Posted by: rajprajapati | 10/09/2010

સનાતન ધર્મ

સનાતન ધર્મ

હિન્દુ સમાજ જેને અનુસરે છે ધર્મને સનાતન ધર્મ કહેવાય છે અને સનાતન ધર્મને અનુસરે તેને હિન્દુ કહેવાય છે હક્કિતમાં સનાતન ધર્મ અને ઇસ્લામ ધર્મ તથા યહુદી ધર્મ આ જગત ના મુળ ત્રણ ધર્મઓ છે. જેમાં ઇસ્લામ તામસી ધર્મ છે તો યહુદી એટલે કે ખ્રિસ્તી ધર્મ સાત્વીક ધર્મ છે અને સનાતન ધર્મ રાજસી ધર્મ છે ઇસ્લામ ધર્મને પ્રકૃતીને સુરક્ષાની જવાબદારી છે તો સનાતન ધર્મને પ્રકૃતીના સંચાલનની જવાબદારી છે તો ખ્રિસ્તી ધર્મને પ્રકૃતીના નિર્વાણની જવાબદારી છે..

આજે બધા ધર્મોમાં અનેક પેટા ધર્મો અને સંપ્રદાયો ચાલુ થયા છે કારણ કે માનવ સમાજે જે રીતે માનવ સૃષ્ટી અને અન્ય જીવ સૃષ્ટીનું નિયત્રંણ રાખવાનું હતું તે રહ્યુ નથી તેથી તેથી જેટલી માનવ વસ્તી હોવી જોઇએ તેનાથી સો ગણી વધુ માનવ વસ્તી પેદા થઇ જવાથી આજે ધર્મ આધારીત સૃષ્ટી વ્યવસ્થા માટે બીજા  અનેક પેટા ધર્મો અને સંપ્રદાયો આપોઆપ અસ્તીત્વમાં આવી ગયા છે. જેના કારણે સમાજ વ્યવસ્થા નિયત્રીંત થવાને બદલે વધુ ગુચવાય છે.

આપણે અહિં માત્ર સનાતન ધર્મ વિશે જ વાત કરીશું.

સનાતન એટલે શું ?

આદીથી અનંત સુધી અખંડ હોય તે સત્યને અનુસરવું તે સનાતન.. અનંત સત એટલે સનાતન…

સત્ય એટલે શું તે પણ ઘણો અઘરો પ્રશ્ન છે કારણ કે કોઇ માનવ વધ કરે છે તે પણ સત્ય તો છે પણ તે એક પાપ કર્મ છે અને અનિષ્ટ છે. તો સત્ય ને સનાતન ક્યારે ગણવું.. જો વધ કરનાર પોતાના કર્મો ની સજા માંગે અને ભોગવે તો તે સત્ય અને જો વધ કરનાર તે કર્મનો સ્વિકાર ના કરે અને તેના કર્મથી તે ભાગે તો તે સત્ય થયુ..

જે કરમોનું જે પ્રારબ્ધ બને તેને અનુસરે તે સનાતન ધર્મ …

પવિત્ર રહેવું … સત્ય સિવાય કોઇ શબ્દ ના ઉચ્ચારવો … શુધ્ધ અને તાત્વિક આહાર વિહાર કરવો .. નિયતી અનુસાર વિવેકપુર્ણ રીતે પ્રકૃતીને જાળવવી. આ બધુ સનાતન ધર્મના મુળ સિધ્ધાંતો છે અને તે સિવાય પણ અનેક નિયમો અને તેના પેટા નિયમો પણ છે…

સવારે બ્રાહ્મમુહર્તમાં ઉઠવું… ત્રીકાળ સંધ્યા કરવી.. વૃક્ષસૃષ્ટીનું અને પ્રાણી-પક્ષી જગતનું પોષણ કરવું . યજ્ઞ અને બીજા વૈદિક કર્મોથી વાયુ મંડળને નિયંત્રીત રાખવું. વિવિધ મંત્રોચ્ચારથી શબ્દ જગતને પણ પવિત્ર રાખવું આ બધા સનાતન ધર્મના પાયાના નિયમો છે..

કેટલા હિન્દુઓ નિત્ય યજ્ઞ કરે છે ? અને નિત્ય મંત્ર પાઠ કરે છે .?. કેટલા હિન્દુઓ ૧૦૦ % સત્ય બોલે છે ? અને કેટલા હિન્દુઓ ૧૦૦% પવિત્ર છે ? આ બધુ એટલા માટે  કરવાનું છે કે જેનાથી સુષ્ટીના પંચ તત્વોનું નિયમન કરવાનું છે.. માનવ પોતે જ સૃષ્ટીનો ભગવાન છે.. આ બધુ માનવે જાતે કરવાનું છે.. વાયુ મંડળને યજ્ઞોથી શુધ્ધ રાખવાનું.. સત્ય ઉચ્ચારણ  અને મંત્રોથી શબ્દ મંડળને શુધ્ધ રાખવાનું અને પવિત્રતાથી જીવ સૃષ્ટીના કર્મોથી રચાતા નવા નિર્માણોને નિયત્રીંત રાખવાની જવાબદારી સનાતન ધર્મ પાળનાર માટે છે..

મુર્તિ પૂજા કે બીજા કોઇ ઉત્સવોનો કોઇ ધર્મમાં ઉલેખ્ખ રહેતો નથી પરંતુ સમયાંતરે માનવ સમાજની એકતા અને પ્રાકૃતીક અનિયમીતતાઓને પહોંચી વળવા માટે માનવ સમાજની એકતાની સમયએ સમયે જરૂરત પડવા લાગી જેના કારણે માનવ સમુદાયને એક સ્થળે નિયમીત એકઠા કરવાની આવશ્યકતાઓને લઇ ને સમુહ ધર્મ કાર્યો અને ઉત્સવોની સાંપ્રદાયીકતાઓને ઉમેરવામાં આવી હતી જે આજે ધર્મ બની ગયું છે.

હવે આપણે આજે સનાતન ધર્મની મુળ વ્યાખ્યા સમજ્યા પછી એવું લાગતુ નથી કે આપણને તો વાયુ મંડળ અને શબ્દમંડળ શું છે તે ખબર નથી અને ક્યા યજ્ઞો અને ક્યા મંત્રો ક્યારે ક્યારે કઇ રીતે કરવાના છે તે આપને જાણતા નથી તો આ કોણ જાણતુ હશે…

આપણા અને સર્વે જગતના સનાતન ધર્મની દરેક બાબતોનું અને નિયમોની જાણકારી પીઠાધિશ્વર શ્રીમદ શંકરાચાર્યજી તથા મહામંડેલશ્વરશ્રીઓ પાસે તેની માહિતીઓ હોય છે એટલે કે હોવી જોઇએ છે..

આ મહામંડેલશ્વરજીઓ તેના અખાડાના તેના સાનિધ્યમાં રહેનારા અન્ય મહંતશ્રીઓ અને બીજા વિદ્વવત બ્રાહ્મણોને સતત માર્ગદર્શન આપીને પોતાના ખંડમાં જરૂરી યજ્ઞો અને વાયુ મંડળ અને શબ્દ મંડળનું નિયત્રંણ રાખતા હોય છે.. શ્રીમદ શંકરાચાર્યજીઓ પોતાની પીઠ અને પોતાનું સિંહાસન ત્યજીને ક્યારેય બહાર જતા નથી અને કયારેય નદીઓ કે વહેતા જળને ઓળંગતા નથી . જ્યારે જરૂરી હતું ત્યારે દંડી સ્મામિના પદે બિરાજમાન હતા ત્યારે બધું ભ્રમણ કરી લેવાનું હોય છે ભારત વર્ષની ભ્રમણ યાત્રામાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને પછી તો શ્રીમદ શંકરાચાર્યજીના પદના અધિકારી બન્યા હોય છે તેથી શ્રીમદ શંકરાચાર્યજીના પદે એકવાર બિરાજમાન થયા પછી ફરી ક્યારેય ક્યાં કોઇ ભ્રમણ કરવાની ચેસ્ટા કરવા ઉપર નિષેધ છે.

સનાતન ધર્મમાં પંચ તત્વોની પ્રક્રિયાઓનું જ્ઞાન અને વિવિધ યજ્ઞો અને પ્રક્રિયાઓથી તેનું નિયમન કરવાનું જ્ઞાન હોવાથી સનાતન ધર્મને જગતનો ગુરૂ ધર્મ ગણવામાં આવ્યો છે..

જગતના દએક મનુષ્યને ઇસ્લામ-ખ્રિસ્તી અને સનાતન ધર્મ પાળવાનો થાય છે પરીસ્થીતી અને સ્થળ દેશ કાળ અનુસાર તેમજ સ્વગતના પ્રારબ્ધ અને ભાગ્ય અનુસાર વારંવાર ધર્મ બદલાતો રહે છે.. ઇસ્લામ ધર્મ પાળનારને જેમ નકોરડા ઉપવાસ છે તેમ સનાતન ધર્મના જૈન ધર્મમાં પણ નકોરડા ઉપવાસ છે. આ ઉપવાસઓ એક રોજા પણ છે અને અઠ્ઠાઇ તપ પણ છે.. જ્યાં બુધ્ધીતત્વનો વધારે ઉપયોગ અને દુર ઉપયોગ વધે ત્યાં અન્ન-આહાર અને પોષણની ક્રિયાઓ ઉપર સખત નિયત્રંણ મુકીને ઉપવાસની સંળગ ક્રિયાઓને લાવવામાં આવી છે…

હું હંમેશા કહેતો અને લખતો આવ્યો છું કે હું સવા અબજ લોકોનો પરીવાર ધરાવતો એક માણસ છુ. આજે હું જે કાંઇ લખુ છુ તે આપ સર્વે સાવ ફાલતું ગણીને વાંચીને તરત ભુલી જાવ છો પણ મને વિશ્વાસ છે કે આજ વાતો અને આ બ્લોગના બીજા લેખો દુનિયાની દરેક ભાષામાં એક સમયે પ્રસિધ્ધ થશે…. સનાતન સત્યોનું જ્યારે આલેખન થતું હોય ત્યારે સમગ્ર પ્રકૃતિના આશિર્વાદ આલેખન કરનાર ઉપર વરસતા હોય છે…Responses

  1. khub saras……………………………………….


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: