Posted by: rajprajapati | 07/05/2010

રાજકીય કાર્યકરોએ ચેતવા જેવું છે.

એક માણસને અનેક હોદાનો લાભ આપવાની નીતિ સામે કાર્યકરોએ ચેતવા જેવું છે.

રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં એક વ્યક્તિ એક હોદાની માંગણી રાજકીય પક્ષોના કાર્યકરોમાં વધતી રહી છે કારણ કે એક્થી વધુ હોદા ભોગવતા ધરાસભ્યો, સાંસદો અને ચેરમેનો સામે આક્રોશ ઉઠી રહ્યો છે.

સરકારી ક્ષેત્રની બેંકોમાં અમુક વ્યક્તિઓ ૧૫ થી વધારે હોદાઓ ઉપર રાજ કરી રહ્યા છે અને તેને કારણે સહકારી અગ્રણીઓ પગાર ભથ્થા અને અન્ય લાભ સાથે લાખો રૂપિયાની માસીક આવક ગપચાવી રહ્યા છે, લોકશાહીના દરેક ક્ષેત્રમાં એક વ્યક્તિને એક હોદાની વ્યવસ્થાઓ થવી જોઇએ અને આજ સુધી ગુલામોની જેમ પક્ષના કાર્યક્રમો અને ચૂંટણીઓમાં પ્રચારકો તરીકે ખુબ દૂરઉપયોગ કર્યો છે તેવું કાર્યકર્તાઓને ક્યારે સમજાશે ?

સહકારી બેંકોનો પારદર્શક વહિવટ કરવા અને રાજકીય પક્ષોએ વધુ માત્રામાં સંખ્યા બળ વધારવા માટે પગાર ભથ્થાવાળા હોદાઓ છોડવા જોઇએ  અનેક ધારાસભ્યો બેંકોમાં ડીરેકટર છે, અનેક અગ્રણીઓ બેથી વધારે સહકારી બેંકોમાં ચેરમેન છેમંત્રીઓ અને ધારાસભ્યો સાંસદો પણ સહકારી બેંકોના ચેરમેન તરીકે સીધી અને આડકતરી રીતે લાખો રૂપિયાનો લાભ લ‍ઇ રહ્યા છે, સહકારી મંડળીઓ અને સહકારી સંઘમાં નવી પેઢીના અગ્રણીઓને ગુલામીમાંથી મુક્તિ આપીને સમકક્ષ હોદાઓ આપવા જોઈએ.

એક કરતા વધુ હોદાઓ ધરાવતા કોઇપણ રાજકારણી શુધ્ધ નથી, બધા એટ્લે કે તમામ કોઇને કોઇ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે, આ લોકશાહી પ્રણાલીના નામે ચાલતી રાજાશાહી છે, એક થી વધારે હોદાની આવક અને સતા ભોગવતા લોકો સામે રોષે ભરાયેલા છે,

અનેક કાર્યકર્તા વર્ષોથી પટાવાળા જેવી ફરજ બજાવી રહ્યા છે તેના કામ અને મહેનત ઉપર મોટા રાજકારણીઓ તાગડધિન્‍ના કરી રહ્યા છે, અને મલાઈ ખાય છે.

એક રાજકારણી પાંચ પાંચ હોદાઓની સતા ભોગવે છે તે બતાવે છે કે તેઓ સામાન્ય પ્રજાની સેવા કરતાં નથી, સ્વાર્થ પુરો કરવા અને અઢળક પૈસાનો લાભ લેવા હોદાઓ ઉપર બેઠા છે, સમાન અધિકારો ધરાવતા નાગરીકત્વમાં એક માણસને એકથી વધુ હોદાઓની સતા હોવી તે સરેઆમ લોક્શાહીની હત્યા છે.

મોટા ભાગના રાજકીય પક્ષો અને સરકારી અગ્રણીઓ પોતાના ભાઇઓ, દિકરાઓ, જમાઇઓ, સાઢુભાઇઓ, બહેન બનેવીઓને ગોઠવી દિધા છે તેને કારણે સહકારી બેંકો અને રાજકીય પક્ષોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે

એક વાર સતા આવ્યા પછી બીજા કોઇનો વારો ના આવવા દેવાની કુટીલતાને કારણે અનેક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ વર્ષોથી રાજકીય પક્ષો અને સરકારી ક્ષેત્રમાં ગુલામી કરી રહ્યા છે, સરકારી બેંકોમાંથી વધુને વધુ લાભ પદાધિકારીઓ અને હોદેદારોના સગાસંબંધીઓ લ‍ઇ રહ્યા છે.

સહાકારી બેંકોમાં થાપણ મુકનારા સામાન્ય લોકો અને મધ્યમ વર્ગના ખેડુતો હોય છે. અને લાખો કરોડોની લોન લેનારા માત્ર હોદેદારો અને તેની ભ્રષ્ટ મંડળી હોય છે રાજકીય પક્ષોમાં અમુક કુટુંબો વર્ષોથી સતા અને હોદાઓ ઉપર ચીટકેલા છે રાજકારણ અમુક પરીવારોની જાગીર બની ગયું હોવાથી સામાન્ય માણસને મતદાન કરવા સિવાય કોઇ અધિકાર રહ્યો નથી.

ધારાસભ્યો અને સાંસદો એક કરતા વધુ હોદાઓની કામગીરીમાં એટ્લા ખોવાયેલા રહે છે કે જેના માટે મત આપ્યા છે તેના માટે પણ કામ કરતાં નથી,

એક વ્યક્તિ એક હોદાની અમલવારીથી તો રાજકીય પક્ષો અને સહકારી ક્ષેત્રના ૨૦૦૦થી વધુ હોદાઓ ખાલી થશે ચૂંટણી સમયે સતા વગરના હોદાઓની લ્હાણી કરી કર્યકારોને મુર્ખ બનાવીને, રાજકારણીઓ દ્વારા પ્રચાર અને મત માટે મજુરી કરાવીને જે રીતે રાજકારણ ચલાવાય છે

મોટા ભાગના કાર્યકારોને ગુલામીની આદત પડી ગ‍ઇ છે જેમ જેમ હવા ભરો તેમ ફુલાતા રહેતા કાર્યકારોને એટલી ખબર નથી હોતી કે નેતાઓ કાર્યકર્તાઓની મહેનતથી સતા મેળવી કેટલી સંપતિ ભેગી કરતા હોય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: