Posted by: rajprajapati | 05/05/2010

સત્ય અને સ્વાર્થી માણસ

આજનો માણસ પુરો સ્વાર્થી અને આખો આળસુ છે તેથી સત્ય સ્વિકારી શકતો નથી…અને પાપમાં ભાગીદાર બનતો જાય છે.

મનથી અને કર્મોથી માણસ ચોર બની ગયો છે મફતના ખાવા મળે તો કુતરાના બિસ્કીટ પણ ખાય જાય તેટલી હદે માણસ બિચારો આળસુ અને હલકો થતો જાય છે.

હું ગયા ચાતુર્માસ દરમ્યાન કાશીના શંકરાચાર્ય શ્રીમદ શાશ્વતાનંદ સરસ્વતિજી અને દંડી સ્વામિશ્રી રાઘવાનંદ સરસ્વતિજી સાથે અમૃતસત્તના સતસંગ માટે અમૃતસર ગયો હતો  ત્યારે અમારે કળીયુગના કર્તવ્યો વિશે ચારેક દિવસ સતત ગહન પરામર્શ  ચાલ્યો અને આત્મા પરમાત્મા , પ્રકાશ ,પ્રકૃતિ,પ્રારબ્ધ, ઋણાનુબંધ, શબ્દ, શ્રવણ, દર્શન  જેવી બાબતોમાંથી પસાર થઇને અમે છેવટે  એવા નિર્ણય ઉપર આવ્યા કે…….

“””””” મનુષ્ય શરીર મળ્યુ છે તેથી  અન્ય પશુઓનું કોઇ અનુકરણ ના થાય તે રીતે માણસ એટલે કે મનુષ્યના સામાન્ય ગુણધર્મો પ્રમાણે જીવવાનું છે. “””

આટલી કથા શા માટે કરી કાંઇ સમજી શક્યા..?

જે સત્યને સમજી શકે નહી અને સત્ય સમજ્યા પછી કે જાણ્યા પછી સ્વિકારી શકે તે મનુષ્ય નથી હોતા..

આ પોસ્ટ એટલા માટે લખી છે કે …લોકો ભ્રષ્ટાચારની ચર્ચાઓ ખુબ કરે છે પણ આ સત્ય જાણતા હોવા છતા સ્વિકારવા તૈયાર નથી…

જો જો ફરી  થોડા દિવસોમાં કોઇપણ ચૂંટણી આવશે એટલે ભ્રષ્ટાચાર અને ગુનાખોરી કરનારા રાજકારણીઓવાળા રાજકીય પક્ષોએ ઉભા કર્યા હશે તેવા પક્ષોના ઉમેદવારોને મત આપીને પાપના મુળમાં વધુ ખાતર પાણી કરી આવશે…

Advertisements

Responses

  1. એનુ કારણ એ છે, લોકો સાચા પિતાને પુજતા નથી, જે જગતનો નાથ છે, જેણે જગત રચ્યુ, પોષ્યુ, અને સમય આવ્યે મારશે એવુ સામર્થ રાખે છે, એવા જગતના પિતા પરમેશ્વરને છોડીને જે છે જ નહિ તેવા અનેકોનેક દેવી-દેવતાઓને પુજે છે, એટલે લોકો પાપને ઓળખી જ શક્તા નથી, કેમ કે મિથ્યા જગતનો પિતા શૈતાને, સ્વર્ગના પિતા પરમેશ્વરની સંતાનોને ભરમાવીને ધનની લાલચમાં ફસાવીને ખોટા કામો કરાવીને નરકના ભાગીદાર બનાવે છે જે સ્વર્ગના હકદાર છે તેઓ શૈતાનના નોકર બનીને નરકના કામો કરે છે અને પરમપિતાને દુખી કરી મુકે છે, અને પરમપિતાએ એ પાપી લોકોને સૈતાનને હવાલે કરી દિધા છે, એટલે જ લોકો સત્ય જાણતા હોવા છતાં પણ સ્વિકારી શકતા નથી…..સરસ વિચાર છે….આપનો ભઈલા…

    • રાજેશભાઇ . હું તમારો આભારી રહીશ… તમે જુઓ છો કે આપણા આ બ્લોગમાં જે આર્ટીકલ્સ તે મિત્રો જુએ છે. પણ કોઇ પોતાની કોમેન્ટસ લખતા નથી. તમે તથા બીજા ચિરપરીચિત મિત્રો સિવાય અન્ય કોઇ મિત્રો પોતાના વિચારો રજુ કરતા નથી.. હજી નજીકના ભવિષ્યમાં હું એવા સત્યો જાહેર કરીશ કે તેના કારણે કદાચ અનેક વિવાદો પણ ઉભા થઇ શકે છે. હું આશા રાખું છું કે સત્યને સ્વિકારતા પહેલા થોડા વિવાદો ઉભા થશે તો દરેક વિષયમાં વધુ ઉંડાણપુર્વક અને ગહન ચર્ચાઓ થશે અને પછી સર્વ સ્વિકૃત સત્યો વ્યાપક રીતે બધા અપનાવી લેશે. આપના આશિર્વાદની સદા અપેક્ષા સેવનાર આપનો કૃતજ્ઞ — રાજ પ્રજાપતિ….


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: