Posted by: rajprajapati | 31/07/2010

આદર્શ બંધારણ v/s વર્તમાન ગુનાખોરી

ભારતનું આદર્શ બંધારણ  v/s  વર્તમાન ગુનાખોરી

આપણા કાયદાઓ અને ન્યાયપીઠોની ન્યાય પધ્ધતિઓ આજના ગુનેગારોને નાથી શકે તેમ નથી કારણ કે જો કાયદામાં ખરેખર કોઇ સધ્ધરતા હોય તો દેશની સંસદમાં અને વિદ્યાનસભાઓમાં ગુનેગારો ચૂંટાયને પહોંચી શકતા ના હોત પ્રજાએ મતદાન આપીને આ ગુનેગારોને પહોંચાડયા છે તે પણ નોંધનીય છે.

જ્યારે આંબેડકર સમિતિએ આદર્શ અને બિન સંપ્રદાયીક અખંડ ભારતની કલ્પના સાથે બંધારણ ઘડ્યુ હશે ત્યારે આજના ૬૦ વર્ષ પછીના ભ્રષ્ટ રાજનીતિના ભારતની જરા પણ તેને શંકા નહીં હોય

હક્કિતમાં વિશ્વના દરેક દેશના રાજકારણમાં આંતકવાદ અને ભ્રષ્ટાચાર ચૂંટણીઓ જીતવાનું અને રાજપાટ ભોગવાનું મહત્વનું માધ્યમ બની ગયુ છે. આજે ભારત અને પાકીસ્તાનની સામાન્ય પ્રજાને એકબીજાની આંતકવાદી પ્રવૃતીઓના નામે ઉશ્કેરીને રાજનીતિ ચલાવાય રહી છે

ભારતમાં જેટલી સલામતિ કસાબને મળી છે અને જેટલી સલામતિ અફજલને મળી છે તે સુરક્ષા જેવા તેવા મુખ્યમંત્રીને પણ મળતી નથી અને આ બધા પાછળ ન્યાય પ્રણાલીમાં રહેલા અમુક સિધ્ધાંતો જવાબદાર છે ભારતના બંધારણનું આમુખ કહે છે કે ૧૦૦ ગુનેગારો ભલે છુટી જાય પણ એક નિર્દોષને સજા ના થવી જોઇએ.. ગાંધી વિચારધારામાંથી આ આદર્શ ઉભો થયો છે વાસ્તવમાં આજે શહિદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝના આદર્શોને અનુરૂપ કાયદાઓની જરૂર છે

આ દેશમાં આજે પણ સરકારમાં સતા ઉપર આવતા નાગરીકોને ગુપ્તતાના સૌંગદ લેવાના હોય છે જેથી તે સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારને લોકો સામે જાહેર ન કરી શકે આજે આ દેશની સંસદના બંને ગૃહોમાં રહેલા સભ્યો અને ભારતના રાજ્યોની ધારાસભાઓમાં રહેલા સભ્યોમાંથી પવિત્ર અને પ્રમાણિક લોકો કેટલા છે

આજે દેશની સરકારો ઉદ્યોગપતિઓ અને માફીયાઓની શેહમાં રહેનારા ભ્રષ્ટ લોકો ચલાવી રહ્યા છે સમયને આધીન બંધારણમાં જરૂરી સુધારાઓ કરી શકવાની નૈતિકતા કેટલા રાજનીતિજ્ઞોમાં છે ..અઢળક કાળું નાણું કમાનારાઓ સામ દામ દંડ અને ભેદ નીતિથી ચૂંટણીઓ જીતીને સરકારો ચલાવી રહ્યા છે પેઢી દર પેઢીની જાગીર હોય તેમ અમુક પરીવારોના કબ્જામાં આખી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર ચાલી રહ્યા છે ..

આજે જે હદે ભ્રષ્ટાચાર વ્યાપક સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે ત્યારે દેશના લોકોએ બંધારણમાં વર્તમાન જરૂરતો પ્રમાણે બંધારણની ફરી નવી રચના કરે તેવા લોકોના સમુહને નિર્માણ કરીને તેને સતા ઉપર લાવવાની જરૂર છે અને તે માટે પ્રજાએ જ્ઞાતિવાદ અને કોમવાદની સાથે  સાથે પ્રાંતવાદના સામાજીક દુષણોને ફગાવી દેવાની પહેલ કરવી પડશે..

જ્યાં સુધી અંગત સ્વાર્થને ધ્યાને રાખીને મતદાન કરાતું રહેશે ત્યાં સુધી આમને આમ અરાજકતાનો ફેલાવો વધતો રહેશે ..

ન્યાયાલયોમાં પણ ન્યાય ના મળતો હોવાની વ્યાપક ફરીયાદો છે અને તેના માટે આજે તેની અ-સ્વાયતતા જવાબદાર છે ..જીલ્લાની ચીફ કોર્ટ જે અન્યાય કરે તેને આખરે હાઇકોર્ટમાં ન્યાય મળે છે અને ચીફ કોર્ટમાં સજા થઇ હોય અને ખરેખર સાચો ન્યાય કરવામાં આવ્યો હોય તો પણ ગુનેગાર હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઇને નિર્દોષ બની જાય છે આ ન્યાય-અન્યાયની કાર્યવાહી માટે ખુબ પૈસાની જરૂર પડે છે અને આથી જ એક વણલખી પ્રણાલીકા બની છે કે જો કોઇ પણ પ્રકારનો ન્યાય જોઇતો હોય તો પૈસા હોવા જરૂરી છે એટલે તો લોકો પૈસાને ભગવાન કે સર્વોપરી સતા ગણી રહ્યા છે પૈસો ન્યાયનું સાચુ બંધારણ બની ગયો છે

ગરીબને ન્યાય નથી મળતો અને ગુનેગારને એજ અદાલતમાં પૈસાથી રાખેલા વકીલોની દલીલોને કારણે નિર્દોષ ઠરાવવામાં આવે છે આમ માણસે માણસે કાયદાના જુદા જુદા અર્થઘટન કરવાની સ્વતંત્રતાને લીધે કાયદો ગુનેગારો અને કાળાનાણાઓ માટે આશીર્વાદ રૂપ બની ગયો છે ..

હાલ પુરતું ગુજરાતની આજ સુધીની ધારાસભાઓમાં સભ્ય બની ગયેલાઓ અને વર્તમાન સભ્યોની કાયદેસરની અને પ્રમાણિક મિલ્કતોની સાચી તપાસ થાય તો વિદ્યાનસભા ગૃહને જ એક રાજદ્રારી જેલ બનાવવી પડે તેટલી ભ્રષ્ટ રાજનીતિ આ દેશમાં સતા ઉપર રહી છે.

આજે રાજકીય અને બીજી જરૂરીયાતોને કારણે સંજોગોને આધીન એન્કાઉન્ટરો કરવામાં આવ્યા છે તે પણ બહું જરૂરી છે કારણ કે બે ચાર એન્કાઉન્ટરોથી હવે કાંઇ વળવાનું નથી હવે તો રોજ બે-પાંચ એન્કાઉન્ટરો ની જરૂર પડે તેવો સમય આવી રહ્યો છે કારણ કે આ દેશની કોઇ અદાલત સામાન્ય નાગરીકને ન્યાય આપી શકે તેવી પરીસ્થીતિમાં રહી નથી

ન્યાય માટે જેવા ઝડપી અને  પરીણામ દાયી કાયદાઓ હોવા જોઇએ તેવા કોઇ કાયદાઓ ન્યાયપીઠો પાસે અમલમાં નથી .જો હોત તો અફજલ ને ક્યારની ફાંસી મળી ગઇ હોત અને કસાબ ભારતની પ્રજાના પૈસે જલ્સાથી બિરયાનીની મિજબાની કરી શક્તો ના હોત જે આંતકવાદીને તેની તપાસ પછી તરત જ ગોળી મારી દેવાની હતી તેની પાછળ આજે પાકીસ્તાનના વડાપ્રધાન હોય તેમ ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે

બંધારણની આદર્શ ન્યાય પ્રણાલી આજે સમુળગી બુઠ્ઠી પુરવાર થઇ રહી છે અને દિન પ્રતિદિન ગુનાખોરી અને રાજકીય ભ્રષ્ટાચારે વ્યવસાયનું સ્વરૂપ મેળવી લીધુ છે ..

કોઇપણ નાગરીક સામે પ્રજાના પૈસાથી ચાલતી સરકારમાં ભ્રષ્ટાચાર કે કોઇ નાણાંકીય ગેરરીતીના પ્રાથમીક પુરાવાઓ હોય તો માત્ર તેની નિર્દોષતા પુરવાર કરવા માટે ૨૪ કલાકનો સમય આપ્યા પછી તેની નિર્દોષતા સાબિત ના થાય તો તેને તત્કાલ ગોળી મારી ઠાર કરી દેવાનો કાયદો આ દેશમાં કરવામાં અવે તો આખા દેશમાં ક્યાંય કોઇને ભ્રષ્ટાચાર કરવાની જરૂર રહેશે નહીં

આપને એવું લાગે કે હવે આ પરીસ્થીતિમાં સાર્વત્રીક હિતમાં પ્રમાણિક અને સુલેહભરી રાજ્ય વ્યવસ્થાઓ કરવી હોય તો શું કરવું જોઇએ …..

તો સર્વોદય સેવા સંઘ નું પાનું આ બ્લોગમાં વાંચો અને પ્રસાર કરો

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: