Posted by: rajprajapati | 06/06/2010

પરમાત્માનું સરનામું

હમણા કાનજી v/s કાનજી શિર્ષકવાળું નાટક બહુ જોરશોરથી પ્રચલિત થઇ રહ્યું છે કારણ કે બહુ વ્યવસ્થિત રીતે અંધશ્રધ્ધાના અનેક પરીમાણોને સ્પષ્ટ કરીને રજુ કર્યા છે


આમ તો કાનજી v/s કાનજી એ આત્મા અને મન વચ્ચેનું તુમુલ યુધ્ધ છે.


( મે ૧૯૯૭ માં આ બાબતને લઇને એક સામયિક શરૂ કરેલુ જે પહેલા અંકથી પિટાય ગયું અને ૬૦ હજારનું દેવું થયું આ નાટક મારા સામયિકનો પડઘો પાડે છે તેથી મને મારું દેવું ઉતરતું લાગે છે.)


કાનજી v/s કાનજીનું નાટક આપના વિસ્તારમાં આવે એટલે અચુક જોજો. ( હું તેનો પ્રચાર નથી કરતો પણ માણસની જીંદગીનો કિંમતી સમય અંધશ્રધ્ધામાં બગડી રહ્યો છે જીંદગીમાં કરવા જેવા અને ન કરવા જેવા કર્મોની ગણિત સમજાય જાય તો આ અમુલ્ય જીંદગીને સાચા રસ્તે માણી શકાશે.)

આપણે બધા નજરો નજર જોઇએ છિએ કે શીવલીંગ ઉપર રેડાતું દુધ અને બિજા અનેક કિંમતી પદાર્થો  મંદિરની પાછળ ગટરમાં જાય છે અને છતાં લોકો શ્રાવણ મહિનામાં હજારો ગેલન દુધ અને કિંમતી ચીજો ગટરમાં નાખે છે

આત્મા સો પરમાત્મા અને “ अंहं ब्र्ह्मास्मि ” તથા “जीव ही शीव है” અને “तत्वमसि” જેવા સિધ્ધાંત સુત્રો આપણે વાચ્યા અને સાભળ્યા છે આ સિધ્ધાંત સુત્રોને આપણે સમજી શક્યા નથી તે આપણું દુર્ભાગ્ય છે.

માણસ જે મંત્રો કરે, પ્રાર્થનાઓ કરે, સ્તુતિઓ ગાયા કરે, આરતીઓ કર્યા કરે તે માત્ર દંભ છે અથવા તો મુર્ખતા છે મુર્ખતા સારુ ન લાગે તો ઢોંગ છે, પણ સરવાળે આકાશમાં છાણા થાપે છે

સત્ય અને પવિત્રતા વિનાના શબ્દોમાં શક્તિ નથી, અંધશ્રધ્ધાની કલ્પનાઓમાં ક્યાંય ઇશ્વર નથી.

લાલચું અને સ્વાર્થી માનસીકતાથી સુખ મેળવવા જપ, તપ, પુજા, મંત્રો, યજ્ઞો , સ્તુતિઓ, પ્રાર્થનાઓ કરીએ છીએ તે વ્યર્થ છે તેનું કોઇ મુલ્ય નથી કે તેની કોઇ સાચી અસરો થતી નથી કારણ કે આ બધુ કરવામાં પાયાના સિધ્ધાંતોનું અને નિયમોનું પાલન થતું નથી, સીધી કે આડકતરી રીતે કોઇના હક્કનો રોટલો છિનવી લઈને બીજાને અન્‍નદાન કરવાનું કોઇ મુલ્ય નથી તેમ જેના શબ્દોમાં સત્યની શક્તિ નથી તેની સ્તુતિ, પ્રાર્થના કે મંત્રોનો કોઇ અર્થ નથી,

માણસ જે ભાષા બોલે તેના શબ્દોમાં જે અક્ષરોનો ઉપયોગ થાય છે જે ઉચ્ચારો થાય છે તે ઉચ્ચારો અને શબ્દોનો ઉપયોગ મંત્રો, સ્તુતિઓ, પ્રાર્થનાઓમાં થાય છે જ્યારે સામાન્ય રીતે માણસ સત્યનું પાલન કરતો નથી, સત્ય શબ્દોનો પ્રયોગ કરતો નથી વારંવાર અસત્યને પ્રયોગમાં લઈને તેને અનુલક્ષીને શબ્દો ઉચ્ચારે છે તેના શબ્દો અને અક્ષરો મૃતપાય બની જાય છે

મુળ જનન શક્તિ ગુમાવી ચુકેલા અક્ષરોના શબ્દોનો ઉચ્ચાર કરનારા કોઇપણ મનુષ્યએ ઉચ્ચારેલા મંત્રો, સ્તુતિઓ, પ્રાર્થનાઓના ઉચ્ચારો મુળથી ખોટા અને સત્યથી વિરૂધ્ધ હોવાથી તેનો શબ્દબ્રહ્મમાં કોઇ અર્થ નથી કે તેનું કોઇ પ્રજનન થતુ નથી જો પ્રજનન થાય નહી તો ફ઼ળરૂપી સંતતીનું સર્જન થતું નથી, માટે જેને પણ મંત્રની શક્તિઓના ફળ મેળવવા હોય ઇચ્છીત મહેચ્છાઓ પરીપુર્ણ કરવી હોય તેઓએ સામાન્ય વ્યવહારમાં કાયમી ધોરણે સાવધાની પુર્વક સત્યનું પાલન કરવું જોઇએ,

સાચા યજ્ઞોની સમજણ નથી, જેની પાસે સમજણ છે તે યજ્ઞમય જીવન જીવે છે અગ્નિ પ્રગટાવી કરવામાં આવતા યજ્ઞથી પણ મોટા અનેક યજ્ઞો છે પણ તેની સમજણ નથી અને તેવી સમજણ મેળવવી જરૂરી પણ નથી કારણકે માણસ પૈસાનો મોહતાજ છે પૈસાનો મોહતાજ છે પૈસો જેનો ભગવાન છે તેને કોઇ સત્યની જરૂર નથી,

શરીરનું આયુષ્ય છે ત્યાં સુધી જીવ્યા કરવાનું છે માણસ શરીરને ઢસડતો રહે છે પણ જીવતો નથી શરીર ઢસરડવાને જીવન માને છે, જે કાંઇ પેદા કરી શકે તે પેદા કરી બીજા માટે મુકી જાય છે પોતાના માટે પાપકર્મો, અસત્યો અને અપવિત્ર કર્મોની સૃષ્ટિનું સર્જન કરતો જાય છે.

તમારે વિચારવાનું છે, મનન અને ચિંતન કરવાનું છે, શું સત્ય છે? અને કઈ રીતે પવિત્રતાથી જીવન જીવી શકાશે, સત્ય એજ બ્રહ્મ છે અને તે તમારી અંદર છે સત્ય અને અસત્ય બંને તમારી મરજીથી ચાલે છે તમારો ભગવાન તમારે નિર્માણ કરવાનો છે, તમારા પરમાત્માનું તમારે સર્જન કરવાનું છે, તમારે તમને પોતાને જાણવાના છે,

જીવજગત ચલાવનારી મહાશક્તિ તરીકે ભગવાન, પ્રભુ, ઇશ્વર, પરમાત્મા અને દેવી-દેવતાઓના રૂપકો પુજવાની અને ભજવાની અંધશ્રધ્ધાઓએ ધાર્મિક સંપ્રદાયોને જન્મ આપ્યો. આ ધાર્મિકતાને કારણે માણસ માણસ મટીને પશુ બની ગયો,

જે ભગવાનના રૂપકોને ધર્મ કહેનારાઓએ ફોટાઓ અને પથ્થરની મુર્તીઓ તથા પુસ્તકોમાં ’પરમાત્મા’નું અવિચળરૂપક મળી ગયું છે આ વિશાળપાયે ઉભી થયેલી ધર્મના નામની મહાઅંધશ્રધ્ધાને બુધ્ધિશાળી ધુતારાઓએ ’ગુરૂ” કે અવતારી ’સંત’ બની વટાવી લેવાની અધાર્મીક પ્રવૃતિઓનો મુઢ્મતિ સમાજમાં વેપાર કર્યો છે.

ઘણા આશ્રમો અને મંદિરોના સંચાલકો-પુજારીઓ દર્શનાર્થે અથવા કથા શ્રવણ માટે આવતી સ્ત્રીઓને પોતે શ્રીકૃષ્ણનો અવતાર કે વંશ-વારસદારો હોવાનું ઠસાવે છે,

ફળ અને મીઠાઇના પ્રસાદરૂપે આડકતરી રૂશ્‍વત આપી અંધશ્રધ્ધાળુ સ્ત્રીઓને આકર્ષવામાં આવે છે, સ્ત્રીઓને માસીક ધર્મનો પ્રાકૃતિક નિયમ હોવાથી ઋતુકાળના દિવસોમાં જાતીય આવેગોની પ્રબળતા વધુ હોય ત્યારે સ્ત્રી પુરૂષનો સંગ અને વાર્તાલાપ વ્યભિચાર તરફ લસરાવી દે છે.

શ્રીકૃષ્ણ કે શ્રીરામના વાળ જેવા બની શકે તેમ ન હોય તેવા ભોગીઓ રંગીન વેશભુષા કરી રંગરેલીયા કરતા હોય છે. ગમે તે કારણ હોય પણ એક બાબત એવી છે કે આવા આશ્રમ અને મંદિરોના ધંધાર્થીઓ પુરૂષો તથા સ્ત્રીઓને આમંત્રણ આપી બોલાવવા જતા નથી, જઈને આવ્યા હોય તે બીજાને દોરી જાય છે.

લગભગ દરેક વર્ષે કોઇકને કોઇક વેશધારીની લીલા છાપાઓમાં અને ટી.વી. સમાચારો પ્રસિધ્ધી પામે છે અને તે બધા વાચે છે, જાણે છે છતાં નવા વર્ષે નવી લીલા બહાર આવે છે

બધા બીજાને દેખતા છી છી કરે અને પછી તેવા અનેક લોકો પોતાના ગુરૂના આશ્રમે કે મંદિરે પોતાના પરીવાર સાથે પહોંચી જતા હોય છે આટલા પાપાચારો બહાર આવી રહ્યા છે તેમ વધુને વધુ લોકો સહપરીવાર આશ્રમો અને મંદિરોમાં જતા થાય છે,

હજારો પરીવારો એવા છે કે જેની સ્ત્રીઓ વિશ્વાસપુર્વક આશ્રમોમાં સેવા આપવા જાય છે અને તેના પરીવારના પુરૂષો તેનું ગૌરવ અનુભવે છે સાધુ-સંતોની સેવાનો મહિમા અપરંપાર છે સેવા કરીએ તો મેવા મળે છે. આર્શીવાદ મળે છે. તન અને મનને શાંતી મળે છે,

સ્ત્રીઓ પોતે જનની અને શક્તિ છે તેને બાવાઓ પાસે જવાની કઈ જરૂર છે? સમજાતુ નથી ને?

ભગવો ધારણ કરીને સંસારીક ભોગ અને સુખ દુ:ખનો ત્યાગ કરી દિધો હોય તેવા મનુષ્યને ગૃહશ્થાશ્રમના લોકો સાથે શું? લેવાદેવા હોઇ શકે?,

દુનિયાના કોઇ સાધક, કોઇ સંત, કોઇ ગુરૂજી, કોઇ સ્વામિજીમાં એવી તાકાત નથી કે બીજાને પરમાત્મા તત્વની પુરી સમજણ આપી શકે.

સામાન્ય માણસ જેમ હવામાં ગોળીબાર કરી શિકારની અપેક્ષા કરે તેમ પાંખડીઓ પણ પરમાત્મા, ભગવાન, પ્રભુ, ઇશ્વરના નામે હવામાં ગોળીબાર કરીને અવાજ કરે, ઘોંઘાટ કરે તે સાંભળીને લાલચુ માણસો આડંબરના મૃગજળમાં તરસ છીપાવવા દોડીને રેતીમાં લસરી જતા હોય છે.

સંન્યાસીઓ, સાધુઓ, સંતો અને કથાકારોએ દેશવિદેશોમાં ઠેરઠેર અંશશ્રધ્ધાના કુવા-અવેડાઓ બનાવીને અગમ્ય શક્તિ એવા ભગવાન અને ઇશ્વરની કૃપા કરાવવાની દુકાનો ખોલી નાખી છે, ભારતમાં હજ્જારોની સંખ્યામાં સાંપ્રદાયીક દુકાનો ધમધોકાર ચાલી રહી છે

સત્તકર્મના પુરૂષાર્થ વિના સંસારમાં સ્વર્ગસુખ મેળવવા માટે દોડતા લાલચુ લોકોને દાન, મંદિર, કથાશ્રવણ, સત્તસંગશિબિરો, જ્ઞાનશિબિરોના માર્ગે ચડાવી સંખ્યાબંધ ધુતારાઓ દાઢી-વાળ વધારી, વેશભુષા પહેરીને સંસારમાં વ્યભિચારનું તાંડવ રચી બેઠા છે.

રામાયણ કે ભાગવત કથા કરનાર કથાકારો પોતાને તુલસીદાસ અથવા ઋષિ વાલ્મિક કે શુકદેવજીનો અવતાર હોવાની શ્રોતાઓમાં ભ્રમણાઓ ઉભી થાય તેવી વાતો કરીને પોતાના હાડમાંસના કોથળાને પુજાવતા જોવા મળે છે. સાચા સંત પગરખા પહેરીને મોટરગાડીમાં, વિમાનમાં ભટક્વા નિકળતા નથી, સંતોને સંપતિ હોય નહિ જેટલા સાધુ સંતો પાસે ટ્રસ્ટો અને સંપતિઓ છે તે તમામે તમામ ’ટેમ્પલ ઇન્ડસ્ટ્રીઝ’ ના ઉદ્યોગપતિઓ  સિવાય કશુંય નથી,

સંતો સામાન્ય માણસના હાથમાં આવતાં નથી કારણકે ભોગવિલાસ, સ્વાર્થવૃતિમાં રાચતા ગૃહસ્થ સમાજના વ્યવહારો અને રીવાજોનો ત્યાગ કર્યા પછી ફરી મોહમાયાના ખારા સમુદ્રમાં પગ પલાળતા નથી.

સંતને કીડી મંકોડાથી લઈ હાથી અને સસલાથી લઈ સિંહમાં તથા કાળોતરા નાગથી લઈ મગરમચ્છ તેમજ છોડથી લઈ મહાવૃક્ષો સહિત સર્વે જીવસૃષ્ટિમાં પરમાત્માના અંશરૂપ આત્માના દર્શન થતાં હોય છે કોઇ પ્રકારના શરીર સાથે તેની દ્રષ્ટિ બંધાતી નથી તેથી સંત કદીય કોઇને પગે લાગતા નથી કે બીજાને પોતાના પગે લગાડતા નથી.

આટલું વાચ્યા પછી જો સત્ય ના સમજાય તો તે તમારૂ નહીપણ મારૂ દુર્ભાગ્ય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: