Posted by: rajprajapati | 28/07/2010

ગુજરાતમાં “ગુજકોક”

જેલમંત્રી જેલમાં.  મુખ્યમંત્રી મહેલમાં.

મુખ્યમંત્રીના અંગત હોય તે જેલમંત્રી પણ જેલમાં જાય તેવું આ કેવું રાજકારણ છે કે પ્રજા પણ બિચારી બાઘાની જેમ જોવા સિવાય કંઇ ના કરી શકે  આજે હિંદુનેતા જેલમાં છે અને હિંદુઓની તો સરકાર છે આ સી.બી.આઇ.નું કાવતરૂ હોય તેવું ભાજપવાળા કહે છે કારણ કે સી.બી.આઇ.વાળા પણ હિંદુ છે અને છતા  પાકીસ્તાનથી આવ્યા હોય તેમ આપણા નેતાઓ ઉપર કાવતરા કરે છે…..

આ સરાસર અન્યાય છે કારણકે તેને લોકોએ મત આપીને ત્યાં બેસાડ્યા છે. આંતકવાદીઓના બોગસ એન્કાઉન્ટરો થયા હોય તો તેમાં ખોટું પણ શું છે. કોઇ ધર્મના સંતનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોય તો હજી કાંઇક ખોટું થયુ કહેવાય ..

જ્યારે આ આખી વાત લઇને  હવે મુખ્યમંત્રીશ્રી પરજાની અદાલતમાં આવશે ત્યારે પરજા પણ આ અન્યાયનો જવાબ તો જરૂર આપશે જ..

જો..જો.. ને આ સી.બી.આઇ.વાળાઓને ગુજરાતના લોકલાડીલા અને ગરીબોના બેલી નેતાઓ ઉપર ખાસ પ્રકારનો અન્યાય કર્યો છે તેનો જવાબ માંગશે અને ઘણા રાજકારણીઓને પણ આપશે….

આમ તો આ છેવાડા માનવી સુધીનો વિકાસ છે પણ લોકો સમજતા નથી વીરમેળાવાળા તરીકે પ્રખ્યાત થઇ ગયેલા નરેન્દ્ર્ભાઇની દિર્ધદષ્ટિને કોઇ સમજી શકતા નથી. આ એકમાત્ર વિશ્વકક્ષાના નંબરવન મુખ્યમંત્રી છે અને તેની નજર દુનીયાભરના ઉદ્યોગપતિઓ સુધી પહોંચેલી રહે છે તો સાથે સાથે રાજ્યના કોઇ ઉત્સવની ઉજવણીમાં કોઇ ખામી ના રહી જાય તેની રજેરજની માહિતી રાખનારા આપણા મુખ્યમંત્રી જ્યારે છેવાડાના માનવીને કરોડોના ખર્ચે તેના યોજનાગત લાભો અપાવવા મથામણ કરી રહ્યા છે તેવા સમયે આમ સી.બી.આઇ. મારફત બિચારા હિંદુ નેતાઓ અને તેના ખાસ મિત્રો ઉપર પુરાવાઓ સાથે કાવતરાઓ કરે છે અને પાછા જેલમાં મોકલે છે.

હવે તો નરેન્દ્ર મોદીજી એ એલાન કરી દિધુ છે કે તે પ્રજાના એટલે કે છેવાડાના માનવીની પાસે જશે અને તેની લોકપ્રિયતાના આધાર ઉપર પ્રજાનો સાથ સહકાર મતદાનરૂપે મેળવશે…. આ ખમીર છે આપણા ગુજરાતી મુખ્યમંત્રીશ્રીનું…

લોકોને જે પ્રશ્નો સતાવે છે તે પ્રશ્નો તો મને પણ સતાવે છે.. કે પોતે જેના કેબીનેટમંત્રી છે તે ગ્રુહખાતામાં પોતાના નાક નીચે મોટા મોટા કાઉન્ટરઓ થઇ ગયા ત્યાં સુધી આપણા માનનિય મુખ્યમંત્રી સાહેબને કેમ કોઇ જાણના થઇ શકી ….. ?

બધા જાણે છે કે જેના ઉપર કાયદો અને વ્યવસ્થા તથા રાજ્યની સુરક્ષાની જવાબદારી છે તે આઇ.પી.એસ. અધિકારીઓની એક આખી સીરીઝ આયોજનપુર્વક બેફામ ગુનાઓ કરતા હોય અને પોતાના તથા બીજા સમાચારો માટે એક એક કટીંગનો અને લખનારની માહીતી રાખનાર માણસને આઇ.પી.એસ. અધિકારીઓ અને પોતાના જ ખાતાના રાજ્યમંત્રીને સાવ આમ જ ફસાવી દે તે ખોટું તો કહેવાય ને…

આમ તો હવે જગજાહેર વાત છે કે કોઇપણ ખાતાના અધિકારીઓની બદલી કરવાની હોય કે ખાસ જરૂરત ને ધ્યાને રાખી ચોક્કસ જગ્યાએ મોકલવાના હોય તો કે પ્રમોશનની વાત હોય …. મુખ્યમંત્રીશ્રીની અનુમતી અને તેને બદલીના ક્યાં ઉદેશો છે તે સમજાય નહી ત્યાં સુધી અમલ કરી શકાતો નથી રાજ્યના કોઇપણ આઇ. એ. એસ. કે આઇ.પી.એસ. હોય કે નાયબ સચિવથી ચીફ સેક્રેટરી સુધીના વહીવટી તંત્રમાં કોને ક્યાં બદલવાનું છે તે તો મુખ્યમંત્રી નક્કી કરે છે અને તે પ્રમાણે જ થાય છે અને તેના માટે તો મુખ્યમંત્રી કાર્યલયમાં વિભાગોવાર ખાસ સચિવો રાખવામાં આવેલા છે સરકારની નીતિ અનુસાર રાજ્યનો વહીવટ થાય તેની દેખરેખ અને મુખ્યમંત્રીના ફાળે આવતી વિભાગવારની જવાબદારીઓનુ નિયમન આ સચિવો કરતા હોય છે ….

આજે ગુજરાત સહિત જ્યાં જ્યાં ગુજરાત વિશેના સમાચારો પહોંચતા હશે ત્યાં દરેક માણસને દેશના નંબર વન બની ગયેલા મુખ્યમંત્રીની ભુમીકાઓ બાબતે શંકાઓ પેદા થતી જાય છે બધાને એક પ્રશ્ન મુંઝવે છે કે શું કેબિનેટમંત્રી તરીક અને મુખ્યમંત્રી તરીકે આ માણસની જાણ બહાર શું આટલા ખતરનાક આયોજનો પાર પાડવાની હિમ્મત રાજ્યકક્ષના મંત્રી કરે ખરા……

કદાચ ભુલથી એકાદવાર કાંઇક રાજકીય માઇલેજ પુરૂ કરવા માટે નાનો મોટો ગુનો સતાના જોરે કરી નાખવામાં આવ્યો હોય અને માનનિયમંત્રીશ્રીની જાણ બહાર રહી ગયુ હોય તેવું બની શકે પણ પાંચ ડઝન અધિકારીઓ અને આખું ગૃહખાતું ગુનાઓની હારમાળા બનાવી કાઢે ત્યાં સુધી ગૃહખાતાના કેબીનેટમંત્રી કે મુખ્યમંત્રીશ્રીની જાણ બહાર હોય શકે તે કોઇના ગળે ઉતરતું નથી…

આજે બોગસ એન્કાઉન્ટર કરતાં તો વધુ ખરાબ અને બહું હલકી કક્ષાનું એન્કાઉન્ટર તો ગુજરાતની પ્રજાનું મુખ્યમંત્રીશ્રીએ કરી બતાવ્યુ છે કારણ કે આટલું બધું બનતું રહ્યું ત્યાં સુધી આખા રાજ્યની સલામતી અને જવાબદારી જેના ઉપર છે તે માણસ પ્રજાને છેતરતા હોય તેવું આખું વાતાવરણ બની ગયુ છે.

બોગસ એન્કાઉન્ટરની તપાસ અને એક પછી એક અધિકારીઓના ગુનાઓની હારમાળાઓ જાહેર થતી ગઇ તેમ તેમ બુધ્ધીજીવી લોકો તેમજ સામાન્ય લોકો પણ સ્તબ્ધ થયા છે. કારણ કે જે અધિકારીઓ સામાન્ય નાગરીકોને કાયદાનું પાલન કરાવવા બળ કરે છે તે જમાતના મોટા જવાબદારો ગંભીર ગુનાઓ કરી રહ્યા છે અને તે બધું મુખ્યમંત્રીના નાક નીચે થતું આવ્યુ છે..

આ સરકારમાં જેટલી વહિવટી અરાજકતા અને સરકારી તંત્રનો ભરપુર દૂરયઉપયોગ થયો છે તેવો ભ્રષ્ટ દૂર ઉપયોગ આખા દેશની કોઇ સરકારમાં થયો નથી વ્યક્તિવાદી બની ગયેલી આ રાજનીતિમાં અનેક ગુનાખોરી સામે આંખ આડા કાન કરવામાં આવ્યા હોય અને તેને મુક સંમતિ આપી હોય તેવું સાબિત થતું જાય છે ………

આજે ગુજરાતની પ્રજાને અક્ષરધામનો કાંડ અને ગોધરા પાસે ટ્રેનનો ડબ્બો સળગાવાયો તેમાં પણ શંકાઓ ઉભી થઇ રહી છે.. હિ ન્દુત્વની જવાળાઓને ગુજરાતના દરેક ઘર અને દરેક હિન્દુના મગજમાં ધરબી દેવા ….”હિન્દુઓ અને ગુજરાત” ..ઉપર આંતકવાદીઓના આક્રમણો થવા લગભગ તો જરૂરીયાત જેવા હતા છે અને તેના પરીણામે આજે ….હિન્દુઓના ગુજરાતમાં અનેક આંતકવાદી હુમલાઓ થયા છે અને પૈસે ટકે સમ્રુધ્ધ ગણાતા સંપ્રદાયના મુખ્ય અને પ્રચલીત સ્થળ ઉપર આંતકવાદીઓનો હુમલો થાય તો જ હિન્દુઓમાં હિન્દુત્વ ફૂટી નીકળે તેમ હોય તે પણ એક શંકાસ્પદ અને  “ગુજકોક” ના જેવો જ ગુનો હોય તેવી શંકાઓ લોકોમાં પેદા થઇ ચુકી છે

આવું જ કાંઇક કારસેવકોનો ડબ્બો ગુજરાતની હદમાં સળગ્યો અને કોઇ કારસેવકો તે ડબ્બામાંથી ભાગીને જાન બચાવી ના શક્યા તે પણ ચર્ચામાં આવે છે આખી ટ્રેનમાં શું આ ડબ્બા સિવાય કોઇ બીજા ડબ્બા માં હિન્દુઓ અને બીજા કારસેવકો નહોતા કે આ કારસેવકો ને બચાવી શકે….. અનેક પ્રશ્નોથી અનેક શંકાઓ આજે ગુજરાતની સામાન્ય પ્રજાના મનમાં ઉઠી રહી છે ત્યારે બીજી તરફ સી.બી.આઇ. પણ પોતાની નૈતિકતા અને પોતાના અસ્તિત્વનો આખા દેશને સબળતાથી પુરાવો આપવા તમામ હથ્થકંડાઓ વાપરીને સત્યોને બહાર લાવવા રાત દિવસ એક કરે છે..

કેન્દ્ર સરકારે જો ગુજકોકનો કાયદો મંજુર કર્યો હોત અને ગુજરાતમાં આ સી.બી.આઇ. વાળાઓ તેનો બરાબર ઉપયોગ કર્યો હોત તો… બાપ રે કેટલી મોટી જેલ ની જરૂર ઉભી થાય …

Advertisements

Responses

  1. વર્તમાન સમય નું સનાતન સત્ય……………..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: