Posted by: rajprajapati | 29/07/2010

શુન્યના સરવાળાઓનું શુન્ય

શુન્યના સરવાળાઓ શુન્ય આવે છે

સત્યનો એકડો હમેંશા ઘુંટાય છે.

આજે આ સનાતન સિધ્ધાંતનો પુરાવો આપણા ભ્રષ્ટ રાજકારણ અને સતાધારી ગુનેગારોના મળી રહેલા પરીણામો ઉપરથી સાબિત થઇ રહ્યો છે હાલના સમયમાં ગુજરાતના રાજકીય વહિવટ અને સતાને આજીવન માની ચાલતી સતાધારીઓની ગુનાખોરી જનસમાજની સામે જાહેર થઇ રહી છે અને આ ઘટનાઓ પણ જાણે અપેક્ષીત હોય તેમ સામાન્ય માણસ તેની ચર્ચાઓ પણ સહજતાથી કરે છે.

ચાલુ દાયકાના પ્રારંભથી લઇને તાજેતરમાં બનેલી રહેલી ઘટનાઓએ એટલું તો પુરવાર કરી આપ્યુ છે કે રાજકીય પક્ષ કોઇપણ હોય પણ બધા લોકો સતાનો ઉપયોગ સેવા માટે કરવાને બદલે કાળા ધોળા કામોની  ગુનાહિત પ્રવૃતીઓ માટે વધારે કરે છે સરકાર કોઇપણ પક્ષની હોય , રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય આખરે તો રાજકારીણોનો ભ્રષ્ટાચાર અને ગુનાઓ વધુને વધુ વધતા રહ્યા છે

આપણે ત્યાં સનાતન સિધ્ધાંતોને સ્વિકારવામાં આવ્યા છે તે પૈકીનો એક સિધ્ધાંત એવો છે કે સત્ય હંમેશા સર્વોપરી રહે છે અને અનેક અસત્યોને ભેગા કરીને પણ તેને સત્યનું સ્વરૂપ આપવામાં આવે તો પણ તે સત્ય બની શકતું નથી એટલે કે સતાના મદમાં છકી જઇને અનેક અસત્યોને અમલમાં દુકી દેવામાં આવે તે આખરે વધુ તિવ્રતાથી સત્યનો પોકાર કરે છે

સરકાર ચલાવવા માટે અને સતા મેળવવા માટે મોટા પાયે કાયદાઓ અને ગુનાખોરી સામે આંખ આડા કાન કરવામાં આવે છે પક્ષ અને પક્ષના રાજકારણીઓ તેમજ પક્ષના જાહેર કાર્યક્રમો માટે બેસુમાર પૈસાની જરૂરત રહેલી છે કોઇ રાજકારણી પોતાના ઘરના પૈસે રાજકારણમાં આવતા નથી કે પક્ષના કાર્યો કરતાં નથી જેટલો પૈસો રાજનીતિમાં વપરાય છે તે તમામ પૈસો માત્ર અને માત્ર પ્રજાના કરવેરાની તીજોરીમાંથી જ આવે છે.

ભ્રષ્ટાચારની રીત જુદી જુદી હોય છે પણ આખરે ભ્રષ્ટાચાર તો કરે જ છે . ….. આજે ગુજરાતના ચાલું  ગૃહમંત્રી/કાયદામંત્રી/જેલમંત્રી/સંસદીયમંત્રી જો પોતાની સતા નીચેની જેલમાં જાય અને તે પણ અત્યંત જધન્ય ગુનાઓના મોટા સરવાળાના પરીણામે જાય તો તે સમગ્ર સરકારના વહિવટ અને તેની રાજકીય પ્રવૃતીઓ સામે મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે અને આજે અનેક અસત્યોના સરવાળાઓ રૂપે આખરે શુન્ય આવી ગયુ છે ..

ગુજરાતના એક જવાબદાર અને ચાલુ મંત્રીને જેલમાં પુરવા જેવી હદે પરીસ્થિતી ઉભી થઇ હોય તો આ સરકારના બીજા વિભાગોમાં બીજી કેટલી ભ્રષ્ટતા વ્યાપેલી હશે.. ? તે પણ વિરાટ પ્રશ્ન છે .

એક મંત્રીના અસત્યોનો આ સરવાળો નથી આ મંત્રી જે સરકારમાં છે તે સરકારના વ્યાપક અસત્યોનો આ સરવાળો છે,……. શું ? ………..જે લોકો સરકાર ચલાવી રહ્યા છે તે પક્ષના મોવડીઓએ આ રીતે બોગસ એન્કાઉન્ટરો કરવાનું અને આંતકવાદીઓના અનેક વિવિધ કાર્યક્ર્મોનું આયોજન કરીને પ્રજાની ધાર્મીક લાગણીનું માસ બ્લેકમેઇલીંગ કરતી રાજનીતિને અમલમાં મુકી હશે કે ? તેવો પ્રશ્ન આજે સામાન્ય માણસની ચર્ચામાં મુખ્ય સ્થાને આવે છે .

આજે સામાન્ય માણસને વિવિધતા અને શંકાસ્પદ વિકાસ કરતાં શાંતી અને સામાજીક સુલેહની પહેલી જરૂરીયાત છે ત્યારે સતા મેળવવા અને લોકોને પોતાનામાં આકર્ષિત રાખવા માટે તેની કોમના અને તેના ધર્મના નામે સતત ઉશ્કેરીને સતા મેળવવામાં આવી હોય તેવું એક ધુંધળુ ચિત્ર ગુજરાતની પ્રજાના મનમાં આકાર લઇ રહ્યુ છે. આ બધું કરવા માટે માનવાતાને પડતી મુકીને સૌથી સંવેદનશીલ કહેવાતા આંતકવાદને આવકારવામાં આવે તે આ લોકશાહી દેશના ઇતિહાસની સૌથી વધું કંલકિત ધટના બની રહેશે ..

આજે અસત્યોના જે પરીણામો મળી રહ્યા છે તે જોતા તો એવું  લાગે છે કે એક ગુનાને છુપાવવા માટે અનેક ગુનાઓ કરવામાં આવ્યા છે અને તે બધા ગુનાઓ જેની માથે રાજ્યની આંતરીક અને બાહ્ય સુરક્ષાની જવાબદારીઓ છે અને જેને કાયદાનું પાલન કરવા અને કરાવવા માટે વૈધાનીક સતા આપવામાં આવી છે તે રાજ્યના મંત્રી અને રાજ્યની પોલીસના પ્રથમ હરોળના અધિકારીઓએ ગુનાઓ કરેલા છે

આ સરકારમાં આવું ચાલતું હતું તે તો હવે જગજાહેર છે ત્યારે લોકશાહી મુલ્યોને અનુસરીને પ્રજાના પૈસે ચાલતી આ સરકારે પોતાની નેતિકતા પુરવાર કરવા,  સરકારને બરખાસ્ત કરીને પ્રજાના ચુકાદા માટે જવું જોઇએ. કારણકે આ સરકાર ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરે છે અને રજે રજની માહિતીઓ મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચે છે તેથી એવું આડકતરી અને સીધી રીતે પુરવાર થાય છે કે આ એક ગૃહખાતાના મંત્રીની નૈતિકતાનો મુદો નથી આ તો સમગ્ર સરકારના ગુનાહિત વલણનો મુદો છે .

જો સરકારના મંત્રી અને તે પણ ગૃહમંત્રી અને રાજ્યના મુખ્ય હરોળના પોલીસ અધિકારીઓ જધન્ય ગુનાઓમાં સુત્રધાર હોવાના આરોપસર જેલમાં  હોય તો પછી આ સરકારને રાજ્યના બીજા કોઇ નાગરીક સામે કાયદાઓનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાનો કે સતાનો ઉપયોગ કરવાનો નૈતિક અધિકાર રહેતો નથી ..

આજ સુધીમાં કોઇ રાજ્ય સરકારને ના મળ્યા હોય તેટલા માનચંદ્રકો  આ સરકારને મળ્યા છે નાની મોટી દરેક વાતમાં આ સરકારે નંબર વન રહેવા માટે અને લોકલાગણીને પોતાના તરફ ઝકડી રાખવા માટે જે રાજનીતિ આચરવામાં આવી તેના પેટાળમાં અનેક પ્રકારના જધન્ય ગુનાઓની લોહીયાળ કરણીઓ હતી તેવું આજે લોકમાનસ ઉપર ઉપસી રહ્યુ છે

જ્યાં સુધી ગૃહમંત્રીની ધરપકડ નહોતી થઇ ત્યાં સુધી સરકારના નેતા ઉપર પ્રજાનો વિશ્વાસ ટકી રહ્યો હતો પણ થોકબંધ પુરાવાઓ સાથે જ્યારે મંત્રીને તેની જેલમાં  પુરવામાં આવ્યા તે પછી કલાકોમાં સરકારની  વિશ્વસનીયતા ભાંગી ચુકી છે .. આજે આખરે આવેલું શુન્ય આ સરકારના બાકીના કાર્યો અને પ્રચારો પણ શુન્ય હોય તેમ અનેક શુન્યોના સરવાળારૂપે શુન્ય આવીને પુરવાર થયુ છે ..

હવે ગુજરાતમાં કોઇ આંતકવાદી હુમલો થાય તો લોકો એમ જ માનવાના કે આ હુમલો રાજકરણીઓએ લોકોની લાગણી ઉશ્કેરવા માટે કરાવ્યો હશે અને હવે ચુંટણીઓ આવવાની હશે.

સૌથી મોટી મુઝવંણ તો સાચા આંતકવાદીઓને અને તેના સંગઠ્ઠનોને થઇ રહી છે કે જો આમ રાજકારણીઓ પોતે જ આંતકવાદીઓ ના કામ કરવા માંડશે તો સાચા આંતકવાદીઓની તો કોઇ કિંમત ના રહે અને તેને કોઇ દેશના રાજકારણીઓ ફંડ પણ આપશે નહી ..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: