Posted by: rajprajapati | 09/08/2010

ગુજરાતના નાથ, જાણે બન્યા અનાથ

ગુજરાતના નાથ,  જાણે બન્યા અનાથ


આ એક સત્ય હક્કિત છે જેને ગુજરાતના નાથ કહેવાય છે તે નાથ આજે હક્કિતમાં એકલા પડી ગયા છે એન્કાઉન્ટર કે સી.બી.આઇ.ની તપાસનું કારણ નથી કે રાજકીય વિરોધીઓનું પણ ટેન્શન નથી જો કોઇ ચિંતા કરવા જેવી હોય તો તેના અંગત સ્ટાફની કે જેણે ઘણા પ્રજાહિતના સત્યો આ નાથ સુધી પહોંચવા દીધા નથી જેના કારણે લોકોની અનેક સાચી ફરીયાદોમાં સાચો ન્યાય મળવાને બદલે અન્યાય સહન કરવો પડે છે આજે મુખ્યમંત્રીના કાર્યલયમાં પુરાવા સાથે કરેલી ફરીયાદમાં ન્યાય ના મળે તો સ્વાભાવિક છે કે ફરીયાદીને એમ જ લાગે કે નીચેથી લઇને મુખ્યમંત્રી સુધીનું તંત્ર ભ્રષ્ટાચારમાં તરબોળ છે જેના પરીણામે નરેન્દ્ર મોદીની જે પ્રતિષ્ઠા હતી તે સામાન્ય જનમાનસમાં ખરેખર ખરડાય રહી છે

મુખ્યમંત્રીની સાથે  આજે લાંબા સમયથી એવા લોકો સંકળાયેલા છે કે જેના વિશે નરેન્દ્ર મોદી પોતે પણ ક્યારેય વિચારી શકે નહીં કે પ્રજાની સાચી ફરીયાદો મારા સુધી પહોંચતી નથી અને તેમાં મારા  વિશ્વાસુ લોકો સંડોવાયેલા છે. જ્યારથી તાતા ને ગુજરાતમાં લાવ્યા ત્યારથી તેમજ  છેલ્લા ૮-૧૦ મહીનાથી ગાંધીનગરની કચેરીઓમાં સામાન્ય અને રાબેતા મુજબના કામોને પણ ટલ્લે ચડાવીને ઇરાદાપુર્વક કરવામાં આવતા નથી

જે ફરીયાદોની કાયદાકીય પુરાવાઓ સાથે મુખ્યમંત્રીના કાર્યલયમાં રજુઆત થઇ હોય તેમાં પણ કોઇ પગલા ના લેવાય અને જે અન્યાય થતો હોય તે અન્યાયને પ્રોત્સાહન મળે તેવી કામગીરી કરવામાં આવી રહી છે મુખ્યમંત્રીને યોજનાઓ અને બીજા કાર્યક્રમોમાં એટલા ગુચાવાયેલા રાખવામાં આવે છે કે સચિવાલયમાં બધુ સારી રીતે ચાલે છે એવું ચિત્ર ઉભું કરવામાં આવ્યું છે કે જાણે ગુજરાતમાં લોકો આજે પણ તેને ખુબ ચાહે છે

સત્ય તો એ છે કે અગાઉની સરકારોમાં મુખ્યમંત્રીઓ સાથે રહીને કામ કરી ચુકેલા જ્ઞાતીવાદી અધિકારીઓ અને અગાઉની સરકારોના અમુક સચીવોએ નરેન્દ્ર મોદીને હેલીકોપ્ટરમાં ઉડાઉડ કરાવીને સતત કાર્યક્ર્મો અને તેને લગતી બાબતો તથા ગ્લોબલ ઇન્વેસ્ટર સમીટ ૨૦૧૧ માટે આવતા ઉદ્યોગપતિઓના અને તેના લાયઝન અધિકારીઓ સિવાયની બીજી બધી વાતે મુખ્યમંત્રીને તેના નજીકના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા હોય તેવું લાગે છે..

મુખ્યમંત્રીના મહિલા સંમેલનો અને ગરીબ કલ્યાણ મેળાની સારી અસરો પડી રહી હોવાનું અને લોકોમાં સારો પ્રતિસાદ મળી રહ્યાના જે અહેવાલો મુખ્યમંત્રીને આપવામાં આવી રહ્યા છે તે તદન ખોટા છે

વાસ્તવમાં ગરીબ કલ્યાણ મેળામાં માત્ર કવર આપવામાં આવે છે અને અગાઉના અમુક લાભાર્થીને બોલાવીને મુખ્યમંત્રીના મંચ ઉપરથી વાહ વાહ કરાવી દેવાય છે મંચ ઉપરથી આપવામાં આવતા અરજદારના અધિકારપાત્ર યોજનાકીય લાભો તો તેને ઘરે બેઠા આપવાના થાય છે છતાં જેનું ક્યારેય ઓડીટ કરવામાં આવતું નથી તે મુખ્યમંત્રીના કાર્યક્રમો માટે ખુબ ખર્ચ કરી વ્યક્તિગત પ્રચાર કરવા આ ગરીબ કલ્યાણ મેળાઓ કરવામાં આવતાં હોવાની છાપ આ ગરીબ કલ્યાણ મેળાને કારણે હક્કિતમાં ઉભી થઇ છે.

અને જે લોકોને ગરીબ કલ્યાણ મેળામાં સહાયના કવરો આપવામાં આવે છે તે સહાય મેળવવા માટે ઘણા બધા બીજા કાગળો લઇને જીલ્લા કલેકટર કચેરીએ આવવાની સુચનાઓ હોય છે અને જ્યારે મેળા પછી લાભાર્થીઓ કચેરીમાં જાય ત્યાં બાકીના વિવિધ કાગળો માંગવામાં આવે છે અને તે કાગળો માટે લાભાર્થી એટલો લાબોલંચ થાય છે કે તેને આ ગરીબ કલ્યાણ મેળાઓ નરેન્દ્ર મોદીના પ્રચાર મેળાઓ લાગી રહ્યા છે કારણ કે જે  લાભો આપવામાં આવી રહ્યા છે તે સરકારના બજેટની નાણાકીય યોજનાઓ પ્રમાણે તો આપવાના થાય છે તેના માટે કોઇ મેળા કે બીજા કાર્યક્રમો કરવાની જરૂર જ નથી તેથી સામાન્ય માણસોમાં એક એવી છાપ બંધાતી જાય છે કે…….. આ મુખ્યમંત્રી પોતાનો પ્રચાર કરવા છેવાડા અને ગરીબ મતદારો માટે સતત પોતાના નામનું રટણ કરાવવા ખુબ ખર્ચા કરે છે..

જેટલું જાહેરમાં બોલવામાં આવે તેનું ૮૦ ટકા કામ સફળતાપુર્વક થવું જોઇએ તેના બદલે લોકોની હાલાકીમાં ઇરાદા પુર્વક વધારો કરીને નરેન્દ્ર મોદીની ઇમેજને ખરાબ કરવામાં આવતી હોવાનું  સ્પષ્ટ દેખાય આવે છે.

આ બધુ કેમ બની રહ્યુ છે …

અગાઉની એક આખી જ્ઞાતીવાદી સરકારના સચીવો અને મુખ્યમંત્રી કાર્યલયના અમુક વિશ્વાસુ અધીકારીઓના એક ષડયંત્રના ભાગરૂપે નરેન્દ્ર મોદીને અમુક યોજનાઓ ગળે ઉતારવામાં આવી હતી

બી.પી.એલ. પરીવારો અને બીજી યોજનાઓના લાભાર્થીઓને મેળા વિના તેના ગામ કે તાલુકામાંથી તમામ પ્રકારની સહાય કોઇપણ કાર્યક્રમ કે બીજા ખોટા ખર્ચ વિના આપવાની ભલામણ અને આ આખી યોજના કોઇ સચીવની હતી નહી પણ એક પત્રકારની હતી અને તેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ પ્રકારની યોજનાઓની વિગતો અને ક્યાં લાભાર્થીને, ક્યાં ક્યાં યોજનાકીય લાભો ક્યાંથી, કેવી રીતે મળી શકે છે તેની વિગતો સાથેની એક વિસ્તૃત પુસ્તક તૈયાર કરાવીને દરેક ગામની ગ્રામ પંચાયત અને તલાટી તથા પ્રાથમીક શાળાના શિક્ષકો મારફત ગુજરાતના પ્રત્યેક ઘર સુધી પહોચાડવાની વાત હતી..

આ વાતના મુળ સ્વરૂપમાં મુખ્યમંત્રી કાર્યલયના અમુક લોકોએ ફેરફાર કરીને એક સચિવ મારફત મુખ્યમંત્રી સામે પોતાના મનસ્વી સુધારાઓ સાથે રજુ કરી દેવામાં આવી હતી અને જેના કારણે મહિલા સંમેલનો થયા અને ગરીબ કલ્યાણ મેળાઓ પણ થયા છે અને યોજનાઓની વિગતો દર્શાવતી એક નાની પુસ્તીકા પણ બહાર પાડીને ખાસ ખાસ લોકોને આપવામાં આવી પરંતુ જેના માટે આ પુસ્તીકા બનાવાય છે તેના સુધી પહોચવા દેવામાં આવી નથી…

આ સિવાય પણ આજે દરેક વિભાગમાં દરેક કામ ઇરાદા પુર્વક ખોરવી નાખવામાં આવી રહ્યું છે અને આની પાછળ પુર્વેની જ્ઞાતીવાદી સરકારના અમુક મંત્રીઓ અને પુર્વ મુખ્યમંત્રીઓના વફાદારો કે આજે નરેન્દ્ર મોદીની સરકારમાં પણ તેના વિશ્વાસું હોવાનું નાટક કરી રહેલા જ્ઞાતીવાદી અધિકારીઓની એક આખી ચેનલ આ માટે સતત કાર્યરત થયેલી છે

આજે પણ મુખ્યમંત્રીને રાજ્યની અંદરની તંત્ર વ્યવસ્થાના કારણે ફેલાયેલી અરાજકતાઓથી બેખબર રાખવામાં આવી રહ્યા છે જેમાં ગૃહવિભાગ, મહેસુલ વિભાગ, શહેરીવિકાસ, સિંચાઇ વિભાગ, સહકાર અને કૃષિ વિભાગ તથા સામાન્ય વહીવટ વિભાગમાં ચાલતી અરાજકતાથી ખરેખર સામાન્ય લોકો એટલે કે જેના મતદાનથી સરકારો બનાવાય છે તે મતદારો ખુબ ત્રાસી ગયા છે

જે અન્યાય બાબતમાં મુખ્યમંત્રી કાર્યલયમાં ફરીયાદ કરવામાં આવે તે બાબતમાં કોઇ પગલા લેવામાં આવતા નથી અને રાજ્યના વિજીલીયન્સ ખાતામાં થઇને આવતી મોટા ભાગની ફરીયાદોને જે અધિકારી વિરૂધ્ધની તપાસ હોય તેને ફરી આવી કોઇ ફરીયાદ અહી આવે નહી તેવી સુચના આપીને જે તે ફરીયાદીની સામે ઉલટી તપાસની સુચનાઓ પણ આપવામાં આવી છે અને તેના કારણે અંદરખાને તો મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા ધોવાતી જાય છે.. જે ગરીબ કલ્યાણ મેળામાં લોકો આવે છે તો આંગણવાડીવાળા અને પ્રાથમીક શિક્ષકોને ફરીજીયાત લાવવા પડેલા લોકો છે પક્ષના કાર્યકરો પણ વાહનોની સગવડ આપે એટલે આવે તે નરેન્દ્ર મોદીના ચાહકો નથી…

આજે જુદા જુદા બનાવો અને  અગાઉ બનેલા બનાવોને કારણે દેશની સર્વોચ્ચ અદાલતના હુકમથી સી.બી.આઇ. તપાસ કરી રહી છે ગુજરાતનો દરેક માણસ આજે આ બનાવોના વિષયમાં આજની સરકારને શંકાથી જોતો થયો છે પૈસા ના આપવાને કારણે જે લોકોના કાયદેસરના કામો અટવાયેલા પડયા છે ત્યારે વધુને વધુ લોકોમાં મુખ્યમંત્રી વિશે અનેક સવાલો ઉઠી રહ્યા છે

જ્યારે જ્યારે સરકારના મંત્રીઓ કે સરકાર સામે કોઇ તપાસ આવે કે બીજી કોઇ પણ વાત હોય તો મુખ્યમંત્રી હંમેશા જાહેર મંચ ઉપરથી એવું કહેતા હોય છે કે

“આ ગુજરાતના વિકાસ સામે અને ગુજરાત સામે રાજકીય કાવતરૂ છે” અને “ગુજરાત ઇંટ નો જવાબ પથ્થરથી આપશે”

“કોઇપણ સંજોગોમાં ગુજરાતના વિકાસને અટકવા નહી દેવાય”

આવી બધી વાતોથી માત્ર પ્રચારક જેવી ભુમીકામાં આવી પડેલા મુખ્યમંત્રી સામે લોકો શંકાથી જોઇ રહ્યા છે જાહેર સભાઓમાં હવે લોકો માત્ર નરેન્દ્ર મોદીના કલાત્મક ભાષણો સાંભળવા લાવવામાં આવી રહ્યા છે

નાના કામો માટે પણ મોટા મોટા સમારંભો કરવામાં આવી રહ્યા છે તે હવે લોકોને મોદીનો વ્યક્તિગત પ્રચાર જેવા લાગી રહ્યા છે ગુજરાતમાં લાગેલા અનેક પ્રકારના મોટા હોર્ડીંગો પણ મુખ્યમંત્રીની ખર્ચાળ અને પ્રજાને અન્યાય કરતી તેની નીચેની અરાજકતાભરી પરીસ્થીતિની ચાડી ખાય છે..મુખ્યમંત્રીના ફોટાવાળું અનેક પ્રકારનું સાહીત્ય બનાવવામાં પણ અમુક લોકોને કરોડોનો ધંધો મળી ગયો છે અને આવી પ્રક્રિયા સતત ચાલતી રહે તેવી કાર્યવાહી કરાવવામાં પણ મંત્રી કાર્યલયોના અનેક અધિકારીઓ કરોડોનું કમીશન મેળવી રહ્યા છે..

ગ્લોબ સમીટમાં એમ.ઓ.યુ. કરવા અને રજીસ્ટ્રેશન માટે મુખ્યમંત્રી કાર્યલયની સુચના અનુસાર સંબંધિત વિભાગના અગ્રસચિવ અને બીજા અધિકારીઓને મળવા આવતા ઉદ્યોગપતિઓ અને તેના મધ્યસ્થી અધિકારીઓ પાસેથી ખાસ પ્રકારના એમ.ઓ.યુ. કરવા માટે મોટી રકમ લેવામાં આવી રહ્યાની પણ બહું ચર્ચાઓ ચાલી રહી છે અને આ માટે મુખ્યમંત્રી અને તેનું કાર્યલય જવાબદાર હોવાનું કહેવાય છે

આખુ ગુજરાત જાણે છે કે જે શરતો રતન તાતાએ કહી તે બધી શરતો  સ્વિકારી, જરૂરી રૂપીયા આપીને ”નેનો” નો પ્લાન્ટ મુખ્યમંત્રી ગુજરાતમાં ખેંચી લાવ્યા પછી આ સરકારની પ્રગતીમાં પાયાનો સાથ આપનારા એક બે મોટા ઉદ્યોગગૃહો મોદીથી સખત નારાજ થયા છે ગુજરાતમાં અમુક આંતરરાષ્ટ્રીય કંપનીઓના ઉદ્યોગો સ્થાપી શકાય નહીં તેવું કરવામાં આવ્યુ છે જેના કારણે અમુક ઉદ્યોગપતિઓ પણ મોદીની સાથે હોવાનું નાટક કરીને ગમે તેમ કરીને મોદીને હટાવવા માટે કાર્યરત થયેલા છે.

ગુજરાતની ૨૬૦થી વધુ કોર્પોરેટ અને સહકારી બેંકોમાં લોનો લઇને ભરપાઇ ના થવાના કારણે થાપણદારોની આજીવન મુડીના કરોડો રૂપીયાના કૌભાંડો આ સરકારના સમયમાં બહાર આવેલા તે બેંકોમાં લોન ભરપાઇના કરી હોય તેવા અનેક લોકોની ગીરવે પડેલી મિલ્કતો પૈસા લઇને છુટી કરવામાં આવતી હોવાની વાતો આધારભુત સુત્રોમાં ચર્ચાય રહી છે

આ બધુ તો ચાલતું રહે કારણ કે વ્યાપક ભ્રષ્ટાચાર અને અન્યાયનો ભોગ તો જેણે મોદી ઉપર વિશ્વાસ કરીને મત આપ્યા હોઇ તેને ભોગવવો પડે છે પરંતુ થોડા સમય પછી જેમ અચાનક અમીત શાહને પુછપરછના નામે બોલાવીને સીધા જેલમાં બંધ કરી દેવામાં આવ્યા તેમ નરેન્દ્ર મોદીને પણ કરવામાં આવશે અને આખી સરકાર પડી ભાંગશે તેવી ચર્ચાઓ આખા સચિવાલયમાં થઇ રહી છે

અને તેથી મોદીની સરકારમાં મોદીના ગણાતા લોકોને એવું લાગે છે કે મોદીના કારણે ચૂંટણી જીતી શકાતી હતી અને જો મોદીને પણ પકડવામાં આવે તો ફરી ભાજપની સરકાર આવશે નહી અને કોંગ્રેસની સરકારમાં એક રૂપીયો પણ કમાવા મળશે નહી તેથી અધિકારીઓ આજે મળે ત્યાંથી પૈસા બનાવવાના કામમાં લાગી ગયા છે..

આમ જુદા જુદા ચિત્રો ભેગા કરીને આખું ચિત્ર જોઇએ તો એક તરફ પુર્વેની જ્ઞાતિવાદી સરકારના વફાદારો અને સચિવોની નરેન્દ્ર મોદી વિરુધ્ધની ઝુંબેશ,  બીજી તરફ અમુક ઉદ્યોગપતિઓને વધુ પડતા આપેલા પ્રોત્સાહનને લીધે નારાજ થયેલા નરેન્દ્ર મોદી વિરુધ્ધના ઉદ્યોગગૃહો અને ૯૦ ટકા પોલીસ અને બીજા ખાતાના અધિકારીઓની મોદીની પ્રતિષ્ઠા બગડી જાય તેવી ઇરાદાપુર્વકની  કામગીરીઓ…..

આમ અનેક પરીબળો અને બીજા ઘણા કારણોસર આજે નરેન્દ્ર મોદી ખરેખર તો સાવ એકલા પડી ગયા છે

મુખ્યમંત્રીની આસપાસ સત્ય ના પહોંચે અને તેની ફકત વાહ-વાહના સમાચારો મળતા રહે તેવી ખાસ ગોઠવણ કરી હોય તેમ તંત્ર ચાલી રહ્યું છે

સામાન્ય રીતે દર બુધવારે મંત્રી મંડળની કારોબારી બેઠક પુરી થયા પછી મુખ્યમંત્રી તેની ચેમ્બરમાં બેસી જાય પછી અમુક સચિવો ઉપરના માળે બેસતા બીજા બે-ત્રણ મંત્રીઓ સાથે ફરી મસલતો કરવા જાય છે

મંત્રીમંડળમાં ઘણા મંત્રીઓ છે પણ તે માત્ર શોભાના ગાઠીયા જેવા હોય તેમ મુખ્યમંત્રી કાર્યલયમાંથી બીજા મંત્રીઓના સચીવોની એક ચેનલ પોતાની મરજી મુજબના કામ કરી રહી છે અને સામાન્ય માણસના દરેક કામ ખોરંભે ચડાવી રહી છે

છેલ્લા ૨ વર્ષથી જે લોકો મુખ્યમંત્રી કાર્યલયની મુખ્યમંત્રી વિરૂધ્ધની ચેનલની સુચનાઓનું પાલન નથી કરતા તેવા પ્રમાણિક સચિવો અને અધિકારીઓને મુખ્યમંત્રી સમક્ષ ખોટી રજુઆતો કરીને અન્ય મંત્રીશ્રીઓના કાર્યલયોમાંથી હાકી કાઢવામાં આવ્યા છે

તમને બધાને એમ થાય છે ને કે શું આમ ચાલતુ હશે ખરા  ?

તો લખી લો કે આ મીઠું સત્ય છે તેથી બધાએ સ્વિકારી લેવાનું છે …

આજે પણ બધા લોકો એ ભુલી જાય છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ના હોય તોય નરેન્દ્ર મોદી જ રહેશે અને આજે જેને પણ મોદીની કાર્યશક્તિ અને બુધ્ધી ઉપર શંકા હોય કે આ તો મુખ્યમંત્રી છે એટલે બધું કરી શકે છે પણ એવું નથી આ નરેન્દ્ર મોદી છે અને તે જાતે પણ એકલે હાથે બધા પરીબળોને પહોંચી વળશે અને જરૂર પડ્યે પક્ષના મોવડીઓને નારાજ કરીને પણ એવા નિર્ણયો લેવાનું શરૂ કરશે કે મોદીની સાથે રહીને મોદી વિરુધ્ધની કામગીરી કરનારાઓને બહુ ભારે પડી શકે છે ..

નરેન્દ્ર મોદી અકલ્પનીય નિર્ણયોથી નવી શરૂઆતો કરવાની વિશિષ્ટ બુધ્ધીપ્રતિભા ધરાવે છે એટલે અચાનક અનેક નિર્ણયો લઇને પણ અનેક લોકોની ચાલ અને વિરોધીની બધી બાજીઓ ઉંધીવાળી દેશે..

મોદી પોતે એક શક્તિ ઉપાસક છે અને સંકલ્પબળવાળો આત્મા છે તેથી આજની દરેક પરીસ્થીતિને સમજતા હોવા છતાં એક સાથે બધાને એક જ હથોડે ઘા મારી શકાય તેવા નિર્ણયો લઇને મોદી એની દરેક બાબતમાં સર્વોપરી બની શકશે….

( આ બાબતમાં તાજેતરના થોડા ઉદાહરણો પણ આપને સમજાવશે કે

મોદીને બદનામ કરવાના કાવતરામાં  પોતાની સાથેના પુર્વની સરકારના અધિકારીઓ અને મુખ્યમંત્રી કાર્યલયમાંથી અમુક લોકો હોવામાં કાંઇક તો તથ્ય છે.)

વેટ વિભાગ પાસે ઉજવણી માટે રૂ.૨૦ લાખ મંગાયા

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:57 AM [IST](10/08/2010)

આઝાદીનો ઉત્સવ કે સરકારી ખંડણી.

સ્વાતંત્રય પર્વની ઉજવણી માટે રાજકોટ વેટ ડિવિઝન પાસે પણ જિલ્લા સમાહર્તાએ પત્ર લખી ૨૦ લાખની રકમ ફાળવવા માગણી કરી છે. તો વેટ તંત્ર દ્વારા વેપારી, ઉદ્યોગકારો પાસે ઉઘરાણા થતાં જ કેટલાકે નાણાં આપવા માટે નનૈયો ભણી દીધો છે તો કેટલાકે પોતાના ફાયદાની શરત મુકી છે.

રાજ્ય કક્ષાના સ્વાતંત્રય પર્વની રાજકોટમાં થનારી ઉજવણી વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વ્યાપારી સંસ્થાઓ માટે જાણે ત્રાસરૂપ બની ગઇ છે. રાજકોટ વેટ ડિવિઝનને પણ ૨૦ લાખ રૂપિયા સ્વાતંત્રય પર્વની ઉજવણી માટે ફાળવવા કલેક્ટર પટેલ દ્વારા પત્ર લખી વિનંતી કરવામાં આવી છે. જિલ્લા સમાહર્તાનો પત્ર મળતા આટલી મોટી રકમ એકઠી કરવાના વિચારે જ વેટ તંત્રના ઉચ્ચ અધિકારીઓને પરસેવો વળી ગયો હતો.

રાજકોટ ડિવિઝનના પાંચ ઘટક છે અને ૨૦ લાખ એકઠા કરવા પ્રત્યેક ઘટકના ભાગે જ લાખ આવે છે, દાન માટેની માગણી કરનાર ફિલ્ડ સ્ટાફને તો હજુય જવાબ મળે છે પણ માઠી વહીવટી સ્ટાફની છે. એસેસમેન્ટ ઓફિસરો દ્વારા વેપારીઓને ફોન, દબાણ થવા માંડયા છે જો કે, વેપારીઓ દ્વારા સતત વરસાદથી ધંધો નથી, સગવડ નથી જેવા જવાબો અપાય છે તો કોઇ વેપારી, ઉદ્યોગપતિ દ્વારા દાનના બદલામાં વેટ સંબંધી કાર્યવાહીમાં સેટલમેન્ટની અપેક્ષા રખાતી હોવાનું બહાર
આવ્યું છે.

હજારો રેશનકાર્ડ ગ્રાહકોની જાણ બહાર રદ

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:17 AM [IST](06/08/2010)

બાયોમેટ્રિક કાર્ડનાં ફોર્મ લેવા જતી વખતે જ લોકોને ખબર પડે છે

હાલ રાજ્યભરમાં બાયોમેટ્રિક રેશનકાર્ડનાં ફોર્મ ભરાવવાની ઝુંબેશ ચાલુ છે. થોડા વખત પછી કાર્ડધારકનાં આંગળાની છાપ પણ મેળવાશે. દરમ્યાન ફેર પ્રાઇઝ શોપ ખાતે ફોર્મ ભરવા જનાર લોકો પૈકી ઘણાંને દુકાન ગયા પછી ખ્યાલ આવે છે કે પોતાનું કાર્ડ તો રદ થઇ ગયું છે.

એકલા જૂનાગઢ શહેરમાંજ આવા હજારો કાર્ડ રદ થઇ ગયાનું જાણવા મળ્યું છે. આ કાર્ડ ધારકોને જાન્યુ. થી નવેસરથી નવી યાદીમાં ચઢાવાશે. પરંતુ અત્યારે તેમનાં નામો શા માટે રદ થયાં તેનો સ્પષ્ટ જવાબ કોઇ પાસે નથી.

જૂનાગઢનાં જાણીતા ઈતિહાસવિદ્ પરિમલભાઇ રૂપાણી બાયોમેટ્રિક રેશનકાર્ડનું ફોર્મ લેવા પોતાનાં ફેર પ્રાઇઝ શોપ માં ગયા. જ્યાં દુકાનદારે તા. ૩૧ મે ૨૦૧૦ સુધીનાં મામલતદાર કચેરીમાંથી આવેલી કાર્ડધારકોની યાદીમાં ચકાસણી કરી. પરંતુ તેમનાં આશ્ચર્ય વચ્ચે પરિમલભાઇનાં નામનું રેશનકાર્ડ રદ થઇ ગયાનો જવાબ મળ્યો. દુકાનદારે કહ્યું કદાચ તમે બહાર ગામ ગયા હો કે ઘરનું સરનામું બદલાઇ ગયું હોય તો શિક્ષિત બેરોજગારોએ કરેલા સર્વેમાં કાર્ડ કેન્સલ કરાયું હોઇ શકે.

તેમણે પુરવઠા મામલતદાર કચેરીમાં સંપર્ક સાધ્યો તો આગામી જાન્યુઆરી માસમાં નવી યાદીમાં તેમનું નવું કાર્ડ કાઢી અપાશે એવી ધરપત પણ અપાઇ. તંત્ર કહે છે કે જાન્યુ. માં નવું કાર્ડ કાઢી આપીશું. પરંતુ અત્યારે રદ શા માટે કરી નાંખ્યું તેનો જવાબ તો આપો ? એવો સવાલ તેમણે
ઉઠાવ્યો છે.

દરમ્યાન દરેક દુકાનેથી આવાં ૧૦૦ થી ૨૦૦ રેશનકાર્ડ રદ થઇ ગયાં હોવાનાં આધારભૂત અહેવાલો મળ્યાં છે. એ જોતાં એકલા જૂનાગઢ શહેરમાંથી જ હજારો રેશનકાર્ડ તેનાં ધારકની જાણ બહાર રદ થઇ
ગયાં છે.

ખુદ પુરવઠા તંત્ર આ વાતનો સ્વીકાર કરે છે. જોકે, હાલ બાયોમેટ્રિક કાર્ડ માટેનાં ફોર્મ તા. ૩૧ મે ૨૦૧૦ સુધીની યાદીમાંનાં નામોનાં જ ભરવાનાં હોવાનું નાયબ મામલતદાર વાછાણી કહે છે. પરંતુ એ યાદી કોણે બનાવી અને તેમાંથી નામો રદ કઇ રીતે થયાં તેનો જવાબ તેમની પાસે પણ નથી.

કોનું કારસ્તાન ?

જાણવા મળ્યા મુજબ, મોટા પાયે ભૂતિયાં રેશનકાર્ડ ધરાવનારાઓએ પોતાનાં કાર્ડ યથાવત રહે તે માટે વર્ષોથી કાર્ડ ઉપર રેશનીંગની ચીજવસ્તુઓની ખરીદી ન કરતા હોય એવા લોકોનાં કાર્ડ રદ કરી નાંખ્યા હોઇ શકે. નવી યાદીમાં રદ થયેલું નામ ચઢે ત્યારની વાત ત્યારે પરંતુ ત્યાં સુધી તો ભૂતિયાં કાર્ડ ઉપર સરકારી ગોડાઉનમાંથી માલનો કવોટા મળે ને ?

મોદીના ફોટાવાળા બોર્ડ હટાવવાનું અમારું ગજું નથી

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 5:52 AM [IST](10/08/2010)

કલેક્ટર, મ્યુનિ. કમિશનર, એસ્ટેટ ઓફિસર, ટીપીઓ સહિતના અમલદારો સત્તા સામે ઘૂંટણિયે પડી ગયા!

શહેરના પ્રવેશદ્વારથી લઇ મુખ્ય રાજમાર્ગો અને શેરી-ગલીઓમાં સ્વાતંત્રય પર્વની ઉજવણીનો માહોલ મોદીની પ્રસિિધ્ધનો જશ્ન બનાવી દેવાયો છે. સરકારી સાધન સામગ્રી ખાસ કરીને મહાપાલિકાના વાહનોને પીદુડવામાં કલેક્ટર પટેલ કોઇ કસર છોડતા નથી. સામે મહાપાલિકા અને અન્ય સરકારી વિભાગોએ પણ જાહેર મિલકતો ઉપર કબજો જમાવી લીધો છે.

ત્યાં સુધી કે રોડને પણ કોરા મૂકવામાં આવ્યા નથી. પવનની એક ભારે થપાટથી વાહનચાલકો ઉપર ગમે ત્યારે ધસી પડે એ રીતે ચારેબાજુ ડિવાઇડર મોદીના ફોટાવાળા હોર્ડિંગ્સ-બેનરો ખડકી દેવાયા છે, જે સંપૂર્ણપણે ગેરકાયદે હોવા છતાં મહાપાલિકા તંત્રના આંખે અહીં સત્તાગીરીના પાટા બંધાઇ ગયા છે. આ રીતે ડિવાઇડર પર ખોડી દેવાયેલા હોર્ડિંગ્સ ગેરકાયદે ન કહેવાય? એવા સવાલ સામે મહાપાલિકાના અધિકારીઓએ શરમભરેલુ માથું હામાં તો હલાવ્યું હતું પણ પગલાં લેવા સામે માથું ઝૂંકાવી દીધુ હતુ. બેનરમાં મોદી સાહેબના ફોટા છે ને, એટલે અમારું ગજું નથી. એવો ડર તેઓના ચહેરા પર સાફ ડોકાતો હતો.

સરકારી કાર્યક્રમ છે, સહયોગ આપવો પડે: મ્યુ. કમિશનર -રોડ ડિવાઇડર પરના હોર્ડિંગ્સ ગેરકાયદે નથી? એવા સવાલ સામે મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટ પાસે ઉત્તર આપવા કોઇ શબ્દો ન હતા. તેઓએ માત્ર એક જ કેસેટ વગાડવાની ચાલુ રાખી હતી કે, આ સ્વાતંત્રય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી છે. સરકારી કાર્યક્રમ છે. એટલે સહયોગ તો આપવો પડે ને!

સાહેબ કહે, એટલે બધું કાયદેસર: જગ્યા રોકાણ અધિકારી રૂપારેલિયા -રોડ, ફૂટપાથ અથવા તો ડિવાઇડર પરના દબાણો દૂર કરવાની મુખ્ય જવાબદારી એસ્ટેટ ઓફિસર રૂપારેલિયાની છે. પણ તેઓએ નિંભર થઇને એવુ કહ્યુ હતુ કે, રોડ ડિવાઇડરો માટે નિયમો તો છે, પણ સાહેબ કહે એટલે આ હોર્ડિંગ્સ કાયદેસર! તેમણે અવો ઉલ્લેખ પણ કર્યો હતો કે બેનરમાં મોદીનો ફોટો છે ને એટલે કાયદેસર-બીન કાયદેસરની વ્યાખ્યા ઉપરથી જ નક્કી થયેલી છે. માટે હું વિશેષ કંઇ ન કરી શકુ કે કહીં શકુ!

જાહેરાત ઉપર મોદીનાં બેનર લગાડી દેવાયાં! રોડ પર મહાપાલિકાની હોર્ડિંગ્સ સાઇટ પર કલેક્ટર એચ.એસ.પટેલે કબજો જમાવી ત્યાં મોદીની પ્રસિધ્ધિના માચડા ઉભા કરી દીધા બાદ આટલાથી સંતોષ ન થતો હોય તેમ હવે પ્રાઇવેટ બિલ્ડિંગ-મકાનો પરની ખાનગી હોર્ડિંગ્સ સાઇટો પણ મોદીના ફોટાવાળી જાહેરાતોથી ચીતરી દેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં સત્તાગીરીની ચરમસીમા તો એ છે કે, સાઇટ પર કોઇની જાહેરાત લગાવેલી હોય તો પણ તે કાઢયા વગર તેની ઉપર જ મોદીના ફોટાવાળી જાહેરાતો લગાડી દેવામાં આવી રહી છે. આજે સાંજથી આ રીતે ખાનગી સાઇટ ઉપર કબજો જમાવવાનું ચાલુ થતાની સાથે જ આઉટડોર એજન્સીઓમાં ઉહાપોહ મચી ગયો હતો.

રોડ પર મારી જવાબદારી ન આવે : ટીપીઓરોડ પરના હોર્ડિંગ્સ ગેરકાયદે ન કહેવાય? એવા સવાલ સામે ટીપીઓ રૂપાણીએ માત્ર એટલુ જ કહ્યુ હતુ કે, રોડ પરની જવાબદારી મારામાં ન આવે! જો કે પ્રાઇવેટ સાઇટના દુરઉપયોગ સામે રૂપાણીનું મોઢુ સિવાઇ ગયુ હતુ!

ખેડાનાં ૧૧૯ ગામ તલાટી વિહોણાં : ગ્રામજનોને હાલાકી

Source: Bhaskar News, Nadiad   |   Last Updated 3:00 AM [IST](10/08/2010)

તલાટીઓના અભાવે એકને ચાર ગામોનો ચાર્જ સોંપાતા તલાટીઓના દર્શન દુર્લભ બન્યાં

ખેડા જિલ્લાના ૧૧૯ ગામોમાં છેલ્લાં ઘણાં સમયથી તલાટી કમ મંત્રીની જગ્યાઓ ખાલી છે. પરિણામે આ ગામોમાં વેરા-વસૂલાત સહિત વિકાસના કામો ખોરંભે પડેલ છે. તલાટીના અભાવે પેઢીનામું, જન્મ-મરણના દાખલા, રેશનકાર્ડના પંચક્યાસ વગેરે કામો સમયસર થતાં નથી. તેમજ સરકારી યોજનાકીય માહિતી પણ ગ્રામજનોને મળતી નથી, જેથી ગ્રામજનો સરકારની યોજનાના લાભથી પણ વંચિત રહે છે. ઉપરોકત સમસ્યાઓના કારણે આ ગામોના ગ્રામજનોએ પારવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.

ખેડા જિલ્લામાં ૬૪૫ ગામો આવેલાં છે. આ ગામો પૈકી ૫૫૯ ગામો ગ્રામપંચાયતનો દરજજો ધરાવે છે. સરકારના નીતિ-નિયમ મુજબ ૪૨૭ તલાટી કમ મંત્રીનું મહેકમ નક્કી કરાયું છે, પરંતુ વયમર્યાદાથી નિવૃત્તિ, અવસાન અને રાજીનામા તથા બદલીઓના કારણે ખેડા જિલ્લાના ૧૧૯ ગામોમાં તલાટી કમ મંત્રીની જગ્યાઓ ખાલી પડેલ છે. ગ્રામપંચાયતમાં આવક નહીં થવાથી વિકાસના કામો પણ ખોરંભે પડેલ છે. ગામમાં વિકાસના કામો થઈ શકતાં નથી. કેટલાક ગામોમાં નિયમિત સાફ-સફાઈ થતી નથી. પરિણામે ગંદકીની સમસ્યાઓ સર્જાય છે.

રાજ્ય સરકારમાં રજુઆત કરાઈ છે

આ સંદર્ભે જિલ્લા પંચાયતના એક સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે ‘જિલ્લામાં તલાટીની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા અંગેની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે. આગામી દિવસોમાં આ તલાટીઓની ભરતી થઈ જશે.’

તલાટીઓ કામના ભારણથી વ્યથિત : મંડળ પ્રમુખ

આ સંદર્ભે ખેડા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ પરબતભાઈ સોઢાએ જણાવ્યું હતું કે ‘જિલ્લામાં તલાટી કમ મંત્રીની ખાલી જગ્યા હોવાના કારણે અન્ય ગામોના તલાટીને તેનો ચાર્જ સોપવામાં આવે છે. એક તલાટીને ત્રણ-ચાર ગામોનો ચાર્જ સોંપવામાં આવતો હોવાથી વેરા-વસૂલાત, પેઢીનામું, વસિયતનામાની કામગીરી સહિત અન્ય કામકાજો સમયસર થઈ શકતાં નથી. તેમજ આ કામો માટે ગ્રામજનોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તલાટીને એક કરતાં વધારે ગામોના ચાર્જ હોવાના કારણે કામનું ભારણ વધવાથી માનસિક રીતે તણાવ પણ અનુભવે છે. સરકાર દ્વારા જિલ્લામાં ખાલી પડેલ તલાટીની જગ્યાઓમાં વહેલીતકે ભરતી કરવામાં આવે તો વધું સારું.’

ક્યા તાલુકામાં કેટલી જગ્યા ખાલી?

નડિયાદ તાલુકામાં ૧૯, મહુધામાં ૯, મહેમદાવાદમાં ૧૧, માતરમાં ૧૮, કપડવંજમાં ૧૪, કઠલાલમાં ૮, બાલાસિનોરમાં ૮, વીરપુરમાં ૩, ખેડામાં ૧૦ અને ઠાસરા તાલુકામાં ૧૯ ગામોમાં તલાટી કમ મંત્રીની જગ્યાઓ છેલ્લા ઘણાં સમયથી ખાલી છે તેમ છતાં તલાટીની ભરતી કરવામાં આવતી નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: