Posted by: rajprajapati | 04/05/2010

એક લડકા ઔર લડકી સીર્ફ દોસ્ત નહીં હો સકતે

ચરિત્રવાન દેખાયને ચરિત્રહીન પ્રવૃતિમાં રચ્યા પચ્યા રહેવાની ઇન્ડીયન કલ્ચર સાથે વેસ્ટર્ન કલ્ચરની લડાઇમાં ટીનએજ ફ્રેન્ડશીપના નામે જાતીય જીજ્ઞાસાઓ પુરી કરવાનો પ્રયત્ન ભારતીય સમાજ વ્યવસ્થા માટે ઘાતક પુરવાર થઈ રહ્યો છે.

દરેક યુવતી અને યુવક એવું જ ઈચ્છે કે લગ્ન થાય તે જીવનસાથી ચરિત્રવાન હોવા જોઇએ, ફ્રેન્ડશીપના નામે ફ્રિમાઇન્ડ રીલેશનશીપમાં માનસીક અને શારીરીક આનંદ લેવાની બધા યંગસ્ટરની તાલાવેલી છે, પણ બીજા સાથે પોતાની વાગ્દતા કે યુવાન પતિ પત્નિ ફ્રિમાઇન્ડ થઈને બીજા સાથે જાતિયસુખ માણે તે કોઇ સ્વિકારવા તૈયાર નથી.

યુવતિને માસીક ધર્મ શરુ થાય અને યુવાનને દાઢી-મુછ ના વાળ આવે એટલે પ્રાકૃતિક લક્ષણ મુજબ જાતિય આવેગો અને જરૂરતો શરૂ થાય છે. ભારતીય લગ્ન સંસ્કાર પ્રમાણે બહુનરગામી સ્ત્રી કે બહુરત્ના પુરુષ ને કોઇ કુટુંબ, કોઇ પરીવાર કે કોઇ સમાજમાં સ્વિકારતું નથી.

૧૭ વર્ષની દિકરી ને ૧૮ વર્ષના છોકરા સાથે મિત્રતા બંધાય ને વેસ્ટર્ન કલ્ચરના નામે તેને સ્વિકારી લેવાય પછી આ જોડલાઓ બધી જીજ્ઞાશા પુરી કરી લેતા હોય પણ લુપા છુપીમાં બધું ઘરબાય જતું હોય છે.

આ પોસ્ટ ટાઇપ કરતા પહેલા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સૂરત, રાજકોટ અને ૩૦થી વધુ ગામડાઓમાં ટીનએજ ફ્રેન્ડશીપ અને અપરણિત યુવક યુવતિઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમાં જે જાણવા મળ્યુ તે સમાજના દરેક માણસ માટે શરમજનક છે.

ચાર ચોપડી ભણીને સ્કીન ટાઈટ કપડા પહેરી નિતંબ ઉલાળતી આજની વેસ્ટર્ન કલ્ચર બેબીઓ કહે છે કે લગ્નેતર સંબંધ કરતા લગ્નપુર્વેના સંબંધો વધુ ડીફરન્ટ અને સ્ટેબલ છે. કારણકે કોઇ-કોઇની જવાબદારી ફિક્સ થતી નથી. પ્રેગનન્સી ચેક કરવા અને પ્રેગનન્સી નિવારવા માટેની કીટ અને દવાઓ દવાની દુકાનોમાં ખુલ્લે આમ વેચાય છે. સાથે સાથે ઇન્ટરનેટ ઉપર “કામસુત્ર” મફતમાં આસન કરાવે છે. તબેલામાં બાંધેલા ઘોડાઓને છુટા મુકીએ પછી જેમ ઘોડા બેફામ દોડે તેમ ઇન્ડિયન કલ્ચરના આ માટીના રમકડા ભવિષ્યના સામજીક અને સંસારીક જીવનનો વિચાર કર્યા વિના બેફામ દોડે છે

જે લાજ હતી, જે શરમ હતી તેની પાછળ ભવિષ્યમાં બનનારી ગૃહકલેશ અને  ચારિત્ર્ય હિનતાથી ઉભી થનારી દુર્ઘટનાઓને રોકવાની એક વ્યવસ્થા હતી આજે વેસ્ટર્ન કલ્ચરથી ફ્રિમાઈન્ડ રીલેશન ભોગવ્યા પછી બીજા સાથે લગ્ન બાદ જુના ફ્રિમાઇન્ડ રીલેશનો પુનરાગમન કરે ત્યારે ટુંકા લગ્ન જીવનમાં શરૂ થાય છે, પોલીસ અને કોર્ટ કચેરીના ચક્કરો, નોંધાય છે ફરીયાદો, ૪૯૮ અને ૧૨૫ મુજબની ફરીયાદો ઉપર ડાયવોર્સની માંગણીઓ.

શપ્તપદીના સોગંદ લઈ અગ્નિની સાક્ષીએ, સમાજની સાક્ષીએ લીધેલા ચાર ફેરામાંથી બહાર નીકળવા માટે, પરણિત યુવક યુવતિઓ અદાલતો. ઇન્ટરનેટ અને સગા-સંબંધી-મિત્રો સમક્ષ જે વિકૃત કાદવ ઉછાળે છે, તે જોતા અવુ લાગે કે ઇન્ડીયન કલ્ચરવાળા વેસ્ટર્ન કલ્ચરમાં જઈને સ્વર્ગને  નરક બનાવી રહ્યા છે.

અપરીણીત યુવક યુવતિઓ અને લગ્નેતર સંબંધો વાળા લોકોએ “મિત્રતા”ના શબ્દને એટલો બિભત્સ બનાવી દિધેલ છે કે ચરિત્રવાન પુરૂષ કે સતીત્વ ધરાવતી સ્ત્રિઓ માટે “મિત્રતા” શબ્દ વાપરવો શરમજનક બની ગયો છે.

ફ્રેન્ડશીપના નામે, કોલેજ ફ્રેન્ડસના નામે સંબંધો રાખતા ટીનએજર્સ અને યુવક યુવતિઓને જેટલા મા બાપે હળવાશથી લિધા છે, તે યુવકો-યુવતિઓના લગ્નજીવન ટુંકા ગાળામાં કોર્ટના પગથીયે પછડાયાના એક શોધો તો એક હજાર દાખલાઓ સામે આવે છે,

ત્યારે વર્તમાન વ્યવહારોથી ભવિષ્યનુ નરકાગાર બનાવતી વેસ્ટર્ન કલ્ચરની મોટાભાગની બાબતોથી દરેક પરીવારે અગમચેતી રાખવી જરૂરી છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: