Posted by: rajprajapati | 27/08/2010

પૈસા અને પિસ્તોલ ભારતની ન્યાય શક્તિ છે

ગેરકયદેસર પ્રવૃતી કરનારાને કાયદેસરનો ન્યાય શા માટે.. ?

ગુજરાતમાં સી.બી.આઇ. અને પોલીસ અધિકારીઓ વચ્ચે ન્યાયની લાંબી લાબી પ્રક્રિયાઓ કરવાનું મહાભારત ચાલે છે આ મહાભારતમાં બંને પક્ષ ન્યાય માટે પરીશ્રમ કરે છે પણ જે લોકો કાયદાના રક્ષક તરીકે સતા ભોગવે છે અને તંત્ર વ્યવસ્થામાં વિશેષ દરજ્જો પણ ભોગવે છે જે લોકો પ્રજાના લાખો રૂપીયાનો પગાર અને ભથ્થા મેળવે છે અને હવે સાબિત થઇ રહ્યુ છે કે આ લોકો પ્રજા ઉપર કાયદાના શસ્ત્રોથી સતાને જોરે કાયદાનું પાલન કરાવતા રહ્યા છે અને પોતે કાયદાનો દરેક રીતે ભંગ કરી રહ્યા છે. આ લોકો ને કાયદેસર રીતે ન્યાય કઇ રીતે મળી શકે…. ?

જે લોકો કાયદાનું પાલન કરવાને બદલે કાયદાઓનો સતાના જોરે ભંગ કરે તેને કાયદેસર ન્યાય મેળવવાનો કુદરતી હક્ક રહેતો નથી. ન્યાય તો ત્યારે મળે છે જ્યારે કાયદાનું સુસ્તપણે પાલન કરવામાં આવ્યુ હોય… કાયદાની સાચી સમિક્ષા કરીએ તો એન્કાઉન્ટર કરવા તે પણ હત્યા કરતા પણ જધન્ય ગુનો છે. આવા જધન્ય ગુના કરનારા જો કાયદાનું પાલન કરવા અને કરાવવાની ફરજ ઉપર હોય તો આ ગુનાઓ બેવડાય છે.. જે કાયદો જાણે છે અને જેને કાયદાનું પાલન કરવાના લાખો રૂપીયા પ્રજાની તીજોરીમાંથી ચુકવાય રહ્યા છે તે લોકો અને તેની સાથે પ્રજાના પ્રતિનિધિઓ પણ હોય તો તેને કાયદેસરનો કોઇ ન્યાય મેળવવાનો અધિકાર રહેતો નથી..

ઇસરત  જહા હોય કે સૌરાબુદિના હોય .. તુલસી પ્રજાપતિ હોય કે રાજન હોય… મહેન્દ્ર રાઠોડ હોય કે રાજૂ રીસાલદાર હોય….જેના પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યા તે ન્યાયની સીમાથી બહાર જઇને કરવામાં આવ્યા છે આ લોકો બહુ મોટા વ્યવસાયિક ગુનેગારો હતા અને જ્યાં સુધી તેના એન્કાઉન્ટર નહોતા થયા ત્યાં સુધી રાજકારણીઓ અને પોલીસ તથા તેની સાથે સંકળાયેલા વકીલો તેના સતત સંપર્કમાં રહેતા હતા. આ વ્યવસાયિક ગુનેગારોને અદાલતોમાં કોઇ ન્યાય આપી શકાતો નહોતો તેના ગુનાઓ બદલ તેને ક્યારેય કાયમી સજા થઇ શકતી નથી તેથી કાયદાની સીમાથી બહાર જઇને પણ પોલીસ વિભાગ દ્વારા એન્કાઉન્ટરો કરીને હંમેશા માટે અંતિમ ન્યાય આપ્યો છે…

કાયદાનું પાલન અમુક લોકોને કરવાનું થાય છે અને અમુક લોકોને કરવાનું થતુ નથી પોલીસ કાયદાના પાલન કરાવવાની સતા ભોગવે છે પણ તેને પોતાને કોઇ કાયદાનું પાલન કરવાનું થતુ નથી પોલીસના મોટાભાગના કેસોમાં તપાસનીશ અધિકારીઓ પોતાની મનસ્વી સમજણ અને સગડવતા પ્રમાણે તપાસ કરીને કેસને કોર્ટ હવાલે કરી દે છે જેના કારણે છેવટે વકિલ મિત્રો પોતાના ગુનેગાર અસીલો પાસેથી પૈસા લઇને દલીલો તથા પુરાવાના અભાવે છોડાવી આપે છે…

આમ પણ જો કોર્ટ નાના મોટા ગુનેગારોને કોઇપણ શંકાનો લાભ ના આપે અને જો ધડાધડ સજા આપવામાં આવે તો આ સજા પામેલા ગુનેગારોને ક્યાં રાખવા તે પણ મોટી સમસ્યા છે નરેન્દ્ર મોદી નંબર ૧ મુખ્યમંત્રી તો છે પણ મેળા અને ઉત્સવો કરવા તથા જુદા જુદા એવોર્ડ મેળવવાનું લાયઝનીંગ કરવામાં નંબર વન મુખ્યમંત્રી છે તે પબ્લીસીટી હબના મહાનિર્દેશક તરીકે પણ નંબરવન છે વહીવટી પ્રક્રીયા અને સામાન્ય માણસની પાયાની જરૂરીયાતો અને સામાજીક વ્યવસ્થાપનમાં તો આજે પહેલા કરતાં વધુ અરાજકતા ફેલાયેલી છે.. સરકારીતંત્ર અને ન્યાયતંત્રમાં સરકારી કચેરીઓના કારણે થતા અન્યાય અને ગેરરીતી સબબના સરકાર સામેના ૧૨૦૦૦થી વધુ કોર્ટ કેસો ચાલી રહ્યા છે અધિકારીઓ અને સનદી અધિકારીઓ મનફાવે તેમ કામ કરીને જલ્સા કરી રહ્યા છે દરેક વાતે એક જ વાત આવે છે કે ન્યાય મેળવવા કોર્ટમાં જાવ…

ગુનેગારોને સજા આપ્યા પછી તેને રાખવાની જેમ કોઇ વ્યવસ્થા નથી તેમ સરકારી ખાતાઓ અને કચેરીઓમાંથી ગેરરીતી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને કાયમી ધોરણે હકાલપટ્ટી કરવાની કોઇ સુવિધા પણ નથી અને કોઇને હકાલપટ્ટી કરે તો તેની જ્ગ્યાએ બીજાની નિમણુંક કરવાની પણ સરકાર પાસે કોઇ વ્યવસ્થા નથી….

આમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ખરેખર કોઇ તંત્ર વ્યવસ્થા કે ન્યાયીક પ્રક્રિયા કરવાની પાયાની અને સાચી વ્યવસ્થા નથી અને જે મારે તેની તલવાર જેવી ન્યાયની વ્યવસ્થા છે…. પૈસા હોય તો મોટા વકીલ રાખીને માણસ ન્યાય મેળવી શકે તેવી શક્યતાઓ હોય છે પોલીસ કેસમાં પણ પૈસા હોય તો તપાસ સાચી કરાવી શકાય છે જો માણસ પૈસાથી ગરીબ હોય તો તેને અન્યાય સહન કરવાનો છે અને અથવા જાતે પોતાનો બદલો લેવાનો છે સરકારી તંત્રની ન્યાય આપવાની કોઇ ફરજ નથી કે જરૂરી પુરાવા વિના કોઇને ગુનેગાર કે નિર્દોષ જાહેર કરવાની સતા પણ કાયદાની દલીલોમાં આવતી નથી.. એક જ પાવર છે જે બધાનો ન્યાય કરે છે તે છે પૈસા….

જો પૈસા હશે તો જાતે ન્યાય કરી શકાશે અને પૈસા હશે તો પોલીસને ખરીદી શકાશે. પૈસા હશે તો વકીલોને ખરીદી શકાશે અને ભાડે રાખી શકાશે.. પૈસા હશે તો રાજકીય પક્ષો ટીકીટ આપીને તમને ધારાસભ્ય પણ બનાવશે અને મંત્રી પણ બનાવશે…ભારતમાં દરેક નાગરીકોએ કાયમી રીતે સ્વિકારી લેવાની વાત એક છે કે બધી સતા ખણખણતા રૂપીયામાં છે અને બીજી સતા સનસનાટ છુટતી પિસ્તોલની કારતુસોમાં છે..

પૈસા અને પિસ્તોલ ભારતની ન્યાય શક્તિ છે અને ગરીબ તથા મધ્યમ વર્ગને માત્ર કરવેરા ભરવાના છે અને સહન કરવાનું છે તેને કોઇ ન્યાય મેળવવાનો અધિકાર નથી કારણ કે તેની પાસે ન્યાય મેળવવાના પૈસા નથી.. અને પૈસા નથી તો ન્યાય પણ નથી અને કોઇ મદદ પણ નથી…

જેણે ગુનાઓ કર્યા છે તેને નિર્દોષ જાહેર કરવા માટે ન્યાય હોય છે પણ ફુટપાથ ઉપર ભિખારીને કચડી નાખનારા ફિલ્મના જાણીતા કલાકારને પણ હત્યા સબબ સજા થઇ શકતી નથી કારણ કે તેની પાસે પૈસા છે અને પિસ્તોલ રાખવાની તાકાત છે… એ.કે.૪૭ રાખવી હોય તો પણ પૈસા હોય તો રાખી શકાય છે કારણ કે તેના માટે કોઇ સજા કરી શકાતી નથી…

કોઇ માણસ ગેરકાયદેસર હથીયારો સાથે પકડાય જાય તો માત્ર એટલું કહેવાનું છે કે સંજય દત સામે જેમ ન્યાય થયો તેમ કાર્યવાહી કરો અને છેલ્લે કાંઇ કરી શકતા હોય તે કરજો.. પણ અત્યારે હથીયારો રાખવાનો કોઇ ગુનો બનતો નથી…

મજા… આવી ને  ?  બધા વાંચકોને….

જ્યારે પણ કોઇ અન્યાય થાય ત્યારે પૈસા હોય તો પોલીસ અને કોર્ટમાં ન્યાય માંગવા જાજો.

બાકી સહન કરી લેજો… ..

( આવું લખવા બદલ મારી ઉપર સુલેહ શાંતી ભંગ કરતા ઉશ્કેરણી જનક લખાણો લખવા બદલ ગેરકાયદેસર રીતે કાર્યવાહી કરી શકે છે… રાજકરાણીઓ કોમી તોફાનો કરાવે તો તે ગુનો બનતો નથી પણ રાજ “ભાઇ” સાચું લખે તો ખોટું કહેવાય ને )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: