Posted by: rajprajapati | 20/05/2010

શું આપણે સલામત છીએ ?

ગુજરાતમાં જુદા જુદા ગુનાઓની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સી.બી.આઇ.ના ૭૦ થી વધારે અધિકારીઓને કામે લગાવવામાં આવ્યા છે. અને છતાંપણ આ સી.બી.આઇ.ને ગુજરાતના અધિકારીઓના વ્યાપક ગુનાઓની વિસ્તૃત તપાસ કરવા માટે બિજા વધુ અધિકારીઓની જરૂર પડી છે.

ગુજરાત પોલીસ ખાતાની હાલત ખરેખર તો સુડી વચ્ચે સડેલી સોપારી જેવી છે એમાં પણ જીલ્લા કક્ષાના શહેરોની પોલીસ તો મોટેભાગે રોડ ઉપર જ હોય છે…કારણ કે મુખ્યમંત્રીશ્રી અને બિજા મંત્રીઓના રોજે રોજના જાહેર કાર્યક્રમો અને યોજનાઓના નામે કરાતી પ્રચાર સભાઓના સલામતી બંદોબસ્તમાં જીલ્લા મથકના તમામ પોલીસ અધિકારીઓ કામે લગાડવામાં આવે છે..

સામાન્ય માણસ પોતાની ઉપર થયેલા કોઇ અત્યાચાર કે અન્યાય થયો હોય તેના ન્યાય અને તપાસ કામગીરી સાથે જવાબદાર ગુનેગારોને ઝડપી ન્યાયીક પ્રક્રીયા માટે પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં કાયદાનુસાર ફરીયાદ કરે તો તે અંગે ની નિયમાનુસારની તપાસ અને તેને લગતી કામગીરી કરવા માટે કોઇ પોલીસ અધિકારીને પુરતો સમય મળતો નથી…અધિકારીઓ મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં રોકાયેલા હોવાનો બધા પોલીસ સ્ટેશનોમાં એક સરખો જવાબ મળે છે.

આવી પરીસ્થિતીમાં પણ પોલીસ ખાતાના પી.એસ.આઇ.થી નીચેની પાયરીના કર્મચારીઓ ઉપરી અધિકારીઓની મૌખીક સુચનાઓ પ્રમાણે લોકોની ફરીયાદો ઉપર સુવિધા અને વ્યવહાર પ્રમાણે કામગીરી કરીને ફરીયાદી, આરોપીઓ અને તપાસના કાગળો બધુ સંબધિત કોર્ટોના હવાલે કરીને સંતોષ માને છે.

સામાન્ય માણસ ફરીયાદ કરે પછી તેની પોતાની હાલત ગુનેગાર હોય તેવી થઇ જાય છે કારણ કે ફરીયાદ બાબતમાં આરોપીએ તો મનફાવે તેમ ફરવાનું હોય છે ગુનો બન્યો અને તે સાચી વાત છે તે ફરીયાદીએ પુરવાર કરવાનું હોય છે અને તેમાં પણ ફરીયાદી કે આરોપીઓએ કરેલા રૂપીયાના વહેવાર પ્રમાણે પોલીસ કાયદાની કલમો ટાંકતા હોય છે. એફ.આઇ.આર. અને તેની તપાસ પણ પોલીસ નબળી કે સખત ..જેમ કરવી હોય તેમ મનસ્વી રીતે કરી શકે છે.

આમ સામાન્ય માણસની સાચી ફરીયાદની પણ કોઇ કિંમત હોતી નથી. જો ફરીયાદી પૈસે ટકે પુરતો સક્ષમ ના હોય કે રાજ્ય સરકારના પાવરફુલ મંત્રી. કે નેતાનો સીધો જેક લગાડ્યો ના હોય તો ફરીયાદ કરવાનો કોઇ અર્થ રહેતો નથી ઉલટું પોલીસ ફરીયાદ કરવાથી ગુનેગારો વધારે હેરાનગતિ કરે છે અને છાપાવાળાઓ અને પોલીસો તપાસના નામે અનેક પ્રકારની પરેશનીઓ ઉભી કરે છે…

ગમે તેમ કરી પોલીસ તપાસ થાય અને બધો મામલો કોર્ટમાં પહોંચે ત્યાં તારીખો ઉપર તારીખો પડતી જાય છે. વિદ્વાન વકિલશ્રીઓની મોટી મોટી ફી નુ& ભારણ પણ ફરિયાદીની કમર તોડી નાખે છે…

જેમ તેમ કરીને વરસે- બે  વર્ષે કોર્ટમાં ચાલે ત્યારે વકીલો પોતપોતાની સમજદારી અને ફરીયાદીની કે આરોપી તરફથી મળતી ફીનું ધોરણ જોઇને કેસ લડતા રહે છે અને આખરે આરોપી શંકાના આધારે./ પુરાવાના અભાવે/ સાક્ષીઓ ફરી જવાના કારણે કે પછી ફરીયાદ પક્ષે કેસ પુરવાર ના કરી શકવાથી આરોપી નિર્દોષ છુટી જાય છે અને

ફરીયાદીને મળે છે શું…?…… પોલીસનો માનસીક ત્રાસ,  છાપાવાળાઓના ચિત્ર વિચિત્ર સમાચારો,  આરોપી અથવા તેના સંબધિતો તરફથી સીધી અને આડકતરી ધાક-ધમકીઓ… અને  બધાયના સરવાળામાં વકીલોની મોંઘી ફી,  કોર્ટ કચેરીના ધક્કા…વાઆ આખી રામાયણ પછી ફરીયાદીને સમજાય કે પોલીસમાં ફરીયાદ કરવી અને ન્યાય માટે કોઇ પ્રયત્ન કરવો તે પણ એક ગુનો છે…

આ આખી વ્યવસ્થા બગાડવામાં અને આખેઆખી ભ્રષ્ટ કરવામાં આપણા મોટા અધિકારીઓ અને આપણે વારંવાર મતદાન આપીને સતા ઉપર બેસાડેલા લોકલાડીલા રાજકારણીઓ છે.

સામાન્ય નાગરીકને કે આર્થીક રીતે નબળા તથા મધ્યમ વર્ગના માણસને ન્યાય મળતો નથી અને દરેક રીતે અન્યાય સહન કરવો પડે છે તેના માટે પ્રજાએ પોતે જ વારવાંર મત આપી ચૂંટીને સતા ઉપર બેઠેલા ભ્રષ્ટ રાજકારણીઓ જવાબદાર છે.. આજે પોલીસ કે કોર્ટ કચેરીઓ અથવા તો વકીલો અથવા ન્યાયધિશોને દોષિ ઠેરવી શકીએ તેમ નથી…

દરેક નાગરીકે હવે આજની રાજનિતી અને વારવાંર ચૂંટાતા રહેતા રાજકારણીઓના વિશે એકાગ્રતા અનેશાંતીથી વિચારવું પડશે..

જો લોકો વિચારશે નહી અને આમ જ ચાલતું રહેશે તો બહુ નજીકના ભવિષ્યમાં પ્રજાએ જાતે પોતાનો ન્યાય મેળવવા ગુનો કરવાના દિવસો આવી જશે…………કારણ કે મોટાભાગની પોલીસ તો વિવિધ ગુનાઓ સબબ જેલ અને અદાલતોમાં રોકાયેલી હશે અને નેતાઓ આવા રીશ્વતખોરોના ખંભે બદુંક ફોડીને એક જ જવાબ આપશે તમારી તમામ ફરીયાદો કાયદાની અને પોલીસ  તથા અદાલતની બાબત હોવાથી હું મદદ કરી શકીશ નહી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: