Posted by: rajprajapati | 30/07/2010

સાર્વત્રીક હિતમાં એન્કાઉન્ટર

સાર્વત્રીક હિતમાં એન્કાઉન્ટર આજની મુખ્ય જરૂરીયાત છે ?

તાજેતરમાં બોગસ કાવતરૂ કરીને બોગસ એન્કાઉન્ટર અને તેના પુરાવઓનો નાશ કરવા સહિતના આરોપોમાં ગુજરાત પોલિસ અને ગૃહખાતા ઉપર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સી વિસ્તૃત તપાસ કરી રહી છે અને ગુજરાત સરકારના ગૃહરાજ્યમંત્રીને પણ કાવતરાના મુખ્ય સુત્રધાર તરીકે ગણાવીને જેલમાં પુરી દિધા છે આમ તો હજી આ બધા આરોપો છે આ બધુ પુર્ણ સત્ય નથી

હવે સામાજીક અને ન્યાયીક પરીસ્થીતીઓ તથા પોલીસની વ્યાપક ભ્રષ્ટતાને લીધે પ્રતિદિન નવા નવા ધંધાદારી ગુનેગારો પેદા થતા જાય છે લગભગ મોટાભાગની ગુનાખોરીનો હેતું અન્યાયથી અણહક્કનો પૈસો કમાવાનો અને ભોગ ભોગવાનો જ હોય છે આ ધંધાદારી ગુનેગારોની લાંચ ખાઇને શરૂઆતમાં પોલીસ આંખ આડા કાન કરે છે અને પછી કોર્ટ કચેરીમાં વકીલો મારફત કાયદાઓની છટકબારીઓના પેંતરા જાણીને આ ગુનેગારો ગુનાખોરીને વ્યવસાય બનાવીને આગવો વિકાસ કરે છે અને પછી તે ન્યાયતંત્ર અને પોલીસના કાયદાઓની હદની બહાર નીકળી જાય છે

ગુજરાતમાં જે એન્કાઉન્ટરો થયા તેમાં સૌરાબુદિન અને તુલસી પ્રજાપતિ ખાનદાન નાગરીકો તો નહોતા આ ગુનેગારો આંતરાજ્ય ખંડણીખોરો હતા અને નેતાઓ, ઉદ્યોગપતિઓ અને માલેતુજાર લોકોની તીજોરી ઉપર ઘોસ બોલાવતા હતા અને તેની સામે અનેકવાર બીજા રાજ્યોમાં પોલીસ ફરીયાદો થતી હતી જેના પરીણામે પોલીસ બંને તરફથી મોટા તોડ કરતા હતા અને આવા લોકોનો ડર વધુને વધુ લોકોમાં ફેલાય તેવી પરીસ્થીતિ પેદા થતી હતી

આવા દરેક રાજ્યમાં સંખ્યાબંધ ગુનેગારો છે અને હવે તો મોટાભાગના કોઇ ને કોઇ રાજકીય પક્ષમાં જોડાયને મંત્રી પણ બની જાય છે જ્યાં સુધી ગુનાખોર મળતો હોય તો બીજા કોઇ સજ્જનને રાજકીય પક્ષો ટીકીટ પણ આપતા નથી ..એટલે હવે રાજકારણ અને ગુનાખોરી જ્યારે એકમેકમાં અભિગ્ન અંગ બની ગયા છે ત્યારે નેતાઓના તો એન્કાઉન્ટર કરી શકાતા નથી પણ જે ગુનેગાર વારંવાર અદાલતોમાંથી છુટીને વધુ ને વધુ ગુનાઓ કરતા હોય તેવા ગુનેગારો સામાન્ય માણસના જીવનને હતોત્સાહ કરતા રહે તે પહેલા તેને એન્કાઉન્ટરમાં ખત્મ કરીને જ સામાજીક શાંતી જાળવી શકાય તેમ છે ..

ચૂંટણીઓમાં રાજકારણીઓ સજ્જન લોકો કરતા ગુનાખોરોને વધુ મહત્વ આપે  છે અને તેથી જ તો નાના નાના હજારો ગુનેગારોની માનસીક ભુમીકા તૈયાર થાય છે અને એ પણ સત્ય છે કે અમુક કામનો ફેસલો કરતાં ન્યાયની પીઠોને ૧૦-૧૫ વર્ષ થતા હોય તે કામ ૨૪ ક્લાકમાં પ્રોફેશનલ ગુનેગારો કરી આપે છે અને તે પણ બહુ સસ્તામાં પડે છે અને તેથી તો આજે પ્રોફેશનલ અને હાર્ડકોર ક્રિમિનલોને તો બધા સલામ મારતા હોય છે

ગુનેગારોને ન્યાયની હદ બહાર લઇ જઇને હંમેશા માટે ખત્મ કરી દેવામાં ખોટું પણ શું છે ..જો કોઇ પ્રતિષ્ઠિત અને સજ્જન નાગરીક ને મારી નાખવામાં આવે તો તે ખોટું કર્યુ ગણાશે પણ કોઇ વ્યવસાયી ગુનેગારને ખત્મ કરી દેવામાં આવે તો બાકીના સમાજને તો તેના આંતકથી બચાવી શકાશે આજે ભારતનું બંધારણ અને કાયદાઓ માણસે માણસે નવી નવી ટેકનીક લઇ આવે છે એક જ કાયદાના અનેક રીતે ઉપયોગ થઇ શકે છે ખાસ તો અમલ કરતા અને ગુનેગાર પ્રમાણે તેનો યોગ્ય અને અયોગ્ય ઉપયોગ કરવામાં આવે છે મર્ડર કરે તો નિર્દોષ પુરવાર થાય છે અને પેટનો ખાડો પુરવા નાનક્ડી ચોરી કરે તેને સખત કેદની સજા થાય છે

ન્યાયની દેવી ની આંખો ઉપર કાળી પટ્ટી બાંધી દેવામાં આવી છે આજ સુધી તો એવું જ માનવામાં આવતું હતુ કે ન્યાયમાં કોઇ પક્ષપાત ના થાય અને પવિત્ર ન્યાય આપી શકાય તે માટે કાળી પટ્ટી બાંધવામાં આવે છે હવે એવું પુરવાર થઇ ગયુ છે કે ન્યાયની દેવીની નીચે બેસીને ન્યાયના કામમાં મનફાવે તેવા અર્થઘટનો અને શંકાનો લાભ આપીને ગુનેગારોને છોડી મુકવામાં આવે છે તે ન્યાયની દેવી જોઇ ના શકે તે માટે કાળી પટ્ટી બાંધી છે..

એકવાત તો બહુ સરસ છે કે એન્કાઉન્ટર એટલે ન્યાયની હદ બહાર રહીને સાર્વત્રીક હિતમાં ગુનેગારને ખત્મ કરી દેવાની આયોજનબંધ વિધી

“એન્કાઉન્ટર” ની આગળ “બોગસ” શબ્દ લગાવવાની કોઇ જરૂરત નથી કારણ કે જે ગુનેગાર સમાજના લોકોને પોતાના ગુનાઓથી ત્રાહિમામ પોકારાવી દેતો હોય અને કાયદાની છટકબારીમાંથી છટકી જતો હોય તેનો કાયમી નિકાલ કરવાની સારી કાર્યવાહીને એન્કાઉન્ટર  કહેવાય છે

જેટલા અને જ્યાં પણ એન્કાઉન્ટરો થયા અને એન્કાઉન્ટરોમાં જે લોકોને ખત્મ કરવામાં આવ્યા તેમાંથી કોણ નિર્દોષ હતું તે વિચારો …મુંબઇમાં તો ખંડણીખોરોની મોટી મોટી સેનાઓ હતી અને છેવટે મહારાષ્ટ્ર્ની પોલીસના નિશાનબાજો એકબીજાની બાતમીઓ લઇને ધડાધડ ઠાર કરવા માંડ્યા તે બધા એન્કાઉન્ટરો હતા પણ ગુજરાત સરકારની જેમ તે બોગસ એન્કાઉન્ટર હતા તેવા સૌંગદનામા કરવાની ભુલ મહારાષ્ટ્ર્ની સરકારે નથી કરી.

આજે ગુજરાત સરકારની આબરૂ દાવ ઉપર એટલા માટે લાગી છે કે ગુનેગારોને ખત્મ કરવા માટે એન્કાઉન્ટર કરવામાં આવ્યા અને તેમાં મંત્રીઓ અને સરકાર પોતે સીધી રીતે સામેલ હોવાના આરોપો લગાવાયા છે ત્યારે સામાન્ય માણસનું મન આ વાતને પચાવી શકતું નથી કારણ કે સત્ય અને અસત્યની વચ્ચે બહુજ પાતળી ભેદ રેખા છે સાવ આગ વિના તો આટલો ધુમાડો નીકળી ના શકે અને આજે જ્યારે ગુજરાત વિશ્વના દેશોમાં પોતાની એક આગવી વિશિષ્ટતાને લઇને નામ કાઢી ચુક્યુ છે ત્યારે જ્યાં કોમવાદી રમખાણોમાં સરકારના મંત્રીને પણ જેલમાં જવું પડ્યુ છે અને આજે રાજ્યના ગૃહમંત્રીને જેલમાં પુરી શકાયા છે તો કોઇપણ તપાસ એજન્સી આમ સાવ નિર્દોષ હોય અને સરકારમાં મંત્રી હોય તેને જેલમાં તો પુરવાની ભુલ ના કરી શકે

ખંડણીઓ ઉઘરાવવા માટે ગુનેગારોનો ઉપયોગ કરીને પાછળથી તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવે તે હત્યા ગણાય છે એન્કાઉન્ટર નથી ગણાતું ( કારણ કે આ ગુનેગારો બેનંબરના પૈસાવાળાઓ પાસેથી જ ખંડણી  વસુલે છે ક્યારેય આ લોકોએ ઝુંપડપટ્ટીના વિસ્તારમાં જઇ ને કોઇ ઝુંપડાવાળા પાસેથી ખંડણી વસુલ્યાનો કિસ્સો બનવા પામ્યો નથી ) જે લોકોના એન્કાઉન્ટર સબબ આજે આખી સરકારની નૈતિકતાને કાળો દાગ લાગી ગયો તે ગુનેગારોના નામે ગુજરાતમાં કોઇ જધન્ય ગુનો નોંધાયેલો નથી તેના ગુનાઓ તો બીજા રાજ્યોમાં થયેલા છે પણ ગુજરાત પોલીસે ખોટી ફરીયાદ ઉભી કરીને હત્યા કરી નાખી અને તેના નામે પાછી લાખો રૂપીયાની ખંડણી પણ વસુલી લિધી છે અને આ આખી બાબતમાં રાજ્યના પોલીસ અધિકારીઓ સહિત એક મંત્રીને મુખ્ય સુત્રધાર હોવાના આરોપો સાથે જેલમાં મુકવામાં આવ્યા છે

જે એન્કાઉન્ટરો કરવામાં આવ્યા તે હત્યાઓ કોઇના અંગત સ્વાર્થે અને લાભાર્થે કરવામાં આવી છે તેમાં ગુજરાત કે બીજા રાજ્યોની સામાન્ય પ્રજાને કોઇ લેવાદેવા હતા નહી કે આ સાર્વત્રીક હિતમાં એન્કાઉન્ટરો કરવામાં આવ્યા નહોતા. એટલે જે થાય તે અને જે ના થાય તે બધુ સારૂ છે તેમ માનીને ઇશ્વર ભજનમાં મન પરોવવું …

એક બાજુ એવું પણ કહેવામાં આવે છે કે આ ગુજરાત સરકારની લોક્પ્રિયતા સામે અને અમુક નેતાઓને નુકસાન કરવા માટે ઇરાદાપુર્વક ગુજરાતના કેસોમાં સી.બી.આઇ. રાજકીય ધોરણે કાર્યવાહી કરી રહી છે અને આ વાત થોડા ઘણા અંશે સાચી પણ છે કારણ કે આખરે તો પોલીસ હોય કે સી.બી.આઇ. હોય આ બધી તપાસ એજન્સીને કાયદાની ભાષામાં તો ખાનગી એજન્સી ગણવામાં આવે છે

જો મેજીસ્ટ્રેટનું ફરે અને બધા પુરાવાઓ હોય અને જગજાહેર ગુનેગાર હોય તો પણ તે શંકાનો લાભ આપીને ગુનેગારને છોડી શકે છે એટલે તો એન્કાઉન્ટરોને ફરજીયાત કરવાની હિમાયત કરનારો પણ એક બુધ્ધીજીવી વર્ગ પેદા થઇ  રહ્યો છે

જેમ ગુજરાત સરકારે પોલીસનો રમખાણો અને બીજા ગેરકાયદેસરની કાર્યવાહીઓમાં ભરપુર દૂરઉપયોગ કર્યો હોવાનું ચર્ચાય છે તેમ આજે તેની ઉપર મોટી એજન્સીઓનો દૂર ઉપયોગ થઇ રહ્યો હોવાની ચર્ચાઓ થઇ શકે છે ..

એન્કાઉન્ટર થવા જોઇએ કારણ કે એન્કાઉન્ટરો વિના તો આખી વાત કેમ ખત્મ કરી શકાય… વેપારીઓ પોતાના ભાગીદારો સાથે .. પ્રેમીઓ તેના પ્રિયજન સાથે . પતિ-પત્નિઓ અરસપરસ ક્યારેક ને ક્યારેક એન્કાઉન્ટર કરી નાખતા હોય છે ..મોટેભાગે રાજકારણીઓ પણ ચૂંટણી જીતી ગયા પછી વચનો નિભાવવાનું એન્કાઉન્ટર કરી નાખે છે

ચૂંટણીમાં આપણે બધા ઉમેદવારને એમ જ કહી છીએ કે તમને મત આપીશું પછી એકને જીતાડીને બીજા બધાના આપણે વિશ્વાસઘાત કરીને એન્કાઉન્ટર કરી નાખીએ છીએ.. એન્કાઉન્ટર એ આપણી સામાજીક જરૂરીયાત કહેવાય અને ખુબ ખુબ એન્કાઉન્ટરો થાય અને તમે બધા પણ કોઇ ને કોઇ પ્રકારના સફળ એન્કાઉન્ટરો કરતા થાવ તેવી સર્વે વાચકોને મારી શુભેચ્છાઓ..

આજે ગુજરાતના દરેક રાજકારણીઓએ ગંભીરતાથી વિચારવાનો સમય છે અને ગુનેગારોએ પણ સમજવા જેવી પરીસ્થિતી છે

કુદરતનો કરીશ્મા કહો કે કોઇ અકળ ન્યાયની શક્તિ કહો પણ એટલું તો ગુજરાતની પ્રજા અને રાજકારણીઓ એ જોયુ અને સમજ્યું હશે કે ઘડીના છઠ્ઠા ભાગમાં સમય બદલતા જ રાજા રંક થઇ જાય છે જે માણસને આખા રાજ્યની પોલીસ સલામ મારતી હતી તે માણસ આજે તેની ચાલુ સરકારમાં જેલમાં છે આ કુદરતનો અકળ ન્યાય કર્મોના પ્રારબ્ધથી નિર્માણ થાય છે અને તે ન્યાય જીવમાત્રને ભોગવવો જ પડે છે અને તાજેતરની બધી ઘટનાઓ કુદરતી ન્યાયના સિધ્ધાંતને પુરવાર કરે છે…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: