Posted by: rajprajapati | 12/05/2010

કર્મોનો સીધો હિસાબ કે ગુન્હાઓ કા બાદશાહ

જેવું કરો તેવું ભરો એવી ઘણી કહેવતો ચર્ચાતી હોય છે. હક્કિતમાં દરેક શરીર તેના એક એક કર્મોથી બંધાયું હોય છે.

આજે ગુજરાતનું રાજકારણ અને પોલીસની પ્રવૃતીઓની ચર્ચાઓ દરેક જગ્યાએ થઇ રહી છે ત્યારે એક વાત બધાએ નોધી લેવાની કે સી. બી. આઇ.ના અધિકારીઓએ ચોક્ક્સ અધિકારીઓને જ પક્ડ્યા છે અને ૧૦૦-૧૫૦ મોટા અધિકારીઓમાંથીં ૧૫ થી ૨૦ અધિકારીઓને સી. બી.આઇ.એ તપાસના ભાગરૂપે બોલાવ્યા છે કારણ કે રાષ્ટ્રીય કક્ષાની જગજાહેર સુરક્ષા એજન્સી પ્રાથમિક પુરાવા વિના સામાન્ય માણસને પણ પકડતી નથી ત્યારે આજે સી. બી.આઇ. કોઇ રાજકારણના ભાગ રૂપે કાયદાના પુરા જાણકાર હોય તેવા મોટી સતા ઉપર બેઠેલા અધિકારીઓને પકડીને  ખોટી રીતે  કેસ કરે તે અશક્ય છે પુરવા માટે પુરી રીતે પુરાવાઓ હોય તો જ તેને પકડયા હોય છે.

આજે ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય નેતાની આગેવાનીમાં વકીલ સેલના વકીલો પાસે નારા લગાડાવ્યા કે……. ગુજરાતની પ્રજા જાગેગી.. સી.બી.આઇ. ભાગેગી…

સી.બી.આઇ. રાષ્ટ્રીય કક્ષાની સરકારી સુરક્ષા એજન્સી છે અને ગુજરાતમાં જે તપાસ ચલાવી રહી છે તે દેશની સર્વોચ્ચ ન્યાયાલયના હુકમથી ચલાવી રહી છે. ગુજરાતના દોઢ ડઝન આઇ. પી. એસ. અધિકારીઓની ચાલી રહેલી  તપાસને અવરોધવા માટે  રાજકીય પક્ષપાત રાખી જાહેર જનતામાં ઉશ્કેરણી જનક ભાષણો કરીને દેશની સર્વોચ્ચ ન્યાયાલયનું અવમાન કરી હુકમનો અનાદર કરવાની જાહેર પ્રવૃતિ કરનાર સામે ગંભીર ગુનો લાગુ પડે છે અને રાજ્ય સરકારના  સતાધારી પક્ષના રાષ્ટ્રીય નેતા રાજ્યની રાજધાનીમાં ખુલ્લેઆમ ન્યાયીક કાર્યવાહીઓ વિરૂધ્ધ પ્રવૃતિ કરે તે સાબિત કરે છે કે જે બાબતની તપાસ ચાલી રહી છે તેમાં રાજ્ય સરકારના સત્તાધિશો પુરેપુરા જવાબદાર છે અને સીધી રીતે સંડોવાયેલા છે.


કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ અને અબજો રૂપીયાની સંપતિઓવાળા ગુનેગાર રાજકારણીઓ સર્વોચ્ચ ન્યાયલયમાં કાર્યરત દેશના નામાંકિત વકીલોને રાખીને પોતાનો બચાવ કરી શકતા હોત.

હજી તો આ માત્ર પુછપરછ અને અરસપરસ ક્રોસ નીવેદનો  લઇને ગુનેગારો તથા ગુનાઓની ઝીણવટથી તપાસ ચાલી રહી છે ત્યારે અગાઉથી રાજ્યાની સુલેહ શાંતી ભંગ કરવાની આટલી ભંયકર પ્રવૃતિને કારણે એમ કહી શકાય કે જો તમે કે તમારા પક્ષના નેતાઓ સંડોવાયેલા નથી કે તમારામાંથી કોઇએ ગુનાઓ કર્યા નથી તો પેટમાં દુઃખતું હોવા છતાં માથુ શા માટે કુટી રહ્યા છે ?


દરેક શરીર ના કર્મો તેશરીર સાથી આગળ ને આગળનું ભાગ્ય નીર્માણ કરતા જાય છે તેથી જે કોઇએ જ્યાં પણ પાપકર્મો અને સત્ત કર્મો કર્યા હશે તે પ્રમાણે તેને સજા અથવાસુખ મળતું રહે છે.

(Dt. 11/05/2010,, Gandhinagar…11:55 p.m.)



Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: