Posted by: rajprajapati | 07/06/2010

કામસુત્ર અને વાત્સ્યાન ને કોઇ સંબધ નથી.

ભાગ- ૧

આજના કામસુત્ર  અને વાત્સ્યાન ને કોઇ સંબધ નથી.

આજનું કામસુત્ર  ખોટું છે તે દુનિયાનો કોઇ માણસ સ્વિકારવા તૈયાર નહી થાય પણ હવે પછીનું આગળ જેમ જેમ વાચશો તેમ તેમ તમને પોતાને સમજાય જશે કે આજનું કામસુત્ર તો ખરેખર ખોટું છે…

ખજુરાહો કે અજંતા-ઇલોરામાં કોતરાયેલા શિલ્પો પણ આ કામસુત્રને આધારે જ વિકૃત શિલ્પીઓએ બનાવીને ચાલુ કામસુત્રને આધાર પુરો પાડ્યો,  તેથી માનવ સમાજ કામસુત્રને અને તેને આધારભુત ગણાવતા શિલ્પોનુ અનુકરણ કરતો થયો.  આજે તેના પરીણામે સુષ્ટિ ઉપરના જીવ જગત ઉપર અનેક જોખમો ઉભા થયા છે.

નર અને માદાની રતિક્રિડા કે મૈથુનક્રિડાને સમજતા પહેલા શરીર રચના અને તેની શ્વાસ ઉચ્છશ્વાસની આખી ક્રિયા આપણે સમજવી પડશે. સાથે સાથે પ્રારબ્ધ નિર્માણ કરતી શરીરની ઓરા વિશે પણ વિચારીએ..

કોઇ પણ પ્રકારનું શરીર સૌથી પહેલા એક બિજ માંથી બને છે બિજનું ફલન થવાથી શરીરના પીંડની રચના થાય છે આપણે જેને અંડાનું કે શુક્રાણું કહી છીએ તે એક જ બિજના બે ભાગ હોય છે અંડાણું બિજ અને શુક્રાણું બિજ ઋણ અને ધન વિજભારની જેમ નેગેટીવ અને પોઝીટીવ હોય છે અને જીનેટીક મેમરી પ્રમાણે એક બિજા સાથે જોડાય છે કોઇ પણ રીતે આવા બિજ ભેગા થાય પછી તેનું ફલન પણ હવા-પાણી અને આહારથી થાય છે કોઇ બિજ પોતાની આપમેળે ફલન પામતું નથી

સૃષ્ટિ ઉપર અનેક પ્રકારના શરીરો છે. જેમ કે વૃક્ષો. જળચર પ્રાણીઓ. પક્ષીઓ. પશુઓ અને જીવાણું તથા મનુષ્યો…..

મનુષ્યો સિવાયના શરીરોનું સંવનન સામાન્યતઃ કુદરતી હોય છે. પણ મનુષ્યનું સંવનન અકુદરતી હોય છે.

દરેક પ્રકારના શરીર અને જીવનનો આધાર તેના શ્વાસ અને ઉચ્છશ્વાસને આધિન હોય છે. દરેક શરીરને શ્વાસ અને ઉચ્છશ્વાસની પ્રક્રિયાઓ ફરજીયાત છે જો આ ક્રિયા અટકી જાય તો શરીર નકામું થઇ જાય અને શરીર મૃત બની જાય.

મનુષ્યના નર-માદાના સંવનનને જેમ જેમ વધુ અનુકુળ બનાવવા ગયા તેમ તેમ તેમાં નવી નવી વિસંગતતાઓ ઉમેરાતી ગઇ…

માદાનું ગર્ભાશય હક્કિતમાં એક બ્ર્હાંડ છે . તેની અંદર આખું આકાશ તત્વ સમાયેલુ હોય છે. નર-માદાના સંવનન સમયે જે પ્રકારે શરીર ગોઠવાયેલું હોય તે પ્રમાણે જ ગર્ભાશયની અંદર સંકોચન અને વિસંકોચનની ક્રિયાઓ થતી હોય છે જ્યારે પણ માદા કે નર ની કુદરતી શરીર રચનામાં સંકોચન થાય તેની સીધી અસર માદાના ગર્ભાશયની સાથે સાથે… બંને ના શરીરની ઓરા ઉપર થાય છે.

દરેક શરીરને ચોક્ક્સ પ્રકારની ઓરા હોય છે અને તે શરીરના અન્ન આહાર શ્વાસ અને શબ્દ પ્રમાણે બદલતી હોય છે. ક્યાં મનુષ્યની ઓરા કેટલી છે તે હજી ચોક્ક્સ રીતે કહી શકાતું નથી પણ તેના શબ્દોના પ્રભાવ અને શરીરના આકર્ષણ ઉપરથી અંદાજ લગાવી શકાય છે. સામાન્ય રીતે શરીરથી એક ફૂટ શરીરને સંગત ઓરા હોય છે અને ઘણા બધા લોકો એવા પણ હોય છે કે તેના શરીરને ૨-૩ ઇંચ જેટલી ઓરા હોય છે. અને ૨ થી ૧૦ મીટરની પણ ઓરા હોય છે.

( ૬ ફૂટ ઉંચા અને ૩ ફૂટ પહોળા મનુષ્યનું શરીર જ્યારે ઉભુ હોય ત્યારે તેની ઓરા આશરે ૭ ફૂટ ઉંચી અને ૫ ફૂટ પહોળી હોય છે. પણ આ મનુષ્ય શરીર પલાઠી લગાવીને બેસી જાય ત્યારે શરીરની ઉંચાઇ ૪ ફુટ હોય અને પહોળાઇ ૩.૫ ફુટ થાય તો તેની ઓરા ત્યારે ૫ ફુટ ઉંચી અને ૫.૫ ફુટ પહોળી હોય છે. આ સામાન્ય સમજણ માટેનું ઓરાનું ઉદાહરણ છે.)

આજે મોટાભાગના લોકોને સંવનન તથા સંભોગ અને મૈથુન વચ્ચેના તફાવતની તેમજ  માદા અને નરના અનેક પ્રકારોની પણ ખબર નથી

ગારૂડી, બિલડ, સિંહલ, શ્વાન, સર્પ, મુષક, હિરણ્ય, મેષ જેવા મનુષ્ય નરના પ્રકારો છે તો સર્પિણી, હસ્તીની, મૃગલી, શંખીણી, પદમણી, અશ્વિની, હરણી જેવા મનુષ્ય માદાના પ્રકારો છે તે પ્રમાણે તેના સંવનન અને મૈથુનના પણ ચોક્ક્સ સમય હોય છે અને નક્ષત્રો તથા ગ્રહમાન આધારે બંધબેસતા નર-માદાનું રતિધાતુ મૈથુન થવું જોઇએ પણ આવું તો કોઇ જ્ઞાન લોકો પાસે કે આજના કામસુત્રમાં પણ જાણવા જોવા મળતું નથી.

કામસુત્રના આસનોની બાબતો ઉપરથી એવું લાગે છે કે કોઇ પણ શરીર તેની મુળ ઓરાને સંકોચીને કે વાળીને સંવનન કરે તો તેની વાસ્તવિક ઓરા કરતા પણ વધુ નાની અને આકાર વિનાની ઓરા થઇ જાય તો તેની સીધી અસરો  ગર્ભાશય અને મૈથુન પછી મિલન પામતા બિજ ઉપર તો થાય છે.તે વાત્સ્યાનથી અજાણ્યુ તો ના જ હોય ને.. ઓરાને વાંકી ચુકી થાય તેમ મૈથુન કરવાની કોઇ ખોટી વાત વાત્સ્યાન કરે નહીં

એક તો આજના મનુષ્યો સાચો ખોરાક ખાતા નથી અને કોઇ વર્ણ વ્યવસ્થા પણ રહી નથી. નર અને માદાના પ્રકારો પ્રમાણે લગ્ન પણ થતા નથી કે એવા યોગ્ય નર માદા પણ સંવનન-મૈથુન માટે ભેગા થતા નથી….

શરીર ચલાવવા માટે જેમ શ્વાસ સૌથી વધુ મહત્વના છે તેમ અન્ન/ જળ અને પ્રકાશ પણ ચોક્કસ માત્રામાં મળવા જરૂરી છે. આજે ક્યા ક્યા ખોરાકની કેવી અસર થાય તે તો કોઇને ખબર નથી. આમ આપણે જે કામસુત્રને સાચું માની તેને અનુસરીએ તે શરીર અને માનસીકતા માટે ઘણું ખતરનાક બને છે.

કામસુત્રમાં જે આસનો બતાવ્યા છે તે બધા આસનોમાંથી માત્ર બે આસનો સાચા છે બાકી બધા આસનો વિકૃત ભેજાબાજોની ઉપજ છે… સંસ્કૃતમાં હોય તે સાચુ હોય તેવું માનવું નહી…બિજી ભાષાઓની જેમ સંસ્કૃત એક ભાષા છે અને સંસ્કૃત દેવભાષા છે તે વાત તદન ખોટી છે. પંડીતોએ પોતાની તન-મન અને ધનની વાસનાઓ અને વિકૃતીઓ સંતોષવા માટે સંસ્કૃત ભાષાને દેવભાષા ગણાવી અને સંસ્કૃતમાં ચિતરાયેલા ચોપડાને શાસ્ત્રોનું વિશેષણ આપી દિધુ છે.

( સ્વયં પ્રગટ બ્ર્હમ સ્વરૂપ છે પણ સંસ્કૃત નથી આવડતું તો શું ? શ્રીમદ રાજ પ્રજાપતિજી મહારાજને દેવરૂપ ના ગણવા ? મારા દાદા મૃતસ્વરૂપ છે તો શું સ્વર્ગસ્થ મનુષ્ય ના કહેવાય  ?  “ જીવતા હોય તે બધાને પ્રગટ સ્વરૂપ “ કહેવાય છે, લોકોને આવી નાની બાબતોની જાણકારી નથી તેનો સાંપ્રદાયીક વડાઓ પોતાનો ધંધો વધારવા દૂર ઉપયોગ કરી રહ્યા છે.)

જો વાત્સ્યાનને શ્વાસ અને ઓરાનુ જ્ઞાન ના હોય એવું તો બને જ નહીં જો આજનું કામસુત્ર સાચુ હોય તો શબ્દ / શ્વાસ અને ઓરા ની દરેક બાબત તેમાં સ્પષ્ટ કરી હોત ને…આજનું કામસુત્ર સાચુ નથી એટલે તો ઓરા અને શ્વાસના રીધમ પ્રમાણે ક્યા ક્યા આસનોથી કોણે કોની સાથે મૈથુન કરવું તે ક્યાંય આજના કામસુત્રમાં બતાવ્યું નથી.

તમે જોઇ શકો અને સમજી શકો તેવી સીધી વાત છે કે કામસુત્રમાં નર માદાના પ્રકાર પ્રમાણે કોઇ સમય કે નિયમ સ્પષ્ટ કરેલ નથી… મનુષ્ય માદાએ કેવો અન્ન આહાર કરવો જોઇએ અને કેવા આસનોથી ક્યા નર સાથે સંવનન કરવું જોઇએ કે મનુષ્ય નર માટે કેવો અન્ન આહાર કરવો જોઇએ અને કેવા આસનોથી કઇ માદા સાથે સંવનન કરવું જોઇએ તેનું નિરૂપણ પણ આપ્યું નથી.

વાત્સ્યાન અને કામસુત્રના નામે આધુનિક રીતે જાતીય ફિલ્મો પણ ઇન ડીમાન્ડ રહે છે. અને તે પ્રકારે નર માદા પોતાના શરીરને પશુઓની માફક વાંકુ ચુંકુ કરીને જાતીય આનંદ પ્રાપ્ત કરવા નિષ્ફળમાં નિષ્ફળ પ્રયત્નો વારવાંર કરતા હોય છે. અને તેનાથી શરીર અને માનસીકતાને ઘણું નુકસાન થઇ રહ્યુ છે.

આપણે જો વાંકા ચુકા થવાનું હોત તો બિજા પશુઓની જેમ પુછડા/શિંગડા/અને બે હાથ- બે પગ ના બદલે ચાર પગ આપ્યા હોત…

એક દુઃખદ વાસ્તવિકતા એવી પણ છે કે ૧૦૦ માંથી ૯૮ ને સાચી રીતે ચુંબન કરતા પણ આવડતું નથી……. સાચી રીતે ચુંબન કરવામાં નર-માદાનો શ્વાસ અને ઉચ્છશ્વાસનું રીધમ એક જ પરામાં આવી જાય છે. અને નર-માદાને કલાકો સુધી ધ્યાનમાં જઇ શકે છે. ચુંબન કરતા આવડતું ના હોય તે કેવી રીતે સાચી રીતે મૈથુન કરી શકે..? આ બાબત ઓશો બરાબર જાણતા હતા અને તેના ગહન ચિંતન પછી તેણે “સંભોગથી સમાધી સુધી “….. રચ્યું  અને લોકો સંભોગનો અનર્થ મૈથુન કરીને શરીરની વાસના ભોગવવા લાગ્યા બરાબર સમજો કે…. સંભોગથી….. છે , મૈથુનથી સમાધી સુધી નથી …

આપના સૌને આજે કદાચ આ વાત સાચી ના લાગે કે વિશ્વાસપાત્ર ના લાગે તો પણ જે પરણિત કે અપરણિત નરમનુષ્યો અને માદામનુષ્યો સંવનન કે મૈથુન કરવામાં કામસુત્ર કે અન્ય શિલ્પો અથવા કોઇ ચિત્રપટનુ અનુસરણ કરતા નહીં બહું નજીકના ભવિષ્યમાં તમામ પાસાઓ અને બીજી બાબતોનો તાલમેળ અને ખરાઇ કરીને આપની સમક્ષ કામસુત્રના વાસ્તવિક સત્યોને વધું ઉતમ પ્રકારે રજુ કરીને સાચી રીતો અને સાચા આસનો સાથે આપવા પ્રયત્ન કરીશ…..

આજે સંસારે ભોગવેલી અનેક ક્રિયાઓ કે અનેક ક્રિડાઓના સત્યો સંસાર સામે લાવીને મારે કદાચ અનેક વિવાદો અને સમર્થનોનો ભોગ બનાવાનું છે.

પરંતુ સંસારને જો ઉત્તમ સત્યો અને સુકર્મોની માહિતી આપવામાં વિવાદો થાય તે અપેક્ષિત છે અને સમર્થન મળે તે સ્તુત્ય છે…..

( ભાગ – ૨ ટુંક સમયમાં……..)

Advertisements

Responses

 1. Dear Raj
  Good but as per my study sex is main essence in marriage life.
  Past 22 year staying with abroad life. Many people do not know perfectly how to enjoy life.
  Now a days u have to educate people.
  10 year before & now daily i feel that learning is best.Using books & movie for education purpose.
  Now feeling that i should learn before.
  After all man has to learn.

  We do not have any mechanism in society for youth.

  How many people r open to talk about sex in India?
  Other matter we talk a lot not useful for life.

  People have gun but they do not know how to use!

  Think!
  Your message will go to society!

 2. પ્રિય રાજભાઇ

  તમારુ સેક્સ પરનું તથા કામસુત્ર પરનું લખાણ વાંચ્યુ. મિત્ર મારે આપને જે કાંઇ કહેવાનું છે તે એ છે કે આ પૃથ્વી સર્જન અને વિસર્જનનો સિલસિલો માત્ર છે. વુસર્જન માટે કુદરતે માત્ર મૃત્યુને માધ્યમ બનાવ્યુ છે જ્યારે તમામ સજીવોમાં વિવિધ પ્રકારે મૈથુન દ્વારા સર્જન પ્રક્રીયાને ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો છે. પક્ષીઓ તથા પ્રાણીઓના મૈથુનને આપણે જોપ સહજ ગણતા હોઇએ તો પછી માનવ પણ એક પ્રાણી નથી ? તફાવત માત્ર એટલો છે કે માણસ પ્રાણીસહજ જે કાંઇ કરે છે તે સાથે સાથે તેને સમજવાનો તથા તેને બીજા પ્પ્રાણીઓ કરતા વધુ કલાત્મકતા તથા સંપુર્ણતાથી કરવા પ્રયત્ન કરે છે . . . બીજી અન્ય બાબતોમાં જો સર્જનાત્મકતા આવક્ર્ર્ય હોય તો પછી સંભોગમાં શા માટે નહી ? વાત્સ્યાયનને બીચારાને જક્યા ખબર હતી કે જે ભારતીય સમાજ માટે તેમણે વર્ષોપરાંત જે શંશોધનો કર્યા છે તેને આજ સમાજ વખોડી કાઢસ્શે . . . જવા દ્યો બાપુ તમ તમારે ઠોક્યે રખો . . સર્જન બર્જન તો સમજ્યા પણ આપણે આપણા મનમાં જે કાંઇ હોય તેને જ સાચુ ઠેરવવાય રહ્યુ ને ? ચલો ત્યારે તમને અને આ વાંચનરાઓને મારા “જય વાત્સાયન ! ! !”

 3. જો ભાઈ માણસોને બુદ્ધિ છે અને જાનવરોને બુદ્ધિ નથી હું માનુછું ત્યાં સુધી દરેકે પોતાનો આનંદ ગુમાવો ના જોઈએ જાતિયતા એ આ સંસારની પાયાની જરૂરિયાત છે જો તમે સંભોગને એક પુજા માનશો તો મને વધરે ગમશે….. સંભોગ એટલે બે માણસોનો સરખો ભોગ જે આનંદ સમાધિમાં છે એજ આનંદ સંભોગમાં છે… સાચો સંભોગ ભલ ભલા દુખ મિટાવી દેછે ..આદુનીયામાં સંભોગ જ ના હોત તો પહેલા તો તમે પેદા ના થયા હોત અને મારે આ comment લખવાની જરૂર ના પડી હોત

  • આદુનીયામાં સંભોગ જ ના હોત તો પહેલા તો તમે પેદા ના થયા હોત અને મારે આ comment લખવાની જરૂર ના પડી હોત

   આમ પણ આ કોમેન્ટસ વિષય વસ્તુ કરતાં થોડી જુદી છે એટલે ખોટી લખાય ગઇ છે.. પણ સારી છે.. સંભોગ… સમાગમ.. અને મૈથુન…. આ ત્રણ શબ્દોના અર્થ સમજવા જરૂરી છે… સંભોગથી પ્રજોપ્તિ થતી નથી નર-માદાની મૈથુનક્રીડાથી પ્રજોપ્તિ થાય છે… હું સંભોગથી નહીં પણ માતા-પિતાના મૈથુનથી અવતરેલો મહાન માણસ છુ.. કદાચ આપના જેવા બુધ્ધીશાળીઓ સંભોગથી જન્મી શક્યા હશે….જગદીશભાઇ રાવલ સાહેબ આપનો ખુબ ખુબ આભાર…. હું પણ સંભોગને પૂજા માનું છુ અને અવૈધ મૈથુનને અનિષ્ટ માનું છુ…..
   (jagdish raval-સંભોગ એટલે બે માણસોનો સરખો ભોગ જે આનંદ સમાધિમાં છે એજ આનંદ સંભોગમાં છે… સાચો સંભોગ ભલ ભલા દુખ મિટાવી દેછે ).. આપના પરીચયમાં કોઇ સ્ત્રી હોય કે જે સમાધિ સુધી લઇ જઇ શકે એવી સંભોગનો આંનદ આપી શકે તો જરૂર આનંદ લેશો… અને બિજા મિત્રોને પણ સંભોગનો લાભ આપશો… આભાર….


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: