Posted by: rajprajapati | 05/05/2010

સતિત્વ અને ચરિત્ર સંસ્કૃતિને કોણ બચાવશે ?

માયા વિભ્રમથી મોહ ઉત્પન્‍ન કરે છે. માતા, બહેન, દિકરી સાથે પણ એકાંત સેવવુ નહી ઇંદ્રીયોનો સમુદાય ભલભલા જ્ઞાની વિદ્વાનોને પણ લપસાવી શકે છે. મનુસ્મૃતિના બિજા અધ્યાયમાં ૨૧૪ માં શ્લોકમાં મનુષ્યના જીવનની આવી ભયાનક ચેતવણી આપવામાં આવી છે.

હિન્દુ સમાજના ધર્મગ્રંથોમાં વેદ, પુરાણો, ઉપનિષદો, રામયણ, મહાભારત, શ્રી ભગવદ ગીતાનું મહાત્મય છે. મનુષ્યના ઉતમોતમ આયુષ્ય માટે ઉપરોક્ત ગ્રંથોનો અધાર અને માર્ગદર્શન લેવામાં આવે છે. આ બધા ગ્રંથોમાં થોડા ગુઢાર્થો હોય છે. તેથી સરળતા માટે મનુસ્મૃતિનો આધાર લેવામાં આવે છે. વર્તમાન સમયને કળીયુગ કહેવાય છે મનુષ્યએ ડગલેને પગલે ચેતીને કર્મ કરવાનું હોય છે. દરેક કર્મો જ્ઞાનપુર્વક કરવાના છે. તેવા આ સમયમાં ઉપરોકત શ્લોકનું ખાસ મહત્વ રહેલું છે.

આજે લગ્નેતર સંબંધો, શારીરીક વ્યભિચારો, દૈહિક આકર્ષણના પ્રેમ સંબંધો, લગ્ન પુર્વના મૈત્રી સંબંધોને કારણે માનવીય દૈહિક વ્યવહારોમાં ગંદકી વધી રહી છે. માણસ માનવીય સમાજમાં આચરવામાં આવતી વાસનાઓમાં તરતો જાય છે. સમગોત્રના દૈહિક સંબંધો, ભાભી દિયરના અનૈતિક સંબંધો, ઓરમાન બાપના દિકરી ઉપરના બળાત્કારો વગેરે બનાવો, ઘટનાઓના સમાચારો હવે રોંજીદા અને કોઇ મહત્વ વિના બની ગયા છે. પણ આ બધું આપણે જે સમાજમાં રહીએ છીએ તેમાં બની રહ્યું છે. આપણે વાંચી, સાંભળી રહ્યા છીએ, વાંચન, શ્રવણથી ઇચ્છા ઉત્પન થાય તેથી બજારમાં થઈ રહેલા ગંદા ઉકરડાની ગંદકી આપણા આંગણામાં પણ આવી શકે છે કે નહી?

જે રીતે મૈથુનક્રિયાઓની બિભત્સ ફિલ્મો સરળતાથી જોવા મળે છે તે જોતા એમ કહી શકાય કે આજના યુવા માનસ ઉપર ગંદકીના લપેડા લાગી રહ્યા છે ઉન્‍નત ઉરોજ ઉછાળતી નારીદેહની નિતંબતોડ ફિલ્મો આપણી બહેન-દિકરીઓ જોઇ રહી છે સ્ત્રી સ્વાતંત્ર્ય વિકસ્યું છે તેથી ગંદકીઓ ઉસેટતા કોઇને રોકી શકાય તેમ નથી.

અખબારોમાં વિજ્ઞાપન વિભાગમાં નજર ફેરવશો તો વાંચવા મળશે કે ખાનગી ધંધા કે ઓફિસોમાં સ્ટાફ માટે “લેડીઝ” જોઇએ છે કોઇને “બહેન”ને સ્ટાફ રાખવા નથી, વાંચન, દશ્ય, શ્રાવ્ય બધુ હલકું થતું જાય છે તેથી વૃતિ-દષ્ટિ બગડતી-સડાતી જાય છે. નવરાત્રીમાં દૈવી ઉપાસના કરવામાં આવે છે બાળાઓને ’ગૌરાણી’ રૂપે ભોજન કરાવી પુજન કરવામાં આવે છે તો બીજી તરફ આ દિવસોમાં યુવાઓ બેફામ બની દૈહિક વ્યભિચાર આચરે છે.

મૈથુન અને પ્રજનન તો પ્રકૃતિનો મુખ્ય સિધ્ધાંત છે. પંચતત્વોના અણુએ અણુમાં સતત મૈથુનક્રિયા થતી હોય છે. પરંતુ દરેક અણુઓની રચનાઓમાં ચોક્કસ નિયમ હોય છે પરંતુ મનુષ્ય કુતરા-ભુંડની માફક રોજબરોજ મૈથુનક્રિયા આચરી દૈહિક પ્રકૃતિઓ બગાડી આયુષ્યનો નાશ કરે છે.

વિચારો તો ખરા બે અણુઓના મૈથુનફલનથી આખો હાથી બને છે, બે સુક્ષ્મ અણુઓના મૈથુન થવાથી બે થી ચાર ટન વજનનો હાથી ઉત્પન થઈ શકતો હોય તો માણસે તો આ બધું થોડુંક ચિંતન કરી પછી જ જીવન વ્યવહાર અને કર્મક્રિયા કરવી જોઇએ.

આજે જ્યાં જુઓ ત્યાં અનિષ્ટ ઇચ્છાઓ થાય તેવા દશ્યો જોવા મળે છે. ઉતેજક અને દૈહિક વ્યભિચારને પોષે તેવા વિજ્ઞાનિક લેખો વાંચવા મળે છે, મનૌવિકાર પેદા કરે છે તેવા સંગીત સાંભળવા મળે છે, તેથી વિદ્ધાન ચમરબંધી પણ લપસી જાય છે આ મુદે ધનસંપતિ કે સતા – પ્રતિષ્ઠા પણ આડા આવતાં નથી, કોઇને પણ વાતાવરણની અસર થાય છે.

માણસના આહારવિહાર ખોટા થઈ ગયા હોવાથી પાન, મસાલા, ગુટકા, દારૂ, ધુમ્રપાન જેવી કુટેવો પડી જાય તેથી કસમયે ઉતેજના થાય છે અને તેના કારણે પરણીતોમાં મૈથુનક્રિડા અને દૈહિક સમાગમની અસંતુષ્ટી રહી જાય છે અને તેના પરીણામે લગ્નેતર સંબંધોની ભુમિકા તૈયાર થાય છે.

આજે વિરૂધ્ધ સ્વભાવ અને અલગ સંસ્કારો વાળા આંતરજાતીય લગ્નોનું પ્રમાણ વધી રહ્યું છે તેથી સ્વભાવગત વર્ણશંકર પ્રજોપ્તિ થવા લાગી છે, એક બિજમાંથી આખું શરીર રચાય છે રતિધાતુના બુંદમાંથી વિકાસ પામતા દેહના કોષોમાં જીનેટીક ગ્રાફીક્સ અને અનેક પ્રકારની સુક્ષ્મમાં પણ અતિ સુક્ષ્મ માહિતીઓથી રચાયેલી ફાઈલો હોય છે. દૈહિક વ્યભિચારના દ્ર્શ્યો, વાંચન અને શ્રવણથી સદાય દુર રહેવું જોઇએ તેમજ પરિવારના સભ્યોને પણ સાવચેતીપુર્વક દૂર રાખવા જોઇએ.

અખબારો, ફિલ્મો, મેગેઝીનો, ટીવી ચેનલો, જ્યાં જુઓ ત્યાં સેક્સને લગતી પ્રશ્નોતરી, ફોટોગ્રાફ વગેરે મહત્વનું સ્થાન ધરાવતાં થયાં છે તેના કારણે અનેક પ્રકારની સામાજીક અને પારીવારીક દુ:ખોનો જન્મ થાય છે.

સેક્સ સંસારસૃષ્ટિની મૂળ ક્રિયા છે માણસને સમાગમ, સંભોગ અને મૈથુન જેવા શબ્દોના તફાવતની પણ ખબર પડતી નથી, તપેલામાં તેલ ગરમ કરી શાક વઘારી પાણી નાખી પકવવામાં આવે તેમાં અગ્નિ, પૃથ્વી, જળ વગેરેનું મૈથુન થયું ગણાય, પંચ તત્વના અણુઓમાં ક્ર્મશ: અનેક પ્રકારથી મૈથુન ચાલતું હોય છે તો જ સૃષ્ટિ ચેતન રહે છે. પંચતત્વનું મૈથુન બંધ થઈ જાય તો સૃષ્ટિ લુપ્ત થઈ જાય અને વિરાટ સ્વરૂપમાંથી સુક્ષ્મ અણું બની જાય.

મારા પ્રયત્નો સુંદર સમાજ વ્યવસ્થા માટે છે. દરેક માણસ આજનું સુખ મેળવવામાં ભવિષ્યનું દુ:ખ ઉભુ કરે છે. માણસને અટકાવી શકાતો નથી. પણ તેને થોડીવાર થંભાવી શકાય છે. થોડીવાર થંભી જાય તેને સત્ય સમજાવી શકાય છે. આ પોસ્ટનો હેતુ કાંઇક એવો છે કે થોડીવાર થંભીને વિચારી શકાય….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: