Posted by: rajprajapati | 10/05/2010

ગુજરાતીઓ ભ્રષ્ટ રાજકારણથી ચેતી જજો..

આજે ગુજરાતના રાજકારણીઓ અને અધિકારીઓને ઇરાદાપુર્વક રમખાણો ચલાવવા અને ખોટા એન્કાઉન્ટર કરવાના ગુનાઓની તપાસમાં બોલાવાયા છે. ત્યારે હિન્દુઓ ઉપર કાવતરું કરવામાં આવ્યાની વાતો કરી પ્રજાને ગુમરાહ કરવાના નવા અખતરાઓ ચાલુ થયા છે ત્યારે …..

લોકોએ સૌથી પહેલા એ યાદ રાખવાનું છે કે તપાસ કરનારા બધા અધિકારીઓ  હિન્દુઓ છે અને અદાલતો પણ હિન્દુઓની છે.


(૧) આજે જ્યારે કાયદાનો ભંગ કરી કોમવાદી વાતાવરણ ઉભું કરી રાજકારણ રમેલા ગુનાખોર રાજકારણીઓ અને જેને હિન્દુ ગરીબો અને હિન્દુ ઝુંપડપટ્ટીઓ વિશે કોઇ દયા નથી તેવા બની બેઠેલા કોમવાદી નેતાઓએ કોમ અને જ્ઞાતિઓના મત લેવા સિવાય હિન્દુ સમાજના ઉત્કર્ષ માટે શું કર્યુ…….


હજારો હિન્દુઓને ગુજરાતમાં સરકારી ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડ્યું છે ત્યારે કેમ કોઇ હિન્દુનેતાઓએ હિન્દુલોકોને મદદ કરતા નથી..આ હિન્દુવાદનો ઝંઝાવાત માત્ર અને માત્ર હિન્દુ ધર્માન્ધતાને વટાવી મત મેળવવાનું કાવતરું જ ગણી શકાય છે.


(૩) ગુજરાતમાં હજારોની સંખ્યામાં હિન્દુ નેતાઓ છે. ભારતમાં લાખોની સંખ્યામાં કટ્ટર હિન્દુવાદીઓ છે. તેમાં બાબરી ધ્વંસ, ગોધરાકાંડ, કોમી રમખાણો વગેરે કોના ભેજાની ખતરનાક પેદાશ છે..?

(૫) જો કોઇને અન્યાય કર્યો નથી, કોઇની હત્યાઓનું કાવતરૂ ઘડયું નથી કે ખતરનાક કાવતરામાં સંડોવાયેલા નથી તો પછી”વાઈફાઈ” થી આતંકવાદીઓ ભારતના શહેરોમાં આવીને શા માટે “ઈ-મેઈલ” ધમકીઓ આપે છે..?

(૬) જ્યાં પણ બોમ્બ બ્લાસ્ટ થયા ત્યાં પાછળથી “જેહાદી સંગઠન” જવાબદારી સ્વિકારતો “વાઈફાઈ” ઇમેઇલ કરે છે…? પોલીસ દ્વારા થયેલા આતંક્વાદીઓના બોગસ એન્કાઉન્ટરો અને “વાઈફાઈ”ના હમ્બંગ મેઇલ વચ્ચે શું સંબંધના હોઇ શકે…?

(૮) પોલીસ દ્વારા બોગસ એન્કાઉન્ટરના નામે હત્યા અને પુરાવાનો નાશ કરવાની મોડસ ઓપેરેન્ડી અપનાવાય તેમાં કયું ભેજુ કામ કરી ગયું..?

(૯) કુલદીપ શર્મા, હસમુખ પટેલ, સતિષ વર્મા, અતુલ કરવાલ, રજનીશ રાય  જેવા અધિકારીઓને શા માટે સાઈડ લાઈન કરી પોલીસ વિભાગની ટેબલ સર્વિસમાં બેસાડી દઈ ભ્રષ્ટ અને ગુનાહિત કૃત્યોમાં મદદરૂપ થઇ સતાનો દૂર‍ઉપયોગ કરનારા અધિકારીઓને છુટો દોર શા માટે ? અને કોણે આપ્યો..?

(૧૦) દુનિયાભરના કરચોર ઉદ્યોગપતિઓને વાયબ્રન્ટ ગ્લોબ સમિટમાં તેડી લાવીને અબજો રૂપિયાની ખેતીની જમીનો કરચોરોને આપીને અબજો રૂપિયાનું ફંડ ભેગુ કરી રાષ્ટ્રીય નેતા બનવાની કોને જરૂરત છે.


(૧૧) જે રીતે વેપારના નામે ફિરંગીઓને ભારતમાં ભ્રષ્ટ રાજાઓએ ઘુસાડીને પ્રજાદ્રોહ કર્યો હતો તેથી ભારત દેશ વિદેશીઓ અને અંગ્રેજોની ગુલામીમાં ૨૦૦ વર્ષ સબડતો રહ્યો તે રીતે ફરી વિદેશી અને દેશ છોડી ગયેલા પૈસા લાલચુ ભારતીયોને કરમુકતી અને અબજોની જમીનો આપી કંપની રાજની સરમુખ્તયારશાહી ચલાવીને પહેલા ગુજરાત અને પછી ભારતને ફરી આગામી ૨૫ વર્ષમાં ગુલામ બનાવવાની મથામણ કોણ કરે છે ?

(૧૨) જે ઉદ્યોગપતિઓએ કુદરતી આફતો સમયે એક રૂપિયો ગુજરાતને આપ્યો નથી તે ઉદ્યોગપતિઓને હાથીની અંબાડી ઉપર બેસાડી ગુજરાતમાં ઘુસાડવાથી જે કાળાનાણાંના અબજો રૂપિયાનું પાર્ટીફંડ અને ચુંટણીફંડ મળે છે તેનો શું દુર‍ઉપયોગ થાય છે…?

(૧૪) આજ સુધીના બોમ્બ બ્લાસ્ટ ગરીબ અને મધ્યમવર્ગની બજારોમાં થયા છે. ધર્માંધ હિન્દુઓ ગરીબોના ફુરચા ઉડાવી દેવાયા છે…? તો પછી આજ સુધીમાં નેતાઓના બંગલાઓ, નેતાઓની પાર્ટીઓ, નેતાઓના વિશાળ સ્મારંભોમાં કેમ બોમ્બ બ્લાસ્ટ થયા નથી…?

(૧૫) હજારો હિન્દુ બહેન દિકરીઓ વૈશ્યાવૄતી કરી ઘર ચલાવે છે. બાળકોનું – કુટુંબનું ભરણ પોષણ કરે છે. ત્યારે હિન્દુના સમ્રાટો અને હિન્દુઓ નેતાઓ પાટા ક્યાં જતાં રહે છે…?

(૧૬) લાખો હિન્દુ બાળકો ભીખ માંગી રહ્યા છે. મંદિરો અને જાહેર રસ્તાઓ     ઉપર હજારો હિન્દુઓ ભીખ માંગી રહ્યા ત્યારે હિન્દુ નેતાઓ અને હિન્દુ ધર્મના વડાઓની ધર્મભક્તિ અને જ્ઞાન ક્યાં ઘુસી જાય છે….?

(૧૭) આજે વાતે-વાતે આતંકવાદીઓ ગુજરાત તરફ આવે છે અને એન્કાઉન્ટરમાં માર્યા જાય છે. પકડાય જાય છે. અક્ષરધામમાં આતંકવાદી ઘુસી જાય છે. મારી નાખવામાં આવે છે. પણ હજી સુધી પકડાયેલા કોઇ આતંકવાદીએ જાહેરમાં કહ્યું નથી કે મે ગુનો કર્યો છે. કે મને ઘટનાની ખબર છે. બધા એક જ વાત કરે છે. પોલીસ અમને ઉઠાવી લાવી છે

(૧૮) સવાસોથી વધુ સરકારી અને કોમર્શિયલ બેંકો તથા ગુજરાત નાણાકીય નિગમના ૩૨૦૦ કરોડ સહીત મધ્યમ વર્ગની આ જીવન મુડીના ૧૪૦૦૦ કરોડથી વધુ રૂપિયા ખવાય ગયા તે લોન લેનારાઓ આજે કરોડોપતિ છે. બિલ્ડરો છે, ઉદ્યોગપતિઓ છે એ બધા પાસેથી પ્રજાના ૧૪૦૦૦ કરોડની ઉઘરાણી કરવાને બદલે તેને સરકારના કયાં મંત્રીઓ છાવરી રહ્યા છે….?

(૧૯) ગુજરાતની ધરામાં રહેલા અબજો રૂપિયાના ખનીજોની ઉદ્યોગપતિઓને મફતના ભાવે ૧૫ વર્ષથી વધુના પટે લીઝો આપીને ઉદ્યોગપતિઓના લાભમાં ગુજરાતની પ્રજાનું કિંમતી ખનીજ વેચી મારી કરોડો-અબજોનું ચુંટણી ફંડ કોણ મેળવી રહ્યું છે…???

(૨૦) ગરીબોના બેલી નહી પણ બોમ્બ ધમાકાઓમાં ગરીબોના બલિદાન દેનારી આ રાજનીતિનો મુખ્ય આતંકવાદી કોણ હોય શકે છે…????


(૨૧) ગુજરાતના ભ્રષ્ટ રાજકારણીઓ ઉપર કાયદાનો સકંજો આવે તો તે ગુજરાતની પ્રજા ઉપરનો હુમલો કે કાવતરૂ કહેવાય….???? ગુનાહિત ભ્રષ્ટાચાર નેતાઓ કરે અને પ્રજાની જવાબદારી શા માટે ગણાય.. ?

(૨૨) ગુજરાતમાં ગુનેગારોની ન્યાય તપાસ થાય તો દેશના હિન્દુઓ સામે કાવતરૂ ગણાય છે. ધર્માંધતાનું અને માસ હિપ્નોટીઝમનું જીવતુ જાગતું પ્રમાણ….

(૨૪) અબજો રૂપિયા ચુંટણીફંડમાં મેળવી લીધા-કરોડો રૂપીયાનું ફંડ નેતાઓ ઘરે ખેંચી ગયા અને બેફામ પ્રચારનો ખર્ચ કરી અબજો રૂપિયા પ્રજાને ભરમાવવા અને રાજનીતિના કાવતરાઓમાં વપરાયા તો……

…. શું અબજો રૂપિયા ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ મેળવી શકાયુ તે રૂપિયાથી સરકારી કોલેજો, સ્કુલો અને આધુનિક સરકારી હોસ્પિટલો ઉભી નહોતી કરી શકાતી….???

છેલ્લા ૧૫ વર્ષમાં ગુજરાતની અનેક ચુંટણીમાં અબજો રૂપિયા ફુંકી મારવામાં આવ્યા તે રૂપિયાથી ભ્રષ્ટ રાજકારણીઓએ આધુનિક સ્કુલ-કોલેજો અને હોસ્પિટલો નિર્માણ કરી હોત તો વગર પ્રચારે ૧૦૦ બહુમતિની સરકાર બની શકે છે….?

રાજવી ઠાઠ માઠ સાથે લોકોના કાળા-નાણાંની નદીઓમાં એરક્ન્ડીશન મોટરોમાં ફરતા રહી ધર્મનો ધંધો કરતા વી.આઇ.પી. વેશધારી સંતો એ સંપ્રદાયોના મેળાવડા-ઉત્સવોમાં જેટલા પૈસા ગુજરાતમાં જલ્સા કરવા ઉડાડી દીધા ને છેલ્લા ૨૦ વર્ષમાં ફુંકી નાખેલા પૈસાનો ગરીબોના ઝુંપડીપટ્ટીઓમાં કે ખેતમજુરોના કલ્યાણમાં સદ‍ઉપયોગ કર્યો હોત તો ગુજરાતમાં એકપણ ઝુંપડું ના હોત. એકપણ મધ્યમવર્ગની બહેન-દિકરી ભણવા માટે કોલગર્લ બનતી ના હોત….

આ બધુ બની રહ્યું છે તેમાં ગુજરાતની પ્રજા ભારોભાર સહભાગી છે કારણ કે આ આખી ગેરવ્યવસ્થા ઉભી કરનારા એકના એક રાજકારણીઓને મતદાન આપી આપીને લોકોએ વધુને વધુ ભ્રષ્ટાચારને ફેલાવ્યો છે. આ ગેરવહિવટ અને ભ્રષ્ટાચારમાંથી બહાર આવવા પ્રજાએ બધા રાજકીય પક્ષો અને તેના રાજકારણીઓને હમેશા માટે મતદાન નહી આપીને તેને સતામાંથી દૂર કરવા પડશે.

ભ્રષ્ટ રાજકારણીઓને કાઢી નાખવા અને નવી સારી વ્યવસ્થાઓ ઉભી કરવા શું કરવું જોઇએ તે જાણવા અને સમજવા માટે આ બ્લોગનો સર્વોદય સેવા સંઘ વાળો લેખ જરૂર વાચો…..આભાર…


Responses

  1. Excellent………………………

  2. you are right


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: