Posted by: rajprajapati | 09/09/2010

સ્કિન ટાઇટ—“ કામ” નું ઢાકેલું પ્રદર્શન.

સ્કિન ટાઇટ—“ કામ” નું ઢાકેલું પ્રદર્શન.

ભારતીય સભ્યતા ઉપર પશ્વિમી બિભત્સતાઓનું જે આક્રમણ થયું તેમાં સૌથી પહેલો ભોગ ‘’કપડા’’નો લેવાયો આપણે ત્યાં સામાન્ય કહેવત છે કે (૧) ધન (૨) અન્ન (૩) સ્ત્રી એ ત્રણ સંપતિને પડદામાં રાખવી. આજે આ ત્રણેય સંપતિ જાહેરમાં અને ખુલ્લેઆમ થઇ ચુકી છે જો સ્ત્રી ધન અને અન્નને પડદામાં એટલે કે બરાબર ઢાકેલા ના રાખવામાં આવે તો તેમાં વ્યભિચાર પ્રવૃત થાય છે

ધન ગમે તેવા કર્મો કરીને ગમે તેવા માર્ગે કમાઇને અન્ય ભોગો પાછળ વપરાય છે તે વ્યય એટલે કે વ્યભિચારનું એક પ્રમાણ છે. તેવી રીતે લોકો ગમે ત્યાં ખાતા-પીતા હોય છે ગમે ત્યારે મનફાવે તેવું ખાણું કે બીજો ખોરાક ખાય છે તે પણ અન્નનો વ્યભિચાર છે આ રીતે સ્ત્રીને પણ સભ્યતાપુર્વકના વસ્ત્રોથી ઢાંકેલી ના રાખવામાં આવે તો ચોક્કસ વ્યભિચાર કરી શકે છે.

આજકાલ યુવતિઓ અને તરૂણીઓમાં સ્તનની સુડોળતા અને લચકદાર નિંતબનું લાવણ્ય પ્રદર્શિત કરવા સ્કિન ટાઇટ ટી-શર્ટ અને પેંટ તથા સ્કિન ટાઇટ અને આછા કાપડની ચોરણીવાળું પંજાબી પહેરીને પોતાની જાતને હાઇ-પ્રોફાઇલ ફેશનેબલ દેખાડી દેવાની જાણે સ્પર્ધા ચાલી છે.

શરીરને ચોંટી રહેતા કપડાથી સ્ત્રીના શરીરની વિકૃતી સીધી રીતે પ્રદર્શિત થાય છે અને સાથે સાથે માનસીકતાનું ચિત્ર પણ જાહેર થાય છે.. ફ્રી માઇન્ડનો દેખાડો કરવામાં છલકતી કપડાની રહેણી કહેણી સ્ત્રીની માનસીકતાને સહેલાઇથી રજુ કરી દે છે.. જેની વિશેષ નોંધ લેવી પડે તેવા કપડાથી ક્યારેક અસભ્યતા પુરવાર થતી હોય છે….

સ્કિન ટાઇટ વાળી યુવતીઓનાની પુરૂષઓ એટળી વિચલીત અસરો થાય છે કે બાપ જેવડો પુરૂષ પણ દિકરી જેવડી યુવતિ સાથેના સહવાસના વિચારો કરતો થાય છે  હક્કિતમાં સ્ત્રીની કાતિલતા અને સુંદરતા તેના મીઠા અવાજ અને નજરમાં હોય છે અડધા નાગા-પુગા થવાથી તો માત્ર વિકૃતીનું પ્રદર્શન થાય છે સુંદરતાનું જરાય દર્શન થતું નથી.. પુખ્ત પુરૂષોને જાણમાં છે કે ભારતીય સ્ત્રી સાડીમાં જેટલી કાતીલ લાગે છે તેટલી કમનિયતા સ્કિન ટાઇટ ચોરણીમાં લાગતી નથી.. સ્કિન ટાઇટ કપડાથી છીછરાપણું વધુ દેખાય છે.. કામ જાગે છે પણ મોહ કે પ્રેમ જાગતો નથી..

એક સત્ય એ પણ છે કે સેકસી યુવતીને કોઇ ભિખારી પણ પત્નિ તરીકે સ્વિકારતો નથી કારણ સેકસી યુવતી વાસના માટે સારી ગણાય છે પણ પત્નિ તરીકે સૌથી વધુ ખરાબ દેખાય છે.. જે સ્કિન ટાઇટ કપડા પહેરતી હશે તે યુવતી જાતીય બાબતોમાં કોઇ નિયમ કે સિધ્ધાંત ધરાવતી નથી. અનેક પરણિત યુવતીઓનો અભ્યાસ કરતા જણાયું છે કે સામાન્ય રીતે સ્કિન ટાઇટ કપડાની શોખીન “ભાભી” ને બહું સહેલાઇથી પટાવી શકાય છે તો સાડી કે બીજા સભ્યતાભર્યા વસ્ત્ર- પરીધાનો પહેરતી સ્ત્રીઓ કે યુવતીઓને પટાવવી ધણી મુશ્કેલ બને છે. જે યુવતી સેકસી દેખાવા મથતી હોય તેને પુરૂષ પણ ચાહતો નથી કારણ કે પતિના મનમાં અવિશ્વાસનું કારણ બને છે.

શરીરની સુંદરતા અને પોતાની જાતને સભ્યતાપુર્વક આકર્ષક બનાવવા માટે શરીરના જાડા-પાતળા પણાની સાથે ઉંચાઇનો અને ચામડીના રંગોનો ખ્યાલ રાખીને સાદગીપુર્ણ વસ્ત્રો પહેરવા જોઇએ.. સ્ત્રી જેટલું સભ્યતાપુર્વક શરીરને ઢાંકશે તેટલી પુરૂષને શરીરને જોવાની જીજ્ઞાશા ઉતેજીત થાય છે જો સ્ત્રી પોતાની જાતને સામેથી સેકસી કે કમનિય બતાવા જશે તો પુરૂષને તેના માટે સહેલાઇથી શંકા બંધાય જશે.

સ્કિન ટાઇટ કપડા પહેરનારી યુવતિઓમાં બધાને આ બાબતો લાગું પડતી નથી. પણ મહદ અંશે સ્કિન ટાઇટ કપડા પહેરતી યુવતીઓ પુરૂષો સાથે સહવાસ માટે સહેલાઇથી તૈયાર થઇ જાય છે આ સ્કિન ટાઇટ કપડા પહેરતી બધી સ્ત્રીઓ કે યુવતીઓને લાગું પડતું નથી પણ જાતીય પ્રદર્શનથી વ્યભિચારની સંભાવના મહતમ બની જાય છે.

સ્કિન ટાઇટ કપડાની જે ફેશન છે તે ભારતીય સભ્યતાઓ અને સંસ્કારોની વિરૂધ્ધની સભ્યતાઓ છે આપણી સમાજ વ્યવસ્થા અને લગ્નસંસ્કારોના નિયમો અને તે મુજબની સામાજીક માનસીકતા પ્રમાણે સ્કિન ટાઇટ વસ્ત્ર પરીધાનો જાતીય આવેગો અને બહુમૈત્રી ઇચ્છાઓને જાહેર કરતા પરીધાન બની રહ્યા છે…

આ લોકશાહી છે અને બધા ગમે તેમ કરવા સ્વતંત્ર છે અને જો ઘરના વડીલો અને કુટુંબ પરીવારના લોકોને પસંદ હોય કે પતિને પસંદ હોય તો સ્કિન ટાઇટ થી પણ ઓછામાં ઓછા કપડા પહેરવાની ફેશન અપનાવી શકાય છે આ તો મે જે જોયું જાણ્યુ અને અનુભવ્યુ તે સંસ્કારી મિત્રોના પરીવારો અને સમાજના સભ્ય લોકો માટે લખ્યુ છે… બાકી યુવતીઓ વૈશ્યાઓ પણ હોય છે અને બીજી ઘણી પ્રવૃતીઓ કરે છે લગ્નેતર સંબંધોનો આનંદ પણ મેળવે છે તો શું બધાને સભ્યતા કે સંસ્કારના ખાસ ઇન્જેકશન આપી શકાતા નથી…

એટલું ખરૂ કે જે પરીવારોમાં આજે પણ સંસ્કારો અને સભ્યતા જળવાયા છે તે લોકો પોતાના ઘરની સ્ત્રીઓને આ બાબતે રોકી શકે છે અને સભ્યતા માટે ફરજ પાડી શકે છે…


Responses

 1. રાજભાઈ તમારી વાત ખરેખર સાચી છે કે મોટા ઘરવાળા અને ખાનદાન વાળા ઘર ની યુવતીઓ આવા વલણ અપનાવવામાં થોડી શરમ તો જરૂર અનુભવે છે અને નાના અને મધ્યમ ઘરની યુવતીઓ પોતાને નાના પણું છુપાવવા માટે કંઈક આવા પ્રયત્નો તરફ જતી હોય છે પણ તમે વાત કરી તેમ બહુ વધારે પ્રોફેસનલ દેખાવા માટે અને પોતાના અંગનું પ્રદશન કરવા માટે આવા સ્કીન ટાઈટ વસ્ત્રો ધારણ કરતી હોય છે તેથી જ તો જેને ગુરુજી નું સ્થાન આપીએ છીએ તે પણ પોતાની દીકરી સમાન વિદ્યાર્થીની પર ખરાબ દ્રષ્ટી કરીને પોતાની વાસનાને સંતોષવા માટે સહારો લે છે પણ આ બધું અટકાવવા માટે સ્કુલ કોલેજો માં જીન્સ અને ટી- શર્ટ પહેરીને આવતી યુવતીઓ પર પ્રતિબંધ કરવો જોઈએ જેથી દિવસે ને દિવસે બનતા અશ્લીલ સમાચારો અને બાપની ઈજ્જત પર પાણી ફેરવતી દીકરી ને કાબુ માં લાવી શકાશે ……………………

 2. જયદિપભાઇ આપની વાત સાચી છે પણ પ્રતિબંધ એ કોઇ વાત નો સાચો ઇલાજ નથી હોતો.. સાચી સમજણ કેળવાય તે જરૂરી છે. મને નખશીખ પ્રમાણીક પત્રકારીત્વની ૨૦ વર્ષના બે દાયકાની યાત્રામાં મે પુરૂષોની અને સ્ત્રીઓની માનસીકતાઓનો જુદી જુદી સ્થિતીમાં અને અલગ અલગ સંજોગોમાં અનુભવ અને અભ્યાસ કરેલો છે.. પરીચિત અને અપરીચિત સ્ત્રી હોય કે પુરૂષો હોય પણ જ્યારે / કામ / નો પ્રભાવ નિયમિત હોય અને તેની સામે જોઇએ તેવા વિજાતિય પાત્રની કાયમી ઉણપ હોય તો દરેક ને પોતાની મનોઇચ્છાઓ પ્રમાણે સમાજમાંથી જાણ્યા અજાણ્યા લોકોમાંથી કોઇ એક કે બે -ચાર ની શોધ કરવાનીફરજ પડે છે

  આપના દેશની ઋતુઓ અને આબોહવા તથા બીજી અન્ય વુઅવસ્થાઓ પ્રમાણે દિકરી માટે ૧૮ વર્ષની ઉંમર અને દિકરા માટે ૧૯ – ૨૦- ૨૧ ની ઉંમર યોગ્ય છે ખરેખર તો ૧૭ વર્ષની છોકરી થાય ત્યારે અને છોકરો ૨૦ વર્ષનો થાય એટલે કોલેજમાં દાખલ થાય તે વર્ષમાં સગાઇ -સગપન કરી ને યોગ્ય સમયે લગ્ન કરવાની હવે આવશ્યકતાઓ છે..

  આજે જે રીતે ફ્રી ફ્રેન્ડશીપ કલ્ચર વિકસ્યુ છે તે પ્રમાણે કોલેજોમાં ૨ વર્ષ કાઢી ચુકેલા છોકરા છોકરીઓ શારીરીક સંબધો સરળતાથી નિભાવી રહ્યા છે અને સૌથી વધુ ખતરનાક બાબત એ હોય છે કે જેમ માણસ નવા નવા કપડા બદલે તેમ કોને કોની સાથે ફાવે છે અને અનુકુળ છે તે પ્રમાણે નવું પાત્ર મળે તો જુના વિજાતીય મિત્ર ને બદલવાની હવે નવી ફેશન પન ચાલે છે .

  આ બધુ એટલા માટે યોગ્ય નથી કારણ કે જીવન ત્યાં પુરૂ થતુ નથી અને સતત આગળ વધે છે પોતાના શારીરીક સંબધોવાળા વિજાતિયમિત્ર સાથે લગ્ન તો થતા નથી અને લગન તોવેલ સેત અને આર્થિક બાબતોના આધારે થતા હોવાથી કોલેજના મિત્ર સાથે લગ્ન થવાની કોઇ શક્યતા હોતી નથી.

  જીવના શરૂઆતના શારીરીક સંબધો થયા હોય તે પાત્ર જીવનમાં સાથે રહેતુ નથી અને લગ્ન બીજા સાથે થાય છે જેમ આપન ને રોજે રોજ એકનું એક એક સરખુ ભોજન ભાવતું નથી તેમ શારીરીક સુખમાં પણ અમુક સમય બાદ સ્વાદ બદલવાની કે માણવાની ઇચ્છાઓ ઝગમગતી હોય છે તેથી લગ્ન ના અમુક વર્ષો બાદ પહેલા જે વિજાતીય મિત્રો સાથે શરીર સંબધો બાંધ્યા હોય .. ફ્રે ન્ડશીપમાં જે જલ્સા કર્યા હોય તે પાત્ર ફરી એક બીજાને શોધે છે અને મોટા ભાગે તો એક બીજા ક્યા છે અને ક્યાં રહે છે તે જાણતા હોય છે તેથી ફરી જુના સંબંધો નવા સ્વરૂપે શરૂ થાય છે..

  અને પછી શરૂ થતી હોય છે લગ્ન જીવનની રામાયણ અને મહાભારત..

  મિત્રો એક વાત મહત્વની એ પણ છે કે પ્રકૃતીમાં જે છે તો સુખો ક્યારેક ને ક્યારેક તો બધાને માણવા મળે છે તેના માટે આપની જાતને હલકી કક્ષાએ લઇ જવાથી માણસની આત્મશક્તિ સંદતર ઘટે છે ઇચ્છાશક્તિઓ નબળી બને છે.. પ્રબળ ઇચ્છા શક્તિ અને આત્મશક્તિ માણસ ને સફળ અને સુખી બનાવે છે
  આજે આપણે રસ્તાઓ પર બાઇક ઉપર કે કારમાં એકલા એકાંત માટે તલસતા તરૂણ કે યુવાન છોકરા છોકરીઓ ને જોતા હોઇએ છીએ.. તે લોકો પોતાના ભવિષ્ય વિશે અને આવનારા જીવનમાં પેદા થનારા ભય સ્થાનોથી અજાણ હોય છે..
  માણસની કામોતેજના ખુબ જ સંવેદનશીલ હોય છે એટલે વહેવા મળે તો વહી જાય છે અને હંમેશા ખોટા પાત્ર પર વહી જાય છે..

  જે છોકરા છોકરીઓ લગ્ન વિના વિજાતીય મિત્ર સાથે શારીરીક સંબંધો રાખે છે કે ક્રીડા આચરે છે તે લોકો ગમે તેટલા સંમૃધ્ધ હોય તો પણ અને ગમે તેટલા ભણેલા હોય તો પણ તેના અંગત જીવન ક્યારેય સુખ -શાંતી ભર્યુ નથી બનતું.. કારન કે દરેક માણસ જે કાર્ય કરે તે સારૂ હોય કે ખરાબ હોય પણ બીજા જાણતા હોય કે ના જાણતા હોય પણ તે પોતે તો પોતાના હલકા કાર્યો અને સંબંધો જાણે છે તેથી તેનું મન હંમેશા તેને પીડા આપતું રહે છે …

  મિત્રો વિજાતીય સંબધો હંમેશા પોતાના પરીણિત પાત્ર સાથે રાખો.. જો શરીર અને મનના આવેગો ને આપને નિયંત્રીત ના કરી શકીએ અને આપણી જીજ્ઞાશાઓ અને અપેક્ષાઓને સારા સંજોગો તરફ વાળી ના શકીએ તો આપણે માણસ નથી પણ એક સામાજીક પશુ છીએ.. ગમે તેની સાથે સુઇ જવું સરળ છે પણ સુતા પછી ફરી અડીખમ ઉભુ થવું અશક્ય છે….
  પોતાના પતિ કે પત્નિ સિવાય બીજા સમક્ષ એક વાર કપડા ઉતરે તે કપડા આપણુ મન ક્યારેય ફરી પહેરી શકે નહીં .. આપણે આપની જાત અને અતિતથી પડી જઇ એ અને સતત હલકા બનીએ તો તે જીવનમાં કોઇ આનંદ હોતો નથી..

  આજે મારે તો ફકત નાનકડી કોમે ન્ટસ ઓ પ્રત્યુતર આપવાનો હતો પણ લખતા લખતા જાણે ઘણુ લખાય ગયુ છે..

 3. રાજભાઈ તમારી નાનકડી કોમેન્ટસ પણ બહુ રસપ્રદ છે ,
  તમે પર્વતમાન સમાજની સંપૂર્ણ ઝાંખી કરાવી દીધી ,
  તમે વાત કરી તેમુજબ
  “મિત્રો એક વાત મહત્વની એ પણ છે કે પ્રકૃતીમાં જે છે તો સુખો ક્યારેક ને ક્યારેક તો બધાને માણવા મળે છે તેના માટે આપની જાતને હલકી કક્ષાએ લઇ જવાથી માણસની આત્મશક્તિ સંદતર ઘટે છે ઇચ્છાશક્તિઓ નબળી બને છે.. પ્રબળ ઇચ્છા શક્તિ અને આત્મશક્તિ માણસ ને સફળ અને સુખી બનાવે છે”

  રાજભાઈ આ તમારી વાત મને ખુબજ ગમી

 4. ભાઇશ્રી આપનો એક્ષ-રે સંપૂર્ણ સાચો છે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: