Posted by: rajprajapati | 21/05/2010

સાચુ ભોજન સર્વોતમ ભોજન..

ખાતો નથી અને ખાવ દેતો નથી વાળા શબ્દો નરેન્દ્ર મોદી મતદારોમાં લોકપ્રિયતા મેળવવા કહેતા હોય છે અને તે પણ ફકત લાંચ-રૂશ્વત લેનારાઓ ને લાગુ પડે છે.

જ્યારે મારી વાત તો આબાલ વૃધ્ધ બધાને લાગું પડે છે કારણ કે આપણા મનુષ્ય સમાજને આખી જીંદગી પુરી થઇ જાય ત્યાં સુધીમાં ક્દાચ બધુ આવડી જાય છે પણ માત્ર ખાતા નથી આવડતું  માણસ પોતાનું ખાવાનું તો ક્યારેક ખાય છે બાકી તો મોટા ભાગનું પશુઓને ખાવાનું વધારે ખાય છે.

હું થોડીક વાત આપની સાથે પ્રશ્નોથી કરીશ

અને જવાબ તમારી જાત ને આપવાના છે.

(૧) ખારા પાણીના સમુદ્ર કિનારે ઉગેલી ઉંચી નાળીયેરીમાં મીઠા પાણીના નાળીયેર કેમ આવે છે ? કારણ કે પ્રકૃતિની રચના છે.

(૨) નાના મા નાના રાઇ ના દણા અને તલની પણ પ્રકૃતિમાં રચના છે

(૩) તરબુચ, મૌસંબી, લીંબુ, કેરી, કેળા, બોર, ચિકુ, સફરજન,  બદામ, મગફળીના સીંગદાણા, ખાવા લાયક કાચા શાકભાજી, લવિંગ જેવી ટચુકડી થી માંડીને ઉંચી નાળીયેરીમાં નાળીયેર ની માણસના જન્મ પહેલાથી પ્રકૃતિમાં રચનાઓ થયેલી છે કે નહીં ?

(૪) રોગ/ બિમારીઓ કે સ્વાસ્થય માટે જીણામાં જીણી વનસ્પતિ અને અનેકાનેક પ્રકારની ઔષધિય વનસ્પતિઓ અને બિજ માણસની આસપાસ રચાયેલા છે કે નહીં ?

(૫) માણસ રોટી- શાક મિઠાઇ/ફરસાણ સહિત અનેક પ્રકારની વાનગીઓ ઘરમાં અને બજારમાં મળે છે અને બધા માણસ તે ખાય છે..?

નાળીયેર, રાઇ, તલ,તરબુચ, મૌસંબી, લીંબુ, કેરી, કેળા, બોર, ચિકુ, સફરજન,  બદામ, મગફળીના સીંગદાણા, ખાવા લાયક કાચા શાકભાજી, લવિંગ, ઔષધિય વનસ્પતિઓ બધુ જ શરીરની જરૂરીયાત પ્રમાણે પ્રકૃતિમાં રચાયેલુ છે અને બધા માટે મળી રહે છે. કોઇ વસ્તુ અલભ્ય નથી.

હવે તમે કહો કે જે પ્રકૃતિમાં માણસને ખાવાની જીણવટભરી વ્યવસ્થાઓ પ્રકૃતિમાં રચાયેલી છે તેમાં ક્યાંય પાણીપુરી,  ઢોસા, પિત્ઝા, વડાપાઉં ના ઝાડ કે વેલ ઉગેલા છે ?

જેમ નાળીયેર છે તેમ કોકા કોલા કે ઠંડાપીણાના ઝાડ કેમ નથી..?

રોટલી,  બ્રેડ,  મિઠાઇ અને ફરસાણની વિવિધ વાનગીઓના વેલ વેલાઓ કે નાના-મોટા ઝાડ કેમ ઉગેલા નથી ?

ઘંઉ- બાજરો, જુવાર,મગ-ચણા જેવા કઠોળ મકાઇના દાણાઓને દળીને તેના લોટમાંથી માણસ ભાત ભાતની વાનગીઓ બનાવીને ખાય છે કે નહીં ?  જેમ પ્રકૃતિમાં સુક્ષ્મમાં સુક્ષ્મ રચનાઓ થયેલી છે તો શું આ બધુ ખાવા લાયક  હોય તો શું પ્રકૃતિમાં તેની રચનાઓ થયેલી ના હોત ?

જેટલા પ્રકારના શરીરોની પૃથ્વી ઉપર ઉત્પતિ થયેલી છે અને તેના પોષણ માટે જે અન્ન-આહાર અને ઔષધિઓ જરૂરી છે તેની તો પુરી વ્યવસ્થાઓ પ્રકૃતિમાં થયેલી છે કે નહીં ?

જો શરીરના પોષણ માટે રાંધેલુ અને તળેલું,  બાફેલું અને શેકેલું ખાવાની જરૂર હોય તો પ્રકૃતિમાં જરૂરથી તેની રચનાઓ થયેલી હોય ને ?

આજે માણસ જે પણ કાંઇ ખાય છે તે બધું પશુઓને ખાવાનો ખોરાક બાળીને, તળીને, શેકીને, બાફીને ખાય છે માણસ મોટેભાગે અને ઓછામાં ઓછો ખોરાક માણસ માટે નો હોય તે ખાય છે…

હું તો હવે લખીશ કે માણસ પશુઓનો ખોરાક ખાય-ખાયને માણસમાંથી પશુઓ જેવો થઇ ગયો છે.. …જો  તમે ખરેખર માણસ ગણાવવા માંગતા હોવ તો તમારે પશુઓનો ખોરાક બાળીને, તળીને,  શેકીને, બાફીને ખાવાનો બંધ કરવો જોઇએ…હું તો પશુઓનો ખોરાક બાળીને, તળીને,  શેકીને, બાફીને ખાતો નથી

અને એટલે હું ૧૧ વર્ષના નોન-સ્ટોપ અનુભવ પછી સર્વોત્તમ લોકલાગણી અને માણસ તરીકેનું મારું કર્તવ્ય નિભાવવા માટે આ વાત અહીં માણસો માટે  લખી ને રજુ કરી રહ્યો છું

જો મારા આ બાબતને ગંભીરતાથી વિચારીને થોડાક પણ લોકો બાળેલો, તળેલો ,  શેકેલો  અને બાફેલો ખોરાક ખાવાનો બંધ કરી પ્રાકૃતિક અન્ન- આહાર અપનાવશે તો મારો આ યત્ન સફળ ગણાશે…


Advertisements

Responses

  1. very funny but interesting and educative post by Mr.Raj. Keep it up.

  2. It’s an interesting piece Raj. Especially the headline!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: