Posted by: rajprajapati | 06/05/2010

ધંધો કરતા શૈક્ષણિક ઉદ્યોગો બંધ થવા જોઇએ ?

વિદ્યાર્થી સંગઠ્ઠનો અને વાલી મંડળોએ રાજ્ય વ્યાપી જનાઆંદોલનનો સમય પાકી ગયો

ટ્રસ્ટના નામે ધંધો કરતી શૈક્ષણિક સંસ્થાઓ કરોડો રૂપિયા ઘર ભેગા કરી ટ્રસ્ટના સિધ્ધાંતો તોડે છે.

શિક્ષણનો વેપાર બંધ થશે નહીં તો મધ્યમવર્ગને શિક્ષણથી વંચીત રહેવું પડશે.

નાગરીકોને શિક્ષણ પુરૂ પાડવુ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કાયદેસરની જવાબદારી છે. શ્રીમંતોથી માંડીને મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગના દરેક લોકોને શિક્ષણ પ્રણાલી પણ બદલાતી જાય છે. આમાં ફક્ત બાળકોએ જ નહી પણ વાલીઓએ પણ ભોગવવું પડે છે તેમ તેમ શિક્ષણ પ્રણાલી પણ બદલાતી જાય છે. આમાં ફક્ત બાળકોએ જ નહીં પણ વાલીઓએ પણ ભોગવવું પડે છે. દરેક વર્ગના લોકો ઇચ્છે છે કે મારું બાળક સારી સ્કૂલમાં ભણે અને આગળ વધે અને શક્ય તેટલા પ્રયત્નો તેમજ બચત કરીને પોતાના બાળક્ને આવી સ્કુલોમાં ભણવા મોકલે છે. આ ધંધાદારી નિશાળોથી શિક્ષણની ભાવના નાશ પામી છે અને પ્રમાણપત્રની ભાવના જન્મી ચુકી છે શિક્ષણ એ સેવા ધર્મને બદલે વ્યવ્સાય બની ગયો છે અને આ બધો કાળો કારોબાર રાજકારણીઓની ભ્રષ્ટ નિતીને કારણે સીધી રીતે લુંટ કરીને એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના સિધ્ધાંતોને ઉલ્લંઘી ચુકયા છે ત્યારે વિદ્યાર્થી સંગઠ્ઠનો, વાલી મંડળોએ રાજ્ય વ્યાપી જનઆંદોલન ચલાવીને ગુજરાતને શિક્ષણ વ્યવસાયના રાક્ષસના પાશમાંથી છોડાવવું પડશે.

તમામ પ્રકારના ટ્રસ્ટો જાહેર સંસ્થા છે અને તે ટ્રસ્ટમાં દાન આપનારા ભારતના કોઇપણ નાગરીક સભ્ય બનવા હકદાર છે તેથી ગુજરાતના વાલીઓએ ભુતકાળમાં જે સ્કુલ કોલેજોના ટ્રસ્ટોને દાનના નામે રૂપિયા આપ્યા હોય તે ટ્રસ્ટના સભ્ય બનવાનો પુરો અધિકાર છે, જો ગુજરાતમાં બાલમંદિરથી મોટી ડીગ્રી કોલેજો સુધીનું શિક્ષણ નાગરીક હક્કથી મફત મેળવવું હોય તો જ્યાં જ્યાં જેમણે ખાનગી શિક્ષણ સંસ્થાઓને ડોનેશન આપ્યું છે તે ટ્રસ્ટમાં સભ્ય બનવું પડશે, અને સભ્ય બનવા માટે દાતા વાલીઓ અને પુખ્ત વિદ્યાર્થીઓ હકદાર પણ છે, આ માટે ગુજરાતના ગામડે ગામડે અને શહેરોનો ગલીએ ગલીએ લોક સંચાર આંદોલન આક્રમતાથી શરૂ કરવુ પડશે.

આજે વિદ્યાર્થીની બોલી અથવા તો હરરાજી થતી હોય એમ લાગે છે. જેટલી મોટી સ્કુલ તેટલું વધારે ડોનેશન આપવાથી એડમિશન મળશે તેવી લઘુતાગ્રંથી લોકોમાં ઘર કરી ગ‍ઇ છે. આ નિતિથી ડોનેશન આપનારને તો કોઇ ફાયદો થતો નથી પણ ટ્રસ્ટ ચલાવતા લોકોને ચોક્કસ ફાયદો થાય છે. ખરેખર ડોનેશનની રકમનો ઉપયોગ શાળાના સંચાલન તેમજ શાળામાં ભણતાં લોકો માટે થવો જોઇએ. તેના બદલે ટ્રસ્ટના લોકો અંદરખાને આ રકમ પચાવી પાડે છે. ડોનેશન આપ્યા પછી તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે તે જાણવાનું વાલીઓનો અધિકાર છે તે કોઇ  સમજતા નથી.

આજે પોણા ભાગની સ્કૂલ તેમજ કોલેજો સ્વનિર્ભર છે. ધોરણ – ૧ થી ૭ માં ભણાવતા મોટા ભાગના રૂ|. ૧૫૦૦ થી ૨૫૦૦ માં શિક્ષક તરીકેની નોકરી કરતા હોય છે. સ્વનિર્ભર સ્કૂલ કે કોલેજો પાછળનું એક કારણ રાજ્ય સરકાર પણ છે જેમાં બેમત નથી. આજે ખાનગી તેમજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી મોટા ભાગની સ્કૂલ-કોલેજો ધારાસભ્યો, માજી અને ચાલુ મંત્રીઓ તથા રાજકારણીઓ તેમજ તેમના સગાંઓ ચલાવી રહ્યા છે. ટ્રસ્ટના નામે વિશાળ સંકુલ ઉભુ કરો પૈસા કમાવવાનો રસ્તો બની ગયો છે, ડોનેશન લેવું અને અંગત મિલ્કત તરીકે વાપરવાનું ગુનો બને છે. તેમ છતાં આ ગુનો ખુલ્લેઆમ આચરવામાં આવી રહ્યો છે અને સરકારની પણ સંડોવણી છે. ડોનેશન દ્વારા ચાલતી આવી અનેક સંસ્થાઓમાં સંચાલકો અને ટ્રસ્ટીઓ ખોટા નાણાંકીય હિસાબો બનાવે છે. ઈન્સ્પેક્શનો પણ નાટકીય ઢબે કરે છે. ખોટા ઓડીટ દ્વારા તૈયાર થયેલા વાર્ષિક હિસાબો પણ ખોટા હોય છે. એટલું જ નહીં, પણ ખનગી સંસ્થાઓમાં નોકરી મેળવવા માટે પણ ડોનેશન આપવું ફરજિયાત બની ગયું છે. આજના બેકારીના યુગમાં જ્યારે યુવાન પાસે આવકનું કોઇ સાધન ન હોવાથી આવક મેળવવા નોકરી કરતો હોય છે. ડોનેશન આપીને નોકરી કરવાની હોય તો પગાર મળવાનો કોઇ અર્થ રહેતો નથી.

જમાનો બદલાશે તેમ આ પ્રક્રિયા પણ આગળ જ વધવાની છે. આ પ્રક્રિયાને આગળ વધતી અટકાવી શકાય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ સંસ્થામાં જોડાયેલા શિક્ષકો વગેરે એકતા સાંધીને તેનો વિરોધ કરે તો ચોક્કસ તેમાં ફેરફાર થ‍ઇ શકે છે. કોઇપણ ખનગી કે સ્વનિર્ભર સંસ્થામાં એડમિશન લેતાં પહેલા તેના નિયમોની ચકાસણી અવશ્ય કરી લેવી જોઇએ. ફીની રસીદ પણ અસલી છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઇએ. પુખ્ત તેમજ સગીર વિદ્યાર્થીઓના વાલીઓએ લાગુ પડતી સ્કુલ-કોલેજમાં ટ્રસ્ટના સભ્ય બનો, ટ્રસ્ટના સભ્ય બનો પછી જનરલ બોર્ડની મીટીંગમાં ચૂંટણી કરી જૂના સંચાલકોને બદલે સર્વસંમતિથી પુખ્ત વિદ્યાર્થીઓ અને વાલીઓ સંસ્થાને હસ્તગત કરો, ટ્રસ્ટનું સંચાલન હાથમાં લઈ લો. મળેલા ડોનેશનનો આંક મેળવી, સંસ્થા-ટ્રસ્ટની કુલ આવકમાં પગાર અને અન્ય સાચા ખર્ચ બાદ કરી, જે નાણાંનો અગાઉના ટ્રસ્ટીઓએ અંગત ઉપયોગ કર્યો છે તે માટે જૂના ટ્રસ્ટીઓ, સંચાલકો સામે ફોજદારી રાહે કાયદાકીય પગલાઓ ભરો.

દેશ તથા રાજ્યના એક્પણ રાજકીય પક્ષે શિક્ષણના ધંધા બંધ્ કરાવવાની વાત ઉચ્ચારી નથી કારણકે શિક્ષણનો ધંધો રાજકારણીઓ અને દરેક રાજકીય પક્ષો સાથે મળીને કરી રહ્યા છે અંધશ્રધ્ધામાં ડુબેલી, ભણેલાનો ફાંકો રાખતી ગુજરાતની પ્રજાને રાજનિતી અને રાજકારણીઓની ગુલામીમાંથી બહાર આવીને જીવવાની તૈયારી નથી, જેથી ભ્રષ્ટાચાર એ જ રાજનિતીથી સરકારો ચાલી રહી છે, ભગતસિંહના ફોટા ટીંગાડી રાખ્યા છે પણ ભગતસિંહ બનવાની ખુમારી યુવા નાગરીકોમાં ન હોવાથી ચુડેલો અને ખવીસોનું સામ્રાજ્ય વિસ્તરતું જાય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: