Posted by: rajprajapati | 16/05/2010

ક્યાંય ઇશ્વર નથી ?

સત્ય અને પવિત્રતા વિનાના શબ્દોમાં શક્તિ નથી, અંધશ્રધ્ધાની કલ્પનાઓમાં ક્યાંય ઇશ્વર નથી.

લાલચું અને સ્વાર્થી માનસીકતાથી સુખ મેળવવા જપ, તપ, પુજા, મંત્રો, યજ્ઞો , સ્તુતિઓ, પ્રાર્થનાઓ કરીએ છીએ તે વ્યર્થ છે તેનું કોઇ મુલ્ય નથી કે તેની કોઇ સાચી અસરો થતી નથી કારણ કે આ બધુ કરવામાં પાયાના સિધ્ધાંતોનું અને નિયમોનું પાલન થતું નથી,  સીધી કે આડકતરી રીતે કોઇના હક્કનો રોટલો છિનવી લઈને બીજાને અન્‍નદાન કરવાનું કોઇ મુલ્ય નથી તેમ જેના શબ્દોમાં સત્યની શક્તિ નથી તેની સ્તુતિ, પ્રાર્થના કે મંત્રોનો કોઇ અર્થ નથી,

માણસ જે ભાષા બોલે તેના શબ્દોમાં જે અક્ષરોનો ઉપયોગ થાય છે જે ઉચ્ચારો થાય છે તે ઉચ્ચારો અને શબ્દોનો ઉપયોગ મંત્રો, સ્તુતિઓ, પ્રાર્થનાઓમાં થાય છે જ્યારે સામાન્ય રીતે માણસ સત્યનું પાલન કરતો નથી, સત્ય શબ્દોનો પ્રયોગ કરતો નથી વારંવાર અસત્યને પ્રયોગમાં લઈને તેને અનુલક્ષીને શબ્દો ઉચ્ચારે છે તેના શબ્દો અને અક્ષરો મૃતપાય બની જાય છે

મુળ જનન શક્તિ ગુમાવી ચુકેલા અક્ષરોના શબ્દોનો ઉચ્ચાર કરનારા કોઇપણ મનુષ્યએ ઉચ્ચારેલા મંત્રો, સ્તુતિઓ, પ્રાર્થનાઓના ઉચ્ચારો મુળથી ખોટા અને સત્યથી વિરૂધ્ધ હોવાથી તેનો શબ્દબ્રહ્મમાં કોઇ અર્થ નથી કે તેનું કોઇ પ્રજનન થતુ નથી જો પ્રજનન થાય નહી તો ફ઼ળરૂપી સંતતીનું સર્જન થતું નથી, માટે જેને પણ મંત્રની શક્તિઓના ફળ મેળવવા હોય ઇચ્છીત મહેચ્છાઓ પરીપુર્ણ કરવી હોય તેઓએ સામાન્ય વ્યવહારમાં કાયમી ધોરણે સાવધાની પુર્વક સત્યનું પાલન કરવું જોઇએ,


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: