Posted by: rajprajapati | 16/05/2010

વિજાતિય દોસ્તીનો અંતિમ પડાવ ક્યો છે ?

મને એવું લાગે છે કે ફ્રેન્ડશીપ અને સોશ્યલ રીલેશન સાઇટ ઉપર અડધા જેટલા લોકો હરી ફરીને જાતીય વાસનાને જાણે અજાણે અને આડકતરી રીતે પ્રગટ કરી બેસે છે. પરણવાલાયક દિકરા કે દિકરીઓ છે તેવી કમનીય બહેનો પણ આપણી આ સાઇટ ઉપર ચેટીંગ કરે ત્યારે અઘરા અને શરમજનક પરીસ્થિતીમાં મુકે તેવા પ્રશ્નો પુછે છે.

થોડા સમયથી એવું પણ જોવા મળ્યું છે કે પુખ્તવયના મહિલાઓ અને ભાઇઓ પણ પોતની જાતીય આકર્ષકતા અને લાવણ્ય ઉભારતા ફોટાઓ મુકીને મનૌઆનંદ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. શું આપણા માનવ સમાજમાં આવી સાઇટો પરાણીત જીવનમાં રહી ગયેલા થોડાક વિકૃત આનંદને પોષી શકે તેવા વિજાતિય મિત્રો શોધવા માટે દૂરઉપયોગમાં લેવામાં આવી રહી છે.

હું નજીકના ભવિષ્યમાં વાત્સ્યાયન અને કામસુત્રને કોઇ સબંધ નથી તેવું લખવાનો છું અને આજનો લોકો કામસુત્ર ને કે તેના આધારે પેદા થયેલા બિજા જાતીય આનંદનુ સાચી રીતે ખંડન અને નિર્મુલમ કરે તેવી બાબતો જાહેર કરવાનો છું કારણકે જે વિકૃતિઓનુ નિરૂપણ લોકો અનુસરી રહ્યા છે તે મૈથુન સંબંધો અને ક્રિયાઓ તદન જુઠ્ઠી અને બિનપાયાદાર છે .

મારા  મિત્રોને થશે કે રાજ હમેશા કોઇ ને કોઇ વિરોધની વાતમાં બહું ચાપલુસીગીરી કરે છે. હક્કિત માં મને ખોટી બાબતોની ભંયકર એલર્જી છે તેથી જ્યારે પણ માનવજીવન સીધી રીતે સ્પર્શતી અને પ્રકૃતિની વિરૂધ્ધની વાત આવે ત્યારે હું વધારે છંછેડાય જાવ છું તો માફ કરજો.


ભારતીય સમાજ વ્યવસ્થાઓ નક્કી કરવામાં અનેક વાસ્તવિકતાઓ અને પ્રદેશ તથા ઋતુઓ અનુસારનું વાતાવરણ અને સાથે સાથે અન્ન આહાર અને વિહારનો બહુ લાંબાગાળા સુધી અભ્યાસ કરવામાં આવ્યો હ્તો અને ઋષિ પંરપરા પ્રમાણે સમયાંતરે સ્ત્રી અને પુરૂષના યોગ્ય પ્રકાર નક્કી કરવાનમાં આવ્યા છે . અને મૈથુન ક્રિયાઓ માટે ચોક્ક્સ સમય અને મર્યાદાઓ પણ નક્કી કરવામાં આવી છે .

આપણા ભારતીય સમાજ કે થોડા લોકોને ધ્યાને રાખીને ક્યારે લખતો નથી. બધા સમજે છે કે અમુક ઉંમર પછી નર અને માદા બંને ને જાતિય લક્ષણો કાર્યરત થાય છે અને આ જાતિય ક્રિયાઓથી પ્રજોપ્તી થતી રહે છે અને પ્રાકૃતિક તથા સાંસારીક વ્યવસ્થાઓ ઉતરોતર ચાલતી રહે છે.


જે બાબતને કારણે આજે મારે લખવું પડે છે તે મારો અનૌરસ વિષય હોવા છ્તાં આપણા સમાજનો મોટો વર્ગ જે રીતે વિકૃતિઓને ઝપાટાબંધ અનુસરી રહ્યો છે તે જોતા એવું લાગે છે કે બાપ અને દિકરી તથા મા અનેદિકરા વચ્ચેના પવિત્ર સબંધોપણ જોખમમાં મુકાય શકે છે.


૪૫ વર્ષની સુડોળ મા નવી નવેલી જોબનવંતી નાર જેવું વાણી અને વસ્ત્ર વિહાર અપનાવે તો ભર જુવાની માં ફાટંફાટ થયેલો દિકરાને શું સમજવાનું રહે છે. ટીવીમાં આવતાં અનેક બિભત્સ ર્દશ્યો મા અને દિકરાએ કે બાપ અને જુવાન દિકરીએ સાથી બેસીને ના જોવાના હોય તો પણ આધુનિકતાની વિકૃતિના કારણે લોકો મુક્ત આચરણ કરતા થયા છે અને તેના પરીણામે અનેક સમસ્યાઓ અને આંતરીક પીડાઓમાં સુખી સંપ્પન પરીવારો ફસાતા જાય છે.


હું તો બધાને જાહેર પ્રાર્થના કરૂ છુ કે નર માદાની મૈથુન સંબંધી બાબતોમાં થોડો સંયમ અને સમજણને અપનાવો. જે આનંદની પરાકાષ્ઠા અનુભવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છો તે મહાઆનંદ ક્યારેય સામાન્ય લોકો પામી શકતા નથી.. વાંરવાર જુદી જુદી રીતે કરેલી અનેક ક્રિયાઓ પછી પણ પુર્ણ સંતોષ પ્રાપ્ત ના થયો હોય અને ફરી ફરી એવીને એવી ક્રિયાઓમાં વધુ…ને વધુ ડુબતા જવાથી જીંદગી ઢસરડાયને પુરી થઇ જશે.. ફરી આવો રૂડો માનવ અવતાર કદાચ મળશે નહીં


Responses

  1. ધન્યવાદ સરજી, આપે મારા બ્લોગની મુલાકાત લીધી, આપણે પરમાત્માને પ્રણામ કરવા અતિ ઉત્તમ છે, મનુષ્યોને પ્રણામ કરવુ એ અધમ કાર્ય છે. આપણે બન્ને ભાઈઓ છીએ એટલે આવો આપણે આપણા પરમપિતા પરમેશ્વરને જ પ્રણામ કરીએ.

    આપનો આ વિચાર અતિ અતિ ઉત્ક્રુષ્ટ અને પરમ વખાણવા લાયક છે, અને સમયનો તકાજો કેવો સુંદર છે કે મે ગઈકાલે જ એક પાનુ “અશુધ્ધતા” ના નામે જોડ્યુ છે એનો વિષય પણ આપના આ વિષયને લગતો જ છે. ફરી ફરીથી આપના ધન્યવાદ કે આપે આ અતિ પાપી સવાલને ઉઠાવ્યો………ધન્યવાદ


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: