Posted by: rajprajapati | 07/05/2010

અલીબાબા અને ચાલીસ ચોર

અલીબાબા અને ચાલીસ ચોર,

એક નેતાના  એંસી ગુનાખોર


આજના રાજકારણની જે હક્કિતો સામાન્ય માણસને વાચવા-સાંભળવા મળી રહી તે અનેક શંકાસ્પદ પ્રશ્નો ઉભા કરી રહી છે.

હમણા થોડા દિવસોથી અગાઉના બોગસ એન્કાઉન્ટરો કરવાની બનેલી ઘટનાઓની કેન્દ્રીય તપાસ એજન્સીની ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના હુકમથી જે વિસ્તૃત તપાસ ચાલી છે તેમાં ગુજરાત સરકારના મુખ્ય ગણાતા પોલીસ અધિકારીઓની ગુનેગારોની જેમ પુછપરછ ચાલી રહી છે.

કોઇપણ રાજ્યના આઇ.પી.એસ. કક્ષાના મુખ્ય પોલીસ અધિકારીઓની જથ્થાબંધ અને ગંભીરપણે સર્વોચ્ચ અદાલતના હુકમથી રાષ્ટ્રીય તપાસ એજન્સી સમન્સોથી રીઢા ગુનેગારોની જેમ બોલાવતી હોય તેવી આ દેશના ઇતિહાસની પહેલી અને છેલ્લી ઘટના હશે.

બધા જાણે છે તેમ ગુજરાત સરકાર આધુનિક ટેકનોલોજીનો પુરેપુરો ઉપયોગ કરે છે મંત્રીઓના કાર્યલયો અને તેના અંગત મદનિશો પાસે તેના વિભાગના અધિકારીઓના મોબાઇલ નંબરોથી સીધા સંપર્કમાં રહેતા હોય છે તેથી એમ કહી શકાય કે સરકારના સતાધારીઓ તેના વિભાગના અધિકારીઓ  સાથે સીધા સંકળાયેલા હોય છે.

હવે લોકોએ  તો એટલું  જ  વિચારવાનું છે કે શું પોલીસ અધિકારીઓ કાયદાઓના પુરા જાણકાર છે તે લોકો સરકારની સુચના વિના કોઇ ગંભીર પ્રકારના આરોપીઓના કેસમાં સ્વતંત્ર અને મનસ્વી નિર્ણય લઇ શકે ખરા ?

જે સતાધારીઓ ભ્રષ્ટાચારના કામો માટે નાનામાં નાના કર્મચારીના મોબાઇલ સંપર્ક રાખતા હોય તે સરકારના સત્તાધિશોની મરજી વગર અત્યંત સંવેદનશીલ એવા આંતકવાદીઓ કે તેની સાથે સંકળાયેલાઓને પોલીસ અધિકારીઓ પોતાની નોકરીને જોખમમાં મુકીને ખોટું એન્કાઉન્ટર કરવાનો ગંભીર ગુનો કરે તે વાત કોઇના મગજમાં ઉતરતી નથી.

અલીબાબા અને ચાલીસ ચોરની એક મશહુર બાળવાર્તા છે તેમ આ ગુનાખોરીની મશહુર થઇ રહેલી હક્કિતોમાં એક નેતા ના એંસી ગુનાખોર જેવી ભ્રષ્ટ ઘટના આકાર પામી છે. ગુજરાત સરકારની દરેક કામગીરી બીજા બધા રાજ્યોની કામગીરીથી વિશેષ  રીતે થતી રહે છે તેમ આજે રાજ્યના આઇ.પી.એસ. અધિકારીઓ અને બીજા મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ગુન્હાહિત પ્રવૃતિ કરવાના કારણે શંકાસ્પદ ભુમીકામાં છે.

રાજકારણ કેટલી હદે ગુનાખોરીમાં સંડોવાયેલું છે અને આપણા માનનિય નેતાઓ  કે  જે બીજા લોકો ને કાયદાના સંકજામાં પીસી શકે છે તેવા ચોક્કસ અધિકારીઓ એકસંપ થઇને માફીયા રાજ ચલાવી રહ્યા છે તે રાજ્યના દરેક નાગરીકો માટે ખરેખર જોખમરૂપ છે.

વર્તમાન સમયમાં બહાર આવેલી રહેલી હ્ક્કિતતોથી લોકો આંખ આડા કાન કરી લેશે તો આ પ્રજાને પોતાની ઉપર કોઇ અત્યાચાર કરશે કે બીજી કોઇ ગુનો બનશે ત્યારે કોને ફરીયાદ કરવા જશે ?



Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: