Posted by: rajprajapati | 20/05/2010

ગુજરાત પોલીસમાં ફરીયાદ કરવી એ જ ગુનો

તમને નવાઇ લાગે છે ને ?

આજે ગુજરાત પોલીસની વાતો જે પ્રકારે સમાચારોમાં  વાચવા મળે છે તે રીતે તો એવું લાગે કે પોલીસ વિભાગમાં કોઇ ફરીયાદ કરવા કે કોઇ પોલીસ સ્ટેશનમાં જઇને કોઇ ફરીયાદ કરવા જઇએ  ત્યારે આપણે કોઇ ગુનો કરી રહ્યા હોય તેવું લાગે છે.

આજે  સાયબર ક્રાઇમની ચર્ચા વધુ જોવા મળે છે. કારણ કે ઇન્ટેરનેટ ઉપર આ ક્રાઇમ અત્યંત ઝડપે ફેલાવો થતો હોવાથી ભોગ બનનાર વ્યક્તિની પરીસ્થિતી એટલી ખરાબ થાય છે કે ભોગ બનનાર વ્યક્તિને આત્મહત્યા કરવા જેવી મજબુરી  નિર્માણ થાય છે અથવા તો વારવાંર પોલીસની શરમજનક પુછપરછ ને કારણે ફરીયાદીને એવું લાગે છે કે તેણે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપીને જાણે કોઇ ગુનો કર્યો છે.

તમે ક્યારેય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા ગયા હશો કે કોઇની સાથે ફરીયાદ આપવા ગયા હશો તો કદાચ આ અનુભવ જરૂર થયો હશે..

હમણા એક ઉચ્ચ મહિલાએ ગુજરાતના મહત્વના રાજકીય શહેરના પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમની લેખીત ફરીયાદ આપી તેની એફ.આઇ.આર. ૧૨ દિવસ પછી લેવામાં આવી. પોલીસ દ્વારા અપાયેલી માહિતીને કારણે સતત ૪ દિવસ સુધી આ ફરીયાદમાં આપેલ વિગતો અને તપાસ કરનાર પોલીસ અધિકારીના નામના સમાચારો ગુજરાતના મુખ્ય છાપાઓમાં આપવામાં આવ્યા જેના કારણે ઉચ્ચ શિક્ષિત અને વિકૃત એવા આરોપીને બચાવ કરવાની અને ફરીયાદ કરનાર પાસે કોઇપણ ભોગે ફરીયાદ પાછી ખેંચાવી લેવાની પુરતી તક મળે.

હવે સૌથી વધુ ખતરનાક બાબતતો એ છે કે સાયબર ક્રાઇમના ગુના ઉકેલવામાં દેશભરમાં પોતાને નંબર ૧ ગણાવતી ગુજરાત પોલીસ ફરીયાદ થયાના ૨૫ દિવસ સુધી કોઇ તપાસ કરી શકી નથી કે હજી સુધી જરા સરખી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

કાયદો અને વ્યવસ્થા સંભાળતા ગાંધીનગર ખાતેના ગ્રુહ વિભાગના તમામ સચિવો. ઉંચ્ચ પોલીસ અધિકારીઓ અને લાગતા વળગતા બધા અધિકારીઓને આ સાયબર ક્રાઇમની ફરીયાદ અંગે વિગતવાર માહિતી મળેલી છે ગાંધીનગરના મુખ્ય છાપાઓમાં ચાર ચાર વાર જે ફરીયાદના સમાચારો પોલીસની માહિતીને આધારે સતત છપાતા રહ્યા હોય તે ફરીયાદની બાબતમાં હજી સુધી કોઇ પગલા ના લેવામાં આવતા છેવટે રાજ્યના ગૃહ વિભાગના મોટાભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સચિવો સમક્ષ લેખીતમાં ફરીયાદ અંગે કાર્યવાહી કરવાની અરજીઓ આપવા છ્તાં માત્રને માત્ર અત્યંત ગંભીર ગણાતા સાયબર ક્રાઇમનો ખુબ વિકૃત ગુનો આચરનાર આરોપીને છાવરવા કે આડકતરી મદદ કરવામાં આવતી  હોય તેમ કોઇપણ પરીણામદાયી પગલાઓ પોલીસ લેતી નથી કે ઇરાદાપુર્વક લેવામાં આવતા નથી.

સાયબર ક્રાઇમ નો ગુનો ઇન્ટેરનેટ ઉપર થતો હોય છે પણ પોલીસ તપાસ કાગળ ઉપર કરી રહી છે. જે ફરીયાદી છે તે ગુજરાતના સામાન્ય મહિલા નાગરીક છે જો આવો કોઇ અત્યાચાર કોઇ મંત્રી કે ગૃહ વિભાગના સચિવ અથવા મોટા પોલીસ અધિકારીની બહેન-દિકરી ઉપર થયો હોય તો આનું આજ પોલીસ અને ગૃહ ડીપાર્ટમેન્ટ  થોડા કલાકોમાં આરોપીઓને ઝડપી શકી હોત.

ગુજરાતના મુખ્યમંત્રી જાહેરસભાઓમાં કહેતા હોય છે કે ગુજરાતની કોઇ બહેન દિકરીને તકલીફ હોય તો માત્ર પોસ્ટકાર્ડ લખજો… શું મુખ્યમંત્રી મહિલા મતદારઓના મત લેવા આવા લાગણીભર્યા ભાષણો કરે છે કે દિકરી દેવોભવની છેતરામણી લાગણી લોકોમાં પ્રગટ કરે છે.

આમ પોલીસમાં ફરીયાદ કરવાથી આરોપી માટે બધી સુવિધા અને ફરીયાદી માટે તો આરોપી કે તેના મળતીયાઓ તરફથી જાનનું જોખમ લઇને સતત ભય અને અસલામતી વચ્ચે જીવવાનું રહે છે.

આ પોસ્ટ ઇન્ટેરનેટ વાપરતી ગુજરાત અને દેશની માતાઓ. બહેનો. અને દીકરીઓને સાવચેત રહેવા અને સાયબર ક્રિમિનલોથી બચી રહેવાની ગંભીરતા પુર્વકની જાગૃતી રાખવા જાહેરહિતમાં પ્રસિધ્ધ કરવામાં આવી છે. તેથી વધુને વધુ લોકો સુધી આ જનજાગૃતી માટેની વિગતો પહોંચે તે ઇચ્છનીય છે તેથી વધુને વધુ મિત્રોને આ બાબતે જાણકારી આપવા બ્લોગના વાચકોને વિનંતી છે.Advertisements

Responses

  1. keep it up….. best wishes….


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: