Posted by: rajprajapati | 05/05/2010

લોકલાડીલા નેતાઓ, પોલીસ અને આંતકવાદીઓનું રાજકારણ

અત્યારે છાપાઓમાં સૌથી વધારે સમાચારો સી.બી.આઇ. તપાસમાં ગુજરાત પોલીસના આઇ.પી.એસ. અધિકારીઓ આવી રહ્યાના સમાચારો વધુ હોય છે. તેથી મંત્રીઓ કામની વ્યસ્તતાને કારણે રાજ્યની પ્રજાના સંપર્ક બહાર જાય છે.

આ બધુ જે કાંઇ બની રહ્યું છે તેના માટે સૌથી પહેલા ગુજરાતની પ્રજા વધારે ગુનેગાર છે. આજે ગુજરાતના મોટા અધિકારીઓ સામે સી.બી.આઇ ની તપાસ થાય છે. તેના ગુનાઓની સરાજાહેર વાતો થાય છે તેની પાછળ પ્રજાનો દોષ છે.

આપણે બધા જાણીએ છીએ કે રાજકારણમાં વપરાતો બેફામ પૈસો હરામનો અને ભ્રષ્ટાચારનો હોય છે પ્રજાને જ્ઞાતિવાદ અને કોમવાદ ગમે છે અને સમાજના આવા દુષણોને પોષનારા ભ્રષ્ટ રાજકારણીઓ ગમે છે આજે મોટા ભાગના રાજકારણીઓ પાસે કરોડો-અબજોની સંપતિઓ છે બધા જુએ છે અને સમજે છે કે સરકારી તિજોરીમાંથી ભ્રષ્ટાચાર કરીને મેળવ્યા છે છતાં જો કાલે ચૂંટ્ણીનુ મતદાન કરવામાં આવે તો જાણીતા છે તેવા બધા ભ્રષ્ટાચારીઓને જંગી બહુમતિથી જીતાડશે…. આ વાત સાચી છે કે નહી. ? તમે તમારી જાતને પુછોને આ બધા પાપમાં આપણે કેટલા ભાગીદાર છીએ…

કાયદાના પાલકોએ કાયદાનો ગુનાહિત ભંગ કરી આજે ગુનેગાર બની ગયા. તો શું ગુજરાતના આઇ.પી.એસ. અને બીજા અધિકારીઓએ સ્વયંભુ ગુનાઓ કર્યા છે ? અધિકારીઓએ પોતાની રીતે ઉપરની કોઇ સુચના વિના ગુના કર્યા હશે એવું લાગે છે ?

આજે પોલીસના મોટા અધિકારીઓની માત્ર તપાસ ચાલુ છે તેમાં રાજકારણીઓ તો સંડોવાયેલા છે પણ તે બધા નિર્દોષ છે કારણ કે પ્રજાએ સ્વૈચ્છિક રીતે પોતાના કિંમતી મત આપીને સેવા કરવાની સતા આપી છે. આપણા માનનિય નેતાઓ તો કહે છે કે આ બધુ રાજકિય ષડયંત્ર છે. ગુજરાતનો હરણફાળ વિકાસ જોઇને બીજી સરકારના રાજકારણીઓને ઇર્ષા થાય છે. તેથી જે આંતકવાદી સંગઠનો કાશ્મિરની પાછળ પડયા હતા તે હવે ગુજરાતના મહેમાન બનતા થયા છે.

આંતકવાદી પ્રવૃતિઓનો ગુજરાતમાં વિકાસ થયો તે માટે ક્ટ્ટર જ્ઞાતિવાદ અને કોમવાદ જવાબદાર છે. આ કોમવાદ અને જ્ઞાતિવાદનો વિકાસ કોણે કર્યો… ?

આજ સુધી ગુજરાતમાં જેટલા આંતકવાદી હુમલા થયા તે હુમલાઓનો ફરી અભ્યાસ કરવા જેવો છે. કારણ કે ગુજરાત પોલીસના આઇ.પી.એસ. અધિકારીઓ તો બાતમીદાર તરીકે સૌરાબુદિન જેવા આંતરરાજ્ય આંતકવાદી સાથે જોડાયેલા  હતા એવું છાપાઓમાં વાચવા મળે છે. તમે પણ વાચ્યું હશે… હવે જરા વિચારો કે પોલીસ અધિકારીઓતો આંતકવાદીઓ સાથે સંકળાયેલા હતા તો અમુક મોટા રાજકારણીઓ સાથે પણ સંકળાયેલા હશે ને…રાજકારણીઓએ પોલીસ અધિકારીઓને વચ્ચે રાખી આંતકવાદીઓને પોષ્યા હોય તેવું પણ બની શકે છે ને ?

ખોટા એન્કાઉન્ટરો કરવાની શું જરૂર હતી ? આંતકવાદી સંગઠ્ઠનો સુધી પહોચવા માટે જીવતા પકડાયેલાઓને રાખવા જોઇએને…

પોલીસ અધિકારીઓ અને આપણા માનનિય નેતાઓએ બોગસ એન્કાઉન્ટરો કર્યા હોય કે કરાવ્યા હોય પણ આખરે તો બધુ ગુજરાતી પ્રજાની સુરક્ષા માટે જ ને… આંતકવાદીઓ કાયદાની છટકબારીમાંથી છ્ટકીને જતા ના રહે તે માટે નેતાઓના કામ પુરા થાય પછી તેને પતાવી જ દેવાના હોય.. છેવટે ગુજરાતના છેવાડાના માનવીનો વિકાસ કરવાનો છે.

આજે ગુજરાતના વિકાસથી અંજાઇ ગયેલા બીજા રાજકારણીઓએ ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર ચાલુ કર્યુ છે કારણ કે ગુજરાતની પ્રજાના કહેવાથી ટ્રેનનો ડબ્બો સળગાવાયો હતો ? ગોધરાકાંડ પછીના કોમી રમખાણો રાજ્યના છેવાડા નાગરીકોએ કરાવ્યા હતા. ? અક્ષરધામકાંડ થયો તે રાજ્યની ધાર્મિક જનતાએ કરાવ્યો હતો..?  મોટા મોટા ધાર્મિક મહા સંમેલનો થતા હોય ત્યારે કોઇ આંતકવાદી આવતા નથી પણ જ્યાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હોય ત્યાં કેમ આવતા હશે.? જે વ્યવસ્થા કરવામાં આવી હોય તેમ બિચારા આંતકવાદીઓને કરવું પડતું હશે.

તમે માનો કે ના માનો પણ ગુજરાતને બદનામ કરવાનું આ રાજકીય ષડયંત્ર છે..

ગુજરાતની પ્રજાએ આ બ્લોગના બધા લેખો વાચવા જોઇએ.


Responses

 1. -મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના આશીર્વાદથી ગુજરાતમાં ચાલતા અબજો રૃપિયાની ખંડણીનું નેટવર્ક ચાલ્યું છે…
  -સીબીઆઈએ જે તપાસ કરી તેમાં સુરેન્દ્રનગરમાં પ્રદ્યુમ્નસિંહ જાડેજાના ભાઈ કિશોરસિંહ જાડેજાના નિવાસેથી રૃ. ૧૦,૯૮,૬૦૦ની બિનહિસાબી રોકડ મળી હતી.
  -ગુજરાતની સીબીઆઈ, એટીએસ એટલે તોડપાણી સર્વિસ
  -વર્ષ ૨૦૦૩થી ૨૦૦૬ સુધી મુખ્યમંત્રીને હીરો બનાવવા ૨૨ એન્કાઉન્ટર થયા
  -અભય ચુડાસમાના સંબંધો પાકિસ્તાન અને દુબઈની ઈન્ફોર્મેશન ગેંગ સાથે પણ ખૂલ્યા હતા
  આ ગુજરાતના અખબારોની હેડલાઈન છે. મારે કંઈ કહેવાનું નથી.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: