Posted by: rajprajapati | 26/05/2010

ગુનેગારોનો બચાવ=માનવ અધિકાર પંચ

માનવ અધિકાર પંચનો ઉદેશ શું માત્ર ગુનેગારોનો બચાવ કરવાનો છે.?

ભ્રષ્ટ નેતાઓએ પેદા કરેલી પ્રપંચી પેદાશ એટલે માનવ અધિકાર પંચ

જેની હત્યા થઈ જાય તે નાગરીકના માનવ અધિકાર હોતા નથી

માનવ અધિકારો ફક્ત ગુનેગારોને મળે છે.


દુનિયાના અનેક લોકશાહી દેશોએ ગુનેગારોના હિત માટે એક ખાસ પંચનું નવુ તરકટ ઉભુ કર્યુ છે જેને ભારતની જનતા માનવ અધિકાર પંચ તરીકે ઓળખે છે આ પંચનું કાર્ય સ્વતંત્ર દેશના નાગરીકોને મળતા બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાનું અને કોઇ કારણસર આવા અધિકારો છિનવાય જતા હોય તો તે અધિકારો પરત પ્રસ્થાપિત કરવાનું ઉમદા કાર્ય કરે છે.


આપણા દેશમાં માનવ અધિકાર પંચની છાપ ગુનેગાર રક્ષા મંચ જેવી પડી ગઈ છે કારણ કે આ પંચની બાબતના મોટાભાગના સમાચારો કોઇને કોઇ મોટા ગુનેગારના અધિકાર પ્રસ્થાપિત કરવાના પ્રયત્નોના હોય છે, શ્રીમંતો, રાજકારણીઓ અને હિંસક ગુનેગારોને માનવ અધિકાર હોય છે ગરીબ અને પ્રમાણિક નાગરીકને અધિકારો હોતા નથી ભારતના નાગરીકો સ્વતંત્ર છે એટલે બળીયો નાગરીક નબળા નાગરીકોના અધિકારોને માન્ય રાખતો નથી નબળા નાગરીકના અધિકારોને ઝુંટવી લેવાની સ્વતંત્રતા મોટા મગરમચ્છોને મળી છે.


લોક્શાહી રાષ્ટ્રમાં દરેક નાગરીકના બંધારણીય અધિકારો અને સ્વતંત્રતાના હક્કો એક સરખા હોય છે જ્યારે કોઇ ગુનેગારને ફાંસીની સજા થાય ત્યારે માનવ અધિકાર પંચ આરોપીના અધિકારો માટે બ્યુગલ વગાડે છે તે ગુનેગારે પકડાયા પહેલા હજ્જારો નાગરીકોના અધિકારો કચડયા હોય છે જેના ઉપર દમન ગુજારવામાં આવે છે તે પીડીતોના અધિકારો તરફ કોઇ ધ્યાન આપવાને બદલે પંચ ગુનેગારને બચાવવા પ્રયત્ન કરતું હોય તેવું ચિત્ર ઉપસી આવે છે.


સંખ્યાબંધ હત્યારાઓ અદાલતમાંથી પુરાવાને અભાવે, શંકાનો લાભ લઈ છુટી જાય અને પછી તે ધારાસભ્ય કે સંસદસભ્ય બને છે, મંત્રી પણ બને છે અને હવે તો મુખ્યમંત્રી કે કેન્દ્રીયમંત્રી બની રહ્યા છે. જેની હત્યા થઈ હોય તે પુર્ણસત્ય હોય તો પણ પોલીસ તપાસ, પંચપુરાવા, સાક્ષીપુરાવા અને વકિલશ્રીઓની દલીલ એવી હોય છે હત્યારા નિર્દોષ ઠરે છે, જે હત્યાકેસમાં આરોપીઓ નિર્દોષ છુટી જતાં આરોપીઓ ઉપર ખોટો કેસ કરવાનો તપાસ અધિકારી અને સાથે કર્મચારીઓ સામે કેસ દાખલ કરી, કેસની પુન: તપાસ કરી સાચા ગુનેગારને પકડી અદાલતમાં હાજર કરી સજા કરવી જોઇએ, અન્યથા મરનારને જીવતા કરવા જોઇએ. આ બાબત આમતો કાયદામાં રહેલા મોટા ગાબડાની છે નાગરીકોના સમાન માનવ અધિકારોના જતન થઈ શકે તેવા કાયદાઓ લાવવા-સુધારવા માટે સંસદમાં અને ધારાસભાઓમાં પ્રમાણીક સભ્યો હોવા જોઇએ, વ્હાઈટ કોલર ક્રિમીનલોના હાથમાં સતા રહેતી હોવાથી સારા કાયદાઓ પસાર કરવાની શક્યતાઓ રહેતી નથી.


માનવ અધિકાર પંચ, રાજ્યોની વડી અદાલતો અને સર્વોચ્ચ ન્યાયલયના મેજીસ્ટ્રેટશ્રીઓએ ભુતકાળમાં સાચા કેસમાંથી આરોપીઓ નિર્દોષ છુટી ગયેલા કેસોનું મુલ્યાંકન અને અભ્યાસ કરી તેમા કાયદાની કલમો, પેટા કલમોના ઉપયોગીતા અને ક્ષતિઓ અંગે સમિક્ષા કરી નબળા કાયદાઓના પરીણામદાયી સુધારાઓ પ્રતિવર્ષ કેન્દ્રના કાયદા વિભાગમાં મોકલી તેના સુધારા વધારા માટે ખરડા પસાર કરાવવાની સખત ભલામણો કરવી આવશ્યક બનતી જાય છે.


Responses

  1. મનુશ્યએ ઘડેલા નિયમો પરમેશ્વરના નિયમની વિરુધ્ધના શૈતાની નિયમો છે જે માં આસાનીથી છેદ પાડનારાઓની ફોજ્ની ફોજ નીકળી પડી જ છે ને એ પણ જે લોકો નિયમ ઘડે છે એમના જ સગા સંબંધીઓ જ. એટલે બાઈબલ કહે છે “જે કોઈ મનુષ્યની વાતો પર ધ્યાન લગાવે છે એ નરકમાં નાંખવામાં આવશે.” અને નરક એટલે ઘરની, પાડોષની, સમાજની, દેશની અશાંતિ, અશાંતિ અશાંતિ…..
    ધન્ય વાદ સરજી, સુંદર લેખ છે…..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: