Posted by: rajprajapati | 03/08/2010

મનુષ્યનો મનુષ્ય સાથે નો પરીચય

મનુષ્યનો મનુષ્ય સાથે નો પરીચ


આપણને પહેલા તો એવું જ લાગે કે માણસમાં એવું શું છે કે માણસને માણસનો પરીચય હોવો જોઇએ.. હક્કિતમાં માણસે માણસને ઓળખવો તે બહુ જ કઠીન બાબત હોય છે ..

માણસ એટલે કે મનુષ્ય પોતાની જાત ને પણ આખી જીંદગીમાં ઓળખી શકતો નથી અને હમેંશા તે બીજાને થોડીવાર ના સહવાસમાં કે પરીચયમાં ઓળખી જતો હોવાના ભ્રમમાં રાચતો હોય છે…

ખરેખર મનુષ્યએ પોતાની જાત ને એટલે કે પોતાને જાતની પહેલા જાણવી જોઇએ અને તેના માટે શું કરવું જોઇએ…?

જ્યારે મનુષ્ય પોતાના અસ્તિવને સમજવા માંગે ત્યારે તેણે સૌથી પહેલા પોતાનું અત્યારે કલાક પછી મૃત્યુ થવાનું છે તેવી કલ્પના અને ભાવના કરવી પડશે… કારણ કે મૃત્યુ વિના જીંદગીની કિંમત આપણે સમજી શકવાના નથી. જો તમે મનોમન કલાક પછી મૃત્યુ થવાનું છે તે માની લેશો તો તમને એટલું તો જરૂર સમજાય જશે કે જીવવા માટે આ શરીર અને શ્વાસની જરૂર છે અને આ શરીર ક્યાંથી અને કેવી રીતે ઉત્પન થયું તેના પણ વિચારો આવતા થશે…

જો માણસ પોતાના જન્મ વિશે વિચારતો થાય તો તેને બીજા જીવોના જન્મો વિશે પણ વિચાર આવવા લાગશે અને પછી તેના અને બીજા જીવો ના જન્મો વિશે તથા તેના કારણો વિશે પણ ઉંડા ઉંડા વિચારો આવવા લાગશે…

આમ ધીરે ધીરે મનુષ્ય જન્મ અને બીજા પશુ-પક્ષીઓના જન્મો અને પોતાના મનુષ્ય તરીકેના ખાસ જન્મનો તફાવત લાગશે અને પછી મનુષ્ય તરીકેના જન્મની મહત્વતા સમજાશે …. પોતાન મનુષ્ય  તરીકેના જન્મની વિશિષ્ટતા પોતાની અંદરના જ્ઞાનનો પરીચય કરાવશે અને તે પોતાની કક્ષા પ્રમાણે પોતાના મનુષ્ય જન્માને તેના કારણો વિશે આપોઆપ ચિંતન કરતો થશે.. આ વૈચારીક ગતીથી ભુતકાળ અને ભવિષ્યના પોતાના વિવિધ જન્મો અને તેના શરીરોની વિગતો જાતે મેળવી શકશે અને આ આખી પ્રક્રિયાને હવે લોકો કુંડળીની જાગ્રુતી કહેતા થયા છે

માણસ જેટલો પ્રમાણીક અને પવિત્ર છે તે પ્રમાણે વહેલા મોડા પણ સતત પ્રયત્ન પછી તે પોતાને સમજી અને જાણી શકે છે…

હવે આપણે સમાજમાં રહીએ છીએ તો આપણી જાતને ઓળખવાની સાથે સાથે આપણા સંપર્કમાં આવનાર બીજા માણસોને પણ ઓળખતા શિખવું જરૂરી છે..

બસ ..તમે જેને પણ ઓળખતા માંગતા હો તેના પહેરેલા કપડા અને તેની સ્વછતા અને સુઘડતા તેના વ્યક્તિત્વનો પહેલો પરીચય છે કારણ કે જે માણસ સ્વછતા અને સુઘડતાની જાળવનાર અને પાલન કરનાર હશે તે માનસીક રીતે પણ પ્રફુલ્લીત અને સ્વચ્છ હશે…

તેના કપડાં સાદગીભર્યા અને આંખને ઠંડક આપનારા હશે તો તે માણસ સાત્વીક અને સદભાવનાવાળું હોય છે તે બીજાને નુકસાન કરીને પોતાના માટે સુખ મેળવવા પ્રયત્ન કરશે નહીં…

પોતાના શરીરની સજાવટ અને સુરક્ષા તથા સ્વાસ્થ્ય માટે પ્રથમ નજરે સાદગીપુર્ણ દેખાય તો તે મનુષ્ય કરૂણ અને દયા ભાવનાવાળા હોય છે.. તેનો સ્વભાવ માયાળુ અને મળતાવડો પણ હોય છે.

જે માણસ સમય પ્રમાણેની ફેશન કે બીજા વાતાવરણ અને જન પ્રવાહમાં ચાલતી પ્રણાલીઓ ને અનુસરતો હશે તે માણસ સ્વતંત્ર બૌધિકતાની ખોટ ધરાવતો મનુષ્ય હશે અને થોઠો મુર્ખ પણ હોય છે.

આમ તો આપણી ઉંમરની પુખ્તતા અને અનુભવોના આધારે આપણે થોડા ઘણા અંશે આપણા સ્વભાવને અનુકુળ કે પ્રતિકુળ એવા બીજા મનુષ્યોને જાણતા તો થઇ શકીએ છીએ પણ પિછાણી શકતા નથી …

( અત્યારે.. આમ તો મારે જે વાત કરવાની છે તેનો ૩૫ ટકા ભાગ ટાઇપ કરી શક્યો છુ અને હવે સંજોગો વસાત હું આગળનું ટાઇપ અત્યારે જ કરી શકું તેમ નથી તેથી હવે થોડા સમય બાદ હું બાકીની વાત પણ પુરી કરીશ…તો અધ્યાહાર બદલ ક્ષમા કરશો..)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: