Posted by: rajprajapati | 09/06/2010

કોઇ દિકરી ના દેજો પરદેશ

કોઇ દિકરી ના દેજો પરદેશ

થોભો અને ફરી વિચારો કે

જો આ હાથ છુટી જાય તો પરદેશમાં આપણી લાડલીનું કોણ…?

—(( એટલે તો GLOBAL  GUJARAT  HELP  LINE  (GGHL)

નો ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પ્રારંભ કરશે તેવી દુનીયાભરના ગુજરાતીઓની આશા અને અપેક્ષા છે.))—-


આજે પાઉન્ડ અને ડોલરના ચલણવાળા પરદેશોની હિન્દી-અંગેજી ફિલ્મોમાં જોવા મળતી આભાસી સાહ્યબી જોઇને મા-બાપ લાડકી દિકરીને પરદેશમાં પરણાવે છે અને તે સુખની લાલચ દિકરીને અને તેના મા-બાપને કેવી પીડાદાયક પરીસ્થિતીમાં મુકે છે તેની દર્દનાક લાલબતી ધરતા નાટક કોઇ દિકરી ના દેજો પરદેશ નો પ્રથમ પ્રયોગ ગાંધીનગરના ક્લાપારખુ ઝવેરીઓ સામે રજુ કરવામાં આવ્યો અને તેનો સીધો લાભ મને પણ મળ્યો….

આજના સ્પર્ધાત્મક સમયના વૈશ્વિક પ્રવાહમાં લાંબો વિચાર કે ભવિષ્યની પરવા કર્યા વિના લોકો દુનીયામાં માણસાઇ વગરના કહેવાતા ડોલરીયા પરદેશમાં વ્હાલી દિકરીને વળાવે છે ત્યારે એક ભૌતિક સુખ મેળવવા તે દિકરીને અનેક દુઃખોનો ભોગ બનાવે છે.

આજે દુનિયાની પ્રથમ હરોળમાં રહેવા માટે ગુજરાત પણ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે ભૌતિક સુખોની લાલચમાં દિકરા-દિકરીઓને આપણાથી દૂર પરદેશમાં પરણાવીને તેને નર્કમાં ધકેલવા જેવું કામ કરીએ છીએ…

આજે ગુજરાતમાં પણ લોકો જાત મહેનત અને ધગશથી કોઇપણ સફળતા મેળવી શકે તેમ છે. ગુજરાતનો માણસ ઓશિયાળો નહતો પણ પૈસાની લાલચમાં ગુજરાતી ઓશિયાળો બની પરદેશમાં કુટાય રહ્યો છે.

”કોઇ દિકરી ના દેજો પરદેશ” નાટકનો પ્રથમ પ્રયોગ ગાંધીનગરના ટાઉનહોલમાં કરવામાં આવ્યો… ફિલ્મી દુનીયાના અનુભવી એવા સમર્થભાઇ ગઢવીના દિગ્દર્શનમાં લેખક નટવરભાઇ ગઢવીએ આજે ગુજરાત સ્વર્ણિમ વર્ષની ભવ્ય ઉજવણી કરી રહ્યુ છે અને મહિલા સશક્તિકરણમાં સફળ અને ભગીરથ પ્રયાસ કરી રહ્યુ છે. તેમજ દિકરી પણ દિકરાથી વિશેષ બની શકે તેવી આપણા રાજ્યની ધરખમ વ્યવસ્થાઓ ઉભી થઇ ચુકી છે ત્યારે

ભ્રુણ હત્યાને બદલે દિકરીઓને જન્મ આપી તેને  સામર્થ્યવાન બનાવો અને પૈસાની લાલચમાં દિકરીને પરદેશમાં પરણાવવાને બદલે આપણી માતૃભુમીમાં તેને પુરતી હુંફ આપી સ્વબળે સુખી જીવન આપવામાં આવે ……… તેવા બહુ જ સારા ઉદેશથી પરંતુ સમાજને લાલબતી એટલે કે ચેતવણીરૂપ પ્રથમ અંકનો મંચ ઉપર પ્રયોગ  બિનઅનુભવી કલાકારોને કારણે અર્ધસફળ રહ્યો હતો

અને મને વિશ્વાસ છે કે આ લાલચુ માતા-પિતા અને ફિલ્મોમાં પરદેશની જોવા મળતી ઝાકઝમાળથી અંજાઇને પરદેશની અણદીઠી ભોમકામાં પહોચવા ઉતાવળે લગ્ન માટે સંમત થતી ગુજરાતની દિકરીઓ માટે ચેતવણી સાથે જનજાગરણનું આ  ”કોઇ દિકરી ના દેજો પરદેશ” નાટક નજીકના ભવિષ્યમાં બહુ લોકપ્રિય બનશે…..

(  અમેરીકા. કેનેડા.યુ.કે. આફ્રિકા જેવા સાત સંમદર પાર  આવેલા પરદેશમાં પરાયાઓની ભુમી ઉપર જવા માટે મથામણ કરનારા કોઇ પણ માણસ માટે આ નાટક એકવાર જોવા જેવું તો ખરૂ ..  આજે પણ પરદેશમાં અનેક બહેન દિકરીઓ દોઝખમાં જીવે છે…લગ્ન પછી થોડા સમય બાદ ત્યાં આપણું વ્હાલું સંતાન રઝળી પડે છે ત્યારે લાલચ પીડાદાયક  બની જાય છે.

માદરે વતન છોડીને રાતોરાત માલામાલ થવા પરદેશ ગયેલા લોકોમાંથી માત્ર ૫ ટકા અડધા-પડધા સફળ થયા છે.. બાકી ૯૫ ટકા લોકો પરદેશમાંપરાયાની મજુરી કરી રહ્યા છે.

આપણા દેશમાં આવીને ૨-૫ વર્ષની બચતના ૫-૧૦ હજાર પાઉન્ડ કે ડોલર વાપરે તો લોકો એવું સમજે છે કે ત્યાં લોકો માલામાલ થઇ જાય છે હક્કિતમાં તો આપણા રૂપીયાના ચલણ અને ડોલર-પાઉન્ડના ચલણ વચ્ચે ૩૫ થી ૭૦ ગણો તફાવત હોવાથી પ-૨૫ હજાર પાઉન્ડળી અથવા તો ડોલરડી લોકોને તો લાખો રૂપીયા જેવી લાગે છે અને આ ગેરસમજણ કે પૈસાની લાલચ વતનમાં સ્વમાન અને સન્માનભેર જીવતા ગુજરાતી કે ભારતીયને પરદેશની પરાયી પ્રજાના ગુલામ કે નોકર બનાવી રહી છે. )

ઇન્ટરનેટ ઉપર ચાલતી રીલેશનશીપ અને ફ્રેન્ડશીપની સાઇટો ઉપર લાખો લોકો લાગણી અને પ્રેમ શોધી રહ્યા છે.. ભારતમાં લોકપ્રિય બનેલી આવી અનેક સાઇટો ઉપર પરાયા દેશમાં પૈસા કમાવા માદરે વતનમાં બાળપણના મિત્રો. સગાસંબધીઓ. અને જ્યાં પોતાપણાની સંવેદના છલોછલ ઉભરાય છે તેવી માટીની મહેક છોડીને ગયેલાઓ ફરી  વતનની હુંફ પામવાને લેપટોપ ને કોમ્પ્યુટરોના કી બોર્ડ મસળી રહ્યા છે..

રાતની રાતો ઉજાગરા કરીને વતનના સાવ અજાણ્યા લોકો સાથે પણ ચેટીંગ કરી પોતાના મન મનાવી રહ્યા છે..  ત્યારે પરદેશના માણસાઇ વગરના પરાયા લોકો પોતાની લાડકી દિકરી કે દિકરાને ભાગ્યના ભરોસે વળાવી દેતા પહેલા એટલો વિચારતો કરજો કે ત્યાં સાત સંમદર પાર આપણી દિકરીને કોઇ દુઃખ પડે છે કે જેના ભરોસે વળાવી તેનાથી વિશ્વાસઘાત પામીને રઝળી પડે ત્યારે બિજા લોકો પણ તેનો ગેરફાયદો લેતા હોય છે તે પણ ધ્યાને રાખવું જરૂરી છે.

પરદેશમાં વિશ્વાસઘાતનો ભોગ બનતી અનેક લાલચુ છોકરીઓ અને લાલચુ મા-બાપને કારણે પરણેલી દિકરીઓનું મદદના બહાને મહીનાઓ કે વર્ષો સુધી શારીરીક, માનસીક અને આર્થીક શોષણ પણ કરવામાં આવતું હોવાના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે ત્યારે ‘’કોઇ દિકરી ના દેજો પરદેશ’’ ના નાટકને સમજવાની લોકો કોશીષ કરે અને પરદેશની લાલચ કે વૈભવની વાસના છોડી દિકરીઓને મા-બાપ સશક્ત અને સામર્થ્યવાન બનાવે તેવી મારી આપ સૌને પ્રાર્થના સાથે વિંનતી છે.

ગરવુ ગુજરાત આજે દુનીયાભરને ધણધણાવે તેવા સ્વર્ણિમ ધ્વનિથી સ્વર્ણિમ વર્ષની વૈશ્વિક કક્ષાની ભવ્ય ઉજવણી કરી રહ્યુ છે ત્યારે દુનીયાના અનેક દેશોમાં વસી રહેલા ગુજરાતીઓને અને ગુજરાતની બહેન-દિકરીને ક્યાંય ઓશિયાળુ ના થવું પડે તે માટે વિશ્વભરના ગુજરાતીઓની મદદ અને માર્ગદર્શન પુરૂ પાડતી

GLOBLE GUJARAT GOLDEN LINE  (help line)

નો મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પ્રાંરભ કરશે તેવી મારી અને દુનીયાભરના ગુજરાતીઓની આશા અને અપેક્ષા છે.

આપનો કૃતજ્ઞઃ- રાજ  પ્રજાપતિ

Advertisements

Responses

 1. Sir, Without knowing how u can say that all NRI r
  like what drama director said?
  (He is doing business )

  I have gone trough your writeup .

  U r not thinking in a human way!
  U do not have any right to degrade NRI.
  All r not doing what u r thinking.
  Top people r Gujarati.

  Before writing anything on web PLS, think think
  It will not effect any person.

  Reply on web if u can.

  Go to Ahmedabad international airport.

  All the best.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: