Posted by: rajprajapati | 24/05/2010

માલદાર મુર્ખ જેવા મતદાર

માલદાર મુર્ખ જેવા મતદાર

ના ગમ્યુ ને ?  પણ સાચી વાત છે તો હું પણ શું કરું બધા ને આ વાત તો સમજાયેલી છે પણ કોઇ આ વાતને સ્વિકારતું નથી કે તેના માટે વિચારતું નથી.

મતદાર તો એક દિવસ માટે માલદાર બને છે જે દિવસે ચૂંટણી માટેનો મતદાનનો દિવસ હોય તે દિવસે માલદાર મતદારના ભાવ બોલાતા હોય છે જેવું મતદાન થઇ જાય પછી એજ માલદાર મતદાર ફરી પાછો કંગાળ થઇ જાય છે.

માણસ આજે તેના જીવન જરૂરીયાતની દરેક ચીજ વસ્તુઓની ખરીદીમાં ઘણા કરવેરાઓ ભરે છે અબજોપતિ થી લઇને રસ્તા ઉપર ભીખ માંગતો માણસ પણ કરવેરાઓ ભરે છે. આ બધા પૈસા સરકારી એટલે કે પ્રજાની તીજોરીમાં જમા થાય છે.

આ બધો પૈસો પછી પ્રજા માટેની જાહેર સુવિધાઓ અને સામાજીક અને વહિવટી સંચાલન માટે ઉપયોગમાં લેવાનો હોય છે અને તે પણ જાહેર સેવાના અર્થમાં તેનો ઉપયોગ કરવાનો હોય છે રાજ્ય અને દેશના દરેક નાગરીકનો પ્રજાની તીજોરી ઉપર પૂરો અને સમાન અધિકાર છે

આપણી સરકારી સતામાં રાજકારણના અનેક ભ્રષ્ટ લોકોને મતદારો સતા ઉપર બેસાડે છે અને આ લોકો પ્રજાના પ્રતિનિધિરૂપે ગેરવહિવટ અને સતાનો પુરો દુર ઉપયોગ કરીને પ્રજાની તીજોરીમાંથી બેફામ પૈસો ઉડાવીને પોતાના ઘર અઢળક સંપતીઓથી ભરી રહ્યા છે. આજનો દરેક મતદાર અને સામાન્ય નાગરીક આવી ભ્રષ્ટ રાજકારણની રોજ  જાહેરમાં ચર્ચા કરે છે અને પાછો એ માણસ મતદાન તો રાજકીય ભ્રષ્ટાચારીને કરે છે એટલે સાચું તો છે કે મતદાર આખી જીંદગી અનેક જાતના કરવેરા ભરતો રહે છે અને પોતાનો કિંમતી મત ભ્રષ્ટાચારને આપતો રહે છે. તેથી માલદાર મુર્ખ બનતો રહે છે.

ધારાસભાની ચૂંટણીમાં મતદાન કરનારા રાજ્યના મતદારના મતની કિંમત કેટલી ગણી શકાય ?

હવે તમે ….આપણા ગુજરાત રાજ્યના પાંચ વર્ષના નાણાંકીય બજેટનો સરવાળો કરો અને તે રકમને ગુજરાતના કુલ મતદારોની સંખ્યાથી ભાગી નાખો…

ગુજરાત રાજ્યનુ ૨૦૦૫ થી ૨૦૧૦ નું જે બજેટ રજુ થયું તે આશરે..૩.૨૫.૦૦૦.૦૦.૦૦.૦૦૦ નું ગણી શકાય છે તેને આશરે ૩.૪૨.૦૦.૦૦૦ મતદારો ની સંખ્યાથી ભાગાકાર કરીએ તો એક મતદારના મતની બજાર કિંમત આશરે રૂ.૯૫૦૦૦ થી વધુ થાય છે.

તમે બધા જાતે કોઇપણ રાજ્યના એક સરકાર ના પાંચ વર્ષના નાણાંકીય બજેટનો સરવાળો કરી ને તે રાજ્યના મતદારોની કુલ સંખ્યાથી ભાગાકાર કરો  જે જવાબ આવે તે એક મતદારના મતની કિંમત હોય છે. વધુ સારી રીતે કયાસ લેવો હોય તો પાંચ વર્ષના બજેટને જેટલું મતદાન થયું હોય તેટલા જ મતથી ભાગાકાર કરીએ તો થયેલા મતદાન પ્રમાણે તો એક મતદારનો મત ખુબ મોંઘો હોય છે પણ આવો માલદાર મત ભ્રષ્ટ રાજકારણીઓને આપીને પછી ભ્રષ્ટાચાર અને ગેરરીતો. કૌભાંડોની જાહેરમાં ચર્ચા કરતો કે મુર્ખાયભરી હૈયાવરાળ ઓકતો મતદાર માલદાર મુર્ખ છે.

ભ્રષ્ટાચાર અને કૌભાંડોની સરાજાહેર રાજનીતિ તો દરેક માણસ જોઇ શકે છે અને જાણે છે પણ મતદારો હજી સુધરવાનું વિચારતા નથી એ પણ વિચિત્રતા છે કે આ દેશનું દુર્ભાગ્ય છે ?




Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: