Posted by: rajprajapati | 28/07/2010

કર્મથી પ્રારબ્ધ કઇ રીતે રચાય છે ?

કર્મથી પ્રારબ્ધ કઇ રીતે બને છે ?

દરેક શરીર અને આત્માના કર્મો અને ભાગ્ય જુદા તથા વિભિન્તાથી ભરેલા હોય છે અને દરેકનું પ્રારબ્ધ સતત બદલતું  અને ચલીત રહે છે કીડીથી લઇને હાથી સુધી અને સમુદ્ર સહિત પેટાળના સર્વે જંતુ સુધી.  તુલસીથી લઇને તોતીંગ મહાકાય વૃક્ષો સુધી જ્યાં જ્યાં નજર કરો ત્યાં દરેક શરીરને એકબીજાથી જુદુ ભાગ્ય મળ્યું છે અને ભાગ્યને આધારે મળેલા જન્મ પછી કર્મને આધિન પ્રારબ્ધના માર્ગે જીવનનું વિચરણ કરે છે.

ભાગ્ય અને પ્રારબ્ધ વચ્ચે પણ મોટો તફાવત રહેલો છે ભાગ્ય અને પ્રારબ્ધ રેલ્વેના એક સાથે છતાંયે જુદા ચાલતા બે પાટા જેવા છે ભાગ્ય પુર્વાપરના કર્મોને આધારે મળેલ જન્મ અને સ્થાયી વ્યવસ્થા છે જ્યારે પ્રારબ્ધ વર્તમાન કર્મથી રચાતી ભવિષ્યની વ્યવસ્થાઓ છે દરેકનું ભાગ્ય તો જુદુ જ હોય પણ સાથે સાથે કર્મો પણ જુદા હોવાથી તેનું પ્રારબ્ધ પણ જુદુ જુદુ જ રચાતું હોય છે.

ભાગ્યનો વિષય ભુતકાળ છે તેથી તેના ગર્ભમાં રહેલ વાસ્તવિકતાને જાણવી અને સમજવી થોડી કઠીન બની જશે. પરંતુ આપણે પ્રારબ્ધને જાણી અને સમજી શકીએ છીએ અને સ્વંભુ તેની રચના કરી શકીએ છીએ કારણ કે આપણો ધર્મ સનાતન છે સત+અનંત = અનંત+ સત્ય એટલે સનાતન ,  એમ કહી શકાય કે આદિથી અનંત સુધી સત (સત્ય)નું પાલન કરવાનો ધર્મ ,  આ સનાતન ધર્મને અનુસરે છે તે પ્રારબ્ધની રચના કરી શકે છે..

પ્રારબ્ધની રચના માટે કર્મો તેનું માધ્યમ  અને શરીર તેનું સાધન છે કર્મોને આધારે પ્રારબ્ધની રચના થાય છે તેથી કર્મો કરવામાં જાગૃતી હોવી જરૂરી છે જેટલા પ્રકારે કર્મો થતા હોય અને થઇ રહ્યા હોય તે કર્મોના માધ્યમને જાણવા અને સતમાર્ગે ઉપયોગ કરી સનાતન પ્રારબ્ધની રચના કરી શકાય છે.

કર્મોની અમુક જાણકારી તો દરેકને છે સૌથી વધુ કર્મો “મન” થી થાય છે તે પછી “શબ્દ”થી અને જેના પ્રત્યે આપણે બે-ભાન બન્યા છીએ તે “શરીર”થી બાકીના કર્મો થાય છે. શરીરમાં રહેલી “સ્મૃતી” શક્તિ અને ‘જ્ઞાન”શક્તિ મનને સતત વિચરણમાં રાખે છે અને કાન અને આંખથી તેનું નિયમન કરે છે આંખ “દર્શન” પામે અને કાન “શબ્દ”નું શ્રવણ કરે છે અને તે પ્રાપ્તીને લઇને સ્મૃતિ અનેજ્ઞાન શક્તિ જીભ અને શરીરના બીજા અંગોને કર્મો કરાવે છે..

દર્શન અને શ્રવણથી જે પ્રાપ્ત થાય તે સમજવું તે “જ્ઞાન” અને તેના આધારે શરીરને કર્મ માટે ગતિ આપે તે “સ્મૃતિ”,  જ્યારે જ્યારે દર્શન મળે ત્યારે ત્યારે શબ્દ ઉઠે છે અને તે દર્શનનો ભેદ જ્ઞાનમાં હોય છે સ્મૃતિ તો માત્ર કર્મ કરવાની પ્રેરણા જ ઉભી કરે છે..આમ જ્યારે સ્મૃતિ અને જ્ઞાનથી શબ્દ અને શરીર ગતિ કરે છે ત્યારે મન , શબ્દ અને શરીર એક સાથે કર્માધિન બની જાય છે .

આ રીતે ભાગ્યથી મળેલી વ્યવસ્થાઓમાં સમયાંતરે પ્રારબ્ધની વ્યવસ્થાઓ પણ ઉમેરાતી જાય છે અને રેલ્વેના બે પાટાની ઉપર ટ્રેન ચાલતી રહે તેમ જીંદગીની ગાડી ચાલતી રહે છે

જો…….. શરીર શબ્દ અને મનથી થતા દરેક કર્મોમાં માત્ર અને માત્ર સત્ય ને જ અનુસરવામાં આવે તો કોઇ પણ જીવ પોતાનું પ્રારબ્ધ રચી શકે છે અને તે પણ ઇચ્છિત પ્રારબ્ધ અને ભાવી જન્મનું ભાગ્ય પણ સાથે સાથે નિર્માણ કરી શકે છે…

જ્યાં પણ કર્મ કરતા હોઇએ ત્યારે આપણે સાવધાની અને પ્રમાણિકતાની સાથે પવિત્રતાપુર્વક કર્મ કરીએ તો સતમાર્ગે ઇચ્છિત પ્રારબ્ધની રચનાઓ કરી શકાય અને ભોગવી શકાય છે.

( અહિં હવે વિરામ લઇશું ………… કારણ કે આપણે પ્રમાણિકતા અને પવિત્રતાને સમજવા જરૂરી છે..

જે હવે પછીના આલેખનમાં આવશે…. ત્યાં સુધી આપણે આપણી અંદરની શક્તિઓ અને આપણા કરેલા કર્મોનું મનોમન ચિંતન કરીએ…

જરા જુઓ તો ખરા કે આજ સુધી આપણે કેટલા અનૈતિક અને અપ્રમાણિક કર્મોથી કઇ કઇ રચનાઓ કરી છે અને તેનાથી હવે કેવું પ્રારબ્ધ રચાયું હશે…..આજે હવે આપણે થોડી આપણી જાત ને ફંફોસીને તપાસવાની છે )


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: