Posted by: rajprajapati | 02/09/2010

કૃષ્ણનો જન્મદિવસ જેલમાં ઉજવો.

કૃષ્ણનો જન્મદિવસ તો જેલમાં ઉજવવો જોઇએ..કારણ કે તેનો જન્મ જેલમાં થયેલો છે.. આમ તો કૃષ્ણનું એક મદિંર ભારતની દરેક જેલમાં હોવુ જોઇએ અને દરેક કૈદીને તેની માતૃભાષામાં એક શ્રીમદ ભાગવત ગીતા આપવી જોઇએ…

આજના કૃષ્ણજન્મની ઉજ્વણીમાં દેશના તમામ રાજકારણીઓને કર્મો અને તેના કેવા ફળ મળે તેનું જ્ઞાન આપવાની શિબીરોનું આયોજન કરવું જોઇએ… કારણ કે લગભગ બધા રાજકારણીઓના કર્મો ખાસ સારા નથી હોતા…

શ્રીમદ ભગવદ ગીતાના ૧૦માં અધ્યાયમાં વિષ્ણુના સ્વરૂપોનું દર્શન આપવામાં આવ્યુ છે…

જન્માષ્ટમી અને શ્રાવણમાસ નું મહાત્મય તો ઘણું છે પણ એટલું ટુંકમાં કહી શકાય કે સત્યનું પાલન કરનારાઓનો આ મહામહિનો છે…

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે શીવ અને શ્રીકૃષ્ણ અને શ્રીરામ ચરીત્ર છે પણ આપણે તેનું એક પદ અને સ્વરૂપ માની લીધું છે.. વાસ્તવમાં આ કોઇ ભગવાન નથી કે ઇશ્વર પણ નથી… શંકર અને શીવ માં શું તફાવત છે.. ? આમ ખુબ ઉંડાણથી ચિંતન કરશો તો ઘણા પ્રશ્નો ઉભા થશે….

આપણા દેશનો મોટો માનવ સમુદાય અંધશ્રધ્ધામાં રાચે છે…. અને મોટે ભાગે કોઇને પણ સત્ય શું છે તે સમજાતું નથી…

શુન્ય થી લઇને નવ અને ફરી એનું એજ શુન્યની આખી માયાજાળ સમજાય તેને બીજું બધુ સમજાય છે…

કૃષ્ણ અને રામ જીવના શરીરની એક અતિગુઢ બાબત છે.. ભગવાન અને ઇશ્વર શબ્દનો ગુઢાર્થ સમજવા જેવો છે તે સમજાય તો પછી બાકીનું બીજુ સમજાય ને….

શીવલીંગ તો પથ્થરનું હોય છે ને ?
તેની ઉપર આખો શ્રાવણ મહિનો દુધ રેડ્યા કરીએ તો પુણ્ય મળે કે પાપ લાગે…. ?
આપણા દેશના ૩૦ લાખ ગરીબ બાળકોને પેટનો ખાડો પુરવા અન્ન અને દુધ મળતું નથી ત્યારે પથ્થરના શીવની પાસે ભીખારી બનીને દુધ અને સુકા મેવાના રગેડા ઉતારીએ તે કેટલું મોટું પાપ કર્મ છે ?

મને ઘણા મિત્રોએ કહેલું કે જન્માષ્ટ્મી અને શ્રાવણ મહિના વિશે કાંઇક ખાસ લખો…

શું લખુ ?

જ્યાં સુધી સત્યને સ્વિકારવાની લોકોની માનસીકતા કેળવાય  નહીં ત્યાં સુધી બધા સત્ય જાહેર કરાય નહીં.

‎”શ્રી” એટલે શું ? આ “શ્રી” ક્યાં અર્થમાં પ્રયોજાય છે ? “શ્રી”નું વિશેષણ કોને લાગે છે ? આ બધું મારે વિસ્તૃતમાં લખવાનું બાકી છે… સમય આવ્યે હું બ્લોગમાં લખતો રહીશ…. ( “શ્રી” નો અર્થ રકત થાય છે) આપ શું સમજી અને સ્વિકારી શકશો ?…..

શ્રીરામ અને શીવ એટલે શ્વાસ, શ્રીકૃષ્ણ અને બ્રહ્મા એટલે સત્ય અને કર્મ., વિષ્ણું એટલે રંગસુત્રો-રક્તકણો,  શંકર એટલે રકતવાહિનીઓ… ( આ બધું સત્ય છે પણ આપને આમ સરળતાથી નહી સમજાય અને બિજા કોઇપણ કદાચ સમજાવી પણ ના શકે….બ્રહ્માંડ એટલે જીવનું શરીર….દેવકી એટલે ગર્ભ અને યશોદા એટલે અન્ન-આહાર… નારદ એટલે શ્રવણશક્તિ…..

કૃષ્ણ સાથે માખણ અને દુધ જોડાયેલા છે… શીવ સાથે પણ જળ અને દુધ જોડાયેલા છે અને બધા દેવી દેવતાઓ સાથે શ્રીફળ પણ જોડાયેલા છે આરતી અને પુજા નો સમય સંધ્યા અને બ્રહ્મમુર્હતમાં કેમ છે? મંગળા સવારે કેમ છે… ?..( ધ્યાન કે યોગ માં પણ આ સમજાય નહી )

દરેક ભગવાન અને દેવી-દેવતાઓને ફુલોના હાર અને ફળોના હાર તથા પ્રસાદ કેમ ધરવામાં આવે ?
આજનો માણસ એટલી હદે ધર્માન્ધતામાં ડુબેલો છે કે એકપણ સત્ય સ્વિકારવા તૈયાર નથી…

કુંડલી જાગૃત કરનારા અને જાગૃત કરવા મથામણ કરતા લોકો ને મારો પ્રશ્ન છે કે શ્વાસ લેવા માટેની જે શ્વાસ નળી હોય તે તો સીધી ફેફસામાં જોડાયેલી છે અને શ્વાસ તો નાક અને ફેફસાની વચ્ચે ચાલતો હોય છે તેમાં શ્વાસ કેવી રીતે મુલાધાર સુધી પહોંચી શકે છે… ( માણસે પહેલા પોતાના શરીરની આંતરીક રચનાઓ જાણવી જોઇએ.. તેમજ શ્વાસ અને અન્નની ક્રિયાઓ જાણવી જોઇએ)

શરીરમાં બે હાથ અને બે પગ એ ડાળીઓ છે અને શરીનો ધડનો ભાગ થડ છે જ્યારે વાળ એ મુળ છે… માથું એ બિજનું કોચલું છે… શરીરને ઉંધુ કરીને થોડી વાર ચિંતનની ભુમી ઉપર રોપી દો અને પછી સંસાર અને સૃષ્ટીનું દર્શન કરો….. દર્શન કરવું અને જોવું એટલે કે નિહાળવું એ બંને ક્રિયાઓ જુદી જુદી છે બન્ને ના અર્થ પણ જુદા છે..


આ છે મારી આજની જન્માષ્ટમીની આપને શુભકામનાઓ… જય શ્રી કૃષ્ણ…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: