Posted by: rajprajapati | 09/05/2010

શ્રી કૃષ્ણ અને ગોપીના નામે ભોગી અનિષ્ટોનો વ્યભિચાર

દાન અને મંદિરો, આશ્રમો એટલે શું?

માતા-બહેનોએ શા માટે મંદિરો કે આશ્રમોમાં જવું જોઇએ ?

ભારત સુસંસ્કૃતિની ભુમી છે. સત્તસંગથી માનવ સમાજના વ્યવહારો ચલાવીને જીવન નિર્વાહ કરે તેવી સમજણોથી માનવ સમુદાય વિચરતો રહે છે, અધ્યાત્મના સંસ્કારોથી સીંચાયેલી ભારતવર્ષની ભુમી ઉપર શ્રધ્ધાના બળે માણસ અજ્ઞાત પરમાત્માને પહોંચવા દોડતો રહે છે, ભારતમાં માણસને ભગવાન અને ઇશ્વરની પરંપરાગત સમજણ આવી જાય છે,

જીવજગત ચલાવનારી મહાશક્તિ તરીકે ભગવાન, પ્રભુ, ઇશ્વર, પરમાત્મા અને દેવી-દેવતાઓના રૂપકો પુજવાની અને ભજવાની અંધશ્રધ્ધાઓએ ધાર્મિક સંપ્રદાયોને જન્મ આપ્યો. આ ધાર્મિકતાને કારણે માણસ માણસ મટીને પશુ બની ગયો,

જે ભગવાનના રૂપકોને ધર્મ કહેનારાઓએ ફોટાઓ અને પથ્થરની મુર્તીઓ તથા પુસ્તકોમાં ’પરમાત્મા’નું અવિચળરૂપક મળી ગયું છે આ વિશાળપાયે ઉભી થયેલી ધર્મના નામની મહાઅંધશ્રધ્ધાને બુધ્ધિશાળી ધુતારાઓએ ’ગુરૂ” કે અવતારી ’સંત’ બની વટાવી લેવાની અધાર્મીક પ્રવૃતિઓનો મુઢ્મતિ સમાજમાં વેપાર કર્યો છે.

ઘણા આશ્રમો અને મંદિરોના સંચાલકો-પુજારીઓ દર્શનાર્થે અથવા કથા શ્રવણ માટે આવતી સ્ત્રીઓને પોતે શ્રીકૃષ્ણનો અવતાર કે વંશ-વારસદારો હોવાનું ઠસાવે છે,

ફળ અને મીઠાઇના પ્રસાદરૂપે આડકતરી રૂશ્‍વત આપી અંધશ્રધ્ધાળુ સ્ત્રીઓને આકર્ષવામાં આવે છે, સ્ત્રીઓને માસીક ધર્મનો પ્રાકૃતિક નિયમ હોવાથી ઋતુકાળના દિવસોમાં જાતીય આવેગોની પ્રબળતા વધુ હોય ત્યારે સ્ત્રી પુરૂષનો સંગ અને વાર્તાલાપ વ્યભિચાર તરફ લસરાવી દે છે.

શ્રીકૃષ્ણ કે શ્રીરામના વાળ જેવા બની શકે તેમ ન હોય તેવા ભોગીઓ રંગીન વેશભુષા કરી રંગરેલીયા કરતા હોય છે. ગમે તે કારણ હોય પણ એક બાબત એવી છે કે આવા આશ્રમ અને મંદિરોના ધંધાર્થીઓ પુરૂષો તથા સ્ત્રીઓને આમંત્રણ આપી બોલાવવા જતા નથી, જઈને આવ્યા હોય તે બીજાને દોરી જાય છે.

લગભગ દરેક વર્ષે કોઇકને કોઇક વેશધારીની લીલા છાપાઓમાં અને ટી.વી. સમાચારો પ્રસિધ્ધી પામે છે અને તે બધા વાચે છે, જાણે છે છતાં નવા વર્ષે નવી લીલા બહાર આવે છે

બધા બીજાને દેખતા છી છી કરે અને પછી તેવા અનેક લોકો પોતાના ગુરૂના આશ્રમે કે મંદિરે પોતાના પરીવાર સાથે પહોંચી જતા હોય છે આટલા પાપાચારો બહાર આવી રહ્યા છે તેમ વધુને વધુ લોકો સહપરીવાર આશ્રમો અને મંદિરોમાં જતા થાય છે,

હજારો પરીવારો એવા છે કે જેની સ્ત્રીઓ વિશ્વાસપુર્વક આશ્રમોમાં સેવા આપવા જાય છે અને તેના પરીવારના પુરૂષો તેનું ગૌરવ અનુભવે છે સાધુ-સંતોની સેવાનો મહિમા અપરંપાર છે સેવા કરીએ તો મેવા મળે છે. આર્શીવાદ મળે છે. તન અને મનને શાંતી મળે છે,

સ્ત્રીઓ પોતે જનની અને શક્તિ છે તેને બાવાઓ પાસે જવાની કઈ જરૂર છે? સમજાતુ નથી ને?

ભગવો ધારણ કરીને સંસારીક ભોગ અને સુખ દુ:ખનો ત્યાગ કરી દિધો હોય તેવા મનુષ્યને ગૃહશ્થાશ્રમના લોકો સાથે શું? લેવાદેવા હોઇ શકે?,

દુનિયાના કોઇ સાધક, કોઇ સંત, કોઇ ગુરૂજી, કોઇ સ્વામિજીમાં એવી તાકાત નથી કે બીજાને પરમાત્મા તત્વની પુરી સમજણ આપી શકે.

સામાન્ય માણસ જેમ હવામાં ગોળીબાર કરી શિકારની અપેક્ષા કરે તેમ પાંખડીઓ પણ પરમાત્મા, ભગવાન, પ્રભુ, ઇશ્વરના નામે હવામાં ગોળીબાર કરીને અવાજ કરે, ઘોંઘાટ કરે તે સાંભળીને લાલચુ માણસો આડંબરના મૃગજળમાં તરસ છીપાવવા દોડીને રેતીમાં લસરી જતા હોય છે.

સંન્યાસીઓ, સાધુઓ, સંતો અને કથાકારોએ દેશવિદેશોમાં ઠેરઠેર અંશશ્રધ્ધાના કુવા-અવેડાઓ બનાવીને અગમ્ય શક્તિ એવા ભગવાન અને ઇશ્વરની કૃપા કરાવવાની દુકાનો ખોલી નાખી છે, ભારતમાં હજ્જારોની સંખ્યામાં સાંપ્રદાયીક દુકાનો ધમધોકાર ચાલી રહી છે

સત્તકર્મના પુરૂષાર્થ વિના સંસારમાં સ્વર્ગસુખ મેળવવા માટે દોડતા લાલચુ લોકોને દાન, મંદિર, કથાશ્રવણ, સત્તસંગશિબિરો, જ્ઞાનશિબિરોના માર્ગે ચડાવી સંખ્યાબંધ ધુતારાઓ દાઢી-વાળ વધારી, વેશભુષા પહેરીને સંસારમાં વ્યભિચારનું તાંડવ રચી બેઠા છે.

રામાયણ કે ભાગવત કથા કરનાર કથાકારો પોતાને તુલસીદાસ અથવા ઋષિ વાલ્મિક કે શુકદેવજીનો અવતાર હોવાની શ્રોતાઓમાં ભ્રમણાઓ ઉભી થાય તેવી વાતો કરીને પોતાના હાડમાંસના કોથળાને પુજાવતા જોવા મળે છે. સાચા સંત પગરખા પહેરીને મોટરગાડીમાં, વિમાનમાં ભટક્વા નિકળતા નથી, સંતોને સંપતિ હોય નહિ જેટલા સાધુ સંતો પાસે ટ્રસ્ટો અને સંપતિઓ છે તે તમામે તમામ ’ટેમ્પલ ઇન્ડસ્ટ્રીઝ’ ના ઉદ્યોગપતિઓ  સિવાય કશુંય નથી,

સંતો સામાન્ય માણસના હાથમાં આવતાં નથી કારણકે ભોગવિલાસ, સ્વાર્થવૃતિમાં રાચતા ગૃહસ્થ સમાજના વ્યવહારો અને રીવાજોનો ત્યાગ કર્યા પછી ફરી મોહમાયાના ખારા સમુદ્રમાં પગ પલાળતા નથી.

સંતને કીડી મંકોડાથી લઈ હાથી અને સસલાથી લઈ સિંહમાં તથા કાળોતરા નાગથી લઈ મગરમચ્છ તેમજ છોડથી લઈ મહાવૃક્ષો સહિત સર્વે જીવસૃષ્ટિમાં પરમાત્માના અંશરૂપ આત્માના દર્શન થતાં હોય છે કોઇ પ્રકારના શરીર સાથે તેની દ્રષ્ટિ બંધાતી નથી તેથી સંત કદીય કોઇને પગે લાગતા નથી કે બીજાને પોતાના પગે લગાડતા નથી.

આટલુ વાચ્યા પછી પવિત્ર સ્ત્રીઓને મંદિરોમાં જવાની જરૂર રહેશે નહીં,

તેવી આશા રાખું છું.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: