Posted by: rajprajapati | 30/07/2010

પરણીત સ્ત્રીઓની પ્રેમની ભુખ બેફામ બની છે.

પરણીત સ્ત્રીઓની પ્રેમની ભુખ બેફામ બની છે.

(કોઇપણ બહેન .દિકરી કે માતાઓએ આ લેખ બાબતે પોતાને બંધબેસતી પાઘડી પહેરવી નહી કારણ કે આ એક અધ્યાત્મિક દર્ષ્ટિ કેળવવાનો પ્રયત્ન છે )

આપણે ત્યાં ભારતમાં લગ્ન સંસ્કારની સામાજીકતાઓ છે અને મોટે ભાગે સામાન્ય જનસમાજ તેને અનુસરીને સમાજ વ્યવસ્થામાં અનુકુળતા પ્રાપ્ત કરીને જીવવા પ્રયત્ન કરે છે

હમણા એકાદ વર્ષનથી હું ઓનલાઇન ચેટ કરૂ છુ અને તેના કારણે અનેક અપરણીત અને પરીણીત સ્ત્રીઓ મારા મિત્રવતૃળમાં પધાર્યા છે થોડા દિવસોની ઓનલાઇન દોસ્તી પછી તેમાંથી અમુક પરીણીત સ્ત્રીઓ ધીરે ધીરે કરીને પરણીત જીવનમાં તેને અપેક્ષા કરતા ઓછા મળતા પ્રેમની ફરીયાદ સાથે ચર્ચાઓ કરતા થાય છે અને મને તેની પ્રેમની જરૂરીયાતો અને તે માટે કરવા જેવું શું છે તે કહે છે ..

શરીર છે એટલે જાતીય જરૂરીયાતો પણ કુદરતી હોય તે સામાન્ય બાબત છે નિયમિત અને અનુકુળતા પ્રમાણે દરેક શરીરને જાતીય ક્રીડા કરવાની સામાજીક વ્યવસ્થા માટે આપણે ત્યાં લગ્ન સંસ્કારો છે લગ્નનો હેતું જીવન સાથીનો હતો પણ હવે તે બદલાતો જાય છે લગ્નને વધુ જાતીય બાબતો માટે ગણી લેવામાં આવે છે

લગ્ન પહેલા પુરૂષ અને સ્ત્રી એમ બંને પોતાના જીવન સાથીના વિષયમાં અનેક કલ્પનાઓ કરીને મનોમન એક પ્રેમની અને સુખની દુનિયા સજાવે છે અને પછી સામાજીક ધોરણો પ્રમાણે તેના લગ્ન થાય છે અને જ્યારે હક્કિતોનો સંસાર શરૂ થાય ત્યારે મોટાભાગના લોકોના સપનાઓ કડડભુસ થતા હોય છે થોડો સમય તો બધુ સરસ ચાલે છે પણ પછી પોતાના ઘરની આર્થીક જવાબદારીઓમાં અને બીજા સામાજીક વ્યવહારોમાં પુરૂષ ગુંચવાતો જાય છે અને લગ્ન પહેલા બંનેએ જે સપનાઓ સજાવ્યા હોય તે ભાંગીને ભુક્કો થઇ જાય છે..

આજે લગ્નના વિષયમાં આર્થીક બાબતોને પહેલા મહત્વ આપવામાં આવે છે અને સુખ સમૃધ્ધીના લેખા જોખાની સાથે વર કન્યાની કુંડળીઓ અને તેના રૂપ-ગુણને ધ્યાને રાખી સ્ત્રી- પુરૂષોને પરણાવી દેવામાં આવે છે અને તેના પરીણામે ઝુંપડાઓમાં સૌંદર્ય રઝળતું રહે છે અને બંગલામાં વાસનાઓ તડપતી રહે છે આ એક હક્કિત વિશે લખતા પહેલા મે જાતે સમાજના દરેક સ્તરના પરીણીતો અને તેના જીવનનું દર્શન કર્યુ છે તેમજ અનેક જોડકાઓની સમસ્યાઓની જાણી છે અને સમજી છે

મેં જાતે જોયુ અને અનુભવ્યુ છે કે જ્યારથી મોબાઇલ અને ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ થવા લાગ્યો ત્યારથી આપણે ત્યાં જીંદગીના વિવિધ સુખો મેળવા તેનો ભરપુર ઉપયોગ અને દૂરઉપયોગ કરવામાં આવે છે આજે પરણીત હોય કે અપરણીત હોય બંને ને વિજાતીય મિત્રોની જીવન જરૂરીયાત બની ગઇ છે જે લોકો સાધન સંપ્પન છે અને મોબાઇલ, ઇન્ટરનેટ અને વાહનની સુવિધા ધરાવે છે તેવા મહતમ લોકો પોતાને અનુકુળ વિજાતીય પાત્રોની શોધ કરતા અને મળી ગયા હોય તે મૌજ કરવા આ માધ્યમોનો બહોળો ઉપયોગ કરે છે .

આપને કદાચ આ બાબતમાં ખુલાસા કરવાનુ અને હકારાત્મક મુલ્યાંકન કરવાનું મન થતુ હશે પણ તેની જરૂરત નથી કારણ કે હું અપરણીત અને સામાજીક વિભીષીકાઓનો અનુભવી છુ અને મે જે જાતે અનુભવ્યુ છે અને જોયુ જાણ્યુ છે તેની અંહિ ચર્ચા કરી રહ્યો છુ.

મે પરણીત સ્ત્રીઓનું શિર્ષક પણ એટલે જ આપ્યુ છે કે સ્ત્રી એ સમાજજીવન અને પ્રકૃતીના પાયાના વ્યવ્હારોમાં સૌથી વધુ જવાબદાર અને સંસારીક રીતે મહત્વતા ધરાવે છે

સ્ત્રી એટલે જાણે આખું ઘર…આખો સંસાર.  અને લાગણીઓથી ભરેલો કંસાર

પુરૂષને ભ્રમરનો ઇલ્કાબ આપવામાં આવે છે અને તેનું મહત્વ આજે સ્ત્રી સાથે મૈથુન અને ઘર ચલાવા જેટલુ  જ રહ્યુ છે આજે સ્ત્રી અને પુરૂષોના જીવનમાંથી અધ્યાત્મિક ધોરણોને ફગાવી દેવાયા છે

મે નેટ ઉપર કલાકો સુધી લગ્ન જીવન અને જાતીય જીવનની તથા તેની સમસ્યાઓ વિશે પરણીત અને અપરણીત સ્ત્રીઓ સાથે ચર્ચાઓ કરી છે અને બહુ જ પવિત્રતાથી તેના જીવનની આશાઓ અને અપેક્ષાઓને સમજવાનો પ્રયત્ન પણ કર્યો છે તેના આધારે મને એટલુ તો સમજાયુ કે સ્ત્રી પરણીત હોય કે અપરણીત હોય પણ પોતાની વ્હાલપ અને પ્રેમ માટે પુરૂષને જાતીય સુખ આપવા પ્રેરાય છે તો પરણીત સ્ત્રીઓ પણ કોઇપણ પ્રકારે જાતીય ક્રીડા વિનાનું અને સાત્વિક જીવન પણ જીવી શકે છે અને તેવા ઘણા સ્ત્રી મિત્રો અને બહેનો તેમજ માતાઓ સાથે મારે મિત્રતા છે

આજે આ વિષય એટલા માટે મારા માટે મહત્વનો બની ગયો છે કે…………………………….

શું આ અને આવું જ મહત્વ હશે આ માનવ જીંદગીનું ..?

સ્ત્રી હોય કે પુરૂષ હોય જો જાતીય સંબંધોને સંપુર્ણ ફગાવીને મિત્ર બને તો બંનેના પરીવરોને લાભદાયી બની જાય છે મારે મોટાભાગની સ્ત્રી મિત્રોના પતિદેવો સાથે વધુ સારી મિત્રતા કેળવાય છે અને એક સાત્વિક અને માનવીય સંબંધોના નવા આયામ રચાય છે

સ્ત્રી અને પુરૂષની જાતીય જરૂરીયાતોની કોઇ સીમા નથી પણ શરીર અને મન ને નિયંત્રીત કરીને સર્વોતમ જીવન જીવવું બહું આવશ્યક છે મૈથુનક્રીડા કરવી અને ના કરવી તેમાં કોઇ જાજો ફરક પડતો નથી પણ શા માટે કરવી અને આવી અનૌરસ અને અવૈધ ક્રીડાઓ કરવાથી પવિત્ર માનસીકતાનું સંદતર ધોવાણ થાય છે તે બહુ જ ખરાબ બાબત છે સ્ત્રી હોય કે પુરૂષ હોય… પરણીત હોય કે અપરણીત હોય … યુવાન હોય કે પુખ્ત હોય ..દરેક તબક્કે જાતીય આવેગો તેને પતન તરફ દોરી જવા પ્રેરે છે ત્યારે પોતાના માનવ જન્મના અસ્તિત્વનો અને પોતાની પવિત્ર માનસીકતાના પતનનો પહેલો વિચાર કરવો જરૂરી છે

મૈથુન અને સમાગમથી સરવાળે તો માનસીક અને શારીરીક પતન  થાય છે બંને વિજાતીય પાત્રો મનોમન તો એક બીજાની નજરમાંથી ઉતરી જાય છે સમાગમ અને મૈથુનથી આત્મીયતા વધતી નથી પણ ચરિત્ર વિશેની પરસ્પરની શંકા કુશંકાઓને કારણે જે નિખાલસ મિત્રતા અને માનવિય આત્મિયતા હોય તે પણ નાશ પામે છે

આજે હું તો મારાથી પરીચીત છે અને મને કોઇપણ માધ્યમથી મિત્ર માને છે તે બધા સ્ત્રી અને પુરૂષોને આપ સર્વેના પ્રત્યેની મારી માનવિય લાગણીઓને કારણે એટલી તો પ્રાર્થના કરૂ છુ કે જ્યાં પણ જ્યારે પણ સ્ત્રી અને પુરૂષ મિત્રની સાથે મેળાપ થાય ત્યારે તમારા આત્માને અવાજને સાંભળવા પ્રયત્ન કરજો.. ગમે છે અને અનુકુળ છે એટલે મૈથુનના વ્યવહારોને અપનાવી ના લેશો…

તમારી ભિતરમાં તમારું એક મહાન અને પવિત્ર સ્વરૂપ પણ છે જે  તમને ઉતમ સંબંધો અને ઉતમ પ્રેમ માટે પ્રેરણા કરે છે તમારા વિજાતીય મિત્રની નજરમાં સાવ પડી જતા પહેલા તમારા અસ્તિત્વની મહાનતાનું પણ વિચારજો..

પ્રેમ માટે કે વ્હાલપ માટે કે પછી પોતાની માનસીક સંવેદનાઓને પોષવા માટે પુરૂષને મૈથુન નો જાતીય આનંદ આપીને પોતાની જાતીય જરૂરત અને લાગણીઓને સંતોષવા પ્રેરાતી સ્ત્રીઓએ તો પોતાની જાતને બાંધવી જરૂરી છે કારણ કે પ્રેમ અને જાતીય મૈથુન તદન જુદી જુદી માનસીકતાઓ છે પ્રેમ માટે મૈથુન ક્રીડાની જરૂરત નથી અને મૈથુન ક્રીડા માટે પ્રેમ ની જરૂર નથી … પ્રેમએ શ્વાસ અને આત્માની સંવેદનાઓ છે જ્યારે મૈથુન એ શરીરનો વારવાંર આવતી પતન કરનારી  ક્ષણિક મજા માત્ર છે અને પ્રેમ અંનત અને સદાય નિર્મળતા આપતી મનની સંવેદનાઓનું બળ છે

પ્રેમ માટે મૈથુનની અને મૈથુન માટે પ્રેમની કોઇ જરૂરત નથી બંને એક બીજાથી વિરૂધ્ધની બાબત છે … માટે સ્ત્રી હોય કે પુરૂષ હોય …. પ્રેમ માટે મૈથુન નો સંબંધ નહી અને મૈથુનસુખ માટે પ્રેમ હોય નહી તે ગાંઠવાળી લેવા જેવી છે..

આ બધુ વાંચ્યા પછી પણ જો કોઇ પ્રશ્નો સતાવે અને ખુલાસાઓની જરૂર જણાય તો પહેલા આ બ્લોગની Spiritual Philosophy અને Family, Friendship and relations,   friendship lovers ની કેટેગરીઓમાં  કર્મથી પ્રારબ્ધ કઇ રીતે રચાય છે ?,  ચારિત્ર્ય ની જીવનના ભાગ્યમાં શું મહત્વતા છે ?,  હનીમુન અને ડેટીંગકામસુત્ર અને વાત્સ્યાન ને કોઇ સંબધ નથી. જેવા લેખાકંનોને વાંચી લેશો અને ત્યારબાદ પણ જો કોઇ પ્રશ્ન આપના મનને સતાવે તો

9428661166,  9328661166, 9898661166,

9924661166,  9925661166,  9227661166.

Advertisements

Responses

 1. vaah ! bau sachi vaat kari 6 tme …….pan have aa net par no 1 shokh ane gaandpan bani gyu 6 em kaho to chale …. sahte tamri prarthana fale evi prabhu ne prarthna………

 2. satya vaat janavi che

 3. very nice thoughts for current society

 4. નખશીખ પ્રમાણીક પત્રકારીત્વની ૨૦ વર્ષના બે દાયકાની યાત્રામાં મે પુરૂષોની અને સ્ત્રીઓની માનસીકતાઓનો જુદી જુદી સ્થિતીમાં અને અલગ અલગ સંજોગોમાં અનુભવ અને અભ્યાસ કરેલો છે.. પરીચિત અને અપરીચિત સ્ત્રી હોય કે પુરૂષો હોય પણ જ્યારે / કામ / નો પ્રભાવ નિયમિત હોય અને તેની સામે જોઇએ તેવા વિજાતિય પાત્રની કાયમી ઉણપ હોય તો દરેક ને પોતાની મનોઇચ્છાઓ પ્રમાણે સમાજમાંથી જાણ્યા અજાણ્યા લોકોમાંથી કોઇ એક કે બે -ચાર ની શોધ કરવાનીફરજ પડે છે

  આપના દેશની ઋતુઓ અને આબોહવા તથા બીજી અન્ય વુઅવસ્થાઓ પ્રમાણે દિકરી માટે ૧૮ વર્ષની ઉંમર અને દિકરા માટે ૧૯ – ૨૦- ૨૧ ની ઉંમર યોગ્ય છે ખરેખર તો ૧૭ વર્ષની છોકરી થાય ત્યારે અને છોકરો ૨૦ વર્ષનો થાય એટલે કોલેજમાં દાખલ થાય તે વર્ષમાં સગાઇ -સગપન કરી ને યોગ્ય સમયે લગ્ન કરવાની હવે આવશ્યકતાઓ છે..

  આજે જે રીતે ફ્રી ફ્રેન્ડશીપ કલ્ચર વિકસ્યુ છે તે પ્રમાણે કોલેજોમાં ૨ વર્ષ કાઢી ચુકેલા છોકરા છોકરીઓ શારીરીક સંબધો સરળતાથી નિભાવી રહ્યા છે અને સૌથી વધુ ખતરનાક બાબત એ હોય છે કે જેમ માણસ નવા નવા કપડા બદલે તેમ કોને કોની સાથે ફાવે છે અને અનુકુળ છે તે પ્રમાણે નવું પાત્ર મળે તો જુના વિજાતીય મિત્ર ને બદલવાની હવે નવી ફેશન પણ ચાલે છે .

  આ બધુ એટલા માટે યોગ્ય નથી કારણ કે જીવન ત્યાં પુરૂ થતુ નથી અને સતત આગળ વધે છે પોતાના શારીરીક સંબધોવાળા વિજાતિયમિત્ર સાથે લગ્ન તો થતા નથી અને લગન તોવેલ સેત અને આર્થિક બાબતોના આધારે થતા હોવાથી કોલેજના મિત્ર સાથે લગ્ન થવાની કોઇ શક્યતા હોતી નથી.

  જીવના શરૂઆતના શારીરીક સંબધો થયા હોય તે પાત્ર જીવનમાં સાથે રહેતુ નથી અને લગ્ન બીજા સાથે થાય છે જેમ આપન ને રોજે રોજ એકનું એક એક સરખુ ભોજન ભાવતું નથી તેમ શારીરીક સુખમાં પણ અમુક સમય બાદ સ્વાદ બદલવાની કે માણવાની ઇચ્છાઓ ઝગમગતી હોય છે તેથી લગ્ન ના અમુક વર્ષો બાદ પહેલા જે વિજાતીય મિત્રો સાથે શરીર સંબધો બાંધ્યા હોય .. ફ્રે ન્ડશીપમાં જે જલ્સા કર્યા હોય તે પાત્ર ફરી એક બીજાને શોધે છે અને મોટા ભાગે તો એક બીજા ક્યા છે અને ક્યાં રહે છે તે જાણતા હોય છે તેથી ફરી જુના સંબંધો નવા સ્વરૂપે શરૂ થાય છે..

  અને પછી શરૂ થતી હોય છે લગ્ન જીવનની રામાયણ અને મહાભારત..

  મિત્રો એક વાત મહત્વની એ પણ છે કે પ્રકૃતીમાં જે છે તો સુખો ક્યારેક ને ક્યારેક તો બધાને માણવા મળે છે તેના માટે આપની જાતને હલકી કક્ષાએ લઇ જવાથી માણસની આત્મશક્તિ સંદતર ઘટે છે ઇચ્છાશક્તિઓ નબળી બને છે.. પ્રબળ ઇચ્છા શક્તિ અને આત્મશક્તિ માણસ ને સફળ અને સુખી બનાવે છે
  આજે આપણે રસ્તાઓ પર બાઇક ઉપર કે કારમાં એકલા એકાંત માટે તલસતા તરૂણ કે યુવાન છોકરા છોકરીઓ ને જોતા હોઇએ છીએ.. તે લોકો પોતાના ભવિષ્ય વિશે અને આવનારા જીવનમાં પેદા થનારા ભય સ્થાનોથી અજાણ હોય છે..
  માણસની કામોતેજના ખુબ જ સંવેદનશીલ હોય છે એટલે વહેવા મળે તો વહી જાય છે અને હંમેશા ખોટા પાત્ર પર વહી જાય છે..

  જે છોકરા છોકરીઓ લગ્ન વિના વિજાતીય મિત્ર સાથે શારીરીક સંબંધો રાખે છે કે ક્રીડા આચરે છે તે લોકો ગમે તેટલા સંમૃધ્ધ હોય તો પણ અને ગમે તેટલા ભણેલા હોય તો પણ તેના અંગત જીવન ક્યારેય સુખ -શાંતી ભર્યુ નથી બનતું.. કારન કે દરેક માણસ જે કાર્ય કરે તે સારૂ હોય કે ખરાબ હોય પણ બીજા જાણતા હોય કે ના જાણતા હોય પણ તે પોતે તો પોતાના હલકા કાર્યો અને સંબંધો જાણે છે તેથી તેનું મન હંમેશા તેને પીડા આપતું રહે છે …

  મિત્રો વિજાતીય સંબધો હંમેશા પોતાના પરીણિત પાત્ર સાથે રાખો.. જો શરીર અને મનના આવેગો ને આપને નિયંત્રીત ના કરી શકીએ અને આપણી જીજ્ઞાશાઓ અને અપેક્ષાઓને સારા સંજોગો તરફ વાળી ના શકીએ તો આપણે માણસ નથી પણ એક સામાજીક પશુ છીએ.. ગમે તેની સાથે સુઇ જવું સરળ છે પણ સુતા પછી ફરી અડીખમ ઉભુ થવું અશક્ય છે….
  પોતાના પતિ કે પત્નિ સિવાય બીજા સમક્ષ એક વાર કપડા ઉતરે તે કપડા આપણુ મન ક્યારેય ફરી પહેરી શકે નહીં .. આપણે આપની જાત અને અતિતથી પડી જઇ એ અને સતત હલકા બનીએ તો તે જીવનમાં કોઇ આનંદ હોતો નથી..

 5. superb , your artical is giving good guideline for Relations.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: