Posted by: rajprajapati | 09/05/2010

ઘર અને શરીર એજ મંદિર

મનુષ્યએ આરાધના, પુજા અર્ચના કરવી હોય તો  પોતાનું શરીર  જ  મંદિર છે. કર્તવ્યપુર્ણ જીવન માટે પોતાનું  ઘર મહામંદિર છે. “આપ મુવા પીછે ડુબ ગઈ દુનિયા”ની ઉક્તિ પ્રમાણે જીવ જ્યાં સુધી પોતે  અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી તેના માટે સંસાર છે.

તેથી મનુષ્ય઼એ પ્રથમ પોતાના અમુલ્ય શરીરનું જતન કરવું જોઇએ, ઋણાનુબંધના સંતુલન પ્રમાણે જીવવા માટે ઘર એજ મંદિર છે.

આપણે  ધાર્મિક સ્થળોમાં જઈએ છીએ ત્યાં શું હોય છે?

મકાન, ધ્વજ, મુર્તિ, ઘંટ, ફુલ, શંખ, દિપક, સુગંધીત વાયુ પ્રસરાવતા પદાર્થો, માણસની કાલ્પનિક તસ્વીરો અને મુર્તીઓ વગેરે વગેરે,

આ બધું શા માટે હોય છે. તેનો ગંભીરતાથી આપણે વિચાર કરીએ છીએ?

જે પોતાના શરીર માટે કરવાનું હોય છે તે બધું પથ્થર ઉપર નાખી આવીએ છીએ, મંદિરો, ધર્મ સ્થાનોમાં રાખવામાં આવતી મુર્તિ પત્થર છે પત્થરને ભગવાનની કક્ષા કોણ આપે છે?

કોતરેલા પત્થરને ભગવાન માની શકે છે તે માણસ પોતાને  શા માટે ભગવાન માનતો નથી? અધાર્મિકતામાં રહેવાથી  પથ્થર પણ પ્રભુ બની જાય છે, અને માણસ પોતે જાનવર બનતો જાય છે.

ધર્મસ્થાનો, મંદિરોમાં ગાયના શુધ્ધ ઘી માંથી દિપક પ્રગટાવવામાં આવે છે કારણકે તેનાથી પવિત્ર તેજ અને વાયુ ઉત્પન થાય છે જીવ માટે તેજ અને વાયુ તત્વોનું ખાસ મહત્વ છે. બ્રાહ્મમુહર્તમાં અને સંધ્યા સમયે પંચતત્વોમાં પરીવર્તન અને સંધી થતી હોય ત્યારે તેની અનિષ્ટ અસરો ન થાય તે માટે દિવ્ય તેજ, પવિત્ર વાયુ, સત્ય ઉચ્ચાર, આયુષ્યવર્ધક આહાર, શુધ્ધ વિહારના સાનિધ્યમાં રહેવાનું હોય છે તેથી મંદિરે કે ધર્મસ્થળોમાં ભટકવા કરતાં ઘરમાં જ મંદિર જેવી વ્યવસ્થા કરવી જોઇએ.

આજે ધર્મસ્થાનોનો દૂરઉપયોગ વધી રહ્યો છે. અગાઉ યાત્રીકો અને ભ્રમણ કરતાં ઋષિ સંતો માટે મંદિરો નિર્માણ કરવામાં આવતાં, જ્યારે કોઇ યાત્રી કે સંત પધારે ત્યારે ભ્રમણ કરતાં તેમને પ્રાપ્ત થયેલ સમજણ અને જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવતો, જેથી તે ગામના લોકોને ગામમાં બેઠા જ્ઞાન મળી રહેતું હતું. આજે ધર્મસ્થાનોમાં કોઇ ધર્મ પાળતું નથી માટે ઘરને મંદિર બનાવવું જોઇએ. જેના ઘરમાં માતા-પિતા અને પોતાના ભાઈભાંડુ સાથે રહેતા હોય તેને કોઇ યાત્રા કરવાની કે તીર્થસ્થાનોમાં ભટકવાની જરૂર નથી

આજે અબજો રૂપીયાના ધર્મસ્થાનો ઉભા થયા પણ માણસની સત્યતા અને પવિત્રતા ખત્મ થઈ રહી છે. સંસારની સરેરાશ વિનિમય શક્તિઓની બાર‍આની શક્તિ ધર્માન્ધતામાં નાશ પામે છે, પથ્થરની મુર્તીને ભગવાન બનાવનાર પોતાની આત્મ શક્તિઓને પારખતા નથી;

સુંદર સુગંધીત ફુલો ધર્મસ્થાનોમાં ચડાવી દઈએ તેના મધુર વાયુનો મોટો ભાગ વેડફાય જાય છે. ફુલછોડ ઉપરથી ફુલ તોડવામાં આવે છે. ત્યારે છોડ આક્રંદ કરે છે. માતાથી વ્હાલા બાળકને છિનવી લેવાથી જે વેદના એક માતા ના હૈયામાં થાય તેટલી વેદના પુષ્પરૂપી બાળક છિનવાતા છોડને થાય છે, તેથી સુગંધીત વાયુ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તેણે ઘરમાં અને આસપાસ પુષ્કળ ફુલછોડ ઉછેરવા જોઇએ.

ફુલોમાંથી ઉત્પન થતા વાયુઓ શ્વાસમાં થઈ મગજ અને કરોડના કોષો ઉપર પ્રભાવીત થાય ત્યારે ક્રમશ: પ્રકૃતિ અંગેના અગમ્ય જ્ઞાનની સ્ફુરણાઓ થાય છે, ફુલોને તોડી મંદિરમાં પધરાવવાની પ્રક્રિયા કરવી બરાબર છે? મંદિરમાંથી ફુલોને થોડા સમય બાદ ઉકરડામાં ફેંકી દેવામાં આવે છે. ફુલ તોડયા વિનાનું રાખવામાં આવે તો વધુ સમય પવિત્ર વાયુ આપે છે. પૂજાના બહાને તોડવામાં આવતાં ફુલો  છ  થી દસ  કલાકમાં ખરાબ થઈ જાય

દેહમાં સાત વાયુ ચક્રો હોવાની વાતો સાંભળીએ છીએ તેમાં બ્રહ્મરંધ્રની વાત આવે છે દેહમાં રહેલા બ્રહ્મરંધ્રને ઘંટારવના ધ્વની સાથે સંબંધ છે ઘંટારવ કરવામાં આવે ત્યારે ણ….ણ….ણ….ણ….ણ…. જેવો રણકાર શ્‍વર કર્ણમાં પ્રવેશે છે, આ ’ણં’કાર ધ્વનીને સત્યનો બીજક ધ્વની કહેવાય છે. સંધ્યા સમયે શંખનો ધ્વની કરવામાં આવે છે, તેમાં પણ અદભુત તત્વજ્ઞાન સમાયેલું છે. શંખમાંથી નાદને પસાર કરી સંધ્યાકાળે (પંચતત્વોના પરીવર્તન અને લગ્નકાળે) ઉચ્ચરવામાં આવે તેમાં વિશિષ્ટ પ્રકારની તરંગ અને વલય સાથે  શ્વરોચ્ચાર થાય છે.

ઘરમાં ઘી ના દિવડાઓ પ્રગટાવો, ઘરમાં ઘંટારવ કરો, ઘરમાં સંધ્યા સમયે શંખેશ્વર ઉચ્ચારો, સુર્યપ્રકાશ મળી રહે તેવા સ્થાનોમાં ફુલછોડ ઉછેરી સદાય ઘરને સુગંધીત વાયુથી ભર્યુ રાખો, નક્ષત્ર, યોગ, તીથી પ્રમાણે યગ્નો કરતાં જાવ, ઘરની દરેક ક્રિયાઓમાં ચોક્સાઈથી સ્વચ્છતા રાખો, ઉત્તમ વાંચન અને પવિત્ર ભાવ જળવાય તેવા દ્રશ્યો રાખો, ભવિષ્યમાં જરૂર પડશે તેમ ધારીને, બિનજરૂરી ચિજવસ્તુઓ સંઘરો કરો નહીં  જેથી ઘરમાં ખોટી તંત્રરચના થાય નહીં, ઘર મનુષ્ય જીવનનો પાયો છે. તેથી સુવિધા કરતાં પણ પવિત્રતા અને સ્વચ્છતાં વધુ હોવી જોઇએ, ઘરમાં જેમ ભાર વધુ હોય તેમ તેમાં રહેનારાના જીવનમાં પણ ઘણો ભાર રહે છે

ઋષિમુનીઓ, તપસ્વીઓ અને સજ્જન ગૃહસ્થો રહેવાના સ્થાનમાં ઓછો ભાર રાખે છે મહાત્મા ગાંધીજી ઘરમાં ઓછામાં ઓછી ચીજવસ્તુઓ રાખતાં તેથી તેના ઉચ્ચારેલા શબ્દોના તરંગો પરાવર્તન વિના મુળ વિષ્ણુ-અણુ પ્રમાણે સાંભળનારના કાનમાં પ્રવેશતાં તેથી તેના ઉચ્ચારેલ પ્રત્યેક શબ્દોની પુર્ણ અસર થતી,

ઘરવખરીથી કે સુવિધાઓના ઉપકરણોથી ભર્યા હોય તેવા ઘરમાં અનેક પ્રકારના માનસીક તનાવ હોય છે. લોખંડ, લાકડું વગેરેમાંથી બનાવેલી સુવિધાની વસ્તુઓ ઘરમાં હોય તે સતત કાર્યવંત હોય છે. કાષ્ઠમાં અગ્નિતત્વ સમાયેલું હોય છે તેમ અન્ય ધાતુઓની ઘરવખરીથી અનેક રીતે તંત્રરચનાઓ થતી હોય છે. તે ઘરમાં રહેનારાઓ ઉપર ગંભીર અસરો કરે છે.

શરીરને પવિત્ર અને આર્યુ જ્ઞાનથી સતેજ રાખો, ઘરને દિવ્યસ્થાન જેવું રાખો, સમાજ વ્યવસ્થા ભલે અસ્તવ્યસ્ત હોય પણ પોતે ઇચ્છીએ તો આજે પણ સાચી રીતે જીવી શકાય તેમ છે શ્રીરામ અને શ્રીકૃષ્ણના સમયમાં યજ્ઞ કરવા માટે રાજા મહારાજાઓનું રક્ષણ મેળવીને યજ્ઞો કરવા પડતા, આજે સુયોગ પ્રમાણે ઘરમાં યથા યોગ્ય યજ્ઞ કરી શકીએ તેવો સુંદર સમય છે.

મંદિરો અને આશ્રમોમાં ક્યાંય સ્ત્રીઓને જવાની જરૂર હોતી નથી, સ્ત્રી પોતે જ પ્રકૃતીનું સ્વરૂપ છે અને ખરેખર સ્ત્રી સત્યનું પાલન કરી પવિત્રતા સાથે જીવન વ્યવહાર કરે તો પોતે દેવીસ્વરૂપ છે માટે સ્ત્રીઓને મંદિરો, આશ્રમો જવાની જરૂર નથી ,

પરણીત સ્ત્રીઓ માટે તો ઘર એજ મંદિર છે માતાપિતા, સાસુ-સસરા, પતિ અને બાળકોમાં સંસારના બધા ભગવાનનો સમાવેશ થઈ જાય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: