Posted by: rajprajapati | 21/07/2010

ચારિત્ર્ય ની જીવનના ભાગ્યમાં શું મહત્વતા છે ?

ચારિત્ર્ય ની જીવનના ભાગ્યમાં શું મહત્વતા છે ?

માણસ પોતાને મનુષ્યને બદલે સામાજીક પ્રાણી એટલે કે સમજણવાળું પશુ સમજે છે તેથી માણસ જેટલું સાચુ છે તે જાણતા હોવા છતાં જે દોષરૂપ છે તેની તરફ જવાનો પશુ તરીકેનો પ્રયાસ કરે છે,

માણસ અને પશુઓ વચ્ચે તફાવત શું છે ?

માણસને પ્રકૃતિનું નિયમન અને જતન કરવાનું છે જ્યારે પ્રાણીઓ અને પક્ષીઓએ તેને અનુરૂપ વિચરણ કરવાનું છે હક્કિતમાં તો માણસની ભુમિકા નિયામક સાથે સાથે ભોગ્તાની છે પ્રાણીઓની તો માત્ર ભોગ્તાની જ ભુમિકા રહેલી છે મનુષ્ય અને વ્રુક્ષોનું શરીર ઉભું હોય છે જ્યારે બાકીના પ્રાણીઓ-પક્ષીઓ અને બીજા બધા જીવજંતું ઓના શરીર આડા હોય છે માણસની કરોડરાજ્જુ પૃથ્વીના સમપ્રમાણમાં ‘’વેધ”ની રીતે હોય છે અને બીજા જીવોની કરોડરજ્જુ પૃથ્વીને સમાંતર હોય છે વૃક્ષો અને મનુષ્યના શરીર રચના ઉર્ધ્વ છે તેથી આખા શરીર ઉપર તે પ્રકૃતિના આલંબનો ઝીલી શકે છે જ્યારે બીજા જીવોને માત્ર શરીરના ઉપરના ભાગમાં જ ઝીલાય છે તેથી મનુષ્યની શક્તિઓ બિજા બધા કરતા અનેકગણી વધારે અને વિસ્તૃત હોય છે.

દરેક પ્રકારનું શરીર પંચતત્વનું બનેલું હોય છે અને તેમાં પ્રકાશ તત્વનો પણ મહત્વનો હિસ્સો રહેલો છે મનુષ્ય જ્યારે બીજા કોઇપણ શરીરના સંવનનમાં આવે કે સંસર્ગમાં આવે ત્યારે તે શરીરના પ્રકાશ તત્વની ઓરાની અસરો અને પ્રભાવ મનુષ્યના શરીર અને માનસ ઉપર થાય છે બીજા શરીરોની અસરો જેમ મનુષ્યના શરીર ઉપર થાય તેમ મનુષ્યના શરીરની અસરો પણ બીજા શરીરો ઉપર થતી હોય છે

દરેક શરીર એટલે કે દેહમાંથી ચોક્કસ રીતે પ્રકાશ નિકળતો હોય છે તેને “ઓરા” કહેવાય છે અને તે ઓરા ઉપર સુર્ય પ્રકાશ, ચંન્દ્ર પ્રકાશ અને બીજા પ્રકાશના કિરણો પણ પડતા હોય છે જે ઓરાને અસર કરતા બને છે અને આ પ્રકાશની સુક્ષ્મ પ્રક્રિયાઓ શરીરના અને તે જીવનના પ્રારબ્ધ (ભાગ્ય)માં મહત્વનો ભાગ ભજવે છે

અમુક માણસને જોઇને આપણે કહેતા હોઇએ છીએ કે આ માણસ નિસ્તેજ છે અને કોઇને એવુ પણ કહેતા હોઇ છે કે આ માણસ કે વ્યક્તિ તેજસ્વી છે આપણી નજરમાં કે આપણી સામે આવનાર કોઇપણ પ્રકારના શરીરનું ચિત્ર આપણી આંખમાં પ્રવેશે એટલે તરત જ આપણી અંદર રહેલી સુસુપ્ત જ્ઞાનસ્મૃતિમાં તેનું આપોઆપ મુલ્યાંકન થઇ જાય છે અને આપણું મગજ તેને આપણા વિચારો રૂપે પ્રગટ કરે છે અને જેના કારણે આપણને સામે આવેલા શરીરની તેજ્સ્વિતા કે નિસ્તેજતાની સ્મૃતિ પ્રગટે છે જેના કારણે આપણને આકર્ષણ અને અપાકર્ષણની ભાવના (લાગણી)ઓ ઉત્પન્ન થાય છે

આ ભાવનાઓ એટલે કે લાગણીઓ એટલે કે શરીરના કરોડ રજ્જુમાં રહેલા જ્ઞાન કોષોની સ્મૃતિ શક્તિની સક્રિયતાથી મગજમાં ચોક્કસ અને વિવિધ રસાયણોનો સ્ત્રાવ  થાય છે જેથી શરીરના બિજા અંગોમાં તેનું આવર્તન થાય છે spirel code માં યાદશક્તિ અને  જ્ઞાનશક્તિના કોષો આવેલા હોય છે તેને somory cell કહેવાય છે જેના કારણે આખું શરીર હંમેશા સક્રિય રહે છે આમાં ખામી આવે તેમ તેમ અમુક અંગોની સક્રિયતા ઓછી થાય છે અને બંધ પણ થઇ જાય છે .

અહિં સુધી આપણે ઓરાની સાથે સંકળાયેલી બાબતો વિશે એટલે સમજ્વું પડ્યુ કે હવે આપણે સાચી રીતે ઓરા અને શરીરના બીજા કર્મોની બાબતો સરળતાથી સમજી શકીએ. જેમ ૫ વોલ્ટનો બલ્બ અને ૧૦૦ વોલ્ટનો બલ્બ પ્રકાશીત હોય તેમ શરીર પણ પ્રકાશીત હોય છે લેમ્પની જેમ જ શરીરને પણ વોલ્ટેજ હોય છે શરીર અને મનના કર્મો ઉપર આ ઓરાનો પુરતો પ્રભાવ હોય છે શરીર અને મનની શુધ્ધતાના આધારે ઓરાના વોલ્ટેજમાં સતત વધ-ઘટ થાય છે

જેવા શબ્દો બોલો અને જેવા કર્મો કરો તેના આધારે શરીરની ઓરા આકાર પામતી રહે અને ઓરા પ્રમાણે આગળ ને આગળ પ્રારબ્ધ રચાતુ જાય છે શરીર અને મનને ગતિ કરવાનો માર્ગ બનતો જાય છે આ  આખી પ્રક્રિયાને આપણે ભાગ્ય કહીએ છીએ

ભાગ્ય માટે શરીર અને મન તથા શબ્દોથી થયેલા દરેક કર્મો જવાબદાર છે તેથી શરીર અને મનનું ચારિત્ર્ય પણ જવાબદાર બને છે,

આ ચારિત્ર્ય એટલે શું છે ?

“એક શરીરના બીજા શરીર સાથેના સંવનનની પ્રક્રિયા એટલે ચારિત્ર્ય” ( સંવનનની પ્રક્રિયા… મૈથુનની પ્રક્રિયા ના સમજવી) આ ચારિત્ર્યના નિર્માણ માટે ભારતવર્ષના ઋષિઓ અને તપસ્વીઓ તથા યોગીઓએ ગહન અભ્યાસ પછી વિજાતીય શરીરોની પ્રાકૃતિક જરુરીયાતો માટે લગ્નસંસ્થાના સંસ્કારો અને નિયમો બનાવ્યા છે .જેથી ચારિત્ર્યનું યોગ્ય જતન અને સંવર્ધન થઇ શકે.

કાર્યો અને નિર્વાહના કર્મોને આધીન સંસ્કારો પ્રમાણે જ્ઞાતિ અને જાતિ નક્કી કરી છે તે અંતર્ગત સ્ત્રી અને પુરૂષ ના પ્રકારો પણ આપ્યા છે યોગ્ય પ્રારબ્ધ માટે સંવનનનું પણ મહત્વ રહલું છે થોડા અપવાદો બાદ કરતાં બધા ઋષિઓએ  અનુકુળ સતિ સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા છે સ્ત્રી એટલે સબરસ તત્વોની ધરતી અને પુરૂષ એટલે વાયુ અને તેજ તત્વનું વાદળ ..

જ્યારે માદા અને નરની મૈથુન ક્રિયા થતી હોઇ ત્યારે પરસ્પરના પંચતત્વનું સંમિશ્રણ થતું હોય છે ત્યારે એક નવસર્જન થાય છે અને બંનેની મિશ્ર ઓરામાં ત્રીજી ઓરા સાથે      મૈથુનનો મહત્વનો ગુણ પણ દરેક શરીરમાં આપોઆપ પ્રસ્થાપિત થતો હોય છે આ રીતે સમજીને યોગ્ય સ્ત્રી અને પુરૂષની મૈથુન ક્રિયા થાય તે વ્યવહારોને ચારિત્ર્ય કહેવાય ..આપણે આગળ જોયુ કે પ્રારબ્ધ માટે ચારિત્ર્યનું મહત્વ છે કેવા શરીરોનું મૈથુન અને સંવનન થાય તે આધારે પ્રારબ્ધમાં પણ ફેરફાર  થતા રહે છે

ઋષિઓ અને ઋષિપત્નિઓ સંવનન અને સંભોગ કરતા પણ શરીરનું મૈથુન કરવા માટે યોગ્ય સમયકાળની રાહ જોતાં-કારણ કે તે ચારિત્ર્યનું નિયમન કરતા તેથી  તેઓ લગ્ન જીવન દરમ્યાન બહું ઓછી વાર મૈથુન કરતા જેથી કરીને તેના સંતાનો પણ દિવ્ય શક્તિશાળી અને મહાશક્તિઓથી ભરપુર હોતા.

જે લગ્ન સંસ્કારથી બે શરીરોને કાયમી સાથે નિર્વાહ કરવાની- અને હંમેશા પરસ્પરનું સંવનન કરવાની તેમજ સંભોગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોય કે પછી જાતે કરી લીધી હોય તે દિવસ-રાત સાથે રહે છે એકબીજાના શબ્દો સાંભળે છે એકબીજાની ઓરા એકબીજામાં મળતી અને ભળતી રહે છે એક સરખું ભોજન કરે છે વધુને વધુ રીતે એક સરખુ સંવનન અને સંભોગ થતા હોય તો બંનેની ઓરા પણ એક સરખી રહેતી હોય ત્યાર પછી યોગ્ય સમયે મૈથુન કરી શકાય તો શ્રેષ્ઠ ચારિત્ર્ય અને ઇચ્છે તેવા પ્રારબ્ધની રચના પણ કરી શકાય છે.

લગ્નસંસ્કાર વિનાના કોઇપણ શરીરના સંવનન અને સંભોગ તથા મૈથુનને કારણે કુ-ચારિત્ર્ય નિર્માણ થાય છે અને તેનું અનિશ્ર્ચિત પ્રારબ્ધ રચાતું જાય છે આમ કુ-ચારિત્ર્યના વ્યવહારોથી જીવનારા કોઇપણ સ્ત્રી-પુરૂષનું પ્રારબ્ધ પ્રતિદિન વિવિધ સમસ્યાઓ અને દુઃખોમાં સપડાતું જાય છે.

ચારિત્ર્ય હિનતાને કારણે શરીર અને માનસીકતાના જાણ્યા-અજાણ્યા અનેક દુઃખો પ્રારબ્ધ એટલે કે ભાગ્યમાં નિર્માણ થતા જાય છે

લોકો બ્રહ્મચર્યને વિશેષ મહત્વ આપે છે પણ ગૃહાસ્થાશ્રમ સૃષ્ટીના નિયમન અને સંવર્ધન માટે સર્વશ્રેષ્ઠ છે તેથી ચારિત્ર્યની જાળવણી સાથે પ્રારબ્ધની રચનાઓ થાય તેને મહત્વ આપવું જોઇએ

આજની ખોરવાય ગયેલી લગ્નસંસ્કારની વ્યવસ્થાઓ અને સામાજીક પરીસ્થિતી પ્રમાણે સ્ત્રીઓ અને પુરૂષો માત્ર શારીરીક ભોગોને સંતોષવા માટે સામ-દામ-દંડ અને ભેદ નીતિ જેવા તમામ રસ્તાઓ અપનાવી રહ્યા છે ત્યારે ભાગ્ય એટલે કે પ્રારબ્ધ માટેની આ સમજણ ચારિત્ર્યની મહત્વતાથી અજાણ સ્ત્રી-પુરૂષો માટે તેજપૂજ સમાન બની રહેશે

ચારિત્ર્યની પવિત્રતા માટે એક મહત્વની બાબત એ છે કે સંવનન અને સંભોગનું સ્થળ ભલે બદલતું હોય પણ મૈથુન માટેનું સ્થળ બને ત્યાં સુધી ના બદલતું હોય તે આવશ્યક છે

આટલા ઉંડાણથી અને વિવિધ સ્પષ્ટતાઓ સાથે આજે ચારિત્ર્યની જીવનમાં કેટલી મહત્વતા છે તે આપ સર્વે સમક્ષ રજુ કરી શકાયુ તે પણ નિયતીનો એક ક્રમ માત્ર છે. મારી આંતઃસ્ફુરણા અને વિવિધ રીતે અનુભવેલા અને જોવા જાણવા મળેલા અનેક ચારિત્ર્યોના દર્શનના પરીણામ સ્વરૂપ આ ચારિત્ર્યની મહત્વતાને ઉજાગર કરી શકાય છે તો આ બાબતમાં કોઇ ક્ષતિ રહી જતી હોય અને કોઇને પણ તે ક્ષતિ યોગ્ય રીતે સુધારવાની પ્રેરણા પ્રાપ્ત થાય તો નિસંદેહ તે સુધારવા માટે comments box માં જાહેર કરીને સુધારો કરાવે તેવી પ્રાર્થના છે.

આપનો કૃતજ્ઞઃ રાજ પ્રજાપતિ.

Advertisements

Responses

  1. NICE YAR


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: