્તમાન મોઘવારી પ્રમાણે કુટુંબ ચલાવવા માટે અને સમય પ્રમાણે જરૂરતથી વધુ કમાઇ કરવા માટે વધુ સંતાનો પેદા કરે છે. જેથી વધુ કમાઇ થાય તો આવકમાંથી બચત કરીને ગરીબી અને કંતાનમાં કેદ જીંદગીથી બહાર નિકળી જવાનો મનસુબો રાખીને પણ સંતાનો પેદા કરે છે.

આજે દરેક માણસને અન્ન-પાણી અને રહેઠાણની જરૂરીયાત હોય છે તેના માટે પૈસા જોઇએ અને પૈસા માટે રોજગાર અને વધુ આવક પણ જોઇએ આ બધુ હોય છ્તા પણ સંતાન ના હોય તો ના ચાલે આ બધુ ના પણ હોય તો ચાલે પણ સંતાન એટલે કે વારસદાર તો હોવો જોઇએ.

મધ્યમ અને ગરીબ વર્ગ માટે સૌથી વધુ ચિંતા વૃધ્ધાવસ્થાની રહેલી છે અને તેના માટે ખાસ તો સંતાનની જરૂર રહેતી આવી છે .

ભારતમાં સીનીયર સીટીઝન પેન્શન મળતું નથી ભારતના દરેક નાગરીક પોતાની જીવન જરૂરીયાતની ચિજ-વસ્તુઓ અને આવશ્યક સેવાઓ માટે કરવેરાઓ અને શુલ્ક ભરે છે. આ ખર્ચ તો આજીવન રહે છે. પણ જીવનના ઉતરાર્ધમાં તેને જીવન જીવવાની સહાય મળતી નથી વૃધ્ધાવસ્થા પેન્શન મળતું નથી તેથી સંતાનો ઉપર માતા-પિતા નિર્ભર રહે છે અને તેના કારણે પણ સ્ત્રી-પુરૂષો લગ્ન પછી પહેલો ઉદેશ્ય પ્રજોપ્તિનો રાખે છે.

વૃધ્ધાવસ્થામાં સંતાન ની જરૂરત દરેક માણસને હોય છે તેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના ભવિષ્યની જરૂરીયાત પ્રમાણે બે કે વધુ સંતાનની આવશ્યકતાઓ રહે છે. મે પ્રેસ રીપોર્ટરના ૨૦ વર્ષ એટલે કે બે દાયકામાં સમાજના વિવિધ પરીબળો અને વિવિધ વર્ગના લોકોનું જે સ્પષ્ટ દર્શન કર્યુ છે તેમાં ગરીબો અને ભિક્ષુકો શા માટે બધુ પ્રજોપ્તિ કરે છે તે સમજવાનું ખુબ મહત્વનું બની રહ્યુ છે.

સમગ્ર સમાજ વ્યવસ્થામાં આ ગરીબોની બહુ મહત્વની ભુમીકા રહેલી છે જો ગરીબો ના હોય તો પણ સમાજ વ્યવસ્થાના અનેક કાર્યો ખોરંભે પડી જાય તેમ છે જેમકે ભલે મશીનો આવી ગયા પણ કામવાળાઓ ના હોય તો શ્રીમંતોના ઘરની હાલત ઉકરડા જેવી બની જાય છે તેમ જો મજુરો ના હોય તો માનવ બળથી થનારા દરેક કાર્યો બંધ થઇ શકે છે ગરીબો દરેક દેશની મજબૂત નસ છે જેમ શરીરમાં શીરા અને ધમનીઓથી આખ શરીરમાં રક્ત વહન થાય છે તેમ મજુરોના કારણે અનેક કાર્યોનો બોજ પણ વહન થાય છે..

ભિક્ષાવૃતિ કરતા સ્ત્રી- પુરૂષો માટે સંતાનો આવકના વધારાના માધ્યમો છે જેટલા સંતાનો વધુ હોય તેટલી આવક વધે છે તેવી માન્યતા દરેક ભિક્ષુક દંપતિઓના મનમાં વણાયેલી છે

દિકરો માતા-પિતાનો વારસ અને જવાબદારી લેનાર ગણાતો હોવાથી બે કે ચાર દિકરીઓ પછી પણ દિકરા માટે મધ્યમ વર્ગ અને સમાજનું દરેક દંપતિ બધા પ્રયત્ન કરે છે.

જે બાળ ભિક્ષુકો મંદિરો … બસ સ્ટેશનો…. રેલ્વે સ્ટેશનો…જાહેર સ્થળો… બગીચાઓમાં …સમારંભોના સ્થળે ભિક્ષા માટે ફરતા હોય છે  તેના માતા-પિતાનો ઉદેશ્ય માત્ર ભિક્ષાની આવકમાં વધારો કરવાનો હોય છે તેને ભિક્ષા સિવાયનું શિક્ષણ કે સંસ્કાર આપવામાં આવતા નથી.

આજે ભારતમાં અને પુર્વના દેશોમાં જે ગરીબી વધે છે અને ગરીબીનું કોઇ નિવારણ પણ થઇ શક્તું નથી તેમાં ગરીબો પોતે પણ એટલા જવાબદાર છે. સંતાન હોય તે માનવ સહજ સ્વભાવ છે પણ સમાજ વ્યવસ્થા અનુસાર સંતાન અંગેનું પ્રયોજન અને નિયોજન પણ સ્પષ્ટ હોવું જોઇએ તે સમજણ આપણે કેળવી શક્યા નથી.. આજે તો શ્રીમંતોને ત્યાં પણ વધુ સંતાનની જરૂરતો વર્તાય છે કારણ કે અનેક પ્રકારની કરચોરી કર્યા પછી લાખો કરોડોનો કારોબાર તો બીજા પગારદારોના હાથમાં રહે છે તેથી શ્રીમંતોની નવી પેઢીને વધુ સંતાનો માતે પ્રોત્સાહિત કરવામાં આવે છે જો આપણા ઘરના લોકોના હાથમાં ધંધા કારોબારનો વહિવટ રહે તો સલામતી અને સમૃધ્ધી સચવાય રહે તેવી માન્યતાઓ પ્રવર્તી જાય છે.. હવે દિકરો હોય કે દિકરી હોય વેચાતું શિક્ષણ બજારમાં શેરીએ શેરીએ મળે છે એટલે દિકરીઓને દિકરાથી વિશેષ બનાવી દેવાના અભરખા પણ હવેલીઓથી ઝુંપડપટ્ટીઓ સુધી સેવાય રહ્યા છે. લોકો હવે દિકરી કે દિકરો હોવાને બદલે પોતાના કહેવાય તેવા કુંટુંબના સભ્યોની જરૂરી સંખ્યા બનાવવા માટે પણ પ્રજોપ્તિમાં વધારો કરે છે..

આપણી મુળ વાત તો ગરીબી હટાવી દેવાની છે અને ગરીબો તથા ભિક્ષુકો શા માટે વધુ બાળકો પેદા કરે છે તે જાણવાની હતી પણ આખી વાતનો ઉદેશ્ય તો એવો છે કે ક્યારેય કોઇના નસીબ અને જન્મજાત સ્વભાવને બદલી શકાતો નથી તેમ ગરીબીમાં જન્મેલા લોકોનો જાતી સ્વભાવ અને અને ગરીબીને બદલી શકાતા નથી…

એક માત્ર રસ્તો છે કે ગરીબોને પુરતુ શિક્ષણ અને સમાજ વ્યવસ્થાની સમજણ  પુરી પાડીને તેની સમજણમાં સુધારાઓ લાવી શકાય છે અને તેનાથી તેની આનુવંશીક માન્યતાઓને તોડીને તેને કુટુંબ નિયોજન અને પ્રયોજન માટે સંકલ્પબધ્ધ કરી શકાય છે.

આજે પશ્વિમના વિકાસશીલ દેશોમાં સરકારી અને બિનસરકારી એવા તમામ લોકોને કલાકના હિસાબે મહેનતાણું આપવામાં આવે છે થોડી મિનિટો મોડા થાવ તો કલાકના પૈસા કપાય છે. તેથી લોકો નિયમીત અને નેતિકતાથી કામ કરે છે અનેક દેશોમાં અનૈતિક કામગીરી બાબતે સીધી સજા અને બરતરફ કરવાની જોગવાઇ છે તેથી લોકોને કામ પણ બરાબર કરવું પડે છે અને તેના પ્રમાણે તેને પુરતુ મહેનતાણું પણ મળી રહે છે…

આમ તંત્રવ્યવસ્થા અને કાયદાઓમાં જરૂરી સુધારા લાવીને ગરીબીને મહદ અંશે હટાવી તો શકાય છે…કારણકે ગરીબી તો એક માનસીકતા છે જે બદલવાથી ગરીબી આપોઆપ દૂર થશે.

જય ભારત…. જય ગુજરાત………

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: