Posted by: rajprajapati | 08/09/2010

ડેરી ઉદ્યોગ ઉપર પ્રતિબંધ

ડેરી ઉદ્યોગ ઉપર પ્રતિબંધ આ દેશની સાચી જરૂરીયાત છે.

જેટલી ગાયો આ દેશમાં હશે તેનાથી ચાર ગણા ગાયના દુધ અને ઘી નો વપરાશ થઇ રહ્યો છે. આ છે આપણી સરકારો અને આપણા દેશના લોકશાહી જનસેવકોની સેવાઓનો બોલતો પુરાવો….

આ બાબત એવું સાબિત કરે છે કે આ દેશમાં આરોગ્ય અંગેના અને ગુણવતાના કોઇ કાયદાઓનું પાલન કરવામાં આવતું નથી.. જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતનું સામ્રાજય વ્યાપી ગયુ છે…

જેટલું પણ પશુઓ દ્વારા કુદરતી દુધ ઉત્પાદન થાય છે તેમાંથી ડેરી ઉદ્યોગના કારણે મશીનોમાં પીલાણ કરીને મલાઇ એટલે કે મહત્વના તત્વોને કાઢી લેવામાં આવે છે… અને તેમાંથી દુધનો પાઉડર, ચોકલેટ, બિસ્કીટ જેવી ચીજોનું બીજા રસાયણો ઉમેરીને ઉત્પાદન કરવામાં આવે છે.. જેના કારણે દરેક માણસને સમગ્ર જીવન માતે જરૂરી હોય તેવું સંપુર્ણ આહાર ગણાતું શુધ્ધ દુધ મળતું બંધ થયુ છે તેમજ જે દુધ બજારમાં કોથળીઓમાં કે શીશાઓમાં મળે છે તે પણ અડધુ- પડધુ તો સત્વહિન હોય છે જેનાથી પુરતું પોષણ મળતું નથી..જે દરેક શરીરની પાયાની અને મુળભુત જરૂરીયાત છે તે દુધ હવે સુધ્ધતાભર્યુ મળતું બંધ થયુ તેમાં ભારતમાં ચાલતા ડેરી ઉદ્યોગના ધંધાઓ મુખ્યત્વે જવાબદાર છે… તેથી ડેરી ઉદ્યોગ ઉપર સંપુર્ણ પ્રતિબંધ હોવો જોઇએ….

દુધના બીજા ઉપયોગ અને તેના મુળ બંધારણમાં કોઇ ફેરફાર કરવાની કે તેનું વિખંડન કરવાની કોઇ જરૂરત રહેતી નથી દુધને કુદરતી સ્વરૂપમાં આહાર તરીકે ઉપયોગમાં લેવાનું હોય છે દુધમાંથી માખણ કે ઘી કાઢવાની ઔષધિય જરૂરીયાતોને બાદ કરતાં દુધ દહિં સિવાયની બીજી ક્રુત્રીમ બનાવટોની શરીરને જેટલું પોષણ આપે છે તેના કરતાં તેનાથી દસગણું નુકસાન પણ કરે છે…

આજે બાળકો ખાતા નથી તેવી ફરીયાદ દરેક ઘરમાં સામાન્ય બની ગઇ છે દુધની ચોકલેટ ખાતું બાળક શુધ્ધ દુધ પીતું નથી જન્મથી ત્રણ દાયકા સુધી શરીરને રોજનું એક શેર એટલે કે આશરે ૪૦૦ ગ્રામ જેટલા દુધનું પોષણ પુરૂ પાડવું જરૂરી છે પરંતુ ડેરી ઉદ્યોગના કારણે આજે બજારમાં શુધ્ધ દુધ મળતું પણ નથી.. જે મળે છે તે અનેક રીતે નુકસાન કરતા છે ડેરીમાંથી પ્રોસેસ થઇને આવેલું દુધ વા଑પરવાથી હાથ-પગના સાંધાઓ અને રક્તવાહિનીઓમાં વાયુજન્ય રોગો થાય છે.

ડેરી ઉદ્યોગના કારણે દુધમાંથી મુળ તત્વો અને મલાઇ કાઢી લેવામાં આવે છે તેની બીજી બનાવટો પેદા કરીને એટલે કે કુદરતીમાંથી કૃત્રીમ બનાવીને બજારમાં વેચવામાં આવે છે હક્કિતમાં દુધની કૃત્રીમ બનાવટો અને વાનગીઓ શરીરને ઘણું નુકસાન કરે છે જો દુધ પીલવાના,  મલાઇ કાઢવાના મશીનો અને તેના ઉદ્યોગ ઉપર સખત પ્રતિબંધ મુકવામાં આવે તો દરેક માણસને ૨૫૦ ગ્રામ જેટલું શુધ્ધ દુધ વ્યાજબી ભાવે સરળતાથી મળી રહે તેમ છે.

ડેરી ઉદ્યોગના કારણે દુધના ભાવો પણ બમણા થયા છે જે દુધ બીજા ઉત્પાદનોમાં વપરાય છે તેના ભાવ પણ મુળ માલ કરતાં ત્રણ ગણા હોય છે તેથી સામાન્ય માણસને સરળતાથી શુધ્ધ દુધ મળતું બંધ થયુ છે અને તેમાંથી બનાવાતી નુકસાનકારક ચીજ વસ્તુઓ ચાર ગણા વધુ ભાવે લોકો મજબુરીથી ખાય રહ્યા છે.

ડેરી ઉદ્યોગ ઉપર અને દુધ પીલવાના દરેક ધંધા ઉપર સખત પ્રતિબંધ લાવીને કડક અમલવારી કરવામાં આવે તો દુધના કૃત્રીમ ઉપયોગથી આરોગ્યને થતું ભંયકર નુકસાન બંધ થશે અને વિશેષમાં શુધ્ધ અને સંપુર્ણ આહાર એવું કુદરતી દુધ મળવાથી આરોગ્ય સુધરશે અને શરીરનું આયુષ્ય પણ વધશે.

પશુપાલનની મહતા જો માણસને સમજાશે અને સંસ્કારમાં ઉતરશે તો આયુષ્ય અને આરોગ્ય સમૃધ્ધ થશે કરોડોની સંપતિના બદલામાં આયુષ્ય અને આરોગ્ય મળતું નથી.

જો દેશ અને રાજ્યમાં ડેરી ઉદ્યોગ બંધ થાય અને ગાય-ભેંસ-બકરી જેવા દુધાળા પશુઓના દુધથી માનવ શરીરને સંપુર્ણ પોષણ મળે તો સશક્ત અને સમૃધ્ધ માનવ સમાજ અને શ્રેષ્ઠ તથા કુદરતી કૃષિ ઉત્પાદનો પણ લોકોને મળી શકશે.

આપણા બધા માટે સૌથી મુલ્યવાન અને અમુલ્ય એવી શરીર એક સંપતિ છે અને તે શરીરની દરેક પ્રકારની જાળવણી અને પોષણની જરૂરીયાત માટે સંપુર્ણ આહાર એવા કુદરતી દુધની આવશ્યકતાઓ છે અને તે માતે ડેરી ઉદ્યોગ ઉપર પ્રતિબંધ કરવો જરૂરી છે અને તે માટે લોક જાગૃતી પણ સૌથી મોટી જરૂરત છે. આ બાબતે આપ સર્વે વિચારજો અને આ વાતનો પુરતો પ્રચાર અને પ્રસાર થાય તે માટે યોગદાન આપશો તેમજ જરૂરી જન જાગૃતી માટે સહકાર આપશો એવી નમ્ર અપીલ છે…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: