કોમવાદી અને જ્ઞાતીવાદી સંગઠ્ઠનોથી સમાજ આંતરવિગ્રહોમાં હોમાય છે.
ભારતીય સમાજ વ્યવસ્થાઓમાં માણસ માણસ વચ્ચે મતભેદ ઉભા કરે તેવી કોમવાદી રાજનીતીને કારણે માણસાઈ ખત્મ થઇ રહી છે, માણસ જાતે સ્વયં વિચારશીલ પ્રાણી હોવાથી કોમવાદી કે જાતીવાદી બાબતોમાં સામેલ થઈ જતાં પહેલા દરેક માણસે વિચારવું જોઇએ કે જીવમાત્રમાં રક્ત્ત એક જ રંગનું હોય છે, માણસને અનેક રોગ-બિમારીઓ થાય છે જેમ કે શરદી, તાવ, ઉધરસ વગેરે ઋતુચક્રની અસરોથી થતી બિમારીઓ કઈ જ્ઞાતી, કોમ કે કુળ ના માણસને થતા નથી? કઈ પેઢીના વારસદારો એવા છે કે તેનું લોહી લાલ નથી? મનુષ્યમાત્રના શરીરમાં એક સમાન યંત્રરચનાઓ છે. હ્રદય કે યકૃત અથવા તો આંતરડા વિનાનું કઈ કોમના માણસનું શરીર છે? કઈ જ્ઞાતીને પાણી પીવાની જરૂર પડતી નથી? માણસ કદાચ એવું સામાજીક પ્રાણી છે જેના માટે હજ્જારો પુસ્તકો દ્વારા માનવતાનું જ્ઞાન આપવા સતત પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે.
બધા માણસના શરીરમાં ફક્ત લાલ લોહી હોય છે કોઇનું સફેદ લોહી હોતું નથી; એટલું યાદ રાખવું કે જ્ઞાતીવાદ, કોમવાદ, જુથવાદ, પક્ષવાદ ના સામાજીક દુષણોને કારણે માણસમાં આનુવંશીક રીતે જે માણસાઇ હોવી જોઇએ તેનો પણ નાશ થઈ જાય છે જે માણસમાં માનવતા નથી તે શરીરથી માણસ હોય છે પણ તેના કર્મો પશુ સમાન હોય તો તે માણસ નથી જો માણસ હોત તેમણે માનવતાથી જીવવા માટે જ્ઞાતીવાદ, જુથવાદ, પક્ષવાદ, જેવી જીવલેણ બિમારીઓને સમાજ અને મગજમાંથી દૂર રાખવી જોઇએ.
ભારતમાં રહેવું અને હિન્દુત્વની વિરૂધ્ધમાં વાત કર્યા જેવું લાગે પણ વર્ષોથી ચાલતા આ ધાર્મિક સંગઠ્ઠનો દ્વારા કોમવાદ કે જ્ઞાતીવાદને ઉતેજન આપવામાં આવ્યું છે કારણ કે ભારતમાં હિન્દુઓ ગુરૂમતિમાં છે પણ દુનિયાના બીજા દેશોમાં હિન્દુઓ લઘુમતિમાં છે તેથી ભારતના સાંપ્રદાયિક સંગઠ્ઠનોની કાર્યવાહીઓથી વિદેશમાં વસતા હિન્દુઓને પહેરેલે કપડે હિજરત કરવાનો સમય આવી શકે છે, રાજકીય હેતુઓ પાર પાડવા માટે રાજકીયપક્ષની શાખા જેવા સંગઠ્ઠનોનું રાષ્ટ્રના નાગરીકોની નિખાલસ સેવામાં નામ નોંધાયેલું નથી,
કોમ કે સાંપ્રદાયના લોકોને અલગ દર્શાવતી બાબતોને લઈને કામ કરી રહેલા રાજકીય પક્ષો અને સંગઠ્ઠનો કોમવાદી છે ભારતમાં ચાલતી રાજકારણની મેલી રમતમાં માત્ર નિર્દોષ નાગરીકોને પીડા વેઠવાની કે બલી ચડી જવાની નોબત આવે છે, શહેરોમાં તોફાનો થાય ત્યારે રાજકારણીઓના બંગલા કેમ તુટ્યા નથી? સામન્ય માણસ આજની મોંઘવારીમાં ઘરના ચાર છેડા ભેગા કરવામાંથી નવરો થતો નથી તેથી તેને રાજકારણ, કોમ કે જ્ઞાતીના કોઇ વાદ્વિવાદ વિશે વિચારવાનો સમય હોતો નથી, સામાન્ય નાગરીકોના મનમાં જ્ઞાતીવાદ અને કોમવાદના ઝેર ભરવાનું કામ રાજકારણીઓ સતા મેળવવા માટેના મતનું ગણિત સમજીને કરી રહ્યા છે.
ભારતના દરેક રાજકીય઼ પક્ષના નેતાઓ જ્ઞાતીવાદ, પ્રદેશવાદ અને કોમવાદને સતા મેળવવા સીધી સીડી તરીકે ઉપયોગ કરે છે. એક સંગઠ્ઠન ઉભુ થાય એટલે તેને જોઇને તેની વિરૂધ્ધમાં બીજુ સંગઠ્ઠન ઉભુ થવાનું છે એક જ્ઞાતિ વાદ કરે પછી તેના પગલે બીજી જ્ઞાતીઓ જ્ઞાતીવાદી બાબતોને સ્વિકારી લે છે. જેની પાસે જરૂરતથી વધારે અને લાયકાતથી અનેક ગણા પૈસા મફતમાં આવી જાય તેવા લોકોને નવરા બેઠા સમાજનું નખ્ખોદ કાઢતા રહીને સતાસુખ માટે આંતરવિગ્રહો કરાવવા સિવાય અન્ય કોઇ પ્રવૃતી હોતી નથી.
ભારતમાં હિન્દુ સંગઠ્ઠનોને સફળતાઓ મળે છે કારણ કે હિન્દુ સમાજ વધારે છે પણ વિશાળ હિન્દુ સમાજના દરેક માણસનું રક્ષણ હિન્દુ સંગઠ્ઠનોના તેજાબી નેતાઓ કરી શકતા નથી તેથી તેની સ્પર્ધામાં આવેલા બીજા કોમવાદીઓના વિગ્રહોનો સરવાળે હિન્દુ સમાજના નિર્દોષ લોકોને ભોગ આપવો પડે છે. સતા ભોગવનારા કોઇક હોય, સંગઠ્ઠનો ચલાવનારા કોઇક હોય, પરંતુ જે દંડાય જાય, મરણ પામી જાય તેવા કોઇને આવા કોમવાદી જ્ઞાતીવાદી સંગઠ્ઠનો સાથે લાગતુ વળગતુ નથી કે સ્નાનસુતકનો સંબંધ હોતો નથી માટે નિર્દોષ નાગરીકોના ભોગ લેતી કોઇપણ કોમના સંગઠ્ઠનોની પ્રર્વતીઓ ઉપર કાયમી પ્રતિબંધ લાદવો જોઇએ. દેશમાં થયેલા અનેક બોંબ ધડાકામાં માર્યા ગયેલામાંથી, ઘવાયેલામાંથી કોઇપણ માણસને એક્પણ પક્ષ કે સંગઠ્ઠન સાથે પરીચય સુધ્ધા નહોતો,
ગોધરાકાંડ હોય કે દિલ્હીમાં થયેલા શીખોના તોફાનો હોય, કાશ્મીર વિવાદ હોય કે બિહારના તોફાનો હોય, તામીલ ટાઇગરની લડાઈ હોય કે નક્સલવાદ હોય, આ બધાજ કાંડો અને તોફાનોમાં નિર્દોષ નાગરીકોના ભોગ લેવાયા છે, કોમવાદ, જ્ઞાતીવાદ, પ્રદેશવાદના નામે લાખો નિર્દોષોને કત્લ કરવામાં આવ્યા છે, સંખ્યાબંધ સ્ત્રીઓ વિધવા બની છે હજ્જારો બાળકો અનાથ બન્યા છે. શું દોષ હતો એ કત્લ થયેલા નાગરીકોનો, ભારતની સીમાઓ ઉપર નિયમિત ગોલાબારી ચાલતી રહે તેમાં કેટલી માતાના લાડકવાયા માર્યા ગયા છે અને માર્યા જશે, તેની પત્નિઓને વિધવા બનવાનું રહે છે.
જે થયું અને જે થઈ રહ્યુ છે તેમજ જે થવાનુ છે તેનો ભારતના દરેક નાગરીકે ગંભીરતાથી વિચાર કરવાનો સમય પાકી ગયો છે. કોમ, જ્ઞાતી, જાતી અને સંપ્રદાયની દરેક વાતને એક બાજુ મુકી પ્રજાએ સમાજની સુલેહશાંતી માટે જાગૃતતાથી પગલા લેવા પડશે. સંસદ અને ધારાસભાઓમાં રાજકીય પક્ષોના અનેક ગુનાખોર, ભ્રષ્ટાચારીઓ સતા ઉપર બેઠા રહેશે તો ભારતની પ્રજાને લોહીયાળ આંતરવિગ્રહો અને કુદરતના પ્રકોપ સહન કરવાની સાથે સાથે ચાલુ રસ્તે મરવાની તૈયારીઓ કરવી પડશે.
દુનિયામાં ભારત અને પાકિસ્તાન જેવી ગંદી રાજનીતિ ક્યાંય નથી, ભાગલા પાડોને રાજ કરોની નીતિઆજે સ્વતંત્ર ભારતની પ્રજાને આંતરવિગ્રહોમાં ધકેલી રહી છે. ભારત અને પાકિસ્તાનની પ્રજા સ્વતંત્રતા પચાવી શકી નથી તેનો ફાયદો બન્ને દેશના ભ્રષ્ટ રાજકારણીઓ ઉઠાવી રહ્યા છે. ૧૦૦ હિન્દુ મરવાથી સામે ૨૫ મુસ્લમાન ફરી જીવતા થઈ શકતા હોય, કે ૧૦૦ મુસલમાન મરવાથી ૨૫ હિન્દુ ફરી જીવતા થઈ શકતા હોય કે કોમવાદ બરાબર છે, રાજકારણીઓ અને દેશદ્રોહીઓ તથા સમાજદ્રોહીઓ નિર્દોષ માણસોને મરાવી નાખવાની નાપાક-પતિત રાજનિતીથી સ્વતંત્ર રાષ્ટ્રની પ્રજા ઉપર દમન કરે છે. ભારતને મહાસતા બનાવવી હોય કે ભારતની પ્રજામાં સુલેહ શાંતી જાળવી રાખવાની હોય તો કોમ સંગઠ્ઠનો અને જ્ઞાતીમંડળોના સંગઠ્ઠનો રચવા, ચલાવવા ઉપર સખત પ્રતિબંધ લાદવો પડશે.
જે પ્રજાને ભાગલાથી આઝાદી મળી છે તે દેશોની નિર્દોષ પ્રજાનું કમનસીબ છે કે જુવે છે, પીડા ભોગવે છે અને ભોગ બની જાય છે પણ હજી સુધી રાજકારણીઓને છોડવા કોઇ તૈયાર નથી, ભારતની ભાવી પેઢીઓ માટે રાગ દ્રેષથી ભરપુર અસલામત ભવિષ્ય નિર્માણ પામી રહ્યુ છે આજે જાગશો નહીં તો આવતી કાલે કોઇ અજાણ્યા દુશ્મનો તમારા દરવાજે ટકોરા દેશે.
Advertisements
Leave a Reply