Posted by: rajprajapati | 10/05/2010

ભુલકણા મતદારોના મનની વાસ્તવિકતા

બે થપ્પડ મારીને થોડા દિવસો પછી ફુલ આપો તો ફરી તમને નમી પડે તો સમજવું કે ભારતનો મતદાર હશે….

ગુજરાતી મતદારને રંગા-રંગ અને ઉત્સવોનો આનંદ કરાવીને તેની લાગણીને ઉશ્કેરી શકાય છે. ગુજરાતીઓના લોહીમાં ધર્માંધતા ભરપૂર છે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં જ્ઞાતિવાદની ક્ટ્ટરતાનો જેટ્લો દૂર ઉપયોગ લાલુ પ્રસાદ અને મુલાયમસિંહે કર્યો તે રાજનીતિ પ્રમાણે હિન્દુત્વની સાથે જ્ઞાતિવાદીની રાજ્નીતિનો ભરપૂર દૂર ઉપયોગ ગુજરાતમાં કર્યો છે.

કંઇક નવું કરો તો પરિવર્તનનો આભાસ થાય છે. તેથી વર્તમાન રાજકારણીઓએ સંમેલનો, મેળાવડાઓ, ઉત્સવો, ગટરો અને નળના લોકાર્પણ કાર્યક્રમો, કટ્ટર કોમવાદ, રાગદ્રેષી જ્ઞાતિવાદ, ભ્રષ્ટ અધિકારીઓ, અને વિકાસના નામે ભ્રષ્ટાચાર જેવા ધરખમ પરીબળોના સરવાળા-બાદબાકી કરીને જે રાજનિતી ચલાવી છે તેમાં પ્રજાસતાક વ્યવસ્થાનું રાજાશાહીમાં રૂપાંતરણ થઈ ગયું છે. આ રાજનીતી દેશમાં પ્રજાસતાક વ્યવસ્થાને બદલે સ્વતંત્રતાને રાજાશાહી તરફ રૂપાંતરણ કરાવી રહી છે.

જો આજનો મતદાર જ્ઞાતિવાદ અને કોમવાદની સાથે સાથે ધર્માંધતામાંથી બહાર આવી પોતાના હક્ક અધિકારો વિશે જાગૃત નહી બને તો ભવિષ્યના સમયમાં ભારત દેશ રાજ્ય કક્ષાના રજવાડાઓમાં ફેરવાય જશે.

આજનો માણસ પોતાના પરીવાર સાથે રાજકારણ રમે છે સરેઆમ ભ્રષ્ટાચાર અને રાજકારણીઓ તથા અધિકારીઓની ગુન્હાખોરી જોઇ રહ્યા છે તો પણ ફરી ફરીને ભ્રષ્ટાચારી રાજકીય પક્ષોના રાજકારણીઓને મત આપીને ભ્રષ્ટ તંત્ર વ્યવસ્થાના પાપમાં ભાગીદાર બને છે. આમને આમ ચાલશે તો આ રીતની સમાજ વ્યવસ્થા ના કારણ સામાન્ય માણસને અનેક પ્રકારે પીડા ભોગવવી પડશે અને તેમાંથી આપણા કુટુંબ પરીવારને આ બધું સહન કરવાનો કે અન્યાય સહન કરવાનો રહેશે…..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: