Posted by: rajprajapati | 25/05/2010

પ્રકૃતિના પ્રકોપ માટે તૈયાર રહો.


વિજ્ઞાનની પાંખે ચંદ્ર અને મંગળ ઉપર દોડાદોડી કરતી દુનિયાભરની માનવજાતે પૃથ્વીને ખોખલી બનાવી દીધી છે.

માણસ જાતે હવે થંભી જવાનું છે, વૃક્ષોનું છેદન બંધ કરવાનું છે પેટાળમાંથી પ્રવાહી અને અન્ય ખનિજો કાઢવાનું રોકવું પડશે, વાહન વ્યવહાર અને પાણીમાથી ઉત્પન થતી વિજળી વપરાશ બંધ કરવો પડશે

૨૦૦૧ ના કચ્છના ધરતી કંપે, લાતુરના ધરતીકંપની કરૂણાંતિકા યાદ અપાવી તેમ તાજેતરમાં જૂનાગઢ જિલ્લાની દરિયાઈ પટ્ટી ઉપર ક્રમશ: શરૂ થયેલા ધરતીકંપના આંચકાઓએ ભૂતકાળનાં કરૂણ આઘાતોને યાદ કરાવ્યા છે.

હવે દેશ અને દુનિયાએ ઝડપી વાહન-વ્યવહારની સુવિધા માટે પૃથ્વીના અંત પેટાળમાંથી પ્રવાહી ખનીજો ખેંચી કાઢતાં પૃથ્વીનાં પેટાળમાં હજારો કિલોમીટરની ખાલી જગ્યાઓ બની ચુકી છે.

ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે પૃથ્વી અને ચંદ્રના ગુરૂત્વાકર્ષણને પરસ્પર આકર્ષણ અને અપાકર્ષણનો ગુણધર્મ હોવા, ઉપરાંત પૃથ્વીના દરેક અણુઓ ઉપર પૃથ્વીનું કેન્દ્રગામી ગુરૂત્વાકર્ષણ બળ લાગતું હોવાથી પૃથ્વીનો દરેક અણુ અને ઇલેક્ટ્રોન અંદરની તરફ ખેંચાય રહ્યો છે.

પૃથ્વીના પેટાળમાંથી પ્રવાહી ભાગથી ભરાયેલી જ્ગ્યાઓ ખાલી થવા લાગતાં સંખ્યાબંધ પ્રકારનાં ખનીજ સ્તરોથી રચાયેલી પૃથ્વીના અંતરનાં સ્તરો પ્રવાહી ખનીજની ખાલી પડેલી જ્ગ્યાઓ તરફ ખેંચાઈને સંકોચન પામતાં થોડા જ વર્ષોમાં દુનિયાના તમામ દરિયાઈ વિસ્તારોમાં સળંગ ધરતીકંપોની હારમાળા શરૂ થશે.

માણસજાતે સુખ-સુવિધાના કર્મો કરવા માટે પ્રકૃતિનું આંતરિક (પેટાળ)અને બાહ્ય (બહારના) વાતાવરણને છિન્‍ન-ભિન્‍ન કરી નાખ્યું છે. પૃથ્વીનાં પેટાળમાંથી ખનીજો ખેંચી-ખેંચી પૃથ્વી ઉપરના પ્રાણવાયું સહિતનાં કાર્બન, નાઈટ્રોજન, હાઈડ્રોજન વગેરે વાયુચક્રને ખેદાન-મેદાન કરી નાખ્યું હોવાથી પૃથ્વી ઉપર પ્રદુષિત વાયુઓમાં અનિયમિત બાષ્પીભવન, વક્રિભવન, અને ઘનીભવનની પ્રક્રિયાઓ થતાં ’ગ્લોબલ વોર્મીંગ’ના પ્રકોપમાં આખી પૃથ્વી લપેટાઈને સંખ્યાબંધ ધરતીકંપો, અતિવૃષ્ટિ વર્ષાઓ, સમુદ્રિક તોફાનોમાં ફસાયને પ્રકૃતિના બંધારણને અનુસરી પ્રકોપ સ્વરૂપ ધારણ કરી રહી છે.

૫ થી ૭ રીસ્ટર સ્કેલના આંચકાઓથી આજનો ડિજીટલ માણસ હચમચી જાય તે યોગ્ય નથી, ખુબ ખનીજ ખેંચ્યા છે. અનહદ પેટ્રોલ, ડિઝલ, કેરોસીન, અને ક્રૂડ બાળી પ્રાણવાયુઓનો સત્યનાશ કર્યો છે.

અન્ન, જળ, વાયુ, પ્રકાશ અને અગ્નિના પ્રાકૃતિક પંચતત્વોને ચૂંથી નાખનારી માનવજાતે પ્રકૃતિના પ્રકોપની તૈયારી રાખવાની છે.

દેશ અને દુનિયામાં બનેલા ડામરના કરોડો કિલોમીટરના રસ્તા બનાવવા વપરાયેલો ડામરનો ખર્વો-નિખર્વો ટન પદાર્થ પૃથ્વીનાં પેટાળમાંથી ખેંચી, રસ્તા બનાવી પેટાળમાંથી આયર્ન, ફોસ્ફરસ જેવા ૧૦૮ થી વધુ તત્વો છૂટા પાડી લક્ઝરીયસ મોટર, ગાડીઓ બનાવી લઈને સુખ ભોગવવા માટે અબજો ગેલન પેટ્રોલ-ડીઝલ બાળતાં રહ્યાં છે.

મનુષ્ય જાતીના કબુધ્ધિમાન, અજ્ઞાની પ્રાણીએ અંગત સુખાકારી માટે પ્રકૃતિના દરેક તત્વોનો નાશ કરી પૃથ્વીને પ્રકોપશીલ બનાવી છે.

દુનિયાની કોઇ સરકાર કે દુનિયાની કોઇ આર્થિક સંપતિઓની તાકાત પૃથ્વીના પ્રકોપને રોકી શકશે નહીં.

ખુબ ભોગ ભોગવવા દોડતો માણસ અપકર્મોના આઘાતજનક નિર્માણ કરતો રહે છે. હજારો વર્ષોથી શ્રીમદ ભગવદ ગીતા ઉપર વાર્તાકારો, કથાકારો, તત્વચિંતકો કથા કરતાં રહ્યાં છે, કર્મ અને ફળની વાતો સંભળાવી રોટલા શેકતાં રહ્યાં છે, હવે થોડા સમય પછી ધીરે-ધીરે પૃથ્વી ઉપર પ્રકૃતિના પ્રકોપમાં માનવજાતનો વિશાળ સમુદાય નાશવંત સ્થિતિઓમાં ખત્મ થવા લાગશે.

પૃથ્વી ઉપર પૂર્ણ ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ નિયંત્રીત રહેતું હોય છે. જેમ-જેમ ચંદ્રની કળા ઘટતી જાય તેમ-તેમ અમાસ અને અમાસની આસપાસના ચંદ્રના ગુરૂત્વાકર્ષણના બળ વધુ અસંતુલિત થવા લાગે અને કેન્દ્રગામી ગતિ કરતો ઘન-પ્રવાહી પદાર્થો-તત્વો સંતુલીત થવા ગતિમાન થશે. જેના કારણે પૃથ્વીનું કેન્દ્રગામી સંકોચન થશે. અને પૃથ્વી ઉપરના ટાપુ પ્રદેશો ગરક થશે તેમજ દુનિયાનો દરિયાઈ બે થી બસ્સો કિલોમીટર સુધી સંકોચન કંપોથી સમુદ્રોમાં ડૂબતો જશે.

જગતના વિજ્ઞાનીક બુધ્ધિ ધરાવતાં માનવીઓએ ખુબ જ સુખ-સમૃધ્ધી ભોગવતાં રહેવા બેફામ શોધ-સંશોધનો કરી પ્રકૃતિના તત્વોનો નાશ કરવાનું ચાલુ રાખતાં સમગ્ર પૃથ્વી આજે લઘુપ્રલયો માટે સક્રિય બનતી જાય છે.

’આજનો લેખ દુનિયાના દરેક માણસને લાગું પડે છે ભવિષ્યની પ્રકોપલીલાની સ્વયં ગણતરીઓ કરી પોતાના કર્મોના નિર્માણ વિશે વિચારવાનું બળ પુરૂ પાડશે.

સત્ય એટલે બ્રહ્મ અને બ્રહ્માસ્ત્ર એટલે સત્યનું શસ્ત્ર, સત્ય અમોધ શક્તિ છે. અખંડ અને અનંત છે. જગતની દરેક શક્તિએ ’બ્રહ્માશસ્ત્ર’ સામે હારવાનું છે.

જે સત્યને સ્વિકારી શકતાં નથી તે અસત્યોથી નિર્માણ થતાં અપકર્મોનો ભોગ બની પોતાનો અને પોતાની આસપાસના જીવજગત માટે વિનાશક રચનાઓ કરે છે.

હવે બચવા માટે, માણસ જાતે થંભી જવાનું છે, વૃક્ષોનું છેદન બંધ કરવાનું છે પેટાળમાંથી પ્રવાહી અને અન્ય ખનિજો કાઢવાનું રોકવું પડશે, વાહન વ્યવહાર અને વિજળી વપરાશ બંધ કરવો પડશે.

દુનિયાભરની મનુષ્યજાતી રોકવાથી રોકાશે નહીં, ધરતીકંપોની માત્રા ક્રમશ: વધતી જશે પ્રકૃતિનાં પ્રકોપથી પૃથ્વી હચમચતી રહેશે, હું તમે અને આપણે આપણાં કર્મોના ભોગ બની નાશ પામી જઈશું….

થઈ જાવ તૈયાર….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: