Posted by: rajprajapati | 10/05/2010

ભ્રષ્ટાચારના પાપમાં ભાગીદાર બનશો ?

ભ્રષ્ટાચારના પાપમાં ભાગીદાર બનશો ?

કે પછી, પ્રમાણીકતામાં સહકાર આપશો ?

જે નગરમાં ‘’કામધેનુ’’ દુઝે, તેવું કહેવાય છે તેવા ગાંધીનગરના નગરજનો ક્યાં સુધી રાજકીય ભ્રષ્ટાચારમાં ભાગીદાર બનશે ? મતદારો સમજે છે કે આજની ભ્રષ્ટ તંત્ર વ્યવસ્થા ભવિષ્યમાં ચાલુ રહે તો મધ્યમ વર્ગના માતા પિતાના સંતાનો માટે શિક્ષણ મેળવવું મુશ્કેલ બની જશે, શિક્ષણ અને તબીબી સેવાઓનો વેપાર થઇ ગયો છે,  આજના મતદાતાઓ રાજકીય પક્ષોએ ઉભા કરેલા રાજકીય લોકોને મતદાન આપીને ભ્રષ્ટાચારમાં ભાગીદાર બની પોતાના સંતાનોનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે.

માટે, હવે જ્યારે ગાંધીનગર મહાનગરપાલીકાની પ્રથમ ચૂંટણી આવી રહી છે ત્યારે પોતાના વિસ્તારના પ્રમાણીક માણસને સહકાર આપીને રાજકીય ભ્રષ્ટતાને દૂર કરવા, બધા રાજકીય પક્ષો અને તેના ઉભા કરેલા ઉમેદવારોને મતદાન આપવુ નહી, આપણા પડૉશી હોય કે પછી મિત્ર હોય, જ્ઞાતિબંધુ હોય તો પણ સમાજ તથા તંત્ર વ્યવસ્થામાંથી રાજકીય ભ્રષ્ટતા દૂર કરવા તેને મતદાન આપશો નહીં,

પોતાના સગા સંબંધી કે પડોશી પણ રાજકીય પક્ષની ટીકીટ ઉપર ચૂંટણી લડતા હોય તો પણ તેની શરમ રાખ્યા વિના રાજકીય પક્ષોની ઇજારાશાહીમાંથી બહાર આવવા તેને પણ મતદાન આપવું નહીં કારણ કે જ્યારથી આપણા દેશને ‘’ભાગલા પાડો અને રાજ કરો’’ વાળી આઝાદી મળી છે ત્યારથી કોમવાદ અને  જ્ઞાતિવાદથી ઉતરોતર ભ્રષ્ટ રાજકારણ સતા ઉપર આવતું ગયુ આજે રાજકારણ એક ધંધો બની ગયુ છે, સમાજના દરેક ક્ષેત્રમાં વ્યાપક ગેરરિતીઓ ફેલાય ગઇ,  આપણી આવતી પેઢીને ભ્રષ્ટ સમાજ વ્યવસ્થાથી બચાવવી હોય તો કોઇ શરમ રાખ્યા વિના રાજકીય પક્ષોના ઉમેદવારોને મતદાન કરવાને બદલે બિનરાજકીય કે અપક્ષ ઉમેદવારોને મત આપવો જોઇએ.


Leave a comment

Categories