Posted by: rajprajapati | 19/07/2010

હનીમુન અને ડેટીંગ

હનીમુન અને ડેટીંગ

આ હનીમુન શબ્દ યુવાનહૈયા માટે મધઝરતો છે  હનીમુન આમ તો લગ્ન પછી જ હોય તેવી માન્યતા છે પણ અહીં રજુ કરેલી અમુક બાબતોની સ્પષ્ટતા પછી કદાચ લગ્ન પહેલા પણ હનીમુન માણી શકાય તેવું લાગશે.

આવું કાંઇક ડેટીંગનું છે હનીમુનનું વાસ્તવિક અને વૈજ્ઞાનીક સ્વરૂપ ડેટીંગ છે લગ્ન સંસ્કાર પહેલા ડેટીંગ થાય તે જરૂરી છે

ડેટીંગ અને હનીમુન એક જ પ્રકારની પ્રક્રિયા છે ડેટીંગમાં  સમાગમ અને સંભોગની પ્રક્રિયા છે પણ રતિક્રીડા (મૈથુન) ની પ્રક્રિયા નથી આમાં સ્ત્રી અને પુરૂષે કોઇ પ્રકારે મૈથુન કરવાનું હોતું નથી. તે રીતે હનીમુનમાં પણ સમાગમ અને સંભોગ કરવાનો છે પણ રતિક્રીડા કરવાની નથી હોતી

મધુરજની લગ્ન પછી અને મિત્રરજની લગ્ન પહેલા હોય છે આ એક પ્રમાણિક અને પવિત્ર પ્રક્રિયા છે યોગ્યપાત્રની પસંદગી માટે લગ્ન પહેલા ડેટીંગ બહુ સારી બાબત છે તે રીતે લગ્ન પછી જીવનસાથી સાથે એકરૂપતા કેળવવા માટે હનીમુન પણ બહુ ઉતમ છે

ડેટીંગ એ અપુર્ણ અને પ્રાથમિક પ્રક્રીયા છે જ્યારે હનીમુન એ પુર્ણ પ્રક્રિયા છે ડેટીંગ ભવિષ્યના લગ્નજીવનની રૂપરેખા તૈયાર કરી આપે છે તો હનીમુનથી સમગ્ર લગ્નજીવનનું પ્રારબ્ધ નક્કી થાય છે

ડેટીંગ સમુહમાં પણ થઇ શકે છે અને એકલા પણ થઇ શકે છે સામાન્ય પરિસ્થિતીના વાતાવરણથી દુર શાંત અને રમણિય સ્થળે ત્રણ કે ચાર દિવસનું ડેટીંગ સારૂ ગણાય સ્ત્રીને માસીકધર્મના દિવસોના હોય ત્યારે ડેટીંગ જવાનું યોગ્ય છે માસીક સ્ત્રાવ પહેલા અને પછીના ત્રણ-ચાર દિવસ ડેટીંગમાં જવાનું યોગ્ય નથી, શારીરીક ઉતેજના વિનાની સામાન્ય માનસીકતા હોય ત્યારે ડેટીંગમાં જવાનું યોગ્ય ગણાય છે.

મધુરજની માટે નવદંપતિએ સલામત અને કુદરતી વાતાવરણના માનવવસ્તીથી થોડે દુરના સંપુર્ણ શાંત સ્થળે જવાનું હોય છે પત્નિનો માસીકધર્મનો સમય ગયા પછીનો સમય આ માટે યોગ્ય ગણાય છે.

ડેટીંગ અને હનીમુન માટે એકમાત્ર જ્યારે પૂનમનો ચંન્દ્ર પુરેપુરો સોળે કળાએ ચાંદની રેલાવતો હોય તેવા પૂનમની આગળના બે દિવસ અને તપૂનમ પછીના બે દિવસ સહિત વધુમાં વધુ પાંચ દિવસ હોય છે અથવા તો પૂનમની આગળ-પાછળના એક-એક દિવસ સહિત ત્રણ દિવસ યોગ્ય અને સારા હોય છે બાકીના દિવસો હનીમુન કે ડેટીંગ માટે યોગ્ય નથી હોતા.

રાત્રે દિવસની ચાંદની અને દિવસે સુર્યના પ્રકાશની શરીર અને મન ઉપર થતી વિવિધ અસરો અને પ્રભાવનું ડેટીંગ અને હનીમુનમાં મહત્વ રહેલુ છે તેથી તો પૂનમના દિવસોની આવશ્યકતાઓ છે આમ તો ડેટીંગ અને હનીમુન માનસીક એકરૂપતાની જ એક પ્રક્રિયા છે તેથી પવિત્રતા અને પ્રમાણિકતા જળવાય તે અતિજરૂરી છે.

ડેટીંગ અને હનીમુનમાં મોટાભાગની બધી બાબતો સામાન્ય અને એક સરખી હોય છે એક સરખુ અને એક સમાન ભોજન લેવાનું હોય, એક સરખા પીણાં પીવાના હોય, દિલ ખોલીને કોઇપણ વાત છુપાવ્યા વિના ભુતકાળમાં બનેલી સારી-નરસી વાતો અને અનુભવોની ચર્ચાઓ કરવાની હોય,  તો સાથે સાથે ભવિષ્યની રૂપરેખા અને અપેક્ષાઓની પણ ચર્ચાઓ કરવાની હોય છે ડેટીંગમાં હોય કે હનીમુનમાં હોય………. સ્ત્રી અને પુરૂષે મિત્રતાથી વ્યવહાર કરવાનો હોય છે આ દિવસોમાં કોઇ સ્ત્રી નથી કે કોઇ પુરૂષ નથી માત્ર બે શરીરો અને બે આત્માઓ હોય છે.

ડેટીંગ અને હનીમુનમાં અહંકારનો છેદ ઉડી જાય છે માનવીય લક્ષણો વધુ પ્રગટે છે આ ત્રણ કે પાંચ દિવસ દરમ્યાન સમાજ અને સંસારના વ્યવહારોથી બહાર નીકળીને મુક્તપણે વિચરણ કરવાનું થાય છે ડેટીંગમાં હોય કે હનીમુનમાં હોય…..આ દિવસોમાં એક મનુષ્ય બિજા મનુષ્ય સામે પ્રમાણિકતા અને પવિત્રતાથી હસી શકે છે એક બિજા સમક્ષ રડી શકે છે ડેટીંગ કે હનીમુનમાં જનાર કોઇપણ વ્યક્તિ સંયમશીલ અને નિખાલસ પણ હોવા જોઇએ- આમ તો ડેટીંગ અને હનીમુન આત્મિય પ્રક્રીયા છે માનસીકતાની પુર્ણ સ્વરૂપની પ્રક્રિયા છે આ સમયે શરીરનું કોઇ મહત્વ રહેતું નથી.

હનીમુન માટે પરણેલા જ જાય તે વાત પણ પુરતી નથી અને ડેટીંગમાં  અપરણિત જઇ શકે તે પણ અધુરુ છે કોઇપણ સ્ત્રી-પુરૂષ ડેટીંગ અને હનીમુન ઉપર જઇ શકે છે ડેટીંગ લગ્ન માટેની પુર્વ ભુમિકાનો માત્ર અવસર કે આયોજન નથી પણ નિખાલસતાની પરાકાષ્ઠા છે તે રીતે હનીમુન એ શરીરને અનુકુળ કરવાનો પ્રવાસ નથી પણ શ્વાસ અને શબ્દને કેળવવા અને મેળવવાનો પાવન પ્રસંગ છે.

ડેટીંગ ઉપર શું કરવાથી અને શું ના કરવાથી સાચી રીતે ડેટીંગનો આનંદ પ્રાપ્ત કરી શકાય ? .

(૧) સવાર-સાંજ બરાબર ન્હાવુ-ધોવુ અને શરીરને શુધ્ધ રાખવું કારણ કે શુધ્ધતા અને સ્વછતા હશે તો માનસીક પ્રફુલિતતા રહે છે

(૨) પરફુયમ કે બિજા સુગંધી પદાર્થોનો ઉપયોગ કરવો નહીં કે મેક-અપ કરવો નહીં

(૩) અનુકુળ અને સભ્યતાભર્યા સાદા કપડા પહેરવા.

(૪) લેખન-વાંચન કરવું નહી કારણ કે તેની અસરો તત્કાલીન માનસીકતા ઉપર પડતી હોવાથી કુદરતી નિખાલસતા જાળવી શકાતી નથી.

(૫) એક-બિજાએ પરષ્પર વાતો કરવી પણ અન્ય કોઇપણ વ્યક્તિ સાથે આ દિવસોમાં વાત કરવાનું ટાળવું જરૂરી છે કારણ કે આ આત્મિય પ્રક્રિયારૂપે નિભાવવાનો પ્રસંગ છે તેથી બિજાના શબ્દો કે તેના શ્વાસ ડેટીંગ કે હનીમુન ઉપર રહેલા બંને પાત્રોની શ્રવણ અને શબ્દની શુધ્ધતાને અવરોધે છે.

(૬) ક્રુત્રિમ સંગીત કે ગીત-ગાયનો સાંભળવા નહીં કારણ કે શ્રવણ અને શબ્દને તે પ્રભાવીત કરે છે.

(૭) ભોજન પણ એક સરખુ અને પ્રમાણસર લેવું ભોજનમાં ફળો-સુકો મેવો-દુધ જેવો કુદરતી આહાર લેવો.

(૮) સવારે ઉઠીને થોડા પ્રાણાયામ અને વ્યાયામ પણ કરવો.

(૯) સવારે ૨-૩ કલાક અને બપોર પછી ૪-૫ કલાક કુદરતી વાતાવરણના શાંત સ્થળે ફરવા જવું

(૧૦) રાત્રે ૯ વાગ્યા સુધી સાથે રહેવું અને રાત્રી ભોજન પછી જુદા રહેવું ખાસ તો જ્યાં પણ ડેટીંગ માટે ગયા હોય ત્યાં બંનેની સુવાની વ્યવસ્થા અલગ જ હોવી જોઇએ અને બંનેના શયનકક્ષની વચ્ચે થોડુંક અંતર હોવું જરૂરી છે.

આજ પ્રમાણે હનીમુનમાં ડેટીંગના આ વણલખ્યા નિયમોને અનુસરવાનું હોય છે પરંતુ એકબિજાને પરણેલુ હોય તે યુગલ રાત્રી દરમ્યાન એક જ શયનકક્ષનો ઉપયોગ કરી શકે છે છતાંપણ તે સંયમ જાળવીને રતિક્રીડા ના કરે તે આવશ્યક છે.

હવે…. આપને વિચારવાનું છે કે…. આપ કોની સાથે- કેવા  સ્થળે ડેટીંગ માટે જઇ શકો છો ? જો પરણિત હોવ તો હનીમુન વિશે વિચારો…….

અહિં જે રીતે હનીમુનની બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે તે પ્રમાણે તો ગમે તે ઉંમરે હનીમુન ઉપર જઇ શકાય છે.


Responses

  1. good


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: