Posted by: rajprajapati | 21/05/2010

મેઘધનુષ્ય જેવી રસભરી સ્ત્રી

સ્ત્રી અનેક રંગોથી ઝાંકઝમાળ ધરાવતા મેઘધનુષ્ય જેવી હોય છે. મેઘધનુષ્યને દુરથી જોવાય ખરા પણ તેને પકડી શકાય નહી. પોતાનું બનાવી શકાય નહી. શરીરથી પોતાનું હોય તો મનથી બીજાનું હોય અને મનથી પોતાનું હોય તો શરીરથી બીજાનું હોય તેવું આ પોતાનું ગણાતું સામાજીક પ્રાણી દુરથી દર્શન કરવા જેવું છે.


રસભરી આ સ્ત્રીના અનેક રૂપો છે તેમાંથી તમે ક્યાં રૂપના સબંધમાં છો તે સૌથી વધુ મહત્વનું છે. મને સ્ત્રીનું માતા તરીકે નું સ્વરૂપ સૌથી વધુ સારૂ લાગ્યું છે. સ્ત્રી સારી તો હોય જ છે પણ તે લક્ષ્મીમાંથી કાલીકા બની જાય તેની ખબર નથી પડતી તેથી તેને દુરથી સલામ કરાય.


મનુષ્ય જગતમાં સ્ત્રી એ એવું નર્કનું દ્વાર છે કે સ્વર્ગમાં લઇ જાય છે અને તે જ એવું પતન પણ છે કે જે સ્વર્ગમાંથી પછાડીને નર્કમાં નાખી શકે છે. આવા અનેક ઉદાહરણો સમાજમાં જોવા મળે છે.


સ્ત્રી ને સમજવી મુશ્કેલ છે તેવું તો મે બહુ સાંભળેલું પણ હું કહું છુ કે મુશ્કેલ તો નથી પણ સ્ત્રીને સમજવી અશકય છે.. સ્ત્રી સહજતાથી ખોટું બોલી શકે અને તે સાચું છે. તેવું પુરવાર પણ થાય છે.


ફેસબુક ના એક મિત્રએ કહ્યુ છે કે રાજભાઇ તમે સ્ત્રી મિત્રોથી દુર કેમ ભાગો છો ? અરે ભાઇ ખરેખર કહું તો હજી સુધી મને સ્ત્રી વિશે બહુ ગતાગમ પડતી નથી કારણ કે ક્યારેક આઅમાનુનીઓ પુરૂષ કરતા બોલ્ડ વાતો કરે છે અને ક્યારેક બોલ્ડ વાતો કરીને પુરૂષમિત્રને વાસનાનો કીડો કહે છે.


થોડા બહેનો ભાઇઓએ મને ઠપકો આપ્યો અને થોડા મિત્રોએ મને નકારાત્મક વિચારોવાળો કહ્યો. ખાસ મિત્રો કે જેને મારી વાતો સીધી લાગુ પડી ગઇ તે મિત્રોએ મને વાસના નો દટાય ગયેલો કીડો પણ કહ્યો . સારી વાત તો આ છે કે બધાએ સરવાળે મને હલકી માનસીકતાનો ગણાવ્યો… હવે મને સમજાય જશે કે હક્કિતમાં મોટા ભાગના લોકોને શું ગમે ?


લોકો પોતાની જીંદગીને પૈસા તથા સંપતિ અને સુખ સુવિધા મેળવવામાં ખેંચી નાખે છે. ભગવાન બની જવાની લાયકવાળો મનુષ્ય પામર જીવ હોવાના બહાને સામાજીક પશુતાનું મ્હોરૂ પહેરી મોહ માયા અને વાસનાઓમાં રચ્યો પચ્યો રહી જીંદગી વેડ્ફી નાખે છે. આ મનુષ્ય અવતાર ફરી ના પણ મળે તેથી પામર જીવ બની જીવવા કરતા માણસ બની જીવવી લેવામાં મજા છે. સામાજીક પ્રાણી બની ને રહેવા કરતા માણસ બની રહેવું જોઇએ.


હું સ્ત્રીઓનો વિરોધી નથી તેની પુજા કરુ છું પણ આ એવી સ્ત્રીઓને સ્પર્શે છે જે અધુરી સમજણને કારણે વધુ આધુનીક દેખાડો કરવા  તન- મન ધન થી પુરૂષ મિત્રો સાથે વિશ્વાસપુર્વક સબંધો કેળવે છે અને આવા સંબંધોને તે વેસ્ટ્રન કલ્ચરમાં ખપાવીને શોખથી વાસના સંતોષે છે….


હું નજીકના ભવિષ્યમાં વાત્સ્યાયન અને કામસુત્રને કોઇ સબંધ નથી તેવું લખવાનો છું અને આજનો લોકો કામસુત્ર ને કે તેના આધારે પેદા થયેલા બીજા પુસ્તકોમાં દર્શાવેલા જાતીય આનંદના વિવિધ પ્રયોગોનું  સાચી રીતે ખંડન અને નિર્મુલમ કરે તેવી બાબતો જાહેર કરવાનો છું કારણકે જે વિકૃતિઓનુ નિરૂપણ લોકો અનુસરી રહ્યા છે તેવા સંબંધો અને ક્રિયાઓ તદન જુઠ્ઠી અને બિનપાયાદાર છે . કળીયુગ માં વિકૃતીઓનો વધારો કરવા આવા અનેક ચોપડાઓ લખાયા છે અને નવા નવા નુસ્ખાઓ સાથે છપાયા અને વચાતા રહ્યા છે.

કોણે  કામસુત્રમાં વાત્સ્યાયન ની સહી જોઇ છે ?

થોડો સમય રાહ જુવો હું પુરવાર કરીશ કે કામસુત્ર તદન ખોટું છે..

(  હું સ્ત્રીની પુજા કરવાનું  એટલે કે તેનું સન્માન જાળવવાનું જ કહું છુ. સંસાર ચલાવવા અને પ્રકૃતિના નિયમો પ્રમાણે તો સંસારની દરેક માદા સૃષ્ટી ચક્ર ચલાવવા મહત્વનું પરીબળ છે…

હું માનું છું કે આજની પરીસ્થીતી પ્રમાણે તો સ્ત્રી અને પુરૂષ બંને અયોગ્ય રીતે જોડાયને અનૌરસ પ્રજોપ્તિ તો કરે છે  આ રીતે વર્ણ શંકર પ્રજા ઉત્પન્ન કરે છે લગભગ મોટા ભાગના લગ્નો પણ આર્થિક અને સામાજીક તથા શૈક્ષિણક દરજ્જા પ્રમાણે થવા લાગતા સ્ત્રી અને પુરૂષના કજોડાઓ બને છે અને જે હોવી જોઇએ તેની કરતા તદન વિરૂધ્ધની આખી સમાજ અને સૃષ્ટી વ્યવસ્થા ઉભી થઇ રહી છે..

આ આખી બાબત તો અહીં વિસ્તૃત ચર્ચા કરી શકાય તેમ નથી તેથી ટુંકમા એટલુ જ કહું કે….

આખી સમાજ વ્યવસ્થાઓને અપ્રાકૃતિક રીતે વિકસતી રોકવા માટે સ્ત્રીઓને  જ પોતાની રીતે મૈથુન ક્રીડા અને અનૌરસ સંબધોથી રોકવી જરૂરી છે.

ખાસ તો સ્ત્રીઓ અને પુરૂષોના જે પ્રકાર છે તે પ્રમાણે તેના લગ્ન થઇ શકે તે ખુબ જરૂરી છે હજી સુધી સામાન્ય માણસને સ્ત્રી અને પુરૂષોના જાતીય પ્રકારોની સમજણ નથી તેથી લોકો નર માદાના શરીરોના  લગ્નો કરે છે…આ રીતે થયેલા ખોટા લગ્નો અને પ્રજોપ્તિને કારણે સમગ્ર પ્રૃથ્વી ઉપર નૈસર્ગીક પ્રકૃતિ અને સૃષ્ટી વ્યવસ્થાનું નિકંદન નિકળી ગયું છે….

જેમકે પદમણી સ્ત્રી સાથે મોટે ભાગે હરણ્ય પુરૂષના લગ્ન થયા હોય છે હસ્તીની સ્ત્રી સાથે હરણ્ય પુરૂષના લગ્ન જોવા મળે છે તેથી તદન વિરુધ્ધની અને અયોગ્ય પ્રજોપ્તિ ઉત્પન્ન થતી રહે છે.

આજે હું વિસ્તૃત રીતે પુરતી બાબતોનું આ નાનકડી જગ્યાએ વિવરણ કરી શકુ નહીં પણ નજીકના ભવિષ્યમાં આ વિષયને પુરતી વિગતો સાથે પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરીશ…..)

મેં લગ્ન નથી કર્યા કે તે બાબતથી દૂર રહેવાનું આ પણ એક કારણ છે……

આપનો કૃતજ્ઞ – રાજ પ્રજાપતિ..
Responses

  1. રાજ ભાઈ નમસ્તે, સરસ લેખ છે, પણ બાઈબલ વાંચ્યા પછી હુ કોઈ સ્ત્રીની પુજા જ નથી કરતો, હા સન્માન જરુર કરુ છુ, તમે પુછશો કેમ? તો જવાબ છે “પરમેશ્વર કહે છે કે તુ મને છોડી અન્ય કોઈની પુજા ના કરતો કેમ કે આકાશ અને પ્રુથ્વી અને એમાનુ જે કાંઈ પણ છે એ મે જ બનાવ્યુ છે, તુ મારી આજ્ઞા પ્રમાણે ચાલીશ તો તુ અનંતજીવન પામીશ.”

    પરમેશ્વરે આકાશ એન પ્રુથ્વી બનાવી પછી આદમને ધરતી પર રાખ્યો. પણ એ એકલો હતો અને એનો કોઈ જોડીદાર ન હતો એટલે એ એકલો એકલો ઉદાસ ફરતો હતો અને અન્ય કોઈ પ્રાણી જોડે એને પોતા પણુ લાગતુ ન હતુ. એટલે પરમેશ્વરે એને ચીરનિંદ્રામાં નાખી દઈને એની જમણી પાસંળીઓમાની એક પાંસ્ળી લઈને એમાંથી સ્ત્રીની રચના કરી આપી, અને એ સ્ત્રીને જોઈએ આદમ ખુશ થઈ ગયો અને બસ ત્યારથી પરમેશ્વર એ બન્ને ને એકબીજાથી અલગ ન થવાની, અને પત્નીને પતિની સર્વ આગ્યાઓ માનનારી સાથીદાર ઠેરવે અને પુરુષને સ્ત્રીનો રક્ષક અને પાલક ઠેરવ્યો એવી અનેક આજ્ઞાઓ આપી અને પ્રુથ્વી પર માનવજીવનની શરુઆત કરી આપી હતી.

    આ વાતો જાણ્યા પછી મારુ સ્ત્રીઓ પ્રત્યેનુ વલણ બદલાઈ ગયેલુ છે જે સામાન્ય ભારતીય જેવુ માને છે એવુ માનવુ હુ પાપ માનુ છુ. મારી પત્નીની સર્વ ઈચ્છાઓને માન આપવુ એ મારી ફરજ છે પણ એના હુકમને તાબે થવુ એ મારી ગુલામી છે જેને પાપ કહેવાય. અને જે સ્ત્રી પોતાના પતિ અથવા અન્ય કોઈ પુરુષએ છેતરે, લલચાવે અને ગુલામ બનાવે એ સૈતાનની પુત્રી છે એનાથી દુર રહેવુ સારુ નહિતો મુસ્લિમ દેશોમાં એવી સ્ત્રીઓને પથ્થર મારીને મારી નાંખવાઈ આગ્યાઓ આપી છે, પ્રભુ યીશુ જે યહુદિ હતા, એમના દેશમાં પણ આ જ આગ્યાઓ છે, પશ્ચિમ દેશોએ સ્વછંદી દેશ છે, દુધ એન દહિ બન્નેમાં પગ રાખીને ખ્રિસ્તીઓને બદનામ કરી મુક્યા છે. બાકી પવિત્ર સ્ત્રીઓનુ સન્માન કરવુ એ સર્વ પુરુષોનુ આત્મીક કર્તવ્ય તો છે જ. એવુ મારુ માનવુ છે……ધન્યવાદ સરસ પોઈન્ટ આપે છેડ્યો એટલે…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: