Posted by: rajprajapati | 25/05/2010

પ્રમાણિક રાજ વહિવટ માટે નાગરીક ક્રમાંક

ગુજરાત, ભારત, કે દુનિયાના કોઇપણ દેશ પાસે સમાજ વ્યવસ્થાનું સંતુલન કરી શકવાની કોઇ સ્પષ્ટ સમાજ વ્યવસ્થાઓ નથી, અમીર સતત અમીર બનતા જાય છે અને ગરીબ વધુને વધુ ગરીબ બનતા જાય છે. કારણ કે અનેક કાયદાઓમાં મોટી ખાધ રાખવામાં આવી છે, અનેક કાયદાઓમાં ઉલટા નિયમો છે જેમ કે અમીરોને કરવેરામાં અનેક રાહતો હોય છે જ્યારે ગરીબોને બધા કરવેરા ઉપર પણ દંડ હોય છે.


ભારત ખેતી પ્રધાન દેશમાંથી ઉદ્યોગપ્રધાન બની રહ્યો છે છતાં કાયદાની અનેક અસમાનતાને કારણે અબજો રૂપીયા ખર્ચીને પણ ગરીબી દૂર થવાને બદલે વધી રહી છે, ખેતીની ઉપજ ઉપર કરવેરા નથી તેમજ મોટા ઉદ્યોગોને પાંચ-દસ વર્ષની કરવેરાની રાહતો છે. નાનો ધંધો કરવા માટે સરકારી, અર્ધસરકારી ધિરાણ મેળવવા બમણા જામીન હોય છે પરંતુ કરોડો રૂપીયાનો પબ્લીક લીમીટેડ ઇશ્યુ બહાર પાડી પ્રજાના પૈસે લાખોપતિઓ કરોડપતિ અને કરોડપતિઓ અબજોપતિ બની રહ્યા છે.


એક બાબત સ્પષ્ટ છે કે જેમ પૈસા વધે તેમ કાયદાઓથી છુટકારો થાય તેવા દરેક દેશમાં કાયદાઓ હોવાથી આખી દૂનિયામાં સામાન્ય રીતે ગરીબ જન્મયા તે ભિખારી થઈને મરે છે. જો ગુજરાતને, ભારતને, વિશ્વને સમતુલીત સમાજ વ્યવસ્થાઓમાં રાખીને દરેકને સુખ સમૃધ્ધીમાં રાખવાની કોઇ સરકારના ક્રાંતીકારીઓની નેમ હોય, તેમજ પ્રજાએ પોતે તેના માટે તૈયાર હોય તો,


દરેક રાજ્યમાં, દરેક દેશમાં, જન્મની સાથે ’સીટીઝન નંબર’ ઇશ્યુ થવા જોઇએ, આતંકવાદને ટાળવા, તમામ ગેરરીતીઓ નિવારવા અને પ્રમાણીકતાપુર્વકની વિશ્વભરની સમાજ વ્યવસ્થા નિર્માણ કરવા આ સીટીઝન નંબર આપવો જોઇએ, વિશ્વમાં અબજો માણસ મૃત્યુ પામ્યા છે અને જન્મ્યા છે દર મિનિટે હજ્જારો માણસ જન્મે અને મરે છે ત્યારે હવે ખાસ સંજ્ઞાઓથી રચવામાં આવેલ સીટીઝન નંબરોથી દરેક માણસનો સાચો ડેટા (વિગતો) સ્પષ્ટ કરી શકાશે, જેમકે ગુજરતના અમદાવાદ જીલ્લાના રામપુર ગામમાં બાળક જન્મે તો તેના માટે….

રાષ્ટ્રીય કોડ ૦૦૯૧ રાજ્યનો કોડ ૦૬ જીલ્લાનો કોડ ૦૭૯ અને ગામનો પીનકોડ ૧૧૨૨૩૩ અને જે તારીખે જન્મ થાય તેની રાત્રીના બાર વાગ્યા પહેલાની તારીખ અને ૧૧૧/૦૪/૨૦૧૦ જન્મ સમય ૧૭.૫૪- થાય છે.


આમ ગુજરાતના અમદાવાદ જીલ્લાના ગામડે જન્મેલા પુરૂષ/સ્ત્રીનો સીટીઝન કોડ (એમ./એફ.૦૦૯૧/૦૬/૦૭૯/૩૬૨૬૩૩/૧૧૦૪૨૦૧૦/૧૭૫૪.) થશે, આ એક એવો કોડ નંબર બનશે કે જેના આધારે દુનિયાના કોઇપણ માણસની વિગત ઇન્ટરનેટ મારફત પારદર્શક બની જશે,


એક વાર રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સીટીઝન કોડ ઇશ્યુ થાય તે પછીના બધા કામ સીટીઝન કોડના આધારે કરવાથી દરેક માણસની આવક, કરવેરા અને અન્ય બધી વિગતો અપડેટ થતી રહેશે, તે પછી ખેતીવીષયક, રાજ્યસેવક વિષયક, વાણીજ્ય વિષયક અને મુક્ત રોજગાર વિષયક, સીનીયર સીટીઝન, વિદ્યા વિષયક, વગેરે પ્રભાગી કોડ કલર ઇશ્યુ કરાય તો તમામ નાગરીકોને સુવ્યવસ્થિત આવક ઉપલબ્ધ કરાવવાનું સરળ બની શકે, જેમ કે કૃષિકાર્ડ ધરાવનારને વાણીજ્ય કાર્ડ મળી શકે નહિં અને વાણીજ્ય કાર્ડ હોય તો કૃષિકાર તરીકે આવક રળી શકાય નહિં, સરકારી નોકરી સ્વિકારી લે તો બાકીના તમામ કાર્ડ રદ થાય અને દરેક કોડ કલર કાર્ડના ખાસ અલાયદા નિયમો રખાય તો ખેતી પણ હોય, ઉદ્યોગ પણ હોય, સરકારી નોકરી પણ હોય તેવા બધા લાભો એક વ્યક્તિ મેળવીને અમીર બની શકે નહિં.


સીટીઝન નંબર મળે એટલે જન્મ સ્થળની નજીકની કોઇપણ બેન્કમાં એકાઉન્ટ એ જ નંબરથી ખુલી જાય અને તે સીટીઝનનો દરેક નાણાંકીય વ્યવહાર અને અન્ય મિલ્કતોની નોંધણીઓ વગેરે તમામ કામ એક માત્ર સીટીઝન નંબરને આધારે અપડેટ થતાં રહે, ચોરી કરવાની કે છેતરપીંડી કરવાની અનેક તકો ઉભી કરેલી હોવાથી દુનિયાના કોઇ રાજ્યમાં સંતુલીત સમાજ વ્યવસ્થાઓ નિર્માણ થઈ શકી નથી, સીટીઝન કોડ કાર્ડથી સમસ્યાનું કાયમી નિવારણ થઈ શકશે.


દુનિયાના અનેક વિકાસશીલો દેશોમાં જન્મથી સીટીઝન કોડ નંબર ઇશ્યુ થાય છે તેથી સાચો પુરૂષાર્થ કરે તેને જ ફળ મળે છે તેમજ ભ્રષ્ટાચાર આચરવાની કોઇ તક ઉભી થતી નથી, વિશ્વના દરેક દેશમાં આ પ્રમાણે સીટીઝન કાર્ડ કોડ નંબર જન્મતાની સાથે ઇશ્યુ કરી દેવામાં આવે તો દુનિયાનો કોઇપણ માણસ અપ્રમાણીકતાનું આચરણ કરી શકે નહિં


દુનિયાને સત્ય અને પ્રમાણીકતાની શક્તિઓનો પરીચય ગુજરાતના મહામાનવ મહાત્મા ગાંધીજીએ આપ્યો હતો  હવે ફરી એકવાર ગુજરાતની રાજક્રાંતી દુનિયાને પ્રમાણીક અને સંમતુલીત સમાજ વ્યવસ્થાઓનો શ્વેત માર્ગ બનાવી આપશે ?

Advertisements

Responses

 1. હે ખુદા! આ ઝૂનૂન તુ મને ના આપ
  ખેર! મારી કિસ્મતના રસ્તા આસાન આપ

  માનનિય રાજ સાહેબ
  આજે જરા નવરાશ મળી એટલે તમારા બ્લોગમાંના મોટા લેખોના અભયાસ દિલથી કર્યો છે…આપના બધા લેખો વાંચીને મારા આંનદમાં બેશક વધારો છે અને આશ્ર્ચર્ય પંણ ઘણુ થયુ.આપનો ગહન અભ્યાસ બેશક કાબિલ એ તારીફ છે….બસ આ રીતે અમને કંઇક નવું જાણવા મળે એવું લખતા રહેજો

  માં સરસ્વતીની આપના પર અવરિત કૃપા રહે એવી પ્રાથના

  નરેશ કે.ડૉડીયા


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: