Posted by: rajprajapati | 22/05/2010

તડકાનો તડાકો

હમણા થોડોક તાપ વધી ગયો છે દિવસના તો લોકોને ત્રાહિમામ પોકારવી દે તેવો બપોર તપતો હોય છે

હોય શકે કે લોકો આ તડકો સહન કરી શકતા નથી પણ આ તડકો માનસીક તંદુરસ્તી માટે સારો છે  કારણ કે આ તડકો માનવ સર્જીત છે તેમાં પ્રકૃતિનો કોઇ દોષ નથીતેથી માણસ ને આ તડકો પુરી રીતે વિચારવાની તક આપે છે એટલે તો કહું છું કે આ તડકો માનસીક તંદુરસ્તી માટે ઉત્તમ છે.

અનેક ગરીબો ધોમ ધખતા તાપમાં ઉઘાડા વાંસે કાળી મજુરી કરતી હોય છે  તેના મોઢેથી કયારેય સાંભળવા ના મળે કે આજે તડકો વધુ છે….જરાક પણ વાતાવરણમાં ઉંચા નિચું થાય એટલે જે લોકો વાતાનુકુલિત રહેતા હોય તે બુમરાળ મચાવે છે.

આપણને  લાકડાનું ફર્નીચર ગમે છે તે ફર્નીચર માટે ગણ્યા ગણાય નહી તેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે અને તેની સામે આપણા લોકપ્રિય રાજકારણીઓએ છાપામાં ફોટા પ્રસિધ્ધ થાય તેવા હેતુઓ સાથે વૃક્ષારોપાણના નાટકો કર્યે રાખ્યા છે વન વિભાગે આપણા ભ્રષ્ટ રાજકારણીઓનો પુરો લાભ લઇ ને વનખાતામાં જંગલરાજ ચલાવ્યે રાખ્યુ છે

આજે આપણા દેશ સહિત આખી દુનિયા ક્લાયમેટ ચેંજ થઇ રહ્યાની કાગારોળ મચાવે છે……સાલા બદમાશો અને જુઠાઓ..

ક્યાં ક્લાયમેન્ટ આપોઆપ બદલાયુ છે  આપણે આપણા શોખ પુરા કરવા માટે પ્રકૃતિને છિન્નભિન્ન કરી નાખી છે અને વળી ફરીયાદ કરીએ છીએ કે વાતાવરણ બદલાયું છે….

લબાડો…આમ થોડું બોલાય..

સાચી રીતે તો એમ બોલાય કે….જોયુ આપણે પ્રક્ર્તિનુ વાતાવરણ બદલી નાખ્યું.

હવે જીવવાની ખરી મજા આવશે ….

ચાલવું ગમતું નથી રોજ ૧ – ૨ લીટર પેટ્રોલ બાળીએ નહીં તો આપણે સામાજીક પ્રાણી ના ગણાયે.. સામાજીક પશુ તરીકે પોતાની જાતને ઓળખાનારા જીવાત્માઓએ પોતાની વિકૃત ઇચ્છાઓ અને અનૈતિક શોખ પુરા કરવા માટે પૃથ્વી ઉપરની તમામ પ્રાકૃતિક વ્યવસ્થાઓ તોડી પાડી છે. આ સામાજીક પશુ સવારે ઉઠે ત્યાર્થી પાછો સુવે નહી ત્યાં સુધી પ્રકૃતિને વધુને વધુ નુકસાન કરવાનું કામ કરે છે.


આ તો તડકાનો તડાકો છે.. શેરબજારમાં તડાકો પડે. ક્રિકેટ મેચમાં વિકેટોનો તડકા પડે તો કેવી મજા આવે ..સારા વરસાદનો તડાકો પડે/ આપણા સંતાનના લગ્નમાં રોકડ ચાંદલા અને ભેંટનો તડાકો પડે તો કેવી મજા આવે છે..  આપણે બધા તડાકા પડે તેમાં ખુશ રહેનારા સામાજીક પ્રાણીઓ છીએ.. આજે આપણે વાતાવરણને બેહદ ખરોચી નાખ્યુ છે ઉપર આકાશ અને નિચી ઉંડે ઉડે સુધી જમીન ખોદી નાખી છે એટલે તો હવે આપણે સામાજીક પ્રાણીઓ પૃથ્વી ઉપર સર્વેસર્વા બની ગયા છીએ.  આ તડકાનો તડાકો પણ આપણું જ ભરત ગુંથણ છે. તો મજા કેમ ના આવે ?





Responses

  1. KHUBAJ SARAS PRASANGIK LEKH CHHE ABHINDAN


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: