Posted by: rajprajapati | 31/08/2010

કોમનમેન એટલે શું ?….

આપણી હિન્દુત્વની ભાવનાઓનો વેપાર કરીને જે નવી રાજનીતિને ગુજરાતમાં સફળતા મળી છે તેને કોમનમેનનું કિંગમેન માટેનું રાજકારણ કહેવાય છે…

આજેપણ કોમનમેન મોંઘવારીમાં પીસાય રહ્યો છે. ગુજરાતના ઉદ્યોગોમાં બિનગુજરાતી સ્ટાફ વધુ ભરતી થયો છે અને ગુજરાતીઓને… આજે પણ અરજીઓ અને બાયોડેટા લઇને ભટકતા રહેવાનું રહ્યુ છે…

દેશના વડાપ્રધાન થવા માટે બિજા રાજ્યના લોકોને પણ ગુજરાતના હક્કનો ભાગ આપીને પોતાનો પ્રચાર કરી શકાય છે…

સુલભ શૌચાલય અને પાણીની ડંકીના લોકાર્પણ કાર્યક્ર્મો માટે લાખો રૂપીયાના બે નંબરી પૈસાના ખર્ચથી સમારંભો કરવાથી કોમનમેન  માટેની વાતો સાર્થક નથી થતી…

ગરીબો અને મધ્યમ વર્ગના મતદારોને તેનો અડ્ધો હક્ક પણ જાહેરમાં આપો અને તેને બે પંપ મારો એટલે તેને એમ જ લાગે છે કે આ વધારાની સહાય છે….હક્કિતમાં તો તેને મળવાપાત્ર સહાયને નવા પેકેજમાં અને નવા પેકેટમાં મુકીને પ્રચાર સાથે આપવામાં આવી છે….

પેટ્રોલપંપમાંથી પેટ્રોલ ભરીને પછી પોતાના ફોટાવાળા ડબ્બામાં ભરીને એનુ એજ પેટ્રોલ આપે તેવી આ પ્રચારક રાજનીતિ છે……

ભાખરી ને ગોળ જુદા હોય તો લાડું ના કહેવાય પણ બે-પાંચ યોજનાકીય ભાખરીનો ભુક્કો કરીને તેમાં ભાષણરૂપી ગોળ મેળવીને પીરસવામાં આવે તો એવું લાગે કે આપણ ને લાડું પીરસાય રહ્યા છે.. હક્કિતમાં તો ભાખરીઓનો ભુક્કો કરીને લાડુંના રૂપમાં એનો એજ માલ વેચાતો રહે છે… આ બધું સીધી રીતે ના સમજે તેને કોમનમેન કહેવાય…

રાજકારણમાં અને પક્ષના બીજા કરોડો રૂપીયાના બે નંબરી ખર્ચને પહોંચી વળવા માટે ક્યા કેટલો નાણાંકીય ભષ્ટાચાર થઇ રહ્યો છે તે કોઇ મેન કે કોમોન મેન ને સમજાતો નથી કે કોઇએ જાણવા કોશીષ પણ કરી નથી….

કોમનમેન એટલે શું ?….

મતદાન પણ આપે અને તેના કરવેરાની તિજોરીનો બેફામ ઉપયોગ કરીએ તો પણ ફરીયાદ ના કરે તે કોમનમેન કહેવાય…..

સામ , દામ, દંડ અને ભેદ નીતિથી ચાલતા રાજકારણમાં કોમનમેનના મતાધિકાર્થી સતા મેળવીને તેના જ હક્ક અધિકારોનો ધંધો કરવાનો હોય છે…

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બધા પૈસા સામાન્ય માણસના ખીસ્સામાંથી આવે છે…. આમ કોમન મેન એટલે મુગે મોઢે બધુ સહન કરીને મતદાન કરતો રહે અને નેતાઓના ભાષણો સાંભળીને તેના ઉપર વારંવાર વિશ્વાસ કરીને છેતરાતો રહે તેને કોમનમેન કહેવાય છે…..

ભારતમાં બીજા વધુ સારા રાજ્યો છે અને તેમાં બુધ્ધીશાળી  નેતાઓ પણ છે પણ પોતાના રાજ્યના લોકોના અધિકારનું બીજાને વેચીને કોઇ મંત્રીએ સરકાર ચલાવી નથી… ગુજરાતની ઉદ્યોગનીતી ભારતમાં સૌથી વધુ ખરાબ અને બિન લોકશાહી નીતિ છે… સ્થાનિક કક્ષાએ ઉદ્યોગો ઉભા કરવાના હોય છે તેના બદલે ગુજરાત સરકાર કરોડોનું ચુંટણીફંડ મેળવવા માટે બહારના લોકોને ગુજરાતના નાગરીકના હક્કનું વેચીને દેશની સૌથી ખરાબ ઉદ્યોગ નીતિ ચલાવે છે.

ભારતમાં નરેન્દ્ર મોદી વધારે બુધ્ધીશાળી હ્જારો  લોકો છે અને નરેન્દ્ર મોદી થી વધુ સારૂ ભાષણ પણ આપી શકે તેવા ભાષણકારો પણ હજારોની સંખ્યામાં છે… પણ આજે ઘેંટા-બકરા જેવી ગાડરીયા વૃતીને કારણે સારું અને ખરાબનો તફાવત જોવાનું સામાન્ય મતદાર શીખ્યો નથી…

ગૌ રક્ષા અને ગૌ સંવર્ધનની વાતો કરતી સરકાર ગૌચરની જમીનો ગૌશાળા માટે આપતી નથી…. અને સ્થાનીક હક્કદારોને ખનીજની  લીઝ પણ આપતી નથી…. આ ગુજરાત માલદાર લોકો અને બિનગુજરાતી સનદી અધિકારીઓ માટે પૈસાની લુંટ ચલાવવાનું હબ બની ગયુ છે….

ભારતના અને ગુજરાતના નાગરીકને તેનો ૧૫ ટકા અધિકાર પણ સરાકારો આપી શકતી નથી અનેક રાજકીય પરીવારો અને લોકો વર્ષોથી સતા ભોગવે છે તો શું આ લોકશાહી છે કે રાજાશાહી છે….
આગામી વર્ષોમાં ગુજરાત સરકાર ગેસ. વિજળી અને પરીવહનના વિભાગોનું કંપનીકરણ કરીને ખાનગી કંપનીઓને વેચી નાખશે પછી રાજાશાહીનો સાચો અનુભવ ગુજરાતીઓને માણવા મળશે..
.

Advertisements

Responses

 1. પ્રિય રાજભાઈ
  ખરેખર આપે કોમનમેન નો સુંદર આવલોકન કર્યું છે,પરંતુ વાંક આપણો છે કે જમણે આવા જુગારિયા ,મેંચ અને શેર ના ડબ્બાવારા,ખુની અને માથાભારે લોકો ને મત આપી ને ઉચા પદ પર બેસાડીયે છીએ,તમે લખતા રહ્યો અને અમારું લોહી ગરમ કરતા રહો અને બીજું હવે સિંહ બહુ ઓછા રહ્યા છે એટલે તમારા જેવા સિંહ ણી દેસ ને જરૂર છે.

 2. રાજભાઈ આપનો મને કોમન મેનનો લેખ બહુ ગમ્યો..
  વાસ્તવિકતાને તમે સારી રીતે જણાવી છે….
  હું રમેશ ભદ્રાની વાતને પણ પુરતો ટેકો આપુ છું….

 3. Dear Rajbhai,

  Its always true that you have a dare to write against the reality, and its seems in this blog. I like that you have focused on common man, and corruptions in general area where common man not focus and just ignore only because of they don’t have gusts to fight against that problems.

  Well, many have tried to fight against the corruptions,,but that people might be gone away form this world or the have to stop their activity because of family and care of own self.

  But its in this new age of youth, i belie that there are quite aware for rules and regulations, and they are fighting against the same, but its a process of long years, and i feel that the world is changing and it will get the goal when all have ability to fights against the problems and corruptions.

  Well, hope for the best.

 4. સંપૂર્ણ નકારાત્મક વાતો એ તો આ લીંક ઉદેશ નહિ હોઈ…જગતમાં જયારે આપણી ઈચ્છા મુજબ નથી બનતું ત્યારે હતાશાનો ધોધ વહેવા લાગેછે …લોકશાહીમાં લોકો સર્વોપરી હોઈ છે..પોતાને સારા ગણાવતા લોકો માત્ર કિનારા ઉપર ઊભીને વાતો કર્યા કરશે ત્યાં સુધી નશીબ સુધરે તેની રાહ જોવાની રહી …હા કિનારે ઉભવાને બદલે છલાંગ મારવા વારની વાત ને સલામ ….સમય એની મેળે નહિ બદલે આપણે બદલાવો પડશે ….

  • કિનારે ઉભવાને બદલે છલાંગ મારવા વારની વાત ને સલામ ….સમય એની મેળે નહિ બદલે આપણે બદલાવો પડશે ….

   સંપૂર્ણ નકારાત્મક વાતો એ તો આ લીંક ઉદેશ નહિ હોઈ

   હકારાત્મકતા જ છે પણ તેના માટે નિરપેક્ષતા જરૂરી છે… વ્યક્તિ..કે કોઇ દિશાને નક્કી કરીને ક્યારેય લખાતું નથી..

   જે લખાય તે વાંચીને કોઇને પણ નુકસાન થવું જોઇએ…..
   અપનાવી જુઓ……… બધુ ઉતમ જ પુરવાર થશે……..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: